Kidnap - 2 books and stories free download online pdf in Gujarati

કિડનેપ - 2


લેખક- પરેશ મકવાણા


રાતના સાડા દશની આસપાસ એક અજાણી છોકરી ઘરની બહાર નીકળી અને આગળ જવા લાગી. સોસાયટીનો ગેઇટ ઓળંગી એણે પોતાની મંજિલ તરફ કદમો વધાર્યા..
ત્યાં જ એક ઓટોરિક્ષા આવી એની પાસે સહેજ ધીમી પડી. એમાંથી મોં પર રૂમાલ બાંધતો દ્રઈવર બાહર આવ્યો. બેક સીટ પરથી એક અજાણી યુવતી પણ ઉતરી એણે પણ એક કાળા કપડાથી એક હાથે પોતાનું મોં છુપાવી રાખ્યું. અને બીજા હાથમાં રહેલ છરીની ધારદાર અણી બહાર કાઢી એ આગળ જતી યુવતીની પાછળ ધીરે ધીરે ચોરપગલે ચાલવા લાગી. પેલો રિક્ષાચાલક એ યુવતીની આગળ ગયો. અને એને ડરાવતો એની સામે ઉભો રહ્યો.
''અઈ..ઉભી રે.. ક્યાં જાય છે..''
એ સાંભળી પેલી યુવતી એકદમ ઘબરાઈને ધ્રુજવા લાગી. એની પાછળ ચોરપગલે આવી રહેલી યુવતીએ એકદમ એની નજીક આવી પાછળથી એના ગળે છરી મૂકી.
એજ વખતે, એની આગળ ઉભેલા રિક્ષાચાલકે એના મોં પર ક્લોરોફોમ વાળું કપડું દબાવી દીધું..
એ યુવતી બેહોશ થઈ, એને ઉઠાવી રિક્ષામાં નાખી એ લોકો રિક્ષા લઈ પળમાં જ ગાયબ થઈ ગયા..

* * *

ધ્વનિ ઠાકુર આજની એકદમ મોર્ડન લાગતી છોકરી. બી.કોમ. થર્ડયરમાં ભણતી એ રોજે એની સોસાયટીના ખૂણે થી એની એસ.કે. કોલેજની રીક્ષા પકડતી.
અને એક જ વસ્તુ ગમતી ફેસબુક સવારથી લઈને મોડી રાત સુધી એની અને એના ફેસબુક ફ્રેન્ડ્સ ની ચેટિંગ ચાલ્યા કરતી. પછી ભલે ને એ રીક્ષા માં બેઠી હોય, કોઈ ટ્રાફિકમાં ફસાણી હોય, કે કોઈ મહત્વનો લેક્ચર ચાલતો હોય. એને એનાથી કોઈ જ ફરક નોહતો પડતો. મોબાઈલની આ વર્ચ્યુઅલ દુનિયા જ માનો એની દુનિયા હતી.
કલાકે કલાકે અલગ અલગ પોઝમાં સેલ્ફી ક્લિક કરી પોસ્ટ કરવી, કોઈને એમાં ટેગ કરવા એની કોમન્ટ્સ ના રીપ્લાય આપવા. કોઈની પોસ્ટ પર ચિત્ર વિચિત્ર એમોજીસ ના ઢગલા કરવા. લાઈક સિવાય સ્પેશિયલ તરહ તરહના રિએક્શન આપવા, કે પછી કોઈ સ્પેશિયલ વ્યક્તિ ના મેસેજની રાહ જોવી એ જ એનું ડેઇલી રૂટિન બની ગયેલું.
આજે પણ એણે રીક્ષા રોકવા હાથ લાંબો કર્યો. એનું આંખો મોબાઈલની છ ઇંચની ડિસ્પ્લે પર જાણે પૂરેપૂરી ફોકસ થયેલી હતી. એ છ ઇંચની ડિસ્પ્લે સિવાય એને બીજું કાંઈ દેખાતું જ નોહતું. આમય એને કઈ જોવાની ઈચ્છા પણ નોહતી આ એનું રોજનું હતું.
''ભાઈ એસ.કે. કોલેજ ચાલીશ..''
પેલો રીક્ષા ચાલક યુવાને એને કઈક કહ્યું પણ એણે એ સાંભળ્યું ના સાંભળ્યું કરી એ અંદર બેસી ગઈ..
થોડેક દૂર જ ગયા હશે કે સિગ્નલ પર ભારે ટ્રાફિક જામ થયેલી. રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખી. એકાએક એકપછી એક ગાડીઓના મોટા મોટા કાનફાડી નાખે એવા હોર્ન સંભળાઈ રહ્યા.
''મેડમ, ટ્રાફિક ને કારણે આજે થોડી વાર લાગશે. ચાલશે ને..?''
પણ વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાયેલી ધ્વની ને જાણે રિયલ દુનિયા સાથે કોઈ જ લેવાદેવા નોહતા.
કાનમાં ઈયરફોન ને હાથમાં મોબાઈલ એનું સંપૂર્ણ ધ્યાન એ છ ઇંચની ડિસ્પ્લે પર થતી ચેટિંગમાં જ હતું. મોબાઈલની કીબોર્ડ પર એના આંગળાઓ જાણે વર્ષોના ટેવાયેલા ના હોય એમ ઝડપી એક પછી મેસેજ ટાઈપ કરતા હતા.
લગભગ પંદર મિનિટે ટ્રાફિકની એ ગૂંચવાયેલી પઝલ સોલ થઈ કારણ કઈ નોહતું બસ, આગળ બે લોકો ઝઘડી રહ્યા હતા. એમની વચ્ચે સમાધાન થતા જ ટ્રાફિક સોલ થઈ ગઈ..
એસ.કે. કોલેજના ગેઇટ આગળ રીક્ષા ઉભી રહી.
''લ્યો, મેડમ આવી ગઈ તમારી કોલેજ.''
''રીક્ષાચાલક ના આ શબ્દો રોજની જેમ ધ્વનિ ને જાણે આજે પણ ના સંભળાયા.
રીક્ષાચાલક એ પાછળ ફરી મોટેથી કહ્યું
''મેડમ તમે ઉતરો મારે મોડું થાય છે. બીજા પણ ફેરા હોય મારે.''
ત્યારે ધ્વનિ એ જોયું કે એની કોલેજ આવી ગઈ.. કાનમાં થી ઈયરફોન કાઢી રીક્ષામાં થી ઉતરી
''ઓહ, નો નવ વાગી ગયા, એક લેક્ચર મિસ થઈ ગયો.'' અને રીક્ષાચાલક યુવાન પર મોડા પોહચવાનો ગુસ્સો કાઢતા એ આગળ ચાલવા લાગી.
રીક્ષાવાળો બહાર નીકળ્યો અને એને ધ્વનિ ને બૂમ પાડી.
ઓહ, મેડમ ભાડું આપવાનું કે નહીં.
ત્યારે ધ્વનિ ને ભાન થયું કે આ ચેટિંગમાં ને ચેટિંગમાં પોતે ભાડું ચૂકવવાનું પણ ભૂલી ગઈ.
એણે પાછળ ફરી કહ્યું
સોરી, આ જરા લેટ થઈ ગઈ એમાં ભાન જ ના રહ્યું.''
એને પોતાના પર્સમાં થી દશ રૂપિયાની નોટ કાઢી એને રીક્ષાવાળા ને આપી.
રીક્ષાવાળો એને જોઈ રહ્યો.
પછી કહ્યું
''મેડમ, દશ રૂપિયા હજુ આપવાના.''
''શેના દશ રૂપિયા..? દશ તો આપ્યા તમને.''
''મેડમ, વિસ રૂપિયા થશે એવુ મેં તમને બેસતા પહેલા જ કહ્યું હતું.''
ધ્વનિ ગુસ્સે થઈ ''વિસ રૂપિયા, લૂંટવા બેઠા છો કે શું..? શરમ આવવી જોઈએ એક તો લેટ પોહચાડી ને માથે જાતા વધારાના પૈસા પણ માંગો છો. હું નથી આપવાની કેમ કે હું રોજે દશ રૂપિયામાં જ આવું છું સમજ્યા.''
રીક્ષાચાલક યુવાન થોડો હસ્યો.
''શુ, મેડમ આ એક જ રિક્ષામાં રોજ આવો છો. અને રોજે વિસ રૂપિયા તો આપી ને જાવ છો.''
રીક્ષાવાળા ની વાત સાંભળી ધ્વનિ ચોંકી ઉઠી, કારણ કે પોતાને એ જ નોહતી ખબર કે પોતે રોજે દશ ની જગ્યા એ વિસ રૂપિયા આપે છે. અને ખબર પણ ક્યાંથી હોય એનું પૂરેપૂરું ધ્યાન એના ચેટિંગમાં જો હોય.
ધ્વનિ પોતાની જાત પર જ હસી, એને અત્યાર સુધી લાગતું કે એના પર્સમાં થી એની કોઈ રુમમેટ્સ પૈસા ગાયબ કરે છે. પણ હવે એને સમજાણુ કે આજકાલ જ્યાં દશ આપવાના હોય ત્યાં પોતે વિસ રૂપિયા આપે છે.
ધ્વનિ એ રીક્ષા ચાલક યુવાન ને કહ્યું
જે હોય એ અત્યાર સુધી મને નોહતી ખબર કે દશ ચાલે છે કે વીસ પણ હવે મને ખબર પડી ગઈ કે ઘર થી કોલેજના દશ રૂપિયા જ થાય.
રીક્ષાચાલકે મનોમન વિચાર્યું કે આ અક્કલવગરની ને આટલી જલ્દી અક્કલ ના આવી હોત તો સારું હોત.
''સારું લ્યો તમારે ના આપવા હોય તો કઈ નહીં..''
કહી રીક્ષાચાલકે હસતા હસતા રીક્ષા સ્ટાર્ટ કરી. અને આગળ મારી મૂકી.
''ધ્વનિ તું ખરેખર પાગલ થઈ ગઈ છે. તારે ધ્યાન રાખવું જોઈએ કે તું કોને કેટલા પૈસા આપે છે.''
ધ્વનિ મનોમન બબડતા કોલેજના કેમ્પસમાં દાખલ થઈ.
ચાલુ લેક્ચર દરમ્યાન ધ્વનિ કોઈ મોહિત નામના છોકરા સાથે ચેટિંગમાં વ્યસ્ત હતી.
''હાય, બાબુ તને ખબર છે આજે શુ થયું.''
સામે થી બાબુનો રીપ્લાય આવ્યો.
''ચુ તયુ માલી ચોના ને..?''
ના એ તોટડો તો નોહતો પણ એ તોટડાપણું ફેસબુક લવરિયા માટે આજકાલ ફેશનમાં હતું.
એની સોના, એટલે કે ધ્વનિએ આજે સાવરમાં જે કઈ બન્યું એનું સોર્ટમાં વર્ણન કર્યું.
એના રિપ્લાયમાં એના બાબુએ બે ચાર સ્માઇલીવાળા એમોજીસ મોકલ્યા.
એ પછી છેક બે વાગ્યા સુધી એની વાતો ચાલી આ બે વાગ્યે ધ્વનિ નો મોબાઈલ જાણે મરવા પડ્યો. ને ધ્વનિ એ એને બાય કહ્યું ને એની એક ફ્રેન્ડ કમ દુશમન પાસેથી પાવરબેન્ક માંગી. હજુ પંદર ટકા પણ ચાર્જ થયું નોહતું તો ધ્વનિ નો બીજો મયંક નામનો ફ્રેન્ડ ઓનલાઈન થયો.
એને ઓનલાઈન જોઈ ધ્વનિ એની સાથે વાત કરતા રહી ના શકી.
ધ્વનિ એ તરત જ હાય, લખી મોકલ્યું.
એને લાગતું હતું કે આજે પણ મયંક એની જોડે વાત નહીં કરે. એ એના રીપ્લાય ની રાહ જોઈ રહી. આખરે અડધી કલાક પછી મયંક નો ટૂંકો રીપ્લાય આવ્યો.
''સોરી, હું થોડો કામમાં વ્યસ્ત હતો.''
ધ્વનિ એ ગુસ્સાવાળા ત્રણ રેડ એમોજીસ મોકલ્યા અને નીચે એક લાંબો મેસજ ટાઈપ કર્યો.
''કામ તો તારે એક ને જ છે. ને હું..હું તો જાણે સાવ નવરી જ બેઠી છું''
આ વખતે મયંકે તરત રીપ્લાય આપ્યો. ''અરે બેબી, એવું નથી. હું ખરેખર બીજી હતો. ઓફિસનું કામ હતું ને એટલે..''
ધ્વનિ એ ગુસ્સામાં બાય કહી એની ચેટિંગ ક્લોઝ કરી નાખી.
અને રાહુલ નામના છોકરા ને મેસજ કર્યો.
''ગઈકાલે, રાત્રે વહેલો કેમ સુઈ ગયો. ખબર છે. તે મને ગુડનાઈટ ના કહ્યું ને મને આખી રાત ઊંઘ જ ના આવી.''
''સોરી ડિયર, પણ ગુડનાઈટ કહેતા હું ભૂલી ગયો હતો.''
''આ છેલ્લી ભૂલ માફ જો હવે પછી મને ગુડનાઈટ કે ગુડમોર્નિંગ વિશ ના કર્યું ને તો હું તને સીધો જ બ્લોક કરી નાખીશ સમજ્યો.''
ધ્વનિ ની ધમકીઓ ની જાણે ખરેખર એના પર અસર થઈ હોય એમ એનો રીપ્લાય આવ્યો.
''ડિયર ધ્વનિ, હું ખરેખર ડરી ગયો..''
ધ્વનિ એ સ્માઇલીવાળું એક એમોજી મોકલ્યું ને રિપ્લાયમાં રાહુલે પણ એજ સેમ એમોજી એને રિસેન્ડ કર્યું.

* * *
આજે બે મહિના થઈ ગયા. અને બે મહિના થી ધ્વનિ નામની એ અજાણી છોકરી રોજે એક જ રિક્ષામાં બેસતી. રઘુ ની રીક્ષામાં
રઘુ, આમ તો એને ક્રિકેટર બનવું હતું. પણ એક રીક્ષાદ્રઈવર બની ને રહી ગયો. બહુ જ ઓછા લોકો હોય છે જે એના સપનાઓ પુરા કરી શકે છે.
રઘુ ક્રિકેટર બને એ એના બાપને મંજુર નોહતું કારણ એના બાપને લાગતું કે આવી રમતોમાં કરિયર ના બને એ પોતે રિક્ષાદ્રઈવર હતો. એટલે એણે રઘુ ને પણ રિક્ષાદ્રઈવર બનવા મજબુર કર્યો.
આજે રઘુ રીક્ષા ચલાવી ને બે પૈસા કમાઈ તો લેતો પણ એની પાસે એનું કોઈ કરિયર નોહતું, એના સપનાઓ નોહતા.
હા, આ રીક્ષા ચલાવતા ચલાવતા જ એને એની જિંદગી જીવવાનું એક કારણ મળી ગયું. એને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. અને એ છોકરી કોઈ ઓર નહીં પણ એ અજાણી છોકરી ધ્વનિ જ હતી.
પણ ક્યાં એ કોલેજ કરતી મોડર્ન છોકરી ને ક્યાં રઘુ દશમી ફેલ.. રઘુ ને લાગતું કે આપણું કઈ થવાનું જ નથી. પણ એના દિલમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણે ચાહત તો હતી જ કે એ ધ્વનિ ને પ્રપોઝ કરે, દિલ ખોલીને એની સામે પોતાના હાલ એ દિલ બાયન કરે.
રિક્ષાની અંદર લગાવેલ બેક મીરરમાં એ પાછળ બેઠેલી ધ્વનિ ને જ જોયા કરતો. ક્યારેક ધ્વનિ એ નોટિસ પણ કરી લેતી. પણ જાણે એ વાતથી એને કોઈ જ ફરક ના પડતો હોય એમ એ ચૂપ રહેતી.

એક દિવસ ચાલુ રીક્ષા એ ધ્વનિ ના હાથમાંથી મોબાઇલ સરકી ગયો ને એ રિક્ષા ની બહાર જતો રહ્યો.
ધ્વનિ ને રિક્ષામાં થી બહાર મોં કાઢીને જોયું ને એની આંખ સામે જ એના મોબાઈલ પર એક કાર જતી રહી ને એનો મોબાઈલ એક સેકન્ડમાં ફિનિશ.
રઘુ ને થોડી હાશ થઈ કે આ સારું થયું આનો મોબાઇલ તૂટ્યો હવે આ મારી સાથે વાત તો કરશે.
રઘુ એ પાછળ ફરી ને જોયું તો ધ્વનિ રડી રહી હતી. રઘુએ સાઈડમાં રિક્ષા ઉભી રાખી.
એની સામે જોઈ રઘુએ કહ્યું
''એક મોબાઈલ તો હતો.. એમાં રડવાનું શુ હોય..બીજો લઈ લેજે.''
ધ્વનિ થોડીવાર ચૂપ રહી..
એને લાગ્યું જાણે બધું જ ખતમ થઈ ગયું..
રઘુ એ પાણીની બોટલ આપી.
પાણી પી થોડી સ્વસ્થ થઈ એણે કહ્યું
''ઘર સાઈડ, લઈ લો ને મારે ઘરે જવું છે.''
''પણ કોલેજ..''
ધ્વનિ એ ગુસ્સામાં કહ્યું
''કહ્યું ને ઘર તરફ લઈ લો..''
રઘુ ને આગળ જઈ રિક્ષા ધ્વનિ ના ઘર તરફ ઘુમાવી.
બીજે દિવસે રઘુ ને લાગ્યું કે મોબાઈલ નથી તો એ છોકરી પોતાની સાથે વાત કરશે. પોતાની વાતો પર ધ્યાન આપશે. પણ જેવો એ એની સોસાયટીના ગેઇટ પર પોહચ્યો. એની ધારણાં ખોટી સાબિત થઈ.
ધ્વનિ ના હાથમાં નવો મોબાઈલ હતો. અને એનું ધ્યાન હમેશા ની માફક મોબાઈલ સ્ક્રીન પર હતું.
રઘુ એ એની સામે રિક્ષાનું હોર્ન વગાડ્યું.
હોર્ન સાંભળી એ અંદર બેસી ગઈ..
રઘુ એ નવાઈ પામતા એને પૂછ્યું
''અરે..શુ વાત છે મેડમ..કાલે મોબાઇલ તૂટ્યો ને આજે નવો મોબાઈલ..!''
પહેલા તો એણે ટૂંકમાં જ જવાબ આપ્યો.
હા, હો..
પછી આગળ બોલી
ઘરે જઈ ફ્રેન્ડના મોબાઈલમાં થી પપ્પા ને ફોન કર્યો હતો. ને કહ્યું કે મારા ખાતામાં અત્યારે ને અત્યારે વિસ હજાર ટ્રાન્સફર કરો. નવો મોબાઈલ લેવો છે.
એક જ મિનિટે પપ્પાએ ખાતામાં પૈસા નાખ્યા ને એજ પળે ફ્રેન્ડની સ્ફુટી લઈને અમે લોકો નવો મોબાઈલ લેવા નીકળી પડ્યા.''
પૈસાવાળા લોકોનું આવું જ હોય એને કોઈ વસ્તુ માટે રાહ ના જોવી પડે..
''તારા પપ્પા તો બહુ સારા કહેવાય.. એક મારા પપ્પા છે કે મારુ એક નથી સાંભળતા..''
ધ્વનિએ હસી ને કહ્યું
''પપ્પા ક્યારેય સાંભળે નહીં એને સાંભળવા મજબુર કરવા પડે એની સાથે જીદ કરવી પડે"
એની વાત પર રઘુ પણ હસ્યો. એટલે ધ્વનિએ એનું નામ પૂછ્યું
''નામ શું છે તમારું..?''
રઘુ ને વિશ્વાસ ના બેઠો કે ધ્વનિ એની સાથે આજે પહેલીવાર વાત કરી રહી હતી. એને લાગ્યું કે એ કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને..,
એણે પાછળ ફરી ધ્વનિ ને પૂછ્યું ''કોનું..મારુ નામ..?''
ધ્વનિ એ કહ્યું
''હા, શુ નામ છે તમારું..?''
રઘુ એ પોતાનું નામ કહ્યું ને સાથે એનું નામ પણ પૂછી જ લીધું. ''રઘુ..એટલે કે રઘુવીર..અને તારું..?''
''મારુ નામ ધ્વનિ, ધ્વનિ ઠાકર..''
એ પછી તો રીક્ષાની એ જ સફરમાં રઘુ અને ધ્વનિ ની ઘણી બધી વાતો થઈ અને એ વાતોમાં જ રઘુ એ જાણ્યું કે ધ્વની એના પપ્પા ની એકની એક દીકરી છે. અને ખૂબ જ લાડકોડ થી ઉછરી છે. એ અહીંયા જ એની બે સહેલીઓ સાથે રૂમ ભાડે રાખીને રહે છે. એની કોલેજમાં એની કોઈ સાથે બનતી નથી, અને જાણે એને આ રિયલવર્લ્ડ માં કોઈ સાથે વાત કરવી ગમતી જ નોહતી. એને તો બસ વર્ચ્યુએલવર્લ્ડ જ એને પોતાનું લાગતું.
પણ રિક્ષામાં બેસતા જ એ રઘુ સાથે વાત કરી લેતી.. કારણ કે રઘુ એની બધી જ વાતો સાંભળતો. પછી ભલેને એ રૂમના ઝઘડા ની હોય, કોલેજના લેક્ચરની હોય, કે પછી ફેસબુકના બ્રેકઅપ ની એ બધું જ રઘુ સાથે શેર કરતી.
અને આપણો રઘુ એ તો પહેલે થી જ એનો દિવાનો હતો. એને એ જરાય નોહતું ગમતું કે ધ્વની અખોદીવસ આમ મોબાઈલમાં અજાણ્યા લોકો સાથે ચીપકી રહે.
* * *
એકદિવસ રસ્તામાં ધ્વની ઘણી જ ઉદાસ હતી. એનો ઉદાસ ચહેરો જોઈ રઘુ ને લાગ્યું નક્કી આજે ધ્વની ને કઈક થયુ છે. એ વિશે એણે ધ્વની ને જ પૂછ્યું
''ધ્વની કેમ ઉદાસ છે..શુ થયું..''
ધ્વની એ પોતાનું દુઃખ રઘુ સાથે શેર કરતા કહ્યું.
''શુ કહું યાર, મોહિત આજકાલ મારી સાથે વાત જ નથી કરતો. ખબર નહી કઈ વાતથી નારાજ છે મારાથી..''
ઘણા દિવસથી રઘુ ને લાગતું કે ધ્વની ને સમજાવું કે આવા ફેસબુક ના મતલબી સબંધો છોડી દે. ફેસબુક માત્ર એક ટાઈમપાસ સિવાય કશું જ નથી. બે લોકો મળે, એકબીજા સાથે પોતપોતાના મતલબની વાત કરે ને પછી જાણે છુટા થઈ જાય.. બધા ને એવું શું કામ લાગવા માંડે છે કે આ વર્ચ્યુઅલ દુનિયામાં એને એનો પ્રેમ મળી જશે.
એણે ધ્વની ને કહ્યું
''ધ્વની મારે મારે તને કહેવું તો ના જોઈએ પણ છતાંય કહું છું..કે તું જેને પ્રેમ સમજે છે એ ખરેખર પ્રેમ છે જ નહીં''
રઘુ ની વાત સાંભળી ને જાણે ધ્વની ને લાગ્યું કે રઘુ એની ખિલાફ બોલી રહ્યો છે.
એણે રઘુ ને ગુસ્સામાં કહ્યું.
''રઘુ, મારો પ્રેમ.. પ્રેમ છે કે નહીં એ નક્કી કરવાનો તને કોઈ જ અધિકાર નથી.''
''હું એ નથી કહેતો ધ્વની તારો પ્રેમ..''
એ બોલે એ પહેલાં જ ધ્વની એ એને અટકાવી દીધો. અને ગુસ્સામાં કહ્યું.
''તમારી જેવા લોકોને મોઢે ના લગાવું જ સારું છે..''
રઘુ હજુ પણ એને પોતાની વાત સમજાવવા મથી રહ્યો હતો.
''હું તો બસ એટલું જ કહી રહ્યો હતો કે ફેસબુકપ્રેમ..''
''રઘુ મારે કઈ જ નથી સાંભળવું અને રીક્ષા ઉભી રાખ. મારે નથી આવવું તારી રિક્ષામાં''
રઘુ એ રીક્ષા ઉભી રાખી ને ધ્વની ફટાફટ ઉતરી એના વિશે બબડતી ચાલવા લાગી.
એ પછી ધ્વની એ મનોમન વિચારી જ લીધું કે આજપછી ક્યારેય એ સડકછાપ રઘુ ની રિક્ષામાં નહીં બેસું.
બીજે દિવસે મોબાઈલમાં ઘુસેલી ધ્વની ને ખબર જ ના પડી કે પોતે ક્યારે રઘુ ની રિક્ષામાં બેઠી.
રઘુ એ બસ, ચૂપ રહી એનું કામ કર્યું. એને કોલેજે ઉતારી. એ ચાલ્યો ગયો.
* * *

એક રાત્રે લગભગ દશની વાગ્યાની આસપાસ ધ્વની પોતાની સોસાયટીના ગેઇટથી બાહર નીકળી અને આગળ ચાલવા લાગી. ઉદાસ ચહેરે એ ક્યાંક તો જઈ રહી હતી. એકલ દોકલ વાહન સિવાય રસ્તો એકદમ સુમસામ હતો. આ તકનો લાભ ઉઠાવી એક રિક્ષા એની નજીક આવી. ધીમી પડી. એક કાળા કપડામાં સજ્જ, એક હાથે કપડાથી મોં છુપાવતી યુવતી રિક્ષામાં થી બહાર નીકળી. એની સાથે જ રિક્ષાની ફ્રન્ટ સીટમાંથી એના બ્લેક શર્ટ અને બ્લુ જીન્સમાં એક બીજો યુવાન જે રિક્ષાચાલક હતો એ બાહર આવ્યો. એણે મોં છુપાવવા ત્યાં જ ચહેરા પર એક સફેદ રૂમાલ બાંધ્યો બાંધ્યો.
અને પછી એ આગળ જતી ધ્વની તરફ દોડ્યો. અને પેલી યુવતી જેણે કપડાથી મોં છુપાવ્યું હતું એક હાથમાં ધારદાર છરી લઈ આગળ જીવતી લાશની જેમ જતી ધ્વની ની પાછળ હળવે પગલે તકની તલાશમાં ચાલવા લાગી.
એના પગની આહટ સાંભળી ને પણ જાણે ધ્વની ને કોઈ જ ફરક ના પડ્યો. ના જાણે ક્યાં વિચારોમાં એ ખોવાયેલી હતી કે એને વાસ્તવિકતાનું કઈ ભાન જ નોહતું.
એની પાછળ દોડેલો યુવાન એની આગળ આવી એને રોકી.
''અઈ..ઉભી રે.. ક્યાં જાય છે..''
એનો અવાજ સાંભળ્યો ત્યારે જાણે ધ્વની કોઈ હરણીની માફક ફફડી. એની સામે કોઈ ગુંડા જેવો માણસ હતો.
ત્યાં જ પાછળ થી કોઈએ એના ગળા પર છરી મૂકી. એ ઘબરાઈને ધ્રુજવા લાગી,
એ કઈ બોલે એ પહેલાં જ એની આગળ ક્લોરોફોમ નું કપડું લઈને ઉભેલા યુવાને એના મોં પર ક્લોરોફોમ નું કપડું દબાવી દીધું..ધ્વની એને ઓળખી શકે એ પહેલાં જ બેહોશ થઈ ગઈ..આ બધું એક જ સેકેન્ડમાં બની ગયું.
ધ્વની ને ઉઠાવી રિક્ષાની બેક સીટ પર સુવડાવી એ ધારદાર છરીવાળી યુવતી એની બાજુમાં બેસી ગઈ. રિક્ષાચાલકે રિક્ષા સ્ટાર્ટ કરી. ને એક જ સેકન્ડમાં એ લોકો દૂર અંધારામાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયા.

* * *
ધ્વની ને જ્યારે હોશ આવ્યો ત્યારે એ જૂની બંધ પડેલી ફેક્ટરીમાં એક અંધાર્યા ખૂણે પડી હતી. એના બન્ને હાથ પાછળની તરફ દોરડાથી મજબૂત રીતે બંધાયેલા હતા.
પોતે અહીં કેમ પોહચી એ જ એને નોહતું સમજાતું.
થોડીવારમાં જ એક યુવાન અંદર આવ્યો. અંધારમાં એ એને ઓળખી તો ના જ શકી. પણ એને જોતા જ એને લાગ્યું કે એ કોઈ જાણીતો જ છે.
એ આવનાર યુવાને એનું મોટેથી નામ લીધું
''ધ્વની..''
એ અવાજ સાંભળી ધ્વની ચોંકી ગઈ..
''રઘુ તું..? તે મને કિડનેપ કરી..???
એની સવાલભરી નજરો રઘુ સામે જોઈ રહી..
રઘુ એની પાસે જઈ એની બાજુમાં બેસી ગયો. એના હાથ ખોલ્યા.
પછી થોડા ગુસ્સાના ભાવ સાથે કહ્યું
''તને મરવાનો બહુ જ શોખ છે ને..?''
રઘુના સવાલ સાંભળી ધ્વની રઘુ ની સામે જોઈ રહી..એને થયું હું મરવા જઈ રહી હતી એ વાતની આને કઈ રીતે ખબર..
રઘુ જાણે એની સવાલભરી નજરો પારખી ગયો.
''એમ જ વિચારે છે ને કે આ વાતની મને કેમ ખબર પડી..તો સાંભળ, બે દિવસ પહેલા તું તારી ડાયરી મારી રિક્ષામાં ભૂલી ગઈ હતી. હું તને એ આપવા તારા ઘરે આવ્યો ને ડોરબેલ વગાડું એ પહેલાં જ મેં તને કોઈ સાથે વાત કરતા સાંભળી,
તું દરવાજની નજીકના જ સોફા પર બેઠી હતી એટલે તારો અવાજ હું બહાર સુધી સાંભળી શકતો હતો.
તારા અવાજમાં તારું દુઃખ સાફ છલકાતું હતું,
''મોહિત, પ્લીઝ..મોહિત પ્લીઝ મારી સાથે વાત કર..''
સામે મોહિત શુ બોલ્યો એ તો ના સાંભળાણું..પણ તારો અવાજ મને સ્પષ્ટ સાંભળાતો હતો.
''હું તને ખરેખર પ્રેમ કરું છું..''
''મોહિત, તું સમજતો કેમ નથી હું તારી વગર નહીં જીવી શકું..''
તું વધારે મોટેથી બોલવા લાગી..
''શુ, તો તું કાલની આવેલી કોઈ છોકરી માટે મને છોડી દઈશ..મને છોડી દઈશ..''
પછી એકદમ, રડમસ થઈ તારો અવાજ ધીમો થયો..
''મોહિત, હું તારા વિના નહીં જીવી શકું..મોહિત..''
''મોહિત હું તારા વિના મરી જઈશ..મોહિત..મોહિત.''
અને પછી તારો હૈયાફાટ રડવાનો અવાજ આવ્યો. મને લાગ્યું કે તું સાચે જ કંઈક કરી બેસીશ તો..
તને બચાવવા હું બહાર થી દરવાજો પછાડતો રહ્યો. પણ તે દરવાજો ના જ ખોલ્યો. એ જ વખતે..
દાદરા ચડી એક યુવતી આવી મને આમ દરવાજો પાછાડતો જોઈ એણે મોટેથી બૂમ પાડી.
''ઓહ, હેલ્લો કોણ છો તમે અને અહીંયા શુ કરો છો..?''
એ મારી પાસે આવી એટલે મેં એને બધી જ વાત કરી. એણે કહ્યું મારુ નામ મોહિની છે હું ધ્વની ની રુમપાર્ટનર છું.
''આપણે ધ્વની ને બચાવવી જોઈએ..?''
''એણે કહ્યું કોઈ ફાયદો નથી..એ કોઈનું કશું જ નથી સાંભળવાની..''
''પણ આપણે પ્રયત્ન તો કરી જોઈએ''
પછી અમે બન્ને એ મળીને દરવાજો ખટખટાવ્યો..
આખરે થાકીને હું ત્યાં થી ચાલ્યો ગયો.
જતા જતા હું મોહિની ને મારો મોબાઈલ નંબર આપતો ગયો.
"મોહિન, હું જાવ છું અને આ મારું કાર્ડ રાખ આમાં મારો નંબર છે જો જરૂર પડે તો મને ફોન કરજે."
એ પછી રાત્રે દશ વાગે તે દરવાજો ખોલ્યો ત્યાં સુધી મોહની ત્યાં જ દરવાજે તારી રાહ જોતી બેસી રહી..એણે એ વખતે તને પૂછ્યું પણ ખરે કે શું થયું..
પણ તું ત્યાં થી જવા લાગી ત્યારે મોહિની એ મને કોલ કર્યો.
હું ફટાફટ તારા રૂમ પર આવ્યો ને મોહીની એ મને કહ્યું કે ધ્વની સ્યુસાઇડ કરવા નીકળી ગઈ છે..ત્યાં ટેબલ પર અમને તારી સ્યુસાઇડ નોટ પણ મળી..
એ પછી તને બચાવવા એક જ રસ્તો હતો. કેડનેપ..કારણ કે તું સ્યુસાઇડ કર એ પહેલાં જ અમે તને ઉઠાવી લઈએ અને નજરકેદ રાખીએ.
મોહિની ના પ્લાન મુજબ મેં અને મોહિનીએ તને રસ્તામાં થી કિડનેપ કરી અને અહીં લઈ આવ્યો..''

''પણ કેમ..શુ કામ તું મને બચાવવા માંગે છે..''
એને બચાવવાનું કારણ તો રઘુ પાસે હતું પણ એ એને કહી ના શક્યો.
એ જ વખતે એ ફેકટરી ના એક દરવાજેથી મોહિની અંદર આવી..
એણે એકખૂણામાં રહેલી સ્વીચો ઓન કરી બધી જ લાઈટો ઓન કરી..
રઘુ અને ધ્વની ની પાસે જઈ અદબભેર ઉભી રહેતા એણે ધ્વની ના સવાલનો જવાબ આપ્યો.
''કેમ કે રઘુ તને પ્રેમ કરતો હતો.. ધ્વની..''
રઘુ એ પાછળ ફરી મોહિની સામે જોયું..
મોહિનીએ કહ્યું
''રઘુ, એક અજાણ્યા પેસેન્જર ખાતર કોઈ આવડો રિસ્ક લેવા તૈયાર ના થાય.. કહી દે કે તું ધ્વની ને પ્રેમ કરે છે..''
''હા ધ્વની, હું તને ખરેખર પ્રેમ કરું છું અને તને બચાવવા જ..''
એ આગળ બોલે એ પહેલાં જ ધ્વની રઘુ ને ગળે વળગી રડી પડી..
અત્યાર સુધી વર્ચ્યુઅલ દુનિયામાં પ્રેમ શોધતી ધ્વનીને રિયલ પ્રેમ કોને કહેવાય એ આજે ખબર પડી..
એને ત્યારે અહેસાસ થયો કે પોતે પાગલ હતી કે મોહિતના એ બનાવટી ફેસબુકપ્રેમમાં એ પોતાનો જીવ આપવા નીકળી ગઈ.
એણે એજ વખતે મોબાઈલમાં થી ફેસબુક અનિસ્ટોલ કર્યું..અને સ્મિત સાથે એક નજર મોહિની સામે જોયું
''થેન્ક્સ, મોહિની આજે તું ના હોત તો શાયદ..''
એ આગળ બોલે એ પહેલાં જ રઘુ એ એનો હાથ એના મોં પર મૂકી દીધો.
''ખબરદાર.., ખબરદાર જો આજપછી મરવાનું નામ લીધું..''
એ સાંભળી ધ્વની હસી પડી..એને જોઈ રઘુ અને મોહિની પણ હસી પડ્યા.
ફાઇનલી, એક રિક્ષાચાલક યુવાન ને એક એની ડ્રિમગર્લ મળી જ ગઈ..એ પછી એ એને કોણ રોકી શકે..એને ક્રિકેટર બનવું હતું ને એ આખરે પપ્પા સાથે જીદ પર ઉતરી ને પણ ક્રિકેટર બન્યો.
ધ્વની એ જ કહ્યું હતું કે
''પપ્પા ક્યારેય સાંભળે નહીં એને સાંભળવા મજબુર કરવા પડે એની સાથે જીદ કરવી પડે.."
અને રઘુ એ જીદ કરી એના સપના માટે,
સમાપ્ત