marubhumi ni mahobbat - 16 books and stories free download online pdf in Gujarati

મરુભૂમી ની મહોબ્બત - 16

ભાગ : 16

જેસલમેર ની જે હોટેલમાં અમે ઉતર્યા હતાં એ જ હોટેલમાં બે આતંકીઓ દેશવિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યા હતા.જો કે એ વાત ની ખબર અમને ખુબ પાછળ થી પડી.

હું અને વિક્રમસિંહ જેસલમેર પહોંચ્યા એ દરમિયાન એ ખતરનાક ઓફિસરે મારી આખીય કુડળી કાઢી લીધી હતી. હું કેવાં બેકગ્રાઉન્ડમાં થી આવું છું. મારા વર્તમાન સમયમાં હું કેવાં કેવાં લોકોથી હળુમળુ છું.. વગેરે વગેરે....

વિક્રમસિંહ અત્યારે સૂટ બુટમા હેન્ડસમ લાગી રહ્યા હતા આટલાં દિવસ ની વધારેલી દાઢી નીકળી અને એક ચુસ્ત, પરફેક્ટ ઓફિસર નો ચહેરો મારી સામે આવ્યો હતો. એમની મૂછોના વળાંક ધારદાર હતાં. તેઓ નખશિખ રાજપૂત હતાં. એમનાં એક ભાઈ જીતેન્દ્ર સિંહ રાઠોડ જેસલમેર બોર્ડર પર હતાં.

વિક્રમસિંહ રાઠોડ ની વાતો સાભળવાની મને મજા આવતી હતી. મને ગર્વ થતો હતો કે હું એવી ટીમ નો મેમ્બર બન્યો હતો જેનાં લોહીના કણેકણમા ભારત વસતું હતું. સાથે સાથે મને શરમ પણ આવતી હતી કે એક છોકરી મારા દિલોદિમાગ ઉપર હાવી થઈ રહી હતી.

જેતપાલ ના ઘરમાં થી મળેલા મહેકના ફોટાઓ મને વિચલિત કરી ગયા હતા. એ મારી મહેબૂબા હતીઐ.હૈયામાં એની તસ્વીર ને હું સતત પંપાળી રહ્યો હતો આવાં સમયે કોઈ બીજી વ્યક્તિ પાસે થી એની તસ્વીરો મળતાં જ મારો અહંકાર ફુફાડા મારી રહ્યો હતો.

મહેકને મળ્યા વગર મને ચેન નહોતું મળવાનું..

હું ,હીના અને વિક્રમસિંહ રાઠોડ જેસલમેર ની હોટેલ ના એ કમરાની અંદર ત્રિકોણાકાર ગોઠવાયા.

અમારી વચ્ચે એક લેપટોપ પડયું હતું.

હીના અને વિક્રમસિંહ રાઠોડ અગાઉ મળી ચુક્યા હતા.

અમારા ચીફ શ્રીવાસ્તવ સાહેબ સાથે હીના ની વાત થઈ હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ મીશન માટે હજુય બીજા ઓફિસર તમારી આસપાસ જ ગોઠવાયેલા છે.જરૂર પડશે એમ તમને મદદ મળતી રહેશે. ત્યાં સુધી તમારે જાતે કોઈનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન ન કરવો.

" વેલ...નાઉ સ્ટાર્ટ..." વિક્રમસિંહ રાઠોડે શરૂઆત કરી.

એમનાં અવાજ મા ગજબનો પ્રભાવ હતો. હું અને હીના સ્થિર બની એમને સાભળતા રહ્યા.

" સ્મિત અને હીના... તમને બેય ને આ મિશન માટે સિલેક્ટ કર્યા એ વખતે આઈ બી નો રિપોર્ટ એવો હતો કે રાજસ્થાન સરહદે કોઈ ટેરિરિઝમ એકટીવીટી શરૂ થઈ છે. ચારેક આતંકીઓ જેસલમેર બોર્ડર પરથી દેશમાં ઘુસ્યા હોવાની બાતમી પણ સાચી પડી.આ આખાય મિશનમાં કેન્દ્ર સ્થાને નિમ્બલા ગામ હતુ. એનું મુખ્ય કારણ એ હતું કે જેતપાલ નામનો એક શખ્સ શકમંદ વ્યક્તિ તરીકે ફ્રન્ટ મા હતો.એ ટી એસ ના ઓફિસર સતત જેતપાલ ની હીલચાલ પર નજર નાખી રહ્યા હતા. એ કયાં જાય છે..? કોને મળે છે..? વગેરે વગેરે...જેતપાલ જીગરનુ પડીકું કહેવાતો.કોઈપણ કામ એ પોતાની હોશિયારી અને બાહોશીથી પાર પાડતો.આસપાસના વિસ્તારમાં એનુ વજન પડતું એથી જ કદાચ વધારે પૈસા ની લાલચમાં આતંકીઓ એ એને ટાર્ગેટ બનાવ્યો. આતંકીઓ ને ઘુસાડવામા એણે મદદ કરી હશે એ તો ચોક્કસ વાત હતી પણ, આપણો પ્રોબ્લેમ જેતપાલ નહોતો. લાલચમાં જેતપાલ જેવા યુવાનો લલચાય એ નોર્મલ હતુ પરંતુ, આતંકીઓ પેલે પારથી આ પાર આવ્યા તો એમને લાવનાર મુખ્ય હાથા કોણ હતા એ આપણે સમજવું હતું. એનાં લીધે જ આપણે જેતપાલ ને છૂટો રાખેલો...જેથી .અંદાજ આવે કે એ કોને કોને મળે છે..? હવે એમાં ત્રણ વ્યક્તિ નજર સામે આવી.. એક બાળમેર ના સેવાભાવી નેતા સત્યદેવજી... બે જેસલમેર ના હેબતખાન..અને ત્રણ નિમ્બલા ગામ ના સોહનજી....સત્યદેવજી ની નજર હેઠળ જેતપાલ નો ઉછેર થયો છે.. તેઓ એક સેવાભાવી સંસ્થા ચલાવે છે પરંતુ, એમનો અંદર નો ભેદ આપણે સમજવાનો બાકી છે... હેબતખાન ઘણીવાર જેલમાં ગયેલો છે.એનો ક્રાઈમ રેકોર્ડ ફેમસ છે.હાલમાં એ એની ત્રણ વોલ્વો જેસલમેર થી અમદાવાદ રૂટ મા ચાલે છે. સોહનજી સાથે જેતપાલ ને સારાં સંબંધ હતાં પરંતુ, કહેવાય છે કે જેતપાલ જે થાળીમાં ખાતો એમાં જ થુકયો.. સોહનજી ની સુંદર છોકરી મહેક ના પ્રેમ મા પડ્યો અને એવી પણ વાતો ઉડે છે કે એ છોકરી ના પ્રેમ મા એણે જીવ ખોયો.જેતપાલ નું મૃત્યુ અકસ્માત મા થયુ. અફવાઓ એવી પણ ફેલાઈ કે સોહનજી એ પોતાની આબરૂ બચાવવા જેતપાલ નું કાસળ કાઢી નાખ્યું... ખેર... એ આપણો પોઈન્ટ નથી પણ જેતપાલ નું અણધાર્યું મોત થતાં જ આપણી મુશ્કેલી વધી ગઈ કેમ કે એ પ્યાદુ હતો...આતંકીઓ સુધી પહોચવાનો.... હવે..આઈ બી એ પરફેક્ટ રિપોર્ટ આપ્યો છે કે ટેરિરિઝમ એકટીવીટી નું કેન્દ્ર રાજકુમારી મુમલ નો મહેલ જ છે.....

" પણ સર..અમે ત્યાં જઈ આવ્યાં... ત્યાં મુમલની મેડીના ખંડેર અવશેષો સિવાય કશુંય બચ્યું નથી... ફક્ત ત્રણ દિવાલો ઉભી છે...આસપાસ દુર દુર સુધી ચકલુય ન ફરકે એવું ભેકાર રેગીસ્તાન પડ્યું છે..." હીના બોલી.

" હજું એક વખત તપાસ કરવી પડશે.."

" સર...એક સજેશન આપું..." મે વચ્ચે દખલ કરી.

" ઓફકૌર્સ....ઓફિસર..." વિક્રમસિંહે સ્મિત કર્યું.

" મને લાગે છે કે સોહનજી ને આપણે ફોર્સ કરી શકીએ."

" એ તો કરીશું પણ સૌથી પહેલાં આપણે આતંકીઓ ને રોકવા પડશે...જો બીજા હુમલા ને તેઓ અંજામ આપવામાં સફળ રહેશે તો આપણે ધરતીમાં સમાઈ જવું પડશે...મારે અમદાવાદ ના રિપોર્ટ જોઈએ છે..."

" અમદાવાદ મા આવેલા આતંકીઓ એ જે વાન નો ઉપયોગ કર્યો હતો એ વાન અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ના કમ્પાઉન્ડમાં છે.એનો માલિક પણ હિરાસતમા છે.એ બિચારો નિર્દોષ લાગે છે. મે કાલે જ પી આઈ ચાવડા ને ફોન કર્યો હતો. એણે જણાવ્યું કે વાન મોલ સુધી પહોચાડવા માટે એને ડબલ ભાડું મળ્યું હતું. બેય આતંકીઓ ની સાથે એક મોટો પડછંદ આદમી હતો.. જે ગેટ આગળ આતંકીઓ ને ઉતારી વળતાં મારી વાનમાં જ આવ્યો હતો. એ ગુજરાતી નહોતો. મારવાડી હતો.એણે વળતાં મને સારી હોટેલમાં જમાડ્યો હતો. વાનમાં બેઠેલા બેય ના ખભે કાળાં થેલા લટકતાં હતાં... એક મોટો કોથળો પણ એમની પાસે હતો.. જેમાં કદાચ હેવી હથિયારો હોઈ શકે... " હીના એ રિપોર્ટ આપ્યો.

" એમનાં વર્તન વાણી ઉપર થી શક પણ ન ગયો... બેવકૂફ ને...." વિક્રમસિંહ દાત કચકચાવીને બોલ્યા.

" એનું કહેવું હતું કે બેય છોકરા આખેય રસ્તે એક શબ્દ પણ બોલ્યા નહોતા..." હીના એ જણાવ્યું.

" અને.. અમદાવાદ સુધી એ આતંકીઓ શેમાં પહોંચ્યા.?

" એની કોઈ ઈન્ફર્મેશન મળી નહીં.."

" કદાચ એ હેબતખાન ના વોલ્વોમા જેસલમેર થી અમદાવાદ પહોંચ્યા હોય..." મે તર્ક લડાવ્યો.

" પોઈન્ટ... બની શકે.. પણ આપણે હવે ધારણાઓ માથી બહાર આવવું પડશે અને પરફેક્ટ વીઞન સુધી પહોચવુ પડશે..." વિક્રમસિંહ બોલ્યા.

આ પ્રકારે અમે ચર્ચા કરી રહ્યા હતા બરાબર એ જ સમયે અમારા બાજુના કમરામાં બેઠેલા આતંકીઓ કોઈની રાહ જોઈ રહ્યા હતા.

તેઓ ગુજરાત જવાની તૈયારી કરતાં હતાં.

અમે રાજસ્થાન મા એમની શોધખોળ કરતાં હતા.

એ આખીય ચર્ચા ના અંતમાં અમે એ નિર્ણય પર પહોંચ્યા કે રાજકુમારી મુમલની મેડી આસપાસ વિક્રમસિંહ વેશપલટો કરી ને પડયાં રહે... એ સિવાય કોઈ રસ્તો જ નહોતો.
મૂમલ ની મેડી આસપાસ પીવાના પાણી ની પણ વ્યવસ્થા નહોતી. આસપાસ કોઈ હોટલ હોવાની તો વાત જ ન આવે... ચોમેર રેગીસ્તાન અને મરુસ્થલ ની વનસ્પતિ... એ સિવાય કશું જ નહોતું... એક ટેકરી ઉપર મૂમલ મેડીના અવશેષો હતાં... એક સમયે અહીં કાક નદી વહેતી... હાલ ત્યાં સુકોભઠ પ્રદેશ હતો..આવી જગ્યાએ ભિખારી ના વેશે પડયાં રહેવું એટલે દેહકષ્ટની પરાકાષ્ઠા કહેવાય...

મારે અને હીના એ હેબતખાન ની મુલાકાત લેવાની હતી.સત્યદેવજી ના મુખમાંથી સત્ય ઓકાવવાનુ હતુ તેમજ મહેક ના પિતા સોહનજી ની પુછપરછ કરવાની હતી.

મારા માટે સોહનજી ની પુછપરછ નો પ્રસંગ વિશિષ્ટ બની રહેવાનો હતો કેમ કે મહેક ના ઘેર જવાનો આ પ્રથમ પ્રસંગ હતો. મહેકને હું કોઈપણ ભોગે મળવા માગતો હતો અને જાણવા માગતો હતો કે જેતપાલ સાથેના એના ભૂતકાળ નુ સત્ય શું હતું...?

એક પુરુષ તરીકે મારો અહમ ઘવાયો હતો.

સ્ત્રી ને સમજવામાં ભલે ને ખુદ શંકર ભગવાન નિષ્ફળ રહ્યા હોય પરંતુ, હું મારી એ પ્રિયતમા ને બરાબર સમજવા માગતો હતો.

એનું અતીત મારા વર્તમાન ઉપર ઘેરી અસર નાખી રહ્યું હતું. મને ખબર હતી કે મે મહેકની જે પ્રકારે ઉલટતપાસ કરી છે એનાથી ચોક્કસ એને ગુસ્સો આવ્યો હશે...કદાચ, એ મને ધિક્કારે... મારાથી રિસાય...મનફાવે તેમ બોલે....

આ બધી તૈયારી મે મનોમન કરી લીધી હતી.

મારે કોઈપણ ભોગે એને પામવી હતી.એનાં ઘાટીલા અંગો સાથે મે પ્રણય ના ખેલ ખેલ્યા હતાં. એની ઉભરતી યુવાનીને મે મારા બાહુપાશમાં અનેરું સ્થાન આપ્યું હતું. એનાં શ્યામલ ચહેરા ની સ્નિગ્ધતા આગળ મને વિશ્વનો વૈભવ તૃચ્છ લાગ્યો હતો. એને જોતાની સાથે જ મારી અંદર વિસ્ફોટ સર્જાતો...હું એને કેમ કરી ને સમજાવું કે જિંદગી ના આ પડાવ ઉપર મારા માટે અચાનક એ કેટલી મહત્વની બની ગઈ છે.

મારા દુર્ભાગ્ય ની એ ચરમસીમા હતી કે મારી ફરજ અને ચાહત વારંવાર અરસ્પર અથડાઈ રહ્યા હતા. હું ઈચ્છતો હતો કે મહેક ને હું ફક્ત મારી પ્રેમિકા ના સ્વરૂપે જ મળું.. પરંતુ, નિયતિ વારંવાર મને મજબૂર કરતી હતી કે એ માસુમ યુવતીનું દિલ તૂટી જાય એવી પરિસ્થિતિ ઉભી કરવામાં કુદરત મને જ નિમિત્ત બનાવતી હતી.

મને એ પણ ખબર હતી કે વહેલા મોડા હીના ને બધી જાણ થવાની જ છે એ વખતે હીના નું હદય પણ તૂટવાનુ જ છે. એ પાવરફુલ ઓફિસર અંદરખાને મને ઞંખતી હતી. ખબર નહી... કેમ... દિલ્હીમાં ટ્રેનિંગ દરમિયાન જ અમે સારાં દોસ્ત બન્યા અને એ જ સમયે એનાં હદયના કોઈ ખુણે પ્રેમ ના અંકુર ફુટયા.. મને જાણ હતી.. પરંતુ, હું ફક્ત દોસ્તી પુરતો સીમીત રહ્યો... આખરે...એ જ યુવતી મારી સીનીયર ઓફિસર બનીને મારી જિંદગી મા પાછી ફરી.. પરંતુ, આ વખતે એનું વલણ સ્હેજ અકકડ હતુ.. એ મને ઓર્ડર આપતી.. ધમકાવતી ...મારા પર ગુસ્સે થતી અને મનોમન મને ચાહતી....હું બધું જ સમજતો હતો..

છતાય એ અનુપમ સુદરી યાદ આવતી અને હું સ્વાર્થી બની જતો....

શું ગજબનો નશો છે...આ મહોબ્બત નો....