Naari bhoot bhavishy ane vartman bhag books and stories free download online pdf in Gujarati

નારી ભૂત ભવિષ્ય અને વર્તમાન ભાગ

આ વાર્તાના પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે. વાસ્તવિક જીવનના લોકો સાથે તેનો કોઈ પણ પ્રકારે સંબંધ નથી.જો સંબંધ નીકળશે તો તે સંયોગ જ ગણાશે.

આલીશાન બંગલામાં ઉનાળાના દિવસો, આસપાસ નીરવ શાંતિ અને અતિશય ગરમીથી ત્રસ્ત થઈ સભામાં થી આવ્યા બાદ આશા તરત જ એ.સી શરૂ કરી કપડા બદલી અને પલંગ પર આડી પડી.

સુતા પહેલા તેને પોતાના ચહેરાને અરીસામાં ધ્યાનથી જોયો.ચહેરાની ઉપર આવેલી હળવી રેખાઓ તેની પ્રૌઢા અવસ્થા ની ચાડી ખાતા હતા. પોતાના ચહેરાને ધ્યાનથી જોઈ અને નિરખવા લાગી. અને ક્યારે ભૂતકાળ ના વિચારોમાં સરી પડી તેને પણ ખ્યાલ ન રહ્યો.

અમી (આશાની બહેનપણી)-
આશા ઍ આશા......
અચાનક પોતાના નામ નો અવાજ સાંભળીને આશા ઝબકી ગઈ તેનું ધ્યાન ભંગ થયું. ઝડપથી ચોપડી બંધ કરી અને કાગળીયાઓ ગોઠવવા લાગી ત્યાં સુધીમાં તો અમી અને આરજુ તેની પાસે આવી પહોંચ્યા હતા. અમી, આરજુ અને આશા ત્રણે એક જ કોલેજમાં ભણતા હતા અને બહુ સારા મિત્ર હતા.

અમી-
ચાલ આશા આજ તો ઘણા સમય થયા પિક્ચર જોવા નથી ગયા હમણાં જ ઋત્વિક નું નવું મુવી રિલીઝ થયું છે "કહોના પ્યાર હે" બહુ મસ્ત છે ચાલ જોવા જઈએ.

આરજુ-
હા ચાલ ને આમેય તું આજકાલ ક્યાંક વિચારોમાં ખોવાયેલી હોય એવું લાગે છે તારી માતાના દેહાંત પછી આમ એકલી-અટૂલી બેસી અને આકાશમાં તાકતી રહે છે તે મને બિલકુલ પસંદ નથી ફિલ્મમાં જઈશું તો તારો પણ મૂડ સરખો થશે.

આશા-
ના ના તમે જઈ આવો હું તો આમ જ બરાબર છું હમણાં મારું મન ક્યાંય લાગતું જ નથી હું કદાચ પિક્ચર જોવા આવીશ તો પણ મારો મૂડ નહીં જ થાય.

અમી અને આરજુ એ વારંવાર આગ્રહ કર્યો અને અંતે આશા ફિલ્મ જોવા માટે તૈયાર થઈ અને સાંજના શોની ત્રણ ટીકીટ બુક કરાવી અને રાત્રે બહાર જમીને આવું એવું નક્કી કરી ત્રણેય બહેનપણીઓ છૂટી પડી.

હિપ હિપ હુરરે....હિપ હિપ હુરરે....હિપ હિપ હુરરે....
ચિયર્સ ટુ અનિરુદ્ધ.... અનિરુદ્ધ વિ વોન્ટ પાર્ટી પાર્ટી....
કહેતું વિદ્યાર્થીઓ નું મોટું ટોળું કોલેજ કેન્ટીન માં દાખલ થયું. ત્યાં એક ટેબલ ઉપર અનિરુદ્ધ અને તેનો મિત્ર અવિનાશ ચાની ચૂસ્કી નો આનંદ માણી રહ્યા હતા.

અવિનાશ-
અરે તમે બધા આટલા બધા ખુશ કેમ દેખાવ છો? એ તો જણાવો શું થયું? કોલેજ કેમ્પસના ઇલેક્શન નું રિઝલ્ટ આવ્યું કે શું?

અજંક્ય-
હા હમણાં જ આવ્યું અને આપણી મહેનત રંગ લાવી દોસ્ત અનિરુદ્ધ સૌથી વધુ મત સાથે કોલેજના વિદ્યાર્થી ગ્રુપના લીડર તરીકે ચૂંટાઇ આવ્યો છે.

અનિરુદ્ધ-
બસ બસ આ બધું જ તમારા લોકોની મહેનતનું પરિણામ છે તો ચાલો આજે સૌને જે કંઈ ચા-નાસ્તો જોઈતો હોય તે મારા તરફથી ફ્રી એમ કહી તેણે કેન્ટીન ચલાવતા રામુકાકા ને બધાને જે કંઈપણ નાસ્તો કરવો હોય તે આપવા કહ્યું અને બિલ પોતે આપશે તેવું કહી અને ગાર્ડન બાજુ ચાલી નીકળ્યો તેની પાછળ અવિનાશ અને અજંકય પણ દોરવાયા.

અજંકય-
યાર અનિરુદ્ધ ચાલ આજે આ તારી જીતની ખુશીમાં ફિલ્મ જોવા જઈએ. અમે હમણા હવે midterm શરૂ થશે ત્યારે બધા ફરીથી પોત પોતાના વતન ચાલ્યા જશું.

અવિનાશ-
હા યાર અમે હમણાં જ ઋત્વિક નું નવું મૂવી "કહોના પ્યાર હે" રિલીઝ થયું છે તું કહે તો ત્રણ ટિકિટ બુક કરાવી દવ.

અનિરુદ્ધ-
દોસ્તો તમારા માટે બધું જ ઠીક છે તમારી જેવી ઈચ્છા તો બુક કરાવી દ્યો અને હા રાત્રીનું ડિનર પણ આપણે સાથે જ બહાર કરીશું.

આમ આ તરફ આરજુ, આશા અને અમી પિક્ચર જોવા જઇ રહ્યા હતા તો બીજી તરફ અનિરુદ્ધ, અવિનાશ અને અજંકય પણ જઈ રહ્યા હતા જાણે કે ભાવી આશા અને અનિરુદ્ધની ભવિષ્યની પ્રેમગાથા લખવા માટે સજ્જ થઇ રહ્યું હતું.