Aapanu Ghar books and stories free download online pdf in Gujarati

આપણું ઘર

" આપણું ઘર ". ? લેખક- કૌશિક દવે. " આપણું ઘર " " આજે રવિવારે પણ મને રજા નહીં.બીજા ના ઘરે જાવ, રવિવારે બહાર જ જમવા જતા હોય છે.વેકેશન ગયું પણ ક્યાં ય બહાર લઈ ગયા નથી. તમારા ઘર ના ઢસરડા કરી ને હું થાકી ગયી.આજે દસ દસ વરસ થયાં પણ તમે મને બહારગામ ફરવા પણ લઈ ગયા નથી." નયના બોલી. " એટલે તું શું કહેવા માગે છે?. આ ઘર મારા એકલા નું છે ?. ઘર ચલાવવા હું કેટલી મહેનત કરું છું.ભાડા નાં મકાન માં તકલીફ તો થવાની છે. માંડ માંડ મહિને ઘર ચાલે છે.આ તો સારું થયું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ના ડ્રો માં આપણ ને ૧ BHK મલ્યું છે. આપણું પોતાનું તો ? ઘર કહેવાશે." નમન બોલ્યો. " સારું સારું , પણ આ ના હપ્તા આપણે ભરી શકીશું?. શરુઆત માં ભરવાના રુપિયા ક્યાંથી લાવશો.અને લોન કોણ આપશે?." નયના હવે નરમ અવાજે બોલી." મારી બબડવાની ટેવ જ ખરાબ પડી. અઠવાડિયા માં એક રજા તમને મલે છે અને મેં તમને આટલું બધું સંભાળી દીધું." નયના બોલી. " હવે આપણું પોતાનું મકાન થશે.લોન તો થઈ જશે. શરુઆત માં ભરવાના રુપિયા ની થોડી સગવડ થઈ ગઈ પણ હજુ પચાસ હજાર રૂપિયા ખુટે છે.જોઈએ....હવે શું થાય છે.અને આપણા ટેણીયા " યશ "ને બાલમંદિર માં દાખલ કરવાનો છે. ઈશ્વર કૃપા થી બધું સારુ થશે." નમન બોલ્યો. " યશ બહાર રમવા ગયો છે.જમવાનું થયી જાય એટલે એટલે તમને બે ને જમાડી લઉં." નયના બોલી. એટલા માં દરવાજો ટકોરા નો અવાજ આવ્યો.અને યશ દોડતો દોડતો ઘર માં આવ્યો.આવી ને બોલ્યો," મમ્મી, આપણાં ઘરે કોઈ આવ્યું છે." નમન દરવાજે ગયો આવનાર વ્યક્તિ ને જોઈ ને બોલ્યો," આવ આવ બહેન કૃપા બહુ દિવસે ભાઈ ને ઘરે આવી." આ સાંભળીને નયના બોલી," આવો કૃપા બેન,બહુ દિવસે.તમારા લગ્ન ને છ વરસ થયાં.ને હવે ભાઇ યાદ આવ્યાં.હશે..... હું તમારા માટે પાણી લઈ ને આવું." નમન ની બહેન કૃપા એ છ વરસ પહેલાં લવ મેરેજ કર્યા હતા.અને લગ્ન પછી પહેલી વાર પોતાના ભાઈ ના ઘરે આવી હતી.થોડીવાર માં નયના કૃપા માટે પાણી અને ગોળ લ ઈ ને આવી.બોલી," ખાલી પાણી ના પીવાય. થોડો ગોળ ખાઈ ને મોં મીઠું કરો.તમારા ભાઈ ને પ્રધાનમંત્રી આવાસ યોજના માં ફ્લેટ ફાળવ્યો છે." " સરસ, ભાભી, હવે તો તમારું પોતાનું મકાન તો થશે.ને ભાઈ એક જરુરી વાત કરવાની છે." કૃપા બોલી.નમન આ વાત સાંભળીને થોડો ખચકાટ થયો અને પુછ્યુ," બેન , શું વાત છે વિગતે જણાવ. તકલીફ હોય તો કહે તારો ભાઈ બેઠો છે.". ભાઇ ની વાત સાંભળી ને કૃપા હસી.અને બોલી ," ના રે ના મને કોઈ તકલીફ નથી.પણ મારો ભાઈ તકલીફ માં છે એ જાણતાં હું દોડી આવી.અને તારા બનેવી એ આ રુપિયા પચાસ હજાર તમારા મકાન માટે આપ્યા છે." આ સાંભળી ને ભાઈ ના આંખ માં આંસુ આવી ગયાં અને નમન બોલ્યો.... " ના,ના બહેન,મારા થી બેન બનેવી ના રૂપિયા ના લેવાય. હું સગવડ કરી લઈશ." નમન બોલ્યો." જુઓ ભાઈ તમારી તકલીફ માં મદદ કરવા બહેન બનેવી ના આવે તો કોણ આવે?. ના પાડતા નહીં તમને મારાં સોગંદ છે." આ બોલતાં બોલતાં કૃપા ના આંખ માં થી આંસુ આવી ગયાં. નમન બોલ્યો," બહેન તારો ઉપકાર જીવન ભર ના ભુલાય." નયના આ સાંભળી ને રડી પડી ને બોલી," કૃપા બહેન તમે અમારા ઘર માટે કરેલી મદદ જીવનભર યાદ રહેશે. હું ય ખરી છું ને કે આજે સવાર થી જ તમારા ભાઈ ને ગમે તેમ બોલી ગયી. યશ ના પપ્પા મને માફ કરજો.અને હા, કૃપા બહેન જમી ને જ જવાનું છે... હું આજે લાપસી રાંધી શ. બહુ વખતે નણંદ બા આવ્યા છે."....................... લેખક - કૌશિક દવે