Dago ke Majburi? (Part 5) books and stories free download online pdf in Gujarati

દગો કે મજબૂરી? (ભાગ - ૫)

આપે આગળ જોયું...

બંસરી એની મમ્મી ને ગમે એમ કરી ને મનાવી લીધી ને આગળ ભણવાની જીદ પૂરી કરી. કેશવ એ પણ એનો સાથ આપ્યો. એક બાજુ સારા ઠેકાણા શરૂ થઈ ગયા હતા ને બીજી બાજુ દીકરી ને એક આગળ ના ઉચ્ચ લેવલ પર ભણવું હતું.

હવે આગળ...


✴️✴️✴️


ખરેખર જોં દુનીયા માં ભગવાન હોય તો એ માત પિતા જ છે બાકી તો દુનિયા ને ક્યાં તમારા થી લેવા દેવા? દુનિયા માં સાક્ષાત ભગવાન બની ને આવેલ એ કેશવ ઇન્દુ ખરેખર બહુ જ ઉદાર અને ભોળા હતાં, પોતાના છોકરાઓ માટે થઈ ને બધું જ ન્યોચ્છાવર કરવા તૈયાર હતા પણ સમય સાથે ચાલવામાં થોડા પાછળ પડી ગયા.

બંસરી નું ઘર માં બહુ જ માન હતું તો બીજી તરફ કેશવ નો નાનો છોકરો પણ હવે ધંધા માં કદમ થી કદમ મિલાવવા તૈયાર થઈ ગયો તો. ભણતો જાય ને દુકાને મદદ કરતો જાય. બંસરી મોટી થતી ગઈ એમ લગતા જ કેશવ એ એને મોબાઈલ અપાવ્યો કે જેથી છોકરી દૂર આવે જાય છે તો પોતાનાથી જોડાઈ રહે.

કેશવ હંમેશા પોઝિટિવ જ વિચારી ને આગળ વધતો હતો ને પોતાના છોકરા માટે તો એ કઈ પણ કરી છૂટે. મોબાઈલ એક સારી વસ્તુ પણ છે ને ખરાબ પણ, એ વાપરનાર પર આધારિત છે.

બંસરી ને કોલેજ ગાંધીનગર હતી તો એ રોજ બસ થી આવ જાવ કરતી. બસ મા અને કૉલેજ માં એવા કેટલાક છોકરાઓ ની સંગત થઈ ગઈ હતી કે જે કેશવ ને ન'તી ખબર અને નંબર ની આપ લે પણ થઈ ગઈ હતી.

બીજી બાજુ કેશવ ને રોજ એક સારું ઠેકાણું આવતું હતું, કેશવ ને એમ કે એનું ભણતર પતે પછી એણે લગ્ન કરાઈશું અત્યારે સગાઈ કરી ને રાખી દઈશું પણ બંસરી ના જ પાડતી. કેશવ હવે તેના આવા વર્તન થી કંટાળી જતો અને હાથ ઉપાડવાની શરૂઆત થઈ, બંસરી પર નહિ પણ એની માતા પર...! ?

કેશવ એવું કદી નહોતો ઈચ્છતો કે એના બાળકો નો એવો વ્યવહાર થશે ને એને હાથ ઉપાડવો પડશે, એ પણ ઇન્દુ પર. ઇન્દુ બિચારી સાવ ભોળી ને બહુ જ સાદી એની જિંદગી, વગર બોલ્યે માર ખાઈ લેતી. પણ કરેત પણ શું? જાતે કરી ને ઘર ની બદનામી તો ના જ કરે ને? ઇન્દુ બહુ આગળ નું વિચારતી હતી, એના બીજા છોકરાઓ, પતિ ને આ ઘર નું. માની મમતા તો જુઓ, એ પોતે ભૂખી સૂઈ જતી ને બધા ને જમાડી ને સુવડાવી દેતી.

ધીમે ધીમે સમય જતા ઇન્દુ ના બીજા બંને બાળકો ને આ બધું ખબર પડતી ગઈ ને બહેન ને રોકવા નો પ્રયાસ કરતા કે જે કંઈ કરે છે કે ઈચ્છે છે એ બહુ જ ખોટું છે.

બંસરી ને એ સમય માં વસંત સાથે પ્રેમ થઇ ગયેલ હતો પણ ઘર માં આ વાત કોઈને પણ ખબર નહીં. કેશવ ના નાના છોકરા એ એક વખત ઘર ની નજીક માં બહેન સાથે એક છોકરા ને જોઈ ગયો ને એ વાત ઘર માં કરી દીધી.

ધીમે ધીમે નાના બંને ભાઈ અને બહેન સતર્ક રહેતા થયા ને બંસરી નું વધુ ધ્યાન રાખતા થયા પણ બંસરી એટલી જ વધુ જિદ્ધી બનવા લાગી તી. એણે પણ આ વાત નો અણસાર આવી જ ગયો હતો.

કૉલેજ પૂરી થઈ ગઈ હતી ને હવે નોકરી ની શરૂઆત થઈ હતી. અને ભણતર ની લાઈન પ્રમાણે એને નોકરી ની શરૂઆત કરી. શરૂઆત ના દિવસો માં એ સારી રીતે નોકરી કરતી હતી પણ ભોળો સ્વભાવ ફરી વખત બીજે ભોળવાઈ ગયો ને વસંત કરી ને છોકરા ના પ્રેમ મા પડી ગઈ..! ૬-૧૨ મહિના તો કેશવ ને બંસરી ની આવક મળવા લાગી હતી ને એ આવક એને બીજા બંને બાળકો પર ઉપયોગ કરવા લાગ્યો હતો.

બીજી બાજુ બંસરી નો પ્રેમ વસંત પર વધુ વળવા લાગ્યો હતો ને એને કહેવામાં આવી ગઈ હતી. થોડા મહિના પછી એણે પગાર પણ ઘરે દેવાનો બંધ કરી દિધો ને બીજી જગ્યાએ નોકરી શરૂ કરી દીધી.

કેશવ માટે ને પરિવાર માટે આ એક આઘાત જનક પગલું દેખાઈ રહ્યું હતું. અચાનક આવક બંધ થતાં કેશવ મે કંઇક દાળ માં કાળુ હોવાનો અણસાર આવી ગયો ને એની નોકરી ની જગ્યાએ તપાસ કરાવી. તપાસ માં માલૂમ પણ પડ્યું કે એને કોઈક છોકરો લેવા મૂકવા પણ આવે છે.

કેશવ ના મગજ નો પારો હવે વધુ ગરમ થવા લાગ્યો હતો ને એક બાજુ સારા ઠેકાણા વાળા ને જવાબ શું દેવો?

સાંજે જેવી બંસરી ઘરે આવી તો શાંતિ થી કેશવ એ સમજવાનો પ્રયાસ કર્યો પણ બંસરી એક ની બે ના થઈ. 'ને હવે આ રોજ નું થવા લાગ્યું હતું. બે ચાર છ મહિના કરતાં કરતાં વર્ષ નીકળી ગયું ને બંસરી એ પૈસા ના આપ્યા અને સાચું કહેતી જ નહિ. અને બેંક માં તપાસ કરાઈ તો એના ખાતા માં રૂપિયા જ નતા..! ?

કેશવ થી આ પરિસ્થિતિ ના કહેવાય ને આ સહેવાય જેવી થવા લાગી હતી. કેટ કેટલાયે વિચારો માં ખોવાઈ રહેતો ને ધંધા માં એનું ધ્યાન રહેતું નહીં .

ને એ દિવસે તો હાહાકાર મચી ગયો . કેશવ નું એટલું રૌદ્ર સ્વરૂપ કદી એના બાળકો એ કે ઇન્દુ એ નહિ જ જોયું હોય. કેશવે એ દિવસે રાત્રે બંસરી ને ગુસ્સા માં ને ગુસ્સા માં મારવા લીધી ને નોકરી બંધ કરી દેવા કીધું. પણ ન્યુટન ના નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત બંને સામ સામી વિરુદ્ધ દિશા માં સરખી રીતે આવવા લાગ્યા હતા ને ઇન્દુ ને જે બીક હતી એની શરૂઆત થઈ ચૂકી હતી.

બંસરી એ પણ સામે હાથ ઉપાડયો ને ગાળો નો વરસાદ વરસાવ્યો. ઇન્દુ તો સાવ અવાક બની ગઈ ને કંઈ બોલી કે ચાલી ન શકે. એક ભગવાન સમાં બાપ ને એટલી હદે ક્રૂરતા થી ગાળો ભાંડી ને હાથ ઉપાડયો? એટલું ઓછું હતું તો એને વસંત ને મેસજ કરી ને ઘરે બોલાઈ લીધો.

ઝગડો ? હજુ વધુ ઝડપે ફેલાઈ રહેવાની શક્યતા એ કેશવ એ એના નજીક ના ભાઈબંધો ને પણ મદદ માટે બોલાઈ લીધા હતાં.પણ એ નક્કી જ હતું કે કોઈ કોઈના ઘર માં કોઈ માથું ના મારે એ પણ આવા ઝગડા જેવી બાબત માં.

એ રાત્રે તો કંઇક વધુ હદ થઇ ગઈ. કેશવ એ પહેલી વાર વસંત ને એના ઘર માં જોયો હતો. ને વસંત, શું કહેવું એનું? ક્યાં બંસરી ને ક્યાં વસંત? કઈ નાત જાત કે કોઈ ધર્મ તો હોય ને? સાવ નાનામી જેવું એનું કામકાજ ને ખાનદાન..!

કેશવ ના મત મુજબ, પર કાસ્ટ નો એ છોકરો ને ૪૪ વર્ષ ની ઉમર ને એક ૮ વર્ષ ની છોકરી નો એ બાપ કે જેની વહુ પણ જીવિત છે. રંગે એક દમ શ્યામ ને બોલે સાવ નબળો. ના કોઈ સારું પરિવાર એનું કે જેમાં કંઇક સમ્માન ભેર કંઈ જોવા મળે.બાપ દરૂડ્યો ટ્રક ડ્રાઇવર ને દારુ પીને અકસ્માતે માર્યો ગયેલો ને એની માતા ના આડા ધંધા વેશ્યાવૃત્તિ જેવા અને અવળચંડાઇ ને લીધે ભાઈ સાથે એનો રાગ નહિ.

ખબર નહિ બંસરી ને શું એમાં ગમ્યું હશે? પરિવાર અખો ચિંતા માં ખોવાઈ ગયો ને હવે કરવું શું એની મથામણ માં ઘુંચવાઈ ગયો. કેશવ એ એના મામાં ને ભાઈ ની મદદ માટે અહી બોલાઈ લીધા ને બંસરી ને સમજાવવા કીધું.

ધીમે ધીમે કરીને વાત અખા સોસાયટી માં ને ખાનદાન માં ફેલાવા લાગી પણ કોઈ મદદે આગળ ના આવ્યું. આ એક જ પાસુ કેશવ ને બહુ જ ખટકી ગયું ને સાચું ને ખોટું સાથીદાર કોણ એની ઓળખ થઈ ગઈ.

હજુ ૨ દિવસ પણ થયા નહિ ને બંસરી ઓફિસ થી ભાગી ગઈ, વસંત ના જૂના ઘરે. એતો કેશવ ને CBI માં ઓળખાણ હતી તો રાત્રે લોકેશન ટ્રેસ કરી ને CBI વડા એ બંસરી ને ફોન કરીને ઘરે જવા કીધું નહિતર એ પરાણે લઈ જશે ત્યાંથી.

અન ઓફિસલ સમાચાર મુજબ, વસંત ની પત્ની એ આપઘાત કરી લીધો હતો. ને કેશવને વધુ ખરાબ થવાની ભીતી થવા લાગી ને મામાં ને કૈક કરવા કીધું . પણ સમય બહુ જ ઓછો હતો ને કાયદા પુરુષ વિરોધી જ હતા એટલે કંઇ કરી પણ ના શકે. બહુ બધા ડર વચ્ચે નક્કી કર્યું કે નોકરી એ નહિ જવા દે ને 2 સગા વહલા ને ઘરે બોલાઈ લીધા રોકવા માટે.

તારીખ : ૨૩/૦૧/૨૦૧૫...

કેશવે મનોમન નક્કી કરી જ લીધેલ હતું કે આજે નોકરી કરવા નથી મોકલવી અને સગા વ્હાલાઓને ને બોલાઈ લીધા હતા. કેમ કે કેશવ ને ખબર પડી જ ગઈ હતી કે આજે જો એ જશે તો કદી પછી નહિ જોવા મળે કેમ કે એ ભાગી ને લગ્ન કરી લેવાની હતી.

એવામાં એક સગા ને લાગ્યું કે કેશવ ખાલી ખાલી ટેન્શન લે છે. બંસરી એ ખાતરી આપી બધા ને કે એ આવું કામ નહિ કરે ને એને બોલાવશે પણ નહીં . બધા નો વિશ્વાસ જતાવી ને બંસરી હરખભેર ઓફિસ જવા નીકળી. ઓફિસે બંસરી ને એનો નાનો ભાઈ મૂકવા ગયો કે જેથી પરિસ્થિતિ નો તાગ મળે.

ખરેખર કુદરતે ધારેલ હોય એને કોઈ પણ રોકી ના શકે એમ કહેવું વધુ ઉચિત છે કે અસમજણ થી ભરેલ પગલું ને જીદ સામે કોઈ ના ટકી શકે એ વધુ ઉત્તમ છે? એમ બંસરી ઓફિસ તો જાય છે ૩૦ મિનિટ કામ પણ કરે છે ને ઓફિસ નો મોબાઈલ પાછો આપી દીધો ને વસંત ની સાથે પોતાની નવી જિંદગી આગળ વધવા માટે નીકળી પડે છે.

ઓફિસ થી નીકળી ને સૌ પ્રથમ તો એને કોર્ટ લગ્ન કરી લીધા એટલે કોઈ પરિવાર ની ચિંતા નહિ, ને આ બધા જ પ્લાન તો વસંત ના જ હતા. બાકી બંસરી ને આ બધી માયાજાળ માં કઈ આવડતું જ નહિ.

એટલું ઓછું હોય એમ..

બંસરી પાસે પોતાના જ ભાઈ અને પિતા પર પોલીસ કેસ કરાવ્યો જેથી ભવિષ્ય માં વસંત ને તકલીફ નહિ ને ખોટા આરોપ લગાવી દીધા. આ બધા કરવા પાછળ પણ હજુ બંસરી ને પોતાના પરિવાર ને ખોવાની બીક નથી કે ભવિષ્ય ની ખબર નથી.

હવે આગળ.. પોલીસ સ્ટેશન માંથી...

કેશવ અને એનો નાનો છોકરો મિત, બીજા સગા સબંધી ને ફ્લેટ ના અમુક સભ્યો ને લઈ ને પોલીસ સ્ટેશન જવા રવાના થયા. મન માં ઘણો ડર ને ગુસ્સા સાથે બધા પોલીસ સ્ટેશન પહોંચે છે ને બીજી તરફ ઇન્દુ ને પરિવાર ના બીજા સભ્યો સાથે મૂકી ને જાય છે.

પોલીસ સ્ટેશન માં બંસરી ને વસંત બંને અમુક લોકો સાથે હાજર જ હતા ને એમને પોલીસ એ બહાર જ રાખ્યા હતા.

પોલીસે ઉલટ તપાસ કરી અને અમુક પ્રશ્નો પૂછ્યા ને બંસરી ને પણ બોલાઈ લીધી ને કીધું ને સમજાવી કે આ કદાચ તારી છેલ્લી મુલાકાત હસે પરિવાર થી. તારી ગણતરી શું છે? આ ઘણું ખોટુ પગલું છે, હજુ વિચારી જો.

પોલીસ ની સામે કેશવ તો રડી જ પડ્યો ને એને પોતાનું ભાન જ ના રહ્યું. બધું કરારનામુ લખાયા પછી પણ કેશવ ને એની સાથે આવેલ લોકો કલાક સુધી રોકાઈ ગયા. પોલીસ અધિકારીઓ એ કેશવ ને મિત પર લગાવેલ બધી જ કલમ નીકાળી દીધી કારણકે એમને અંદાજ આવી જ ગયો કે કેસ બનાવટી હતો ને આખો છોકરી પર બનાવી દીધો હતો.

પોલીસ અધિકારી ની સલાહ મુજબ નોટરી પણ કરાઈ લીધી જેથી કરી ને પોતાના બાળકો ને ભવિષ્ય માં સંપત્તિ ને જાન માલ ની તકલીફ નહીં.

કેશવ ના મગજ માં હજુ પર આ પ્રશ્નો ઘર કરી ગયા છે અને વસંત ને મારી નાખ્યો હોત તો આ દિવસ ના આવતા એવા ખોટા વિચારો માં ફરે છે.

* શું ખરેખર બંસરી એ પરિવાર ને દગો કરી ને લગ્ન કર્યા હતા કે પરિવાર ના બચાવ માટે?
* વસંતે જ એની પત્ની નું મોત લાવી દીધું હતું કે બંસરી ના હાથે કરાવેલ?
* બંસરી એ બચાવેલ પૈસા નું કરેલ શું હતું? અને ક્યાં મૂક્યા હસે?
* કોઈક ના કહેવા પ્રમાણે, આ તો કાળા જાદુ નો કમાલ છે. શું આ હકીકત હોય શકે?
* શું ખરેખર વસંત ની આ સંપત્તિ હડપ કરવાની રમત હતી?
* શું બંસરી માટે આ દગો કહી શકાય કે મજબૂરી?
* શું ખરેખર આપડા બંધારણમાં આ લગ્ન માટેના કાયદામાં ફેરફાર ની જરૂરત છે?


???


આપ આપના અભિપ્રાયો મને કોમેંટ્સ દ્વારા શેર કરી શકો છો ને "Follow" કરવાનું ના ભૂલતા.

જો આપને ખરેખર જ આ શ્રેણી ગમી હોય તો મને યોગ્ય રેટ આપવાનું ભૂલતા નહીં .

હું બહુ જ જલ્દી પછી ફરું છું બહુ જ રોમાંચિત વાર્તા સાથે, આપનો આભારી રહીશ અગર આપ મારી વાર્તા ને વધુ audiance સુધી પહોંચાડી શકશો.


?