Sambandh ma navjivan books and stories free download online pdf in Gujarati

સંબંધ_માં_નવજીવન

#

આજકાલના જોત જોતામાં ૨૨ વર્ષ થઈ ગયાં વહુ બન્યાં ને પણ હજી રાહુલ ના મમ્મી પપ્પા મને દીકરી તો ગણવાની દૂર ની વાત રહી વહુ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી. પંક્તિ તો મારા ને રાહુલ ના લગ્ન વખતે એક મિત્ર જ હતી ત્યાં ક્યારે નણંદ બની ગઈ અને હવે તો દુશ્મન હું હોવ એવું વર્તન કરે છે. ઘણી વખત વહુ ને લાગતાં કે કુટુંબ ને લગતા ફોરવર્ડ કરેલ સાહિત્ય અમારા કુટુંબ ના ગ્રુપમાં શેર કરી ને એવું દેખાડવા માંગે છે કે તે ભાઈ બહેન વચ્ચે જે અંતર આવ્યું તેનું કારણ હું છું પણ હકીકત એ છે કે ભાઈ બહેન વચ્ચે ક્યારેય એટલી આત્મીયતા જ નહોતી. પોતે કોઈ ની ભાભી છે વહુ છે તે નથી વિચારતી. લગ્ન પહેલાં મારા માટે ઈર્ષા હતી ત્યારે હું સમજતી કે નાની છે પોતાના સંસારમાં ખોવશે એટલે ખ્યાલ આવશે. એવું પણ કંઈ થયું નહિ ઉલટું દરરોજ દિવસમાં ત્રણ ચાર વખત મમ્મી પપ્પા ને ફોન કરી વાતો કરી ને ચડાવે છે ઘણી વખત એમ થાય છે કે જે ઘર માટે મેં ૨૨ વર્ષ મારા જિંદગી ના જી એક માનનીય સ્થાને પહોંચી ગઈ હોત. જેટલાં લગ્ન અને ઉત્સાહ થી મેં ઘરને સાચવવાનો પ્રયાસ કર્યો છે એટલો ઉત્સાહ મારા બીજા કોઈ કાર્યમાં લગાડ્યો હોત તો ... ચાલો હવે જે ગયું તે તો ગયું, પણ હવે શું કરી શકીશ તે વિચારવું છે.
કાજલ આમ તો તું મારી બેન ની મિત્ર છો તને આ બધી વાત શેર કરતાં થોડું અજુગતું લાગ્યું પણ પચાસ ની નજીક પહોંચી રહી છું. બાળકો તેની કારકિર્દી ઘડવામાં વ્યસ્ત છે. રાહુલ તેનાં બિઝનેસ ને વધારવાની દોટમાં દોડી રહ્યો છે. સાસુ સસરા બને પોતાના સિનિયર સિટીઝન ગ્રુપમાં વ્યસ્ત રહે છે. તેમનું રૂટિન સાચવી ને પણ મારી પાસે ખાસ્સો પાંચ સાત કલાક નો સમય બચે છે. હવે એમ થાય કે કંઇક કરવું જોઈએ. પણ ઘર ને ઘરમાં રહી મારી શારીરિક અને માનસિક ક્ષમતા પણ ઘટી રહી છે. બધા કહે અપેક્ષા ન રાખવી જોઈએ પણ પારકાં આગળ ન રખાય પોતાના પાસે તો અપેક્ષા રહે જ ને. કવિતા બેન પહેલાં તો તમે દીકરી નથી તે વાત નો જેટલો જલ્દી સ્વીકાર કરી લેશો એટલું સારું છે. તમે તમારી ફરજો સરસ રીતે પૂરી કરી છે. તમે પ્રયત્ન પણ કર્યો કે તમે તે ઘરના દીકરી બનો પણ કોઈ પણ સંબંધ માં બન્ને તરફ ના પ્રયત્ન હોય તો જ જહાજ તરે બાકી તો તે ડૂબવાનું જ છે. તાલી બે હાથે પડાય તેમ જ તમાચો એક હાથે જ વાગે. તમે જે કરી રહ્યા છો તે તમાચો છે. જેમાં ગાલ પણ તમારાં જ લાલ થઇ રહ્યાં છે. એટલે સૌ પહેલાં તો દીકરી બનવાના વ્યર્થ પ્રયાસ ન કરો. બીજું તમે પોતે તમને માન આપો. સ્વીકાર કરો લોકો આવા જ છે તમે નથી તે સારું છે બાકી અત્યારે કોઈના જીવનમાં વમળ કેમ ઉઠે તે જોવા લોકો પથરો ફેકવાના જ.

તમને દુઃખ થાય છે કે મેસેજ કે વિડિયો તમારા માટે શેર થાય છે તો તે જગ્યા થી દૂર ચાલ્યા જાવ. તમને લાગે છે તમારી નણંદ તમને માન નથી આપતી તો તમે શું કામ માન મેળવવા તરસો છો. ઘણાં લોકો હશે જેને સબંધી ન હોય તમે તેમ સ્વીકારી લ્યો અથવા બીજો રસ્તો વાત કરો તકલીફ શોધો શું છે? કાજલ હું ને રાહુલ કોલેજ થી એક બીજા ના પ્રેમમાં હતાં. હું અમારા સમય માં જ્ઞાતિ માં ખુબ જ નામ ધરાવતી કોઈ પણ કાર્યક્રમ હોય કે સ્પર્ધા હોય મારું નામ મોખરે હોય. ખબર નહીં પણ મારા સાસુ અને નણંદ ની ઈચ્છા જ ન હતી કે હું આ ઘરની વહુ બનું પણ રાહુલ ની જીદ ને લીધે લગ્ન કરાવી દીધાં પણ મને વહુ તરીકે સ્વીકારવા ની વાત તો દૂર રહી એક સભ્ય તરીકે સ્વીકાર નહીં. શરૂઆત ના બે વર્ષ તો હું મેહમાન હોઉં તે પણ બિન બુલાયે એવી જ હાલત. કોઈ કામમાં મને સાથે ન રાખે નાના મોટા ઘરનાં નિર્ણય લેવાય જાય પણ જાણ ન થાય. અંતે રાહુલ ને કહી બહારગામ નોકરી શોધાવી ચાલી ગઈ. હદ તો ત્યારે થઈ કે પંક્તિ ની સગાઈ નું નક્કી થઈ ગયું તે અમારા કુટુંબ ની બીજી વ્યક્તિઓ પાસે થી જાણ થઈ. લગ્નની તૈયારી થી લઇ લગ્નની વિધિ ક્યાંય મને આગળ ન કરી એકની એક નણંદ ના લગ્નના ઓરતાં અધુરા રહી ગયાં. પણ થયું સારું ચાલો હવે સમજાશે કે મારી પરિસ્થિત શું થાય છે. એવું કશું જ ન થયું.

કાજલ આજ કાલ કરતાં ૨૨ વર્ષ થયાં પણ મારો સ્વીકાર જ નથી કર્યો. હવે તો મેં નક્કી કર્યું છે કે હું મારા શોખ અને મારો સમય વાપરીશ. કોઈ મને ખુશ રાખે તેની અપેક્ષા છોડી જાત મેહનત જિંદાબાદ સમજી ચૂકી છું. સમય પર મારું કામ પતાવી હવે હું મારા રૂમમાં ચાલી જાવ છું ને હવે તો નોકરીનું પણ વિચારું છું. નાનકડી નોકરી પણ મને મારા માટે સમય કાઢ્યા નો સંતોષ આપશે. છેલ્લા પાંચ વર્ષ થી મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ સસરા શરીર નથી ચાલતું એટલે સાથે આવ્યા છે. પણ મને ક્યારેય પ્રેમ થી બોલાવી હોય કે વાત કરી હોય યાદ નથી. મારા ઘરનાં વરસમાં બે ત્રણ વખત જ જમવા આવે પણ એમની સાથે નું વર્તન પણ અજુગતું હોય.

મને હમેંશા એવી વહુ સાબિત કરવા ની હોડ લગાડી હોય કે જે વૃદ્ધાશ્રમ માં મૂકી આવે ભલે પાંચ વર્ષમાં એમની તબિયત અને વજન બને માં ફેર પડ્યો છે. એવી ભાભી જે ભાઈ બહેન ને છૂટાં પાડવામાં મહત્વનો ફાળો ધરાવે. ભાઈ બહેન વચ્ચે ક્યારેય એટલી લગ્ન પહેલાં આત્મીયતા ન હોય તો પણ વાંક મારો. વહુ પારકી છે એને પોતાની કરવાની કોશિશ ક્યારેય નથી થતી. કવિતા બેન પહેલાં તો સ્વીકારો કે તમે વહુ જ છો શા માટે દીકરી થવાના વ્યર્થ પ્રયાસ કરી રહ્યા છો. સાસુ સસરા ને માતા પિતા માનશો તો અપેક્ષાઓ વધુ રહેશે જે સ્વાભાવિક જ પૂરી નથી થવાની. સગી બહેન પણ ક્યારેક સ્વાર્થી બની સાથ છોડી દે છે. ઈર્ષા નો અજગર એમને પણ ભરડા માં લે છે તો તમારી નણંદને બહેન માનશો તો પણ બહેન બનશે તો નહીં . ધીમે ધીમે કાજલે સ્વીકારી લીધું હતું કે જે વર્તન ૨૨ વર્ષ થી એમ જ છે તેમાં બદલાવ ની આશા ઠગારી જ નીવડે. (#MMO)
દિવસો વીતવા લાગ્યા હતાં નાનકડી એવી સમય પસાર કરવા પ્રવૃત્તિ પણ ચાલું કરી દીધી હતી. અચાનક એક દિવસ પંક્તિ અને તેનો વર અમિત ઘરે આવ્યા અમિત ને કિડની ફેઇલ થઈ રહી હતી. પોતાના શહેરના બધાજ ડોકટરો ની સલાહ લીધી પછી અહીં આવ્યા હતાં. રાહુલ અને તેના પિતા સાથે ગયા શહેરના મોટામાં મોટા ડોકટર ને બતાવવા માં આવ્યું ડોકટરે ત્રણ મહિનામાં જો કિડની ટ્રાન્સપ્લાન્ટ નહીં કરીએ તો જીવનું જોખમ છે જણાવ્યું, પંક્તિ ની કિડની ન મેચ થઈ, રાહુલ ની પણ ન થઈ બંને ના માતા પિતા ની ઉંમર ને કારણે શક્ય જ ન હતું રહી એક કવિતા પણ પંક્તિ ક્યાં મોઢે કહે. ક્યારેય વ્યક્તિ તરીકે ગણતરી નહોતી કરી. કવિતા એ સામેથી જ પોતાના રિપોર્ટ કરાવવા જણાવ્યું અને કોઈ કર્મ નું ફળ ચૂકવવાનું બાકી હશે તેમ પરફેક્ટ મેચ થઈ ગઈ. ચાર દિવસ પછી જરૂરી પ્રક્રિયા પતાવી ટ્રાન્સપ્લાન્ટ ની તારીખ પણ ફાઈનલ થઈ ગઈ. ચાર દિવસ પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું અમિત ને તો જીવનદાન જ મળ્યું. પંક્તિ ધ્રુસકે ધ્રુસકે કવિતા પાસે જઈ રડી. જેના માટે ક્યારેય સારા શબ્દો જ નહોતાં નીકળ્યા તે કવિતાએ પોતાનો જીવ જોખમમાં મૂકી ને પંક્તિ ને વિધવા થતાં રોકી.