પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-27

અજ્ઞાતનાથે ચાવી ઘુમાવી ,મશીન નો ઉપર નો દરવાજો ખૂલ્યો.સૂર્ય નો પ્રકાશ મશીન માના દર્પણો પર ટકરાયો ,એક અદ્વિતીય ઉર્જા ઉત્પન્ન થઈ , અજ્ઞાત નાથ નું આખું ઘર ધ્રૂજવા લાગ્યું ,બધી વસ્તુઓ આમતેમ પડવા લાગી અને એક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ આવ્યો.

એક ભયંકર મોટું Loop hole રચાયું અને તીવ્ર અવાજ સાથે સમય યંત્ર એ loop hole માં અદ્રશ્ય થઈ ગયું.loop hole બંદ થઈ ગયુ અને અજ્ઞાતનાથ નું ઘર શાંત થઈ ગયું.

અરુણરૂપા : તમને શું લાગે છે અજ્ઞાતનાથ જી ,શું તેઓ નિયત જગ્યાએ પહોચી જશે ?

અજ્ઞાતનાથ : હમ્મ .... લાગે તો છે કે તેઓ પહોચી જશે.

એ સાંભળી ને વીરસિંઘ અને અરુણરૂપા એકબીજા ની સામે તાકી રહ્યા.

અહી આ બાજુ,સમયયંત્ર પ્રચંડ વેગ થી ગતિ કરી રહ્યું હતું,યંત્ર માં સવાર લોકો તો ફક્ત એક તીવ્ર પ્રકાશ જોઈ શકતા હતા ,અવાજ અને પ્રકાશ નો વેગ એટલો અધિક હતો કે તેઓ સહન કરી શક્યા નહીં અને મૂર્છિત થઈ ગયા.

થોડીક જ ક્ષણો મશીન loop hole માથી બહાર નિકળ્યું.પ્રકાશ અને અવાજ બંદ થયો અને મશીન જોર થી આવીને જંગલ માં પછડાયું.મશીન ના દરવાજા તૂટી ગયા અને મશીન માં સવાર બધા જ આમ તેમ અલગ અલગ જગ્યાએ પછડાયા.બધા ની મૂર્છા તૂટી.નંદની અને અંગદ દૂર જઇ પછાડાયા હતા.અહી પૃથ્વી અને સ્વરલેખા પણ ઝાડીયો માં પડ્યા.

પૃથ્વી અને અંગદ ને બાદ કરતાં બંને ઇજાગ્રસ્ત થયા હતા.પૃથ્વી એક vampire હતો એટ્લે ઇજા થવા ઉપરાંત એના ઘા તુરંત ભરાઈ ગયા.એ સફાળો બેઠો થઈને સ્વરલેખાજી ને ઊભા કર્યા.પૃથ્વી એ એનું રક્ત સ્વરલેખાજી ના ઘા પર લગાવ્યું.એમના ઘા પણ ભરાઈ ગયા.

પૃથ્વી : સ્વરલેખાજી ...નંદની ક્યાં છે ?

સ્વરલેખા : હા અંગદ પણ દેખાતો નથી.

નંદની નજરે ના પડતાં પૃથ્વી ધૂઆં પૂઆં થઈ ગયો.

એણે જોર થી સ્વર નાખ્યો

“નંદિની ...................................

નંદની..............................”

જંગલ માં થોડેક દૂર થી ધીમે થી સ્વર આવ્યો “પૃથ્વી.....”

ધીમે થી નીકળેલા નંદની ના સ્વર પણ પૃથ્વી ના કાને પડ્યા.

પૃથ્વી વીજળી વેગે એ બાજુ ભાગ્યો.

પૃથ્વી એ જોયું કે નંદની એક પથ્થર પર પડી હતી.એના કપડાં લોહી લુહાન હતા અને શરીર લોહી થી ખરડાયેલું હતું.

એણે જોઈ પૃથ્વી ભાગીને એણે પોતાના ખોળા માં લઈ લીધી.અને પૃથ્વી ના આંખ માથી આંસુ નીકળવા લાગ્યા.સ્વરલેખાજી ત્યાં પહોચ્યા.નંદિની અર્ધમૂર્છા માં હતી.

અંગદ પણ નંદની પાસે જ હતો પરંતુ એના ઘા વધુ હતા નહીં અને એક werewolf હોવા થી એના ઘા પણ ભરવા લાગ્યા હતા.

સ્વરલેખા : પૃથ્વી સમય અધિક નથી ..... ઝડપ થી નંદની ના ઘા ભરી દે.

પૃથ્વી : પરંતુ સ્વરલેખાજી ...નંદિની ના શરીર માં થી લોહી અધિક જ વહી ગયું છે.જો હું અત્યારે જ હું એના ઘા પૂરી દઇશ તો રક્ત ની કમી થી નંદની દીર્ઘમૂર્છા માં જઇ શકે છે.

સ્વરલેખા : હું સમજી ગઈ શું કરવાનું છે .અંગદ તું સમજી ગયો ને ?

અંગદે હા માં માથું હલાવ્યું,  

સ્વરલેખા એ આંખો બંદ કરી અને અંગદ નો હાથ પકડ્યો.અને મંત્રો શરૂ કર્યા. પથ્થર પર પડેલું નંદની નું રક્ત એકઠું થવા લાગ્યું, અને જાતે જ  જાણે ચુંબકીય શક્તિ હોય એમ નંદની ના શરીર માં ખુલ્લા પડેલા ઘા માથી આપમેળે એના શરીર માં પ્રવેશવા લાગ્યું.આ જોઈ પૃથ્વી હર્ષિત થઈ ગયો.થોડીક જ ક્ષણો માં બધુ જ રક્ત પુનઃ નંદિની ના શરીર માં સમાઈ ગયું.

પૃથ્વી એ તુરંત એના હથેળી માં થી રક્ત કાઢી ને નંદની ના ઘા પર રેડ્યું અને એના ઘા પૂરવા લાગ્યા.

થોડીક ક્ષણો માં નંદિની ની મૂર્છા તૂટી અને એણે આંખો ખોલી.

નંદિની : પૃથ્વી ....

પૃથ્વી એ નંદની ને વળગી પડ્યો.

પૃથ્વી : એક વખત તો એવું લાગ્યું કે હું તને નહીં બચાવી શકું.

નંદની : મારી સાથે તું હોય અને સ્વરલેખાજી હોય તો મને શું થવાનું છે ?

અંગદ : અને હું પણ હતો .... થોડોક .

બધા હસવા લાગ્યા.

પૃથ્વી : આપણે સલામત છીએ એટ્લે વાંધો નહીં.

સ્વરલેખા : પણ આપણે છીએ ક્યાં ? આ જગ્યા કઈ છે ? અને આપનું સમયયંત્ર ક્યાં છે ?

અંગદ : જે વખતે આપણે પછડાયા, મશીન પણ જોર થી પટકાયું અને એણે ખૂબ જ નુકસાન પહોચ્યું છે.

નંદની : મશીન વગર આપણે પાછા કઈ રીતે જઈશું.

પૃથ્વી : એ વખતે જોઈ લઈશું.પ્રથમ તો મશીન ના તૂટેલા ભાગો ને એકઠા કરી દઈએ અને આપણે છીએ કઈ જગ્યાએ એ ,એ શોધવું વધુ અગત્ય નું છે.

અંગદ અને પૃથ્વી મશીન ના ભાગો વીણવા લાગ્યા.ત્યાં અંગદ શોધતા શોધતા એક ઘટાદાર ઝાડીઓ ના બીજી બાજુ પહોચ્યો.ત્યાં એણે સામે જોયું.અને જોઈને ખુશ થઈ ગયો.એણે જોર થી અવાજ નાખ્યો.

અંગદ : પૃથ્વી .............મને લાગે છે કે ખબર પડી ગઈ કે આપણે ક્યાં છીએ.

આ સાંભળી ને ત્રણેય એની પાસે આવ્યા.

સ્વરલેખા : શું ખબર પડી તને અંગદ ?

અંગદ આંગળી કરીને સામે ઈશારો કર્યો.

એ જોઈને ત્રણેય વિચાર માં પડી ગયા.

અંગદ : અરે વિચારો છો શું ? આ સામે પર્વતો ની ગિરિમાળા નથી દેખાતી ? આ જ તો છે વિશાળ પૂંખરાજ ની ગિરિમાળા.

નંદની : તને કેવી રીતે ખબર કે આ પૂંખરાજ ની જ પર્વતમાલા છે ?

અંગદ : ના મને નથી ખબર ....બસ મને એવો વિશ્વાસ છે.

પૃથ્વી : મને પણ અંગદ ની વાત માં વિશ્વાસ છે.અજ્ઞાતનાથ નું સમયયંત્ર આપણને સાચી જગ્યાએ જ લાવ્યું હશે.

સ્વરલેખા : જો તમને બંને ને વિશ્વાસ છે ,તો ચાલો એ તરફ કોઈક નિશાન તો અવશ્ય મળશે વિશ્વા નું.

પૃથ્વી : હા ...મને લાગે છે કે મારી વિશ્વા અહી જ છે.

બધા ધીમે ધીમે એ પહાડો તરફ ચાલવા લાગ્યા.

પૂંખરાજ ની ગિરિમાળા ...આસમાન ને સ્પર્શ કરતાં ઊંચા ઊંચા અસંખ્ય પર્વતો ની હરોળ હતી.આ પહાડો ની ટોચ તો જાણે વાદળો માં જ હતી.

પૃથ્વી : અહી તો અસંખ્ય પર્વતો છે.આમાં થી વિશ્વા ક્યાં હશે ?

પૃથ્વી એ વિશ્વા ને અવાજ નાખ્યો.

“વિશ્વા .......વિશ્વા ...”

નંદની : કોઈ અવાજ આવતો નથી.શું વિશ્વા અહી જ હશે ?

અંગદ : સાવધાન .....પૃથ્વી ..આ જગ્યા ને આપણે જરા પણ સરળતાથી ના લેવી જોઈએ.યાદ છે ભીષણ જી એ શું કહ્યું હતુ. એક વર્ષ સુધી મહેનત કર્યા બાદ અને અનેક સૈનિકો બલી ચડી ગયા બાદ વિદ્યુત આ જગ્યા ને જીતી ને માયાવી શક્તિ હાસલ કરી શક્યો હતો.

સ્વરલેખા : અંગદ બિલકુલ ઠીક બોલી રહ્યો છે.આપણે પૂરતી સાવધાની રાખવી પડશે.જે શક્તિ સમય માં loop hole બનાવી ને પુનઃ ભૂતકાળ માં આવી શકે એ કઈ પણ કરી શકે.

નંદની : તો હવે શું કરવું જોઈએ ?

સ્વરલેખા : હું મારી શક્તિ થી વિશ્વા ને શોધવાનો પ્રયત્ન કરું છું.

સ્વરલેખા એ આંખો બંદ કરી વિશ્વા ને શોધવા નો મંત્ર ચાલુ કર્યા.થોડીક વાર બાદ એમને ધૂંધલા ધૂંધલા ચિત્રો દેખાવા લાગ્યા, સ્વરલેખા એ આંખો ખોલી

પૃથ્વી : શું થયું ? તમને શું જાણકારી મળી ?

સ્વરલેખા મૌન હતા.

અંગદ : તમે મૌન કેમ છો ?

સ્વરલેખા : અદ્ભુત છે ......અદ્ભુત છે આ અહસાસ.આવી શક્તિ નો અહસાસ મને કોઈ દિવસ થયો નથી.

પૃથ્વી :મતલબ ?

સ્વરલેખા : મતલબ કે આજ સુધી જ્યારે મે કોઈ વ્યક્તિ ને શોધવા નો પ્રયત્ન કર્યો છે ત્યારે ફક્ત એ જગ્યા નું ચિત્ર જ દેખાતું હોય છે .....પરંતુ આ વખતે ....મને ધૂંધલા ચિત્રો દેખાય છે જેમાં સ્પષ્ટ હલન ચલન જોઈ શકાય છે.એમ લાગી રહ્યું છે જાણે ......

નંદની : જાણે .... જાણે શું ?

સ્વરલેખા : જાણે કે કોઈ છે જે સામે થી આપણને શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

અંગદ : મતલબ કે કોઈ છે જે તમને કઈક જણાવવા માંગે છે, તમને દિશા નિર્દેશ કરી તમારી સાથે જોડાવા માંગે છે.

સ્વરલેખા : હા ..... પણ હું કઈ સ્પષ્ટ સમજી ન શકી.

અંગદ : તમે એક વાર ફરીથી પ્રયત્ન કરો ..અને હા આ વખતે હું પણ આ મંત્ર માં તમારો સાથ આપીશ.  

સ્વરલેખા એ અંગદ નો હાથ પકડ્યો.અને ફરીથી મંત્ર ચાલુ કર્યા.

તે બંને ને હવે એ ધૂંધળા ચિત્રો થોડા સ્પષ્ટ દેખાવા લાગ્યા.

એ ચિત્ર માં બે નાના પહાડ વચ્ચે થી ખળ ખળ વહેતા એક ઝરણા પાસે એક નાનકડી ગુફા હતી.એની પાસે કોઈક છોકરી બેઠી હતી જેવો એ છોકરી નો ચહેરો સ્પષ્ટ થયો અને મંત્ર તૂટી ગયો.

સ્વરલેખા : પૃથ્વી .....વિશ્વા અહીં જ છે ......

પૃથ્વી : ક્યાં છે વિશ્વા ?

અંગદ : અમે એનો ચહેરો જોયો ...કોઈક ઝરણા પાસે એક ગુફા છે ત્યાં વિશ્વા છે....પરંતુ.

નંદની : પરંતુ શું ?

અંગદ : વિશ્વા અમારા સાથે જોડાઈ હતી પણ કોઈક એ વિક્ષેપ નાખી એ મંત્ર નો ભંગ કર્યો.

નંદની : મતલબ કે કોઈ છે જે નથી ઇચ્છતું કે આપણે વિશ્વા સુધી પહોચીએ.

સ્વરલેખા : હા ...પણ હવે આપણે સમયવ્યર્થ ના કરવો જોઈએ.

પૃથ્વી ...તું તારી શક્તિ અને ઝડપ નો ઉપયોગ કર અને ચારેય દિશા માં શોધ કર. ખાસ કરીને એવી જગ્યા જ્યાં ...બે નાના પહાડ એક સાથે છે અને જેમાં થી ઝરણું વહે છે ..અને હા એ જગ્યા મળતા જ અમને જાણ કર ..એકલો એ જગ્યા પર જવાનો પ્રયત્ન ના કરતો.ત્યાં સુધી અમે ત્રણ પહાડ ની ટોચ પર ચડીને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.

પૃથ્વી : ઠીક છે.

પૃથ્વી વીજળી ના વેગે ભાગ્યો અને ચારેય દિશા માં શોધખોળ ચાલુ કરી.

અહી આ બાજુ અંગદ પણ પોતાના તીવ્ર મગજ અને ચપળ આંખો થી નિશાન શોધવાના પ્રયત્ન કરી રહ્યો હતો.

એમ કરતાં કરતાં એક પ્રહર વીતી ગયો.સંધ્યા કાળ થવા આવ્યો.ત્રણેય જણા ઊંચા પહાડ ની ટોચ પર પહોચ્યા.સ્વરલેખા ને એક વિચાર આવ્યો.....

સ્વરલેખા : અંગદ .....મને લાગે છે ત્યાં સુધી આ ટોચ અહીના ઊંચા સ્થાનો માથી એક છે.તું તારી werewolf ની શક્તિઓનો ઉપયોગ કર.મે સાંભળ્યુ છે કે werewolf પાસે ગજબ ની સૂંઘવાની શક્તિ હોય છે.અને ખાસ કરીને કોઈ vampire ને ...એટ્લે આ ઊંચાઈ થી તું વિશ્વા ને શોધી શકીશ.

અંગદ : પરંતુ એના માટે મારે મારા મૂળ રૂપ માં આવવું પડશે અને એ રૂપ માં હું પોતાની જાત ને કાબૂ ના કરી શક્યો તો ....

સ્વરલેખા : તું એની ચિંતા ના કરીશ ...હું જાણું છું કે તું સ્વભાવે શાંત છે ...એટ્લે તને તો હું કાબૂ કરી લઇશ.

અંગદ : ઠીક છે.

અંગદ થોડોક દૂર ગયો અને એણે પોતાના અંદર ના જાનવર ને બહાર કાઢવાની કોશિશ કરી.

થોડીક વાર માં એનું શરીર પરીવર્તન થવા લાગ્યું એના હાથ અને પગ ઝકડવા લાગ્યા અને બે પગ પર થી એ ચાર પગ માં આવી ગયો ,જોતજોતામાં એ એક werewolf માં પરિણમી ગયો.

શાંત હોવા છતાં દેખાવ માં અત્યંત ભયંકર અને વિશાળ લાગતો હતો.એણે જોર થી ત્રાડ નાખી.એની ત્રાડ સાંભળી ને પૃથ્વી એક ક્ષણ માં ત્યાં પહોચી ગયો અને નંદની ની આગળ આવીને ઊભો રહી ગયો.

નંદની એ પૃથ્વી ને સમજાવ્યો કે સ્વરલેખા ના આદેશ પર અંગદ એ આ રૂપ ધારણ કર્યું છે.

Werewolf બન્યા બાદ અંગદ બેચેન થઈ રહયો હતો અને પૃથ્વી ને જોયા બાદ એ ગુસ્સે ભરાઈ ગયો અને એના પર આક્રમણ કરવા ધસી ગયો.

ત્યાં સ્વરલેખા વચ્ચે આવી ગયા અને એમણે અંગદ ને રોક્યો.

સ્વરલેખા : અંગદ તું શાંત થઈ જા ...આપણે બધા મિત્રો છીએ ...અહી વિશ્વા ને શોધવા આવ્યા છીએ.

પૃથ્વી અને તું સારા મિત્રો છો.

શાંત થઈ જા ....

અંગદ એ પૃથ્વી ની સામે જોયું અને શાંત થઈ ગયો,

સ્વરલેખા : અંગદ હવે તું વિશ્વા ને શોધવાનો પ્રયત્ન કર.

અંગદ એ સૂંઘવાનું શરૂ કર્યું થોડીક વાર માં એણે એક દિશા તરફ જોઈ ને જોર થી ત્રાડ નાખી અને એ તરફ વેગ થી ભાગ્યો.

પૃથ્વી પણ એ તરફ વેગ થી ભાગ્યો .....સ્વરલેખા અને નંદની પણ ધીમે ધીમે એમનો પીછો કરવા લાગ્યા.

ઘણા પહાડો પાર કર્યા બાદ અંગદ એક વિચિત્ર જગ્યા માં ઘૂસી ગયો અને ઊભો રહી ગયો,પાછળ થી પૃથ્વી પણ ત્યાં આવ્યો.

એ જગ્યા વિચિત્ર એટલે હતી કે બાકીની જગ્યા કરતાં આ જગ્યા ની સુંદરતા જ કઈક અલગ હતી ,અને અહી નું વાતાવરણ પણ થોડુક અલગ હતું.થોડા સમય પશ્ચાત નંદની અને સ્વરલેખા પણ ત્યાં પહોચ્યા.

સ્વરલેખા એ સામે જોયું તો એ જ બે નાના નાના પહાડ અને એક સુંદર ઝરણું .

સ્વરલેખા : અરે ...આતો એ જ જગ્યા છે.જે મે અને અંગદ એ જોઈ હતી.

સ્વરલેખા એ અંગદ પર હાથ મૂક્યો અને અંગદ ધીમે ધીમે પોતાના માનવ રૂપ માં આવી ગયો.

નંદની એ વિશ્વા ને અવાજ લગાવ્યો.

“વિશ્વા ..........”

બધા એ ઝરણા પાસે પહોચ્યા,

અંગદ : બસ આ જ જગ્યાએ અમે જોઈ હતી એને.

પૃથ્વી :મને મહસૂસ થાય છે....  નંદની ....મારી વિશ્વા અહી જ છે.

ગુફા પાસે ના એક ખૂણા માથી અવાજ આવ્યો....

“ હા ભાઈ ........તારી વિશ્વા અહી જ છે”

બધા એ તરફ નજર નાખી......

ગુફા માથી વિશ્વા બધા ના સમક્ષ આવી.........

ક્રમશ ...........    

 

 

 

  

***

Rate & Review

Verified icon

Meenaz 2 months ago

Verified icon

Abhi Barot 2 months ago

Verified icon

Menka Patel 3 months ago

Verified icon

Sapna Patel 4 months ago

Verified icon

Rajni Dhami 4 months ago