vir firoza ni prem kahni books and stories free download online pdf in Gujarati

વીર ફિરોઝાની પ્રેમ  કહાની

વીર ફિરોઝાની પ્રેમ  કહાની સત્ય ઘટના...

આ કહાની છે અલાઉદ્દીન ખીલજીની દિકરી ફિરોઝાની અને ઝાલોરના રાજા કાન્હડદેવના પુત્ર વીરમદેવની....

ઝાલોરના રાજા કાન્હડદેવને અલાઉદ્દીન ખીલજી એ સંદેશો મોકલ્યો કે તમે દિલ્લી આવો તમારી સાથે મારે મિત્રતાના સંબધ વધારવા છે.

ઝાલોરના રાજા કાન્હડદેવે અલાઉદ્દીન ખીલજીનો સંદેશો વાંચી મિત્રતા બનાવવાનું નક્કી કર્યું .પણ રાજા કાન્હડદેવે પોતે નહી પણ તેના વાહલસોયા દિકરા વીરમદેવને દિલ્લી મોકલવાનો નિણઁય કર્યો .

સુયઁ હજી ઉગ્યો નોહતો ત્યાં જ વિરમદેવનો 
ઘોડો દિલ્લી પહોંચી ગયો.અલાઉદ્દીન ખીલજીને જાણ કરી કાન્હડદેવ નથી આવ્યા પણ તેમના પુત્ર વિરમદેવ આવ્યા છે.થોડી વાર અલાઉદ્દીન ખીલજી નિરાશ થઈ ગયા પણ પછી ઉત્સાહમાં આવી કહ્યું સારુ તેમના  
પુત્ર તો આવ્યા છે ને..તેમની આગતા સ્વગતા કરો.

અલાઉદ્દીન ખીલજીના દરબારમાં સુયઁવંશના રાજપુતે પહેલી વાર પગ મુકયો હતો.
ધરતી આજ અલાઉદ્દીન ખીલજીના દરબાર ધર ધર ધુર્જી રહી હતી.પાહડી જેવું શરીર 
મોટી મોટી આંખો કદાવર શરીર અલાઉદ્દીન ખીલજીના દરબારમાં વીરમદેવને જોયને થોડીવાર શાંતીનો માહોલ બની ગયો.
શું તેનું રુપ છે.સુયઁ જેવું તેજ ...

અલાઉદ્દીન ખીલજીના દરબાર ધબ ધબ પગનો અવાજ આવતા જ અલાઉદ્દીન ખીલજીની દિકરી ફિરોઝા એ કહ્યું તેમની દાસીને કોણ છે મહેમાન કે આખુ દરબાર ડગમગે છે.

દિલ્લીના રાજા કાન્હડદેવના પુત્ર વીરમદેવ
મહેમાન ગતી માટે આવ્યા છે.
ફિરોઝા એ તેના કક્ષમાથી નજર કરી કોણ છે આ વીરમદેવ ,તે વીરમદેવને જોતા જ ઘડીભર તેની નજર હટી નહી ..શું રાજપુતનુ ખુન છે..!!સુયઁના તેજને પણ શરમાવે તેવો તેનો ચહેરો હતો.કદાવર શરીર તેની મહોક અદા તેનો રાજપુત પહેરવેશ જોઈ અલાઉદ્દીન ખીલજીની દિકરી એ ત્યારે જ નક્કી કરી નાખ્યું કે હું પરણીશ તો વીરમદેવને જ નહી તો આજીવન તેના પ્રેમમાં પાગલ બનીને ફરીશ.

થોડીવારમાં તો અલાઉદ્દીન ખીલજીને કાને વાત પોંહચી ગઈ કે ફિરોઝાએ પ્રતિગ્ના લીધી છે કે હું પરણીશ તો રાજપુત વીરમદેવને જ નહી તો હું હમેશા તેના પ્રેમની પુજારણ બનીને રહશ.

બપોરના સમય થયો હતો ત્યારે જ અલાઉદ્દીન ખીલજી એ વીરમદેવને પ્રસ્તાવ મુકયો કે મારી વાહલસોયી દિકરી ફિરોઝાને 
મિત્રતાના નાંતે આપને સાથે વીધીવત લગ્ન કરવા હું માંગુ છુ.

વીરમદેવે થાળી માંથી હજુ પ્રસાદ પણ નોહતો લીધો અને ત્યાં જ ઊભા થઈ ગયા...!!!અલાઉદ્દીન ખીલજી મિત્રતાના નાંતે મિત્રતા નિભાવી પણ એક રાજપુતને રાજપુતાણીનુ ખુન જોઈયે અલાઉદ્દીન ખીલજી...!!!!!તે જ જગ્યા પરથી વીરમદેવ ઊભા થઈને અલાઉદ્દીન ખીલજીના દરબારમાંથી દોટ મુકી ઝાલોરમા જઈને માથું ઊચું કર્યું.

અલાઉદ્દીન ખીલજીએ તે પછી સંદેશો પણ મોકલ્યો પણ વીરમદેવની નસ નસમાં રાજપુતનું ખુન હતું.અલાઉદ્દીન ખીલજીએ ઝાલોરના રાજા કાન્હડદેવ પર ચડાઈ કરવાનું નક્કી કર્યું .ધમાસાણ યુધ્ધ થયું.વીરમદેવ તે યુદ્ધમાં શહીદ થયા.

પણ,ફિરોઝા અલાઉદ્દીન ખીલજીને જાણ બાર કહેલું તેની દાસીને જો વીરમદેવ જીવતા રહે અને હારે તો તો તેને બન્ધી બનાવી અહીં દિલ્લી લાવજો.

પણ એ લડતા લડતા જીવતા રહે એ રાજપુતનો કહેવાય.રાજુપુતતો જીવે ત્યાં સુધી લડે વીરમદેવ તે યુદ્ધમાં શહીદ થયા.
ફિરોઝાને સમાચાર મળ્યા કે વીરમદેવ જીવીત નથી હવે...ફિરોઝા એ કહ્યું કે કોઈ વાંધો નહી જીવીત નથી તો પણ મારે એ  રાજપુતનો ચહેરો એક વાર જોવો છે તમે તેનું મસ્તક લઈ આવો.

દાસી ફિરોઝાના રુમમાં વીરમદેવનુ મસ્તક લઈ આવી જેવું કપડું ખોલ્યું તે જ સમયે વિરમદેવનુ મસ્તક જમણીથી ડાબી બાજુ ફરી ગયું.

ફિરોઝા એ કહ્યું વીરમદેવ હવે મને જોતા શા માટે મોં ફેરવો છો.હું તમારી પ્રેમ પુજારણ છુ.પણ તમે કદાપિ મારા ન થયા.

ત્યારે વીરમદેવનુ મસ્તક બોલ્યું જો હું તમારુ મોં જોવ તો હું રાજપુતનો કહેવાય...

ફિરોઝાને થયું શું આ રાજપુતની તાકાત છે
સ્ત્રીને જોતા મસ્તક પણ ફરી જતા હોય તે જ સાચો શુરવીર...આવા શુરવીર રાજપુત પ્રેમી માટે મરવા પણ હુ ં તૈયાર છું.

એ જ ઢાંકેલ કપડે વીરમદેવનું મસ્તક લઈ 
ફિરોઝા અગ્નીકુંડમાં પડી અને તેના પ્રેમનું બલિદાન આપ્યું...

વીર-ફિરોઝાની પ્રેમ કહાની સત્ય ઘટના...
 
             
               લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...