Pappa tame kachkach n karo books and stories free download online pdf in Gujarati

પપ્પા તમે કચકચ ન કરો...

યાર પપ્પા, કચકચ ન કરો

“હલો, હા બસ ૧૦ મિનિટમાં નીકળું જ છું.”


“અરે ભાઈ, સાડા ૪ ની ટ્રેન છે ને તું હજુ સાડા ૩ થયા નીકળતો નથી ?”


“અરે પણ પપ્પા , હજુ કલાકની વાર છે ને !”


“તને અમદાવાદનો ટ્રાફિક નથી ખબર ?”


“અરે નહિ નડે ટ્રાફિક..!”


“સારું ચલ તને જેમ ઠીક લાગે..!”


“હા..બસ હવે નીકળું જ છું..!”


“અને હા, બધું યાદ કરીને લઈ લીધું ને ?”


“હા પપ્પા…!”


“નાસ્તો અને પાણી બહારના ખાના માં રાખજે ને થોડા પૈસા બેગમાં રાખજે અલગથી..!”


“હા હવે પપ્પા..!”


“અને બીજું…”


“અરે યાર હું પહેલી વાર થોડીના આવું છું કાઈ ,થઈ ગઈ છે બધી તૈયારી..!”


“હા સારું..પહોંચીને ફોન કરજે સ્ટેશન..!”


“હા સારું, હવે નીકળું છું પછી વાત કરું, જયશ્રી કૃષ્ણ..!”


“હા સારું, જય શ્રી કૃષ્ણ..! જલ્દી નીકળજે….”


ને અભી સાહેબે ફોન કાપી નાખ્યો.


‘એની માને ઉબર ક્યાં મરી ગઈ, બુક કરો ફટાફટ ..!”


Your uber is 5 minutes away from you.


“આ હરામી તો પપ્પાનો ફોન આવ્યો ત્યારની 5 મિનટ બતાવે છે, ડ્રાઇવરને ફોન કરવા દે ભાયા..! ;


“અરે ભાઈ ક્યાં છો ?”


“ક્યાં જવાનું છે ?”


“કાલુપુર ટેશન”


“પોચુ હો ૧૦ મિનિટમાં!”


“સારું..! લોકેશન પર જ..!”


અભી સાહેબને એક્ચ્યુલી જવાનું છે જામનગર, રાતે સાડા 4 ની આસપાસની ટ્રેન છે , અત્યારે થવા આવ્યા છે સાડા ત્રણ માથે ઉમ 7 મિનિટ..! ને ભાઈ હજુ ઉબેર બુક કરે છે.


“યે ઝીંદગી……!” મસ્ત રિંગ વાગી ફોનમાં.


“ડ્રાયવર નો લાગે છે..! હેલો ક્યાં પહોંચ્યા ?”


“બસ ૫ મિનિટ , તમે એક વાર એડ્રેસ કનફોર્મ કરાવો તો..!”


“હા, તમેં અત્યારે સર્કલ પર છો, ત્યાંથી ડાબી બાજુ વળી જવાનું ને રોડ પર એક કિલીમોટર આવતા જમણી બાજુએ સોસાયટી છે નીલકંઠ..!”


“સારું ..પહોંચુ..!”


૫ મિનિટ પછી…


“હલો સાહેબ, આદર્શ સોસાયટી પહોંચ્યો છું, ત્યાંથી કેમનું પહોંચવાનું ?”


“ક્યાં..આદર્શ ? એ તો તમે આગળ નીકળી ગયા બહુ ભાઈ..! એ જ લાઈનમાં ઊંધા આવો, એકાદ કિમિ..!”


“અરર...ઊંધા તો નહીં આવાય , વન વે છે..!”


“આવી જુવો, નહિ તો 2 કિમિ ત્યાંથી ફરીને આવવું પડશે..!”


“ના અવાય ઊંધું સાહેબ, ગાડી પકડાય આયા..! મૅન રોડ સે એક તો..!”


“સારું..જલ્દી કરજો…!”


ત્યાં બે મિનિટમાં પપ્પાજી નો આયો કોલ…! હવે શું કરવું ? ફોન ન ઉપાડવામાં જ ભલાઈ છે સાહેબ..!


૦૭:૫૦ એ છેક ઉબેર પહોંચી…!


“એની જાતને , ડટા ટાઈટ થઈ ગયા..!”


“ભાઈ , જલ્દી કરજો , સાડા આઠની ટ્રેન છે..!


“સાહેબ પિક ટાઈમ છે , ટ્રાફિકની તકલીફ રહેવાની સંભાવના…!”


“સાલું સ્ટેશન અહીંથી છે તો ખાલી 7 કિમી , પણ તો ય યાર ફાટે છે હવે..ટ્રેન મિસ ન થઈ જાય..! સારું થયું ટીકીટ બુક કરેલી છે, બાકી તો જગ્યા પણ ન મળે!!!”


ત્યાં રેડીઓ શરૂ થયું , “મિર્ચી કલોકમાં સમય થયો છે 7 વાગીને પચાસ મિનિટ ને સાંભળીયે અત્યારનો ટ્રાફિક રિપોર્ટ..!! સિવિલ અને કાલુપુર વચ્ચે બાપ ટ્રાફિક થયો છે આજે..!! જવાનું હોય તો વહેલા નીકળી જજો બાકી ભાંઠા પડશે..! એવા સમાચાર આવે છે ટ્રાફિક માં જ ફસાયેલા રમણલાલ પાસેથી…!!


તમારા એરિયા ની અપડેટ આપવા માટે કોલ કરો અમારા આ નમ્બર પર , ત્યાં સુધી સાંભળતા રહો, રેડીઓ મિર્ચી..!!


મિર્ચી સુનને વાલે ઓલ વેસ ખુશ..!!”


ને એમાં ફરી બાપાનો કોલ..!! ઉપાડી લો બાકી ચિંતા કરશે..!!


“હા પપ્પા , નીકળી ગયો છું બસ…!! પહોંચી જઈશ હમણાં..!!”


“હા સારું..!! ને જઈને પહેલાં ક્યાં પ્લેટફોર્મ આવી છે એ જોઈ લેજે..!ટ્રેન આવી ગઈ હશે પ્લેટફોર્મ પર ,ઓકે ?”


“હા પપ્પા, સારું..જોઈ લઈશ..!”


“પહોંચીને ફોન કરજે ઓકે…!”


“હા પપ્પા..!”


“ચલ મૂકુ , જય શ્રીકૃષ્ણ..!”


“હા પા, જય શ્રીકૃષ્ણ..!”


હવે પિતાશ્રીને કેમ કહેવું, આયા ભાઈના ડટા ટાઈટ છે..! મનમાં હનુમંચલીસા ને થોડો ડર..! એમાં ય આ રેડીઓ વાળા બીવડાવે..!!


અને આ સાથે પહોંચ્યા સિવિલ પાસે…!! ભગવાનની કૃપા થાય ને ટ્રેન થોડી લેટ થાય..!


“અરે વાહ…!! ટ્રાફિક ઘટ્યો તો ખરો !” મનોમન ખુશ થઈને અભી સાહેબ મલકાતાં મલકાતાં બોલ્યા. સમય થયો છે 8 વાગીને 5 મિનિટ ને આ પહોંચી ગયા કાલુપુર રેલવે સ્ટેશન..!!


“સર , 65 રૂપિયા..!”


“હા..! આપું..!


એની માને, પાકીટ ક્યાં ગયું..? બેગમાં નાખી દીધું કે ભૂલી ગયો ? આયા ટ્રેનનો ટાઈમ થઈ ગયો ને કેબના પૈસા નથી..!”


બાધો થઈને અભી, આમતેમ ફાંફા મારવા લાગ્યો..! આને કહેવાય દુકાળમાં અધિકમાસ ! ઉફ્ફ..!


પણ નસીબજોગે લોન્દ્રીમાંથી આવેલ પહેરેલા પેન્ટના ખિસ્સામાંથી ખાંચામાં એક સોની નોટ નીકળી..! જોરદાર.


મમ્મી કહેતી હોય છે કે “ધોબીને કપડાં આપો ત્યારે ખિસ્સા ચેક કરીને આપો..!” પણ આજે ખીસ્સો ન ચેક કર્યો, એ જ કામ લાગ્યું..!” ને બસ પે કરીને અભી પહોચ્યો અંદર. ટ્રેન તો ક્યારની આવી જ ગઈ હતી, 8.20 તો ઉપડવાનો સમય હતો..! એટલે દોડી દોડી પ્લેટફોર્મ પર પહોંચી પોતાનો ડબ્બો શોધી અંદર ચડી ગયો ! ને બસ 5 જ મિનિટ માં ટ્રેન ઉપડી..!


હાશ, જીવનમાં શાંતિ થઈ ..! આહાહાહા…!! ??????


ટ્રેન છૂટી , ફાઇનલી…!!


“હા પપ્પા , ટ્રેઈન ઉપડી ગઈ છે અને હું બેસી ગયો છું , પહોંચી જઈશ ઘરે …!” ઘરે ફોન તો કરી દઉં, ચિંતા કરતા હશે ..!


થોડો સામાન સેટ કરીને હું પણ મારી લેપટોપ કાઢીને મુવી ચાલુ કીને બેસી ગયો ! મારી ઓલ ટાઈમ ફેવરીટ ફિલ્મ, “એ જવાની હે દીવાની..!” ફોનમ્સ્સ પણ નેટવર્ક આવતું ન હતું એટલે એને બેગનાં નાના ખાનામાં સુવડાવી દીધો…! ને હું પણ કાનમાં હેડ ફોન ભરાવીને બેસી ગયો.!


વાંકાનેર આવ્યું ત્યારે ફોન ફરી ચેક કર્યો, ટ્રેન એકાદ કલાક લેટ લાગતી હતી એટલે બાપાને તો ફોન કરીને જાણ કરવી જ પડે ..!


રાતે 12 વાગે, પિક્ચર પૂરું કર્યું અને ફરી ફોન કાઢ્યો..!!


ઓ બાપ રે...13 મિસ કોલ…! કોના ? ! પિતાશ્રીના હતા. મેં પણ ફટાફટ તેમને કોલ લગાડ્યો ને કહ્યું કે,


“પાપા, ટ્રેન થોડી લેટ લાગે છે, પણ પોણા એક સુધીમાં પહોંચી જઈશ, લેવા ન આવતા, રીક્ષા મળી જશે..! અને હા,ચિંતા ન કરતા ને સુઈ જજો..! જય શ્રી કૃષ્ણ..!”


થોડી આનાકાની બાદ એ પણ માની ગયા કે લેવા નહિ આવે , બાકી એમનું ભલું પૂછો, સાડા બાર વાગ્યે ટ્રેન આવવાની હોય અને તેઓ સવા બારે તો સ્ટેશન પહોંચી પણ જાય..! પાપા છે ને..!


રાજકોટ તો આખો ડબ્બો ઓલમોસ્ટ ખાલી થઈ જ ગયો હતો, એટલે લંબાવીને આરામથી દીપલું ને જોવાની મજા આવી..! હા હા હા…!


ફાઇનલી હાપા આવ્યું, અને મેં બધા સમાન સીટ પર ગોઠવી લીધા..! બસ હવે 10 મિનિટમાં જામનગર..!


ઓર ઇંતજાર ખતમ હુઆ..!


“યાત્રીગણ ધ્યાન દે , 19059 બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્લેટફોર્મ ક્રમાંક બે પર આવવાની તૈયારીમાં છે…!”


મનમાં વિચાર આવ્યો, “સાલી આ બે પર કેમ , એક પર આવે ને ? હવે તો આ પાટા કે પુલ ટપવો પડશે બોસ..!”


મારા ૪ નંગ બરાબર ઉપાડીને હાંફતો હું પુલ પાર કરીને હું ટીકીટ બારીના પરિસરમાં આવ્યો,


“રીક્ષા, રીક્ષા…! હાલો !’


“પટેલ કોલોની ૬ ..!”


“૧૫૦ થશે . પેશીયલ કરાવી પડે !”


“હાલો બોલો ક્યા જવું છે ?


“પટેલ કોલોની ૬!’


“૧૫૦ , જુઓ પેલી પડી એમાં બેસી જાઓ..!”


“એની માને બારનો નથી લા , આયાનો જ છું..!”


“રાતનો ટાઈમ છે લાલ , આ જ ભાવ હાલે..!”


મેં મનમાં કહ્યું, “આને ૧૫૦ આપવા કરતા હું હાલીને ચાલ્યો જાવ..લોલ !”


ત્યાં એક અવાજ સંભળાયો , “અભી …!”


મનમાં એક ઝબકારો થયો, “અરે, આ તો પપ્પા નો અવાજ..!”


“આ તો પપ્પા આવ્યા છે લેવા..!


ત્યાં સામે જોયું તો પપ્પા પાર્કિંગ માં હાથ હલાવતા હતા..દોડતો તેમની તરફ ગયો ને કહ્યું, “ખબર જ હતી તમે આવું જ કરશો..! કહ્યું હતું ને આવી જઈશ, પોચી જાત..!’


“અરે નહોતો જ આવવાનો, પણ નીંદર નહોતી આવતી તો આવી ગયો..!”


“સાચું બોલો કેટલા વાગ્યાના ઉભા છો..?”


“બસ , હમણાં જ આવ્યો..!”


“સાચું..!”


“ઓકેય સવા બાર..બસ ?”


“યાર ..પપ્પા..! તમે પણ ને.. !”


ને આ જુના સ્કુટરમાં એક થેલો આગળ ,એક વચ્ચે , એક સાઈડમાં લટકાવ્યો ને એક પાછળ પીઠ પર ! જુગાડ સેટ…!


ને બજાજના જુના સ્કૂટર પર સમાન સેટ કરી, હમ ચલે ઘર કી ઓર..!!! રસ્તામાં ટ્રેનની વાતોની પંચાત કરતા ..!


બસ , હું પણ પપ્પા જોડે ગપ્પા લડાવતા ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચીને માતાશ્રીનો એ જ વહાલ અને એ જ સુંદર જાદુની જપ્પી – બસ , બધુ જ આવી ગયુ બોસ...


મોડુ થઈ જશે એટ્લે ઘરે જમ્વાનુ બનાવવાની તો ના જ પાડેલી , પરંતુ માં માને ?


જેમ પપ્પા છે ને ? ગમે તેટલી ના પાડ્યા છતાં સ્ટેશને પહોંચી જ ગયા !

સમાપ્ત :


લેખન : અક્ષય મુલચંદાણી


ઈમેઈલ : akki61195@gmail.com