AFFECTION - 17 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 17





નિસર્ગ : જાનકી કાર્તિક ક્યાં જતો રહ્યો તને કંઈ ખબર છે કે નહીં??

જાનકી : તે તો ગયો એના ઘરે.....અને તારા માટે ખુશ ખબર કે કાર્તિક ની સગાઈ અને લગ્ન બધું જોડે જ છે મારા ભાઈ...

નિસર્ગ : શુ મસ્તી કરે છે તું??મામા એવું કરે જ નહીં...

જાનકી : તારા મામા કાર્તિક બોલે એ બધું જ કરે..

નિસર્ગ : તો હવે શું કરીશું ?? મમ્મી તો હવે આ વાત ને ગણકારતા જ નથી...

જાનકી : જો ભાઈ....સીધી વાત મને તો એવું ખબર પડે કે જેને જોઈતું હોય એને જ મહેનત કરવી પડે...

નિસર્ગ : તું કંઈક કર ને..તું જે બોલીશ એ કરીશ..

જાનકી : હવે તું સાચું બોલ્યો...હવે તું ચિંતા છોડી દે...કાર્તિક ના લગ્ન નહિ જ થાય...

નિસર્ગ : પણ કેવી રીતે??શુ કરવું પડશે આપણે..લગ્ન રોકવા..

જાનકી : રાત ઘણી લાંબી વહી ગઈ છે...તું જઈને સુઈ જા..તને બધી જ ખબર પડી જશે..

નિસર્ગ : તો સનમ કેમ એના રૂમ માં નથી??

જાનકી : સનમ જે રૂમ માં કાર્તિક રોકાયો હતો ત્યાં જ સુઈ ગઈ છે....તું પણ સુઈ જા...મારે ઘણા કામ છે કાલે....તો મને પણ સુવા દે...
.
.
.
નિસર્ગ ચિંતા માં આવી ગયો હતો એટલે તે જાનકી ના રૂમ માં વાત કરવા આવ્યો હતો...અને જાનકી એ એને પણ પોતાના ભેગો શામેલ કરી લીધો...

ત્યાં બીજી બાજુ કાર્તિક સુઈ તો ગયો પણ ઊંઘ ઊડી ગઈ કારણ કે તેને સનમ ની ચિંતા થતી હતી....કારણ કે તેને સુર્યા ના માણસો ને પકડ્યા હતા..ઘણા ઊંધાસીધાં કામકાજ કર્યા હતા...તો બની શકે કે તેની અસર સનમ પર પણ પડે..રાત નો વિચાર કર્યો કે કાલે બધા દોસ્તો ને વાત કરું કે..મને અત્યારે તકલીફ છે અને મારા લગ્ન પણ છે..પછી થયું કે ખાલી ખોટું આ લોકો ને અંદર લઈને તેમને પણ ખતરો ઉભો કરવો એટલે કશું જ ના કર્યું....પછી એવા જ વિચાર કરતા કરતા સુઈ ગયો..

બીજા દિવસે સવારે દાદી,પપ્પા અને મમ્મી વાતો કરતા હતા...

મમ્મી : તમે એને પૂછો ને કે કોને માર્યો છે એને..

પપ્પા : આટલી મારામારી તો ચાલ્યા રાખે...અને એમ પણ એટલું બધુંય નથી..

દાદી : આવી ગયો તે મહત્વ નું છે હવે કોઈ એને સવાલ પૂછી ને હેરાન ના કરતા...

મમ્મી ને દાદી નું વર્તન અજીબ લાગ્યું...હું ત્યાં ઉભો હોત તો લગભગ આ દ્રશ્ય જોઈને પૂછી બેસતો કે દાદી તમે કેમ આટલા બધા સારા થઈ ગયા આચનક..

ત્યાં જ હું મારા રૂમ માં થી બહાર ની તરફ આવ્યો..અને બેઠો..

પપ્પા : સગાઈ માટે ક્યારે નીકળવાનું છે, દીકરા??

me : પપ્પા પ્લાન માં થોડોક ચેન્જ છે કે હવે સગાઈ ના બે ત્રણ દિવસ પછી જ લગ્ન છે...અને બે દિવસ પછી જ આપણે નીકળી જઈશું.

મમ્મી : આ કેવું?? સગાઈ ના બે દિવસ પછી જ લગ્ન....

દાદી : સારું....અમે લોકો તૈયારી ચાલુ કરી દઈએ છીએ..સગાઈ નું તો બધું કરી નાખ્યું હતું...પણ હવે લગ્ન માટે પણ બધું કરી નાખીશું..

પપ્પા : શુ સારું છે....એક તો મને એમ કે સગાઈ માં કોઈને નહિ બોલવું...બધાને લગ્ન માં બોલાવીશ...પણ તે તો એમાં પણ પાણી ફેરવ્યું...

me : તો શું પપ્પા??લગ્ન પછી એક મોટું ફંકશન રાખી લેશું...મોટી પાર્ટી આપી દેશું...

દાદી : દીકરા સમજ ને....કાર્તિક કહે છે એ બરાબર છે...

હું દાદી સામે જોવા લાગ્યો...
દાદી : તું ગમેં એ કર હું તારો સાથ દઈશ કાર્તિક....ભલે તું મારા વિશે ગમે એ વિચાર..
.
.
.
દાદી ના હિસાબે બધા સમજી ગયા મારી વાત...પછી એકલો બેઠો હતો તો થયું....

એકલો બેઠો હતો તો દોસ્તો ને કૉંફેરેન્સ કોલ કર્યો...

ધ્રુવ : તું તો યાર ગાયબ જ થઈ જાય છે...એક વાર કોલ કરીને...ભૂલી તો નથી ગયો ને કે કોલેજ પણ છે તારે ભણવા માટે...

me : અરે યાર તમને ખબર તો છે કે હું જ્યાં હતો ત્યાં ટાવર ની સમસ્યા છે....નેટવર્ક જ નથી આવતું...કોઈ પાસે ફોન જ નથી..

નૈતિક : તો સનમ જોડે કેવી રીતે વાતો કરે છે તું??

હર્ષ : કબૂતર મોકલતો હશે...મને તો વિશ્વાસ છે કે કબૂતર જ મોકલતો હશે...
એમ કહીને બધા હસવા લાગે છે...

me : એ બધું છોડો,મેં એટલા માટે ફોન કર્યો કે મારા લગ્ન છે અને સગાઈ બધું જોડે જ છે...

નૈતિક : તો અમે ક્યારે નીકળીએ...

me : તમારે નથી આવવાનું...તમને લોકો ને હું કોઈ તકલીફ માં મુકવા નથી માંગતો...ત્યાં બહુ પ્રોબ્લેમ્સ ચાલે છે...મેં તો ફક્ત તમને જાણ કરવા જ કોલ કર્યો હતો..

ધ્રુવ : સનમ ના ગામ નું નામ શું છે??

me : તમારે જાણવાની જરૂરત જ નથી...વાત ને સમજો...જો મને લાગશે કે બધું મારા પક્ષ માં છે તો તમને હું ગાડી મોકલીને બોલાવી લઈશ....

હર્ષ : બોવ રૂપિયા લાગે હવે તો...

me : મારા સસરા પાસે બોવ રૂપિયા છે...તું બોલ તે ગાડી મોકલીશ તમારા માટે..પણ અફસોસ એ છે કે...ગામડા ની વિચારસરણી છે એટલે નવી ટેકનોલોજી માં નથી માનતા..કોઈ ફોન પણ નથી વાપરતા...ટાવર પણ નથી...શુ કામ ના રૂપિયા??

નૈતિક : તું સદુપયોગ કરીશ તેમના રૂપિયા નો...મને વિશ્વાસ છે..
એમ બોલીને બધા પાછા હસવા લાગ્યા..
.
.
.
બોલાવ્યા નહિ તો કઈ વાંધો નહિ પણ કમ સે કમ મારા લગ્ન ની જાણ તો હોવી જ જોઈએ એમને...એટલે જ વાત કરી.
.
.
.
.
.
ત્યાં સોનગઢ માં વિરજીભાઈ એ ગુંડાઓ ને છોડી નાખ્યા હતા જે મેં પકડ્યા હતા..અને લગ્ન માટે તૈયારીઓ ચાલુ કરી દીધી હતી...નિસર્ગ જાનકી ના ભરોસે બેસી રહ્યો હતો નહિતર એકલા એકલા નજાણે શુ કરત...લક્ષ્મીફોઈ ના મન માં પણ શાંતિ હતી...એમને ખબર નહિ શુ નક્કી કર્યું હતું..બની શકે કે સત્ય સ્વીકારી ને એમને પણ મને ઘર નો જમાઈ સ્વીકારી લીધો હશે...

સનમ તો સેજલ સાથે મળીને લગ્નના કામ માં ધ્યાન આપવા લાગી હતી...મારા થી દુર હતી છતાંપણ મારા જોડે જ રહેવાની છે ભવિષ્ય માં એટલે ખુશ હતી..
.
.
.
.
.
.
એમ કરતાં કરતાં ત્રણ દિવસ જતા રહ્યા...અને વિરજીભાઈ એ સ્પેશિયલ ગાડીઓ સાથે કાના ને જ ખાસ મોકલ્યો સુરક્ષા ને ઘ્યાન માં લઈને...અમે બધા બેસી ગયા...અને નીકળી ગયા...

પપ્પા મમ્મી ખુશ નહોતા કારણ કે લગ્ન માં કોઈને બોલાવ્યા નહોતા...અને કરી પણ શું શકીએ...જલ્દી માં થઈ રહ્યું હતું બધું...

આ ત્રણ દિવસ માં મેં બસ એ જ વિચારો કર્યા કે લગ્ન માં કોઈ નડતર બને તો હું તરત જ શુ કરી શકું...અને તે નડતરરૂપ બનશે તો કોણ??

ત્યાં સોનગઢ માં જાનકી ને પણ ઇન્તેજારી હતી...અને બીજા બધા તો લગ્ન ના કામકાજ માં જોડાઈ ગયા હતા...

અમારા રહેવા માટે ની વ્યવસ્થા આ વખતે વિરજીભાઈ એ થોડે દુર એક બીજા ઘર માં કરી હતી...હું હજુ ઘર માં આવ્યો અને મને જે રૂમ આપ્યો હતો રોકાવા ત્યા પલંગ માં હજુ જરાક સુવા ગયો ત્યાં તો સનમ આવી ગઈ ત્યાં અને તરત જ મને બાથ ભરી ને લપેટાઈ ગઈ....

me : સનમ દરવાજો તો બંદ કરીને આવતી જા...પાછું આવી રીતે સ્વાગત કરવાનું...

તેને સહેજ પણ પકડ ઢીલી ના કરી...
સનમ : ભલે રહ્યો દરવાજો ખુલ્લો...હું બંધ નહિ કરું...અને તને જકડી ને જ હાલ સુઈ જવાની છું....

આમ તો મને કોઈનો ડર નહોતો...પણ જો પપ્પા જોઈ ગયા ને તો એક તો ગુસ્સે જ છે મારા થી હજુપણ કારણ કે તે હજુપણ સનમ ને ગર્ભવતી જ સમજે છે...અને જો આમ જોઈ ગયા તો પૂરું....

પછી થયું છોડો ને આટલા દિવસ પછી મળ્યો છુ..તો ભલે ને સુઈ જતી...ઊંઘ તો મને પણ નથી આવી આટલા દિવસ..
એટલે મેં પણ પછી તેને સરખી રીતે જકડી અને બોલ્યો...

me : સેજલ એ બહુ વધારે ખવડાવ્યું લાગે છે મારા કહેવા પર....વજન વધી ગયો છે તારો...મને મહેસૂસ થઈ રહ્યું છે...

એને એક હાથ મારા થી જરાક દૂર કરીને મારો કાન મરોડવાનું નાટક કર્યું...

me : શુ યાર...સનમ...તારા બાપા એ કેમ અહીંયા રાખ્યા અમને. ..આટલી મોટી હવેલી છે ક્યારે કામ આવત...અમે રોકાઈ જાત એકાદ ખૂણા માં...

સનમ : લગ્ન કરવાના છે તો તું બારાત લઈને ક્યાંથી આવત??એટલે જ તને આ ઘર માં રોક્યા છે.. અને એક ગુડ ન્યૂઝ છે કે..
હજુ તો વાતો ચાલુ કરી હતી ત્યાં તો સેજલ આવી ગઈ...અને એને જોઈને હું સનમ ની ચાલુ વાત અધૂરી રાખીને સેજલ ને બોલ્યો..

me : તું તો હવે અહીંયા પણ આવવા લાગી સેજલ...કમ સે કમ દરવાજો તો ખટકાવતી જા...

સેજલ હસવા લાગી...
સનમ હજુ પણ મને જકડી ને જ સૂતી હતી...સેજલ આવી તો પણ તે દૂર થવા રાજી જ નહોતી ...
સનમ : સેજલ તું હાલ ચાલી જા....માંડ તો આ છોકરો પકડ માં આવ્યો છે..તું એમાં પણ હેરાન કરવા આવી ગઈ...

me : તું સનમ ને બોલાવવા આવી છો....પ્લીઝ..આને લઇ જા....બહુ વજન વધી ગયુ છે આનું...પાછી મારા ઉપર જ ચડી ગઈ છે..પલંગ સમજે છે મને આ....

આ વખતે તો સનમ એ સાચે માં કાન પાસે જ બચકો ભરી લીધો...

એટલે હું બોલ્યો,"સોરી સોરી....ભૂલ થઈ ગઈ..."

સનમ : હવે બરાબર છે....હવે ના બોલતો...

સેજલ હજુ પણ ત્યાં જ ઉભી હતી...

સનમ : સેજલ તું જવાની છો કે અમને જોતી જ રહીશ??

me : સનમ એને કંઈ કામ હશે એટલે જ આવી હશે...તું જા...હાલ આપણે પછી મળીએ..

સનમ : સેજલ મહત્વ નું કામ છે તો જ આવું??

સેજલ : હા...એટલે જ આવી છું...

સનમ : ચલ કાર્તિક તારા કહેવા પર જ જાવ છુ..પછી આવીશ..
એમ કહીને ગાલ પર કિસ કરીને જતી રહી..

કેટલી ખુશી હતી મારા જીવન માં...

હું ખુદ પણ હવે હવા માં ઉડવા લાગ્યો હતો...ત્યાં મને ખબર પડી કે સગાઈ અને લગ્ન બધુ સાથે જ રાખ્યું છે વિરજીભાઈ એ...એટલે હું વધારે પડતો ખુશ થઈ ગયો......મને ખબર પડી ગઈ કે સનમ આ જ ગુડ ન્યૂઝ દેવા માંગતી હશે...

એક તો અહીંયા આવતા આવતા જ મોડું થઈ ગયું હતું...અને પાછું કાલે જ લગ્ન હતા...મારુ ફેમિલી ભલે ઉદાસ બેઠું હોય કે એમનું કોઈ સમાજ માં થી નથી આવ્યું...પણ હું તો ખુશ જ હતો....

એક તો મુસાફરી નો થાક હતો અને રાત પણ થઈ ગઈ હતી તો હું જમી ને સુવા જ જતો હતો કારણ કે સનમ પછી મળવા જ નહોતી આવી...

હજુ સુવા જતો હતો ત્યાં જ કોઈએ મારા રૂમ નો દરવાજો ખખડાવ્યો....મને એમ કે સનમ હશે...એટલે હું જરાક ખુશ થઈને દરવાજો ખોલવા ગયો..પણ જોયું તો વિરજીભાઈ ના જ ઘર નો એક નોકર હતો....

me : બોલ....શુ કામ છે??

નોકર : તમને જાનકીબેન બાહર ની તરફ બોલાવે છે...

me : એને કેજે કે કાર્તિક સુઈ ગયો છે કાલે મળશે....

નોકર : બહુ જ જરૂરી છે...એ હાલ તકલીફ માં છે....તમારી મદદ માંગે છે...

મને લાગ્યું કે શું થયું હશે એને..એટલે મેં નોકર ને પૂછ્યું કે કયા છે તે??

નોકર : સીમાડા માં ચાલ્યા જાવ...જો બહાર નીકળી ને પાછળ ના ખેતર બાજુ ચાલ્યા જાવ...ત્યાં જ બેઠા હશે તે..

હું વિચારતો વિચારતો નીકળ્યો કે જાનકી આટલી રાત ની આવી જગ્યા એ શું કરે છે..

ત્યાં નજર કરી તો એક છોકરી તો દેખાતી હતી પણ રાત ના અંધારા ના લીધે ચેહરો નહોતો દેખાતો...તો મેં બહુ નજીક જઈને જોયું તો જાનકી નો ફેસ ચિંતાતુર થયેલો હતો...અને જેવો મને જોયો તો તે મને બાથ ભરી ને રડવા લાગી...

me : જાનકી શુ થયું???

પણ જાનકી રડ્યા જ રાખતી હતી...મેં એને મારા થી દુર કરીને પૂછવા પ્રયત્ન કર્યો કે શું થયું જાનકી?? તો તે પાછું મને વળગીને આ વખતે તો વધુ જોર થી રડવા લાગી એટલે કોઈ સાંભળી ના જાય એટલે મેં શાંત કરવાનો પ્રયત્ન કર્યો..પણ જગ્યા સાવ સ્મશાન જેવી શાંત અને એકલી હતી...

me : જાનકી કંઈક બોલ તો ખરા...ક્યાં સુધી રડ્યા રાખીશ...
.
.
.
.
.
એક તો મને ચિંતા થતી હતી કે કોઈ જોઈ ગયું મને આવી જગ્યા અને આટલી રાત ના જાનકી જોડે...તો લગ્ન તો દૂર....સીધુ ખૂન જ કરી નાખશે....ઈજ્જત લૂંટવા ના આરોપ માં...અને એક આ જાનકી રડી પણ એવી રીતે રહી હતી....

હે ભગવાન બચાવો.....

શુ લાગે તમને??જાનકી ને શુ તકલીફ છે તો આટલી રાત ની આવી અને એ પણ લગ્ન ની રાત પહેલા જ....જોઈએ next પાર્ટ માં...

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik


Share

NEW REALESED