Apradh - 7 books and stories free download online pdf in Gujarati

અપરાધ - ભાગ - ૭

વિરુભા ચોગાન માં પડેલ પોટલું ખોલવામાં વ્યસ્ત હતા તે દરમિયાન તેમની પીઠ પાછળ શું ચાલી રહ્યું છે તેનાથી અજાણ હતા જો તેઓએ થોડી સાવચેતી રાખી હોત તો તેઓ તેમની સાથે બનનારી ધટના થી તેઓ બચી ગયા હોત.

ધડીના છઠ્ઠા ભાગમાં આ ખેલ થયો.

હવાને ચીરતી કોદારી ની તીક્ષ્ણ અણી વિરુભાના મસ્તક તરફ આગળ વધી રહી હતી બરાબર તેજ સમયે વિરુભાનાં હાથમાં રહેલું પોટલું સહેજ નમ્યું અને પોટલાને સીધું કરવા માટે તેઓ પણ સહેજ નમ્યા.

વિરુભા સહેજ જુક્યા એટલે સુહાસે હવામાં વિંજેલી કોદાળી વીરુભાના માથાને બદલે ડાબા ખબાથી સહેજ નીચેના ભાગમાં વાગી અને વાતાવરણ એક કારમી ચિખથી ગુંજી ઉઠ્યું.

વીરુભા સ્વસ્થ થાય એ પહેલાં લોખંડના પાઇપનો એક જોરદાર ફટકો વિક્રાંતે ફટકાર્યો અને વિરુભાં જમીનદોસ્ત થઈ ગયા.

તેમનુ શરીર જમીન પર પટકાયુ કે તરત જ અભય તેમના ગળા પાસે હાથમા દોરડુ લઈને તૈયાર જ હતો.

ઘડીના છઠ્ઠા ભાગમાં આ ખુની ખેલ રચાઈ ગયો.

વિરુભાનુ પાર્થિવ શરીર અત્યારે જમીન પર પડ્યું હતું.

"હવે શું થશે?" સુહાસ કાંપતા અવાજે બોલ્યો.

"જે થવાનું હતું એ થઈ ગયું છે, હવે આ બંને ને શું કરવાનુ છે એ વિચારો." વિક્રાંત શાંત અવાજે કહ્યું.

"એક કરતાં બે ભલા, આમ પણ ખાડો તો ખોડેલો જ છે બે ને પધરાવી દઈએ." અભય નફ્ટાઈ સાથે બોલ્યો.

"આવા સમયે પણ તને મજાક સુજે છે." વિક્રાંત ગુસ્સાથી બોલ્યો.

"મજાક નથી કરતો સાચું જ કહું છું, હવે આ બંને ના અંતિમ સંસ્કાર સાથે જ કરી નાખીએ કોઈને કંઈ ખબર નઈ પડે તમે ચિંતા ના કરો." અભય ગંભીરતા થી બોલ્યો.

તેઓ ત્રણેય મળીને વિરુભા અને પેલા પોટલાને ખાડામા દફનાવી દીધા ત્યારબાદ ત્યાં એક પીપળાનું વૃક્ષ વાવી દીધું.

"આજે સુરજ પશ્ચિમ દિશામાં ઊગ્યો છે કે શું?" ઇન્સ્પેક્ટર રાજીવે ચોકી માં પ્રવેશતા જ પૂછ્યું.

"કેમ સાહેબ આવું પૂછો છો!" હવાલદાર દામોદરે કહ્યું.

વીરુભા હજુ સુધી આવ્યા નથી એટલે.

હા, તમારી વાત સાચી સાહેબ સુરજ કદાચ ઉગવાનું ભુલી જાય પણ વિરૂભા પોતાનો સમય ના ચુકે.

જરા તપાસ તો કરો શું થયું છે એટલું કહીને ઇન્સ્પેક્ટર રાજીવ તેમની કેબિન માં ચાલ્યા ગયા.

@@@@@@@@@@@@@

આજનો દિવસ

હવામાં કપૂર તેમજ ગૂગળ ની સુવાસ અને મંત્રોચ્ચારથી નીકુલનુ ઘર પવિત્રમય લાગતું હતું.

શાસ્ત્રીજી અને તેમના અનુયાયીઓ દ્વારા હવનનું શુભ કાર્ય થઈ રહ્યું હતું.

હવનના કારણે અત્યારે વાતાવરણ માં સકારાત્મક ઊર્જાનો વ્યાપ વધી રહ્યો હતો.

બધા જ સભ્યો અત્યારે એકદમ તલ્લીન થઈને હવનમાં બેઠા હતા પરંતુ ભવિષ્યમાં બનનારી ઘટનાથી તેઓ તદન અજાણ હતા.

પીતાંબર ધારણ કરીને શાસ્ત્રીજી અત્યારે એક પછી એક આહુતિઓ અપાવતા હતા.

ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળ પર અને બજુબંધથી સહેજ નીચે ચંદનનું ત્રિપુંડ સાથે શાસ્ત્રીજી ચંડીપાઠ કરી રહ્યા હતા તેમનો જાડો અને ઘેરો અવાજ વાતાવરણમાં જાણે કે કંપન ફેલાવી રહ્યો હતો.

છેલ્લી દોઢેક કલાકથી હવનમાં બેસવાને લીધે અવિનાશને તરસ લાગી હતી આથી બાજુમા રાખેલ પાણીની બોટલમાંથી પાણી પીવા માટે તેણે હાથ લંબાવ્યો અને તેનું ઢાંકણ ખોલીને પાણી પીવા જતો હતો ત્યાંજ તેના શરીરે એક ધ્રુજારી અનુભવી અને બોટલમાં રહેલું બધું જ પાણી તેણે હવન માં ઢોળી દીધું.

તેના આ કૃત્યને લીધે હવનમાં રહેલી અગ્નિ બુઝાઈ ગઈ અને હવનનો ધુમાડો આજુબાજુમાં ફેલાવા લાગ્યો.

તેઓ કોઈ કંઇ સમજે તે પહેલા હવામાં એક અટ્ટહાસ્ય રેલાયું અને ધુમાડામાથી એક માનવ આકૃતિ આકાર લેવા લાગી.

એક તીવ્ર ચીસ બધાએ સાંભળી અને ચીસ આવી હતી તે દિશામાં જોવા લાગ્યા.

(ક્રમશ:)