Yakshini Pratiksha - 12 books and stories free download online pdf in Gujarati

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૧૨

આગળ જોયું કે મહાદેવએ અઘોરીને જે વરદાન આપ્યું તેનાં વિશે ઓમ વાતચીત થઈ અને ઓમને પોતાની વાસ્તવિકતાની જાણ થઈ.

યક્ષીણી અઘોરીનાં આહવાન પર તેની પાસે ગઈ. ઓમ એ આંખો બંધ કરી યક્ષીણીને જોઈ અને તે પણ અદશ્ય થઈ ગયો.

"ઓમ અઘોરીને મારી શકશે...ગુરુમાં?" રઘુવીર એ પુછયું.

"હા, ઓમનું વાસ્તવિક રૂપ એટલું પ્રચંડ છે કે આજ સુધી તેમની સામે કોઈ જીતી શકયું નથી." ગુરુમાં એ કહ્યું.

બીજી બાજુ ઓમ એક તુટેલા કિલ્લામાં પહોંચે છે. ત્યાં મંત્રોચ્ચારનો અવાજ આવતો હતો.ઓમ તે અવાજ જ્યાંથી આવતો હતો તે તરફ ગયો. અઘોરી યજ્ઞવેદી સામે બેઠેલો હતો અને મંત્રોનાં જાપ કરતો હતો. ઓમ એ બીજી તરફ નજર કરી જોયું તો સામે યક્ષીણી ઊભી હતી. યક્ષીણી ની આજુબાજુ પીળાં રંગના પ્રકાશ વાળું એક ચક્ર બનેલું હતું. યક્ષીણી તે ચક્રની બહાર ન આવી શકિત હતી.અઘોરીની નજર ઓમ પર પડી.

"તું આવી ગયો, યક્ષીણીની વાતો સાંભળી મરવા આવ્યો છે અહીં.....?
જાણતો નથી મારી શકિતો હજી....., તું મનુષ્ય રુપમાં મારું કશું બગાડી શકે નહીં.....હજી પણ સમય છે જતો રહે અહીંથી.."
અઘોરી બોલ્યો.

"મુર્ખ , હું અહીં મરવા નહિં મારવા આવ્યો છું..." ઓમ એ કહ્યું.

અઘોરીએ મંત્ર બોલી ઓમને વશમાં કરવાની કોશિશ કરી પણ તે અસફળ રહ્યો.તે ફરી વશીકરણ મંત્ર બોલ્યો.

"મારી મંત્રશકિતની અસર કેમ નથી થતી" અઘોરી એ કહ્યું.

ઓમ એ આંખો બંધ કરી.ઓમને જોઈ અઘોરી ચોંકી ગયો.
ઓમ હવે ઓમ ન હતો. તેને મૃગચર્મ પહેરેલું હતું. તેની કાયા ભુરા રંગની હતી. કંઠમાં મુંડમાળા હતી. તેની લાંબી જટાઓ હતી. તેના હાથમાં ધારદાર તલવાર હતી.

"વીરભદ્ર......." અઘોરી ગભરાઈને બોલ્યો.

"હા દુષ્ટ, તારા પાપોનું ફળ ભોગવવાનો સમય આવી ગયો છે. તારું મૃત્યુ તારી સામે ઊભેલું છે....મરવા માટે સજ્જ થઈ જા."

અઘોરી મંત્રો બોલવા જ જતો હતો કે ઓમ એ એક ફુંક થી જ યજ્ઞવેદીની આગ ઓલવી નાંખી.

"દેવ, મેં મહાદેવ પાસે વરદાન માંગેલું કે કોઈ મનુષ્ય જ મને મારી શકશે, તમે મને ન મારી શકો." અઘોરીએ કહ્યું.

"હું મનુષ્ય જન્મ લઈને એટલે જ આવ્યો છું કે તારો વધ કરી શકુ , હા...., મારા વાસ્તવિક સ્વરુપમાં તારી સામે ઊભો છું પણ દેહ તો મનુષ્ય નું જ છે. તું સત્કાર્મો કરીને અમર રહી શકતે પણ તારા જ કર્મો એ તારું અમરત્વ છીનવી લીધું." ઓમ એ કહ્યું.

"મને માફ કરી દો." અઘોરીએ હાથ જોડીને કહયું.

"ર્નિદોષ લોકોની હત્યા કરી ત્યારે તને દયા આવેલી.....! જાનવર , મનુષ્ય બધાંને જ તે ક્રુર બની મૃત્યુ આપ્યું.....ને હવે તું માફી માંગે છે.હું મહાકાલનું સ્વરુપ વિરભદ્ર છું. મહાકાલનો આદેશનો હું અસ્વીકાર ન કરી શકું.તને ખબર છે એક વાર મને મહાદેવ મોકલે છે તો હું વિનાશ કરીને જ જાવ છું.મને કોઇ રોકી શકતું નથી ના દેવ ના અસુર....તો તું શું મને રોકવાનો." ઓમ એ કહ્યું.

ઓમ એ અઘોરીને જોરમાં ધક્કો માર્યો .અઘોરી નીચે પડી ગયો. ઓમ એ તેની તલવારથી અઘોરીનું ગળું કાપી નાખ્યું.તેનું માથું યજ્ઞવેદીમાં પડયું.ઓમ એ તેની શકિતથી યજ્ઞવેદીમાં અગ્નિ ઉત્પન્ન કરી. અઘોરીનું મુખ ભસ્મ થઈ ગયું.

ઓમ એ યક્ષીણીનો હાથ પકડો ને તરત જ અઘોરીનું રચેલું ચક્ર તુટી ગયું. યક્ષીણી આઝાદ થઈ ગઈ.ઓમ એ કમંડલ હાથમાં લીધું.

ઓમ અને યક્ષીણી અદશ્ય થઈ યક્ષીણીનાં વનમાં ગયા.ત્યાં ગુરુમાં બંનેની રાહ જોતા હતા. ઓમ એ કમંડલ યક્ષીણીને આપ્યું. યક્ષીણી એ તેનાં કપાળ પર કમંડલની ભસ્મ લગાવી. તરત જ તેનાં શરીર પર તેજ દેખાવા લાગ્યું.તેને તેની શકિત ઓ મળી ગઈ.

તેવામાં જોરથી પવન ફૂંકાયો. સામે એક આકૃતિ દેખાય. તે સ્વયં મહાદેવ હતાં.

"વિરભદ્ર મેં તને જે કામ માટે મોકલ્યો હતો તે પુર્ણ થયું." મહાદેવ એ કહ્યું.

"મહાદેવ હું તમારી યોજનાનો ભાગ બની તે મારા માટે સૌભાગ્યની વાત છે, પ્રભુ મારું જીવન ધન્ય થયું." ગુરુમાં એ કહ્યુ.

"તારા ત્રણેય જન્મોમાં તે મારી ભકિત કરીને જીવન વીતાવ્યું છે હવે તારું સ્થાન અહીં નથી. હું તને તારી ભકિતથી પ્રસન્ન થઈ વરદાન આપું છું કે જયાં સુધી તું મારી ભકિત કરશે ત્યાં સુધી તારી મૃત્યુ નહીં થશે અને તું સમગ્ર બ્રહ્માંડમાં વિચરણ કરી શકશે.પૃથ્વી લોકની સીમા તને બાધ્ય નથી.

ઓમ.....તું આ મનુષ્ય દેહનાં સબંધીઓને મળીને બંધનથી મુક્ત થઈ જા તારો જન્મ ઉદ્દેશ પુર્ણ થઈ ગયો છે અને તારા આ દેહનાં માતા પિતાની એક જ સંતાન છે તો તું એમને તારી વાસ્તવિકતા જણાવી દે." મહાદેવ એ કહ્યું.

"મહાદેવ હું અહીંથી યક્ષ લોક જઈ શકું છું?" યક્ષીણીએ પુછયું.

"હા....."એટલું કહી મહાદેવ અદશ્ય થઈ ગયાં.

"ઓમ....મહાદેવની લીલા ભલે હોય છતાંય તમે મારા માટે જે કર્યું છે એ હું કયારેય નહીં ભુલુ." યક્ષીણી એ કહ્યું.તે અદશ્ય થઈ ગઈ.

ઓમ અદશ્ય થઈ તેના ઘરે પહોંચ્યો.

"ઓમ , તું ઠીક તો છે ને..... કયાં ગયેલો...તને તારી મમ્મીની કોઈ ચિંતા નથી..." ઓમની માતા સ્નેહા એ કહ્યું.

"મમ્મી, મને કશું નથી થયું ચિંતા ન કરો, મારે તમને કંઈ કહેવું છે." ઓમ એ કહ્યું.

"હા, બોલને...." સ્નેહા એ કહ્યું.

ઓમ તેનાં અસલી રુપમાં આવ્યો.

"મમ્મી...ડેડી..., આ મારી વાસ્તવિકતા છે હું મહાદેવનું રુપ વિરભદ્ર છુ અને હવે હું મહાદેવ પાસે જાઉં છું." ઓમ એ કહ્યું.

ઓમનાં માતા-પિતા ચકિત થઈ ગયા.

"એક દેવ અમારી સંતાન...?" કિશનભાઇએ કહ્યું.

ઓમ એ આખી વાત કહી સંભળાવી.

"પણ તમે મારી સંતાન બનીને જન્મ લીધો છે તારા સિવાય અમારુ કોણ છે....ઓમ કે તું આમ જવાનું કહે છે...." સ્નેહા એ કહ્યું.

"મમ્મી , હું મહાદેવથી દુર ન રહી શકું....મનુષ્ય દેહ એક દિવસ છોડવો જ પડશે......" ઓમ એ કહ્યું.

"હા, પણ...." સ્નેહાને બોલતાં અટકાવી ઓમ એ કહ્યું, "મમ્મી- પપ્પા તમારા આ જીવનમાં તમને જયારે મારી જરૂર પડશે ત્યારે મને યાદ કરજો હું તમારી સામે ઉપસ્થિત થઇ જઈશ."

ઘરમાં બધાને મળી ઓમ અદશ્ય થઈ ગયો અને મહાદેવ પાસે ગયો.

"મહાકાલ હું બધાં બંધન છોડીને આવી ગયો છું , તમે પુનઃ મને તમારા દેહમાં સ્થાન આપો.." વિરભદ્ર એ કહ્યું.

ઓમ મહાદેવમાં સમાય ગયો...

---------××××××××××××××----××××××××××------------