Pruthvi ek prem katha bhag 26 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 26

વિશ્વા ભૂતકાળ ના કયા ભાગ માં ફસાઈ હશે એ સૌથી મોટી વિડંબના હતી.

પૃથ્વી : સ્વરલેખાજી હવે એ વાત કઈ રીતે જાણીશું કે વિશ્વા ક્યાં હશે ?

અંગદ : પૃથ્વી ...હવે આટલે સુધી પહોચ્યા તો આ રહસ્ય પણ જલ્દી જ શોધી લઈશું.

બધા એક જગ્યા એ બેઠા અને વિચારવા લાગ્યા.

થોડીક ક્ષણો બાદ ....

નંદિની : અંગદ તે એક વાત જણાવી હતી કે ... વિદ્યુત એ ઉર્જા ભૂતકાળ માં કોઈક જગ્યા એ થી પ્રાપ્ત કરી હતી અને વિદ્યુત ના અંત ની સાથે એ શક્તિ પોતાના મૂળ સમય અને મૂળ જગ્યા પર પહોચી ગઈ...બરોબર ?

અંગદ : હા મને યાદ છે .

નંદની : મતલબ કે ... જો આપણે એ રહસ્ય શોધી લઈએ કે વિદ્યુતે એ માયાવી શક્તિ ક્યારે અને ક્યાથી પ્રાપ્ત કરી તો આપણે કદાચ વિશ્વા પાસે પહોચી શકીએ.

બધા એકસાથે ઊભા થઈ ગયા.

અરુણરૂપા : નંદની ની વાત સાચી છે.અંગદ ...તારા પિતા ને એ શક્તિ ક્યાથી પ્રાપ્ત થઈ હતી ?.

અંગદ : અરે ...હું પહેલા પણ પૃથ્વી અને બધા ને કહી ચૂક્યો છું કે એ શક્તિ એમને ક્યાથી અને ક્યારે પ્રાપ્ત થઈ એના વિષે મને કોઈ જાણ નથી.

પૃથ્વી : હા અંગદ ની વાત સત્ય છે એ મને જણાવી ચૂક્યો છે કે એ શક્તિ વિષે એ કઈ જાણતો નથી.

વીરસિંઘ : તો હવે કેવી રીતે જાણ થશે કે વિશ્વા ક્યાં છે ? શું આપણાં બધા પ્રયત્ન વ્યર્થ ગયા ?

સ્વરલેખા : આપણાં કોઈ પણ પ્રયત્ન વ્યર્થ થયા નથી ... અંગદ નથી જાણતો પણ કોઈ તો એવું હશે જ આના વિષે જાણતું હોય .

અંગદ થોડીક વાર મૌન થઈ ગયો.

પૃથ્વી : શું વિચારે છે અંગદ ?
અંગદ : હા ......એક વ્યક્તિ છે જે કદાચ આ બાબત માં આપની થોડી ઘણી મદદ કરી શકે ..પણ

પૃથ્વી : પણ શું ? કોણ છે એ વ્યક્તિ ? ઉતાવળ થી બોલ .

અંગદ :એનું નામ છે........... ભીષણ ..

પણ ...

મને નથી લાગતું કે એ આપણી મદદ કરશે.

સ્વરલેખા : કેમ ? કોણ છે એ ? અને મદદ કેમ નહીં કરે ?

અંગદ : ભીષણ એ મારા પિતા નો ખૂબ જ જૂનો સાથી અને વિશ્વાસ પાત્ર સેનાપતિ હતો.અને મારા પિતા ના દરેક રહસ્ય અને શક્તિ ને સારી રીતે જાણતો હતો.પરંતુ અમુક વર્ષો પહેલા એ એક યુધ્ધ માં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.અને ત્યારબાદ એને મારા પિતા ની સેના માથી નિવૃતિ લીધી અને ક્યાક ચાલ્યો ગયો.પણ એ મારા પિતા પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હતો અને આજે પણ એ એમના વિષે કોઈ જાણકારી નહીં આપે.

સ્વરલેખા : જો એ ભીષણ, વિદ્યુત ની દરેક શક્તિઓ વિષે જાણે છે તો જાણકારી તો એને આપવી જ પડશે.

નંદની : પણ એને શોધીશું ક્યાં ?

અરુણરૂપા : એ તું અમારા પર છોડી દે બેટા.

સ્વરલેખા : અંગદ,આમાં અમારે તારી થોડીક મદદ ની જરૂર પડશે.

અંગદ આગળ આવી ગયો. સ્વરલેખા ,અરુણરૂપા અને અંગદ ગોળ ફરીને વર્તુળાકાર બેઠા.ત્રણેય જણા એ એકબીજાના હાથ પકડ્યા.સ્વરલેખા એ અમુક અનાજ ના દાણા એમના વચ્ચે નાખ્યા.

સ્વરલેખા : અંગદ... તું આંખો બંદ કરી એ વ્યક્તિ ભીષણ નો ચેહરો મન માં સ્મરણ કર.

અંગદ એ એમ જ કર્યું. સ્વરલેખા અને અરુણરૂપા એ જોડે મંત્રોચ્ચાર શરૂ કર્યો, અંગદ એ ભીષણ નો ચહેરો સ્મરણ કર્યો.

થોડીક વાર માં અનાજ ના દાણા ધ્રૂજવા લાગ્યા અને એક આકૃતિ માં ગોઠવવા લાગ્યા.

સ્વરલેખા ના મંત્ર પૂરા થયા અને એક જગ્યા નું સંપૂર્ણ ચિત્ર તૈયાર થઈ ગયું.

સ્વરલેખા અને અરુણરૂપા એ આંખો ખોલી.

એ ચિત્ર જોઈ બધા વિચારવા લાગ્યા કે આ જગ્યા કઈ છે... વિશાળ વૃક્ષો થી ઘેરાયેલું એક નાનકડું નગર અને માં છૂટા છવાયા નાના ઘરો.

પૃથ્વી : આ જગ્યા વિષે તો હું જાણું છું.

નંદિની : તો ક્યાં છે આ જગ્યા.

પૃથ્વી : નજરગઢ ના જંગલો માં વચોવચ એક પ્રાચીન વસવાટ છે.જ્યાં પહેલા werewolves ના પૂર્વજો નિવાસ કરતાં હતા , પણ કહેવાય છે કે અત્યારે ત્યાં કોઈ જતું નથી.હું અને વીરસિંઘજી એક વખત ત્યાથી ગુજર્યા હતા.

વીરસિંઘ : અરે હા .... પૃથ્વી ની વાત એકદમ સાચી છે.

અંગદ : તો સાચે જ ભીષણ એ પ્રાચીન werewolves ના નિવાસ પર હશે.

નંદની : તો ચાલો ત્યાં જવા રવાના થઈએ.

પરંતુ ત્યાં સુધી પહોચીશું કઈ રીતે ?

સ્વરલેખા : આ માયાપૂર છે નંદની...અહી બધુ જ સંભવ છે.

વીરસિંઘ : મતલબ ?

સ્વરલેખા : મતલબ કે જેમ તમે લોકો રહસ્યમય દ્વાર થી અહી પહોચ્યા ..એ રીતે માયાપૂર માં એવા અનેક દ્વાર છે જ્યાથી જે અનેક જગ્યાએ ખૂલે છે.એમનો એક દ્વાર એ નજરગઢ ના જંગલ ના વચ્ચે ખૂલે છે ત્યાથી આ સ્થળે આરામ થી આપણે પહોચી જઈશું.

પૃથ્વી : ઠીક છે તો આપ એ દ્વાર સુધી અમારું માર્ગદર્શન કરો.

અજ્ઞાતનાથ ની રજા લઈ સર્વે સ્વરલેખા નું અનુસરણ કરી એ જાદુઇ માર્ગ સુધી પહોચ્યા.

ત્યાં પહોચતા એ દ્વાર પર લખેલા મંત્ર નો જપ કરતાં જ આકાશ માં થી દિવ્ય પ્રકાશ આવ્યો અને પલભર માં બધા જ માયાપૂર થી સીધા એ જંગલ ના વચોવચ પહોચી ગયા.

પૃથ્વી : તમે લોકો મારી સાથે આવો.

પૃથ્વી ની પાછળ બધા ચાલવા લાગ્યા.થોડીક વાર સુધી ચાલ્યા બાદ દૂર એ નગર દેખાણું.

પૃથ્વી :બસ એજ છે એ જગ્યા .

બધા ચાલવા લાગ્યા ત્યાં અંગદ એ બધા ને અટકાવ્યા.

અંગદ : એક ક્ષણ થોભો .બધા નું ત્યાં જ્વું હિતાવહ નથી.એ werewolves નું પ્રાચીન નિવાસ સ્થાન છે ,ત્યાં ઘણા wolves હશે ,vampires ને જોતાં જ એ ભડકશે, આપણે હાલ કોઈ લડાઈ ઇચ્છતા નથી, યોગ્ય એ જ રહેશે કે હું એકલો જ નગર માં જાવ અને ભીષણજી ને અહી સુધી લાવું .

અરુણરૂપા : અંગદ ની વાત સર્વથા ઉચિત છે.

પૃથ્વી : ઠીક છે અમે અહી જ ઊભા છીએ તું અંદર જા .. કોઈ પણ મુસીબત હોય તો ઈશારો કરી દેજે.

અંગદ : ઠીક છે.

અંગદ નગર માં ગયો અને ભીષણ ને આમતેમ શોધવા લાગ્યો.થોડીક પૂછતાછ કરતાં ભીષણ નો પત્તો મળ્યો,ભીષણ એ એક વૃધ્ધ દિવ્યાંગ હતો ,યુધ્ધ માં એ પોતાનો એક પગ ગુમાવી ચૂક્યો હતો.

અંગદ ને જોતાં ભીષણ ને આનંદ થયો પરંતુ એની ભૂતકાળ ની હરકતો થી ભીષણ અંગદ પર ચિડાયેલો હતો.

ભીષણ: તું અહી શું લેવા આવ્યો છે ?

અંગદ : મારે આપની આવશ્યકતા છે.

ભીષણ : મારી ? એક વૃદ્ધ સેનાપતિ ની તારે શું આવશ્યકતા છે.

અંગદ : હું તમને બધુ જ સમજાવીશ ફક્ત તમે થોડીક વાર માટે મારી સાથે નગર ના છેડે આવો.

ભીષણ : નગર ની બહાર ? શું કામ ?

અંગદ : મારા પર વિશ્વાસ રાખો અને મારી સાથે આવો ..હું આપને વિનંતી કરું છું.

આખરે ભીષણે અંગદ ની વિનંતી નું મન રાખ્યું અને અંગદ સાથે આવ્યો.

ભીષણ એ જોયું કે નગર ની બહાર અમુક લોકો ઊભા હતા.ભીષણ ને vampires ની ગંધ આવી ગઈ.

એ ભડક્યો.

ભીષણ : દુષ્ટ તું vampires ના સાથે ભળી ગયો છે ?તારી આટલી હિમ્મત કે તું આ પિશાચો ને અહી સુધી લઈ આવ્યો.

પૃથ્વી પલભર માં ત્યાં પહોચ્યો.બીજા બધા પણ ત્યાં આવ્યા.

પૃથ્વી : મહાશય આપ એક વાર અમારી વાત સાંભળો.

અમારે તમારી મદદ ની જરૂર છે.

ભીષણ : હું શું લેવા તમારી મદદ કરું.

અંગદ : આપ અમારી વાત સાંભળો ..બધા vampires ક્રૂર હોતા નથી,આ લોકો ખૂબ જ ભલા છે,ક્રૂર તો મારા પિતા હતા તે આપ જાણો છો, આ લોકો એ તો મારા પિતા નો અંત કરીને ધરતી ને પાપમુક્ત કરી છે.

ભીષણ ની આંખો ક્રોધ માં લાલચોળ થઈ ગઈ.

ભીષણ : નીચતા ની હદ છે અંગદ ..આ પાપીઓ સાથે મળીને તે તારા પિતા ની હત્યા કરાવી ? તું સૌથી મોટો પાપી છે , વિશ્વાસઘાતી છે .

અંગદ : પિતા ? કોણ પિતા ? તમે એ વિદ્યુત ની વાત કરો છો જેણે મારી માતા ની મારી નજર સમક્ષ હત્યા કરી નાખી ,એ વિદ્યુત જેણે પોતાના સ્વાર્થ અને શક્તિ ની લાલચ માં આખી werewolves ની કોમ ને તબાહ કરી નાખી .પાપી અને અધમી એ હતા ,હું નહીં ,હું ફક્ત સત્ય ના સાથે છું ..આ લોકો એ તો ફક્ત સ્વયં નો બચાવ કર્યો છે વિદ્યુત થી, એ નંદની ને મારવા માંગતા હતા કારણ કે નંદની શુધ્ધ ખૂન છે.

ભીષણ થોડા શાંત પડ્યા.

ભીષણ : આ છોકરી શુધ્ધ ખૂન છે ? સાબિત કરી શકીશ.

નંદની : હા . ....

નંદની એ નીચે પડેલા એક લાકડી ના છેડા થી પોતાના હાથ પર ઘા કર્યો ,રકત વહેવા લાગ્યું , નંદની એ એ રક્ત ની અમુક બુંદ ભીષણ ને આપી ,ભીષણ એ જેવુ રક્ત નું પાન કર્યું.થોડીક જ ક્ષણો બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

ભીષણ વૃદ્ધ માં થી પુનઃ યુવાન થઈ ગયા અને એમનો ભાંગી ગયેલો પગ પણ પુન:જીવીત થઈ ગયો.ભીષણ ની ખુશી નો પાર ના રહ્યો.

પૃથ્વી એ તરત જ નંદની નો હાથ પોતાના હાથ માં લઈ એને પોતાના હોઠ થી સ્પર્શ કર્યો અને નંદની નો ઘા પુરાઈ ગયો.નંદની કરતાં એ ઘા ની પીડા પૃથ્વી ને વધારે હતી.

ભીષણ : મને મારી આંખો પર વિશ્વાસ થતો નથી.શુદ્ધ ખૂન સાચે જ અત્યંત શક્તિશાળી છે.આ છોકરી મન થી અતિ પવિત્ર છે એને મારા પર વિશ્વાસ મૂકી મને મારી જિંદગી પાછી આપી.

મને લાગે છે કે તમે લોકો દુષ્ટ નથી , હું જાણું છું કે વિદ્યુત એ ખૂબ જ ક્રૂર હતો એને શક્તિ ની લાલચ માં પોતાની પત્ની ની પણ હત્યા કરી દીધી.

પણ મને એ નથી સમજાતું કે તમારે લોકો ને મારી મદદ ની શું જરૂર પડી.

અંગદ એ સર્વ ગાથા ભીષણ ને જણાવી.

ભીષણ : અચ્છા હવે મને સમજાયું .....

વિદ્યુત ની પાસે અનેક શક્તિઓ હતી , અને એ હમેશા અલગ અલગ શક્તિ ની તલાશ માં આમતેમ ભટકતો રહતો.અને જે શક્તિ નું તું વર્ણન કરે છે એ શક્તિ રૂપ પરીવર્તન શક્તિ છે.

અંગદ : રૂપ પરીવર્તન ?

ભીષણ : હા આજ થી 130 વર્ષ પહેલા પૂંખરાજ ની ગિરિમાળાઓમા રહેલી મધ્યમ પર્વત શ્રેણી ની ગુફાઓ માથી પ્રાપ્ત થઈ હતી.

એક વર્ષ સુધી મહેનત કર્યા બાદ એને એ શક્તિ પ્રાપ્ત થઈ હતી.એ ખૂબ જ શક્તિશાળી અને અનિયંત્રિત ઉર્જા હતી ,એને નિયંત્રણ માં લાવવા માટે આપણાં હજારો સૈનિકો બલી ચડી ગયા હતા,એ શક્તિ પ્રાપ્ત કર્યા બાદ વિદ્યુત ઈચ્છા અનુસાર પોતાનું કદ બદલી શકતો હતો.

જો તમે 130 વર્ષ પેહલા ના એ સમય માં જઈ રહ્યા છો,તો ખૂબ જ સાવધાન રહજો.એ ઉર્જા કોઈ પણ નું ભક્ષણ કરવા સમર્થ છે.

અંગદ : એનો મતલબ કે વિશ્વા 130 વર્ષ પેહલા ના સમય માં ફસાઈ છે.

પૃથ્વી : હા અંગદ ...હવે આપણે જરા પણ સમય વ્યર્થ ના કરવો જોઈએ ...

અંગદ : ઠીક છે પૃથ્વી . ..તમારી સલાહ અમે ચોક્કસ ધ્યાને લઈશું ભીષણ જી.આપનો ખૂબ ખૂબ આભાર.

ભીષણ : આભાર તો મારે તમારો કરવો જોઈએ ...એક તો મને નવું જીવન મળ્યું અને કોઈ સારું કામ કરવાનો આનંદ .આશા છે કે તમને તમારી સાથી મળી જાય.કારણ કે મે vampires માં પરિવાર પ્રત્યે આટલો પ્રેમ કોઈ દિવસ જોયો નથી .હવે તમે તુરંત નીકળો.

બધા એ ભીષણ નો આભાર માન્યો અને તુરંત જ એ દ્વાર પાસે પહોચ્યા.સ્વરલેખા એમને રહસ્યમયી દ્વાર થી પુનઃ માયાપુર લઈ આવ્યા.

બધા જ ફરીથી અજ્ઞાતનાથ પાસે પહોચ્યા.

અજ્ઞાતનાથ : અરે વાહ ...તમે લોકો તો ખૂબ જ ઝડપ થી પાછા આવી ગયા...પણ સફળતા મળી કે ખાલી હાથ જ આવ્યા?

નંદિની : હા બિલકુલ સફળતા મળી .

અમારી વિશ્વા ...આજ થી 130 વર્ષ પેહલા ના સમય માં ,પૂંખરાજ ની ગિરિમાળા માં ફસાઈ છે.

અજ્ઞાતનાથ : શાબાશ ....મને વિશ્વાસ હતો કે તમે લોકો ચોક્કસ સફળ થશો.

હવે તૈયાર થઈ જાઓ સમય યાત્રા માટે.

સ્વરલેખા : મારા ખ્યાલ થી માતા આપ અને વીરસિંઘજી આપ અહી જ રોકાવ . બની શકે કે યાત્રા દરમિયાન કોઈ અનહોની થાય તો કોઈક હોવું જોઈએ પરિસ્થિતી સંભાળવા માટે.

હું ,પૃથ્વી ,અંગદ અને નંદની આ યાત્રા પર જઈશું.

વીરસિંઘ અને અરુણરૂપા એ સ્વરલેખા ની વાત માની.

પૃથ્વી : અજ્ઞાતનાથ જી અમે તૈયાર છીએ.

અજ્ઞાત નાથ ઘર ના ભોયારામાથી એક જૂનું પુરાણું મશીન ખેંચી લાવ્યા. જેમાં ચારેબાજુ દર્પણ લગાવેલા હતા.

અને એમને એમના પાછળ પડેલા સંદૂક માથી એક નાનું જટિલ યંત્ર કાઢ્યું એમાં અનેક આંકડા લખેલા હતા દેખાવ માં એક મોટી દીવાલ ઘડિયાળ સમાન હતું એને એ મશીન સાથે જોડ્યુ.

અજ્ઞાતનાથ : તમે બધા આ મશીન માં આવી જાઓ....... સમયયંત્ર તૈયાર છે.

અંગદ : માફ કરજો અજ્ઞાતનાથ જી એક સવાલ પૂછું ? તમે પેહલા કોઈ પણ વ્યક્તિ પર આ સમયયંત્ર નો પ્રયોગ કર્યો છે ?

અજ્ઞાતનાથ :ઉમ્મ ....હા થોડાક વર્ષો પેહલા એક પક્ષી પર કર્યો હતો પણ .... એ પાછું નહતું આવ્યું.

બધા ની આંખો પહોળી થઈ ગઈ.

અજ્ઞાતનાથ : હવે વધારે સવાલ ના કરો ....અને મારી વાત ધ્યાન થી સાંભળો ....જેવુ આ મશીન ચાલુ થશે .....તરત સમય વેગ થી ફરશે અને loop hole માથી આ મશીન 130 વર્ષ પેહલા ના સમય માં પહોચી જશે.

નંદની : અને ભૂતકાળ માં થી પાછા કઈ રીતે આવી શકીશું.

અજ્ઞાતનાથ : સુંદર સવાલ ..... જેવા તમે વિશ્વા ને લાવો તરત આ મશીન માં આવી આ ચાવી ઘૂમવી દેજો.

અને અગત્ય ની વાત આ મશીન તો જ કાર્ય કરશે જ્યારે સૂર્ય બિલકુલ તમારા માથા પર હોય એટ્લે કે મધ્યાહન નો સમય હોય ...બાકીના સમય માં મશીન કામ કરી કરશે નહીં ...જો તમે સમય ચૂકી ગયા તો એક દિવસ ની રાહ જોવી પડશે.

હવે ફટાફટ મશીન માં આવી જાઓ....મધ્યાહન થઈ ચૂકી છે.

બધા મશીન માં આવી ગયા. સ્વરલેખા એ જરૂરી સામાન લઈ લીધો.

અજ્ઞાતનાથ એ જોર થી ચાવી ગુમાવી.....

મશીન નો ઉપર નો દરવાજો ખૂલ્યો અને સૂર્યનો પ્રકાશ મશીન માં ના દર્પણો પર ટકરાયો. અને એક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ આવ્યો............

ક્રમશ .......