Ice-cream books and stories free download online pdf in Gujarati

આઇસ ક્રીમ - એક પ્રેમ કહાની

કૉલેજ ની કેન્ટિન માં માધવી આઇસ ક્રીમ ખાઈ રહી હતી. ત્યાં વિપુલ આવી ને માધવી ને કહ્યું હું રોજ તમને જોવ છું તમે રોજ આઇસ ક્રીમ ખાવ છો એક સલાહ આપું. રોજ ખાસો તો શરદી થઈ જાસે. આ સંભાળી ને માધવીએ જવાબ આપ્યો તમે સાચું કહો છો પણ મારી પ્રિય છે આઇસ ક્રીમ.

બીજે દિવસે ફરી માધવી આઇસ ક્રીમ ખાઈ રહી તી ત્યાં વિપુલ ના હાથમાં નાસ્તો લઈ ને ફરી માધવી પાસે આવી ને કહ્યું આઇસ ખાઈશ તો શરદી થઈ જાસે. 
હા તમે સાચું કહો છો. 
સીટ ખાલી છે તમે જોઇન્ટ થઈ શકો. વિપુલ તેની બાજુમાં બેસી નાસ્તો કરવા લાગ્યો. માધવી તેની મસ્તી માં આઇસ ક્રીમ ખાઈ રહી હતી. વિપુલ તેની સામુ જોઈ રહ્યો હતો. માધવી એ પૂછયું તમને આઇસ ક્રીમ ન ભાવે.? 
મારે તો રોજ આઇસ ક્રીમ ખાવા જોઈએ. તમે એક નથી કહેવા વાળા પણ ઘણા કહે છે પણ મને ભાવે તો હું ખાવ છું. પણ સારું થયું તમે મારા ટેબલ પાસે બેસ્યા.

હવે તો રોજ કેન્ટિન માં મળવાનું થાય, રોજ વિપુલ માધવી ને કહે તું આઇસ ક્રીમ ખાઈશ તો શરદી થઈ જાસે. માધવી કહેતી મને ભાવે તો હું ખાવ છું. ધીરે ધીરે બંને વચ્ચે દોસ્તી થઈ. વાતો વાતો થી બંને એક બીજાને સમજવા લાગ્યા.

બંને સાથે કૉલેજ જવા લાગ્યા. સાથે કેન્ટિન માં રોજ નાસ્તો આ જોઈ કૉલેજ માં વાતું થવા લાગી કે બંને વચ્ચે લવ છે ને હવે તો તે લગ્ન પણ કરવા જઈ રહ્યા છે. પણ આ બંને વચ્ચે દોસ્તી તો સારી થઈ ગઈ હતી પણ પ્રેમનો એકરાર કરવાનો બાકી હતો. એવું લાગી રહ્યું હતું કે તે પણ દિવસ જલ્દી આવી જાસે ને તે દિવસ પણ આવી ગયો જ્યારે વિપુલ માધવી ને પ્યાર ને એકરાર કર્યો. હોશે હોંશે માધવી વિપુલ ના પ્યાર ને સ્વીકારી લે છે. બંનેએ હગ કર્યું ને ઘરે જતા રહ્યા. 

વિપુલ માધવી સાથે સમય મળે એટલે બહાર ફરવા લઈ જતો તો ક્યારે સિનેમા પણ જોવા લઈ જતો. વધુ પડતો તો કેન્ટિન મા સમય પસાર કરતા. એક દિવસ બંને લગ્ન કરાવાની વાત કરે છે. બંને તો લગ્ન કરવા ઈચ્છતા તા પણ પરિવાર ની રજા વગર નહીં એટલે નકકી કર્યું આપણે આપણા પરિવાર ને લગ્ન ની વાત કરીયે જો પરવાનગી આપે તો આપણે લગ્ન કરીશું નહીં તો નસીબ પર છોડી દે છુ. 

માધવી તેના મમ્મી પપ્પાને વિપુલ અને તેના પ્રેમ વિશે વાત કરી. માધવી ના પપ્પા એ પહેલાં તો ના પાડી પણ પછી છોકરા વિશે જાણ્યું ને છોકરો સારો લાગ્યો એટલે માધવી ને લગ્ન ની હા પાડી. માધવી પરિવાર ની હા મળી એટલે ખુશી થી મમ્મી પપ્પા ને પગે લાગી ને ભેટી પડી. મમ્મી પપ્પા સમજી ગયા તા કે જ્યાં દીકરી ખુશ હોય ત્યાં તેને હા પાડવી.

આ બાજુ વિપુલ તેના ઘરે વાત કરે છે. વિપુલ ના પપ્પા માધવી ની કાસ્ટ જાણી ને ચોખી ના પાડી દીધી. વિપુલ ઘણું સમજાવે છે પણ તેઓ માનતા નથી. વિપુલ ને ઘણું દુખ થયું. વિપુલ તેના પપ્પા ની વાત માની લે છે.

બીજે દિવસે બંને મળે છે ને પોત પોતાના ઘરે જે વાત થઈ તે વાત કરી. બંને ને દુખ તો થયું પણ તેઓ પોતાના માં બાપ થી ઉપર વટ જવા માંગતા ન હતા એટલે નકકી કર્યું આપણે ઓછા મળશુ ને વાત ખાલી ફોન પર કરીશુ. બંને વચને બંધાયા કે આપણે જીવીશુ ત્યાં સુધી એક બીજાને ભૂલ છું નહીં.

સમય વીતવા લાગ્યો માધવી માટે તેના માતા પિતા સારો છોકરો શોધી રહ્યા હતા. માધવી એ પણ નક્કી જ કર્યું તું કે મારા માતા પિતા જે કહે છે તે જ કરવાનું છે. તે કહેતા તેમ કરતી.

વિપુલ માટે તેના માતા પિતાએ તેના માટે છોકરી શોધી હતી ને હવે બસ સગાઈ કરવાની બાકી હતી. તે પણ થોડા દિવસ મા ગોઠવવાની હતી. વિપુલ તે છોકરી ને ફોટો જોઇ મન મનાવી લીધું હતું.

સગાઈ ની તે દિવસે તારીખ લેવા વિપુલ ના પપ્પા જવાના હતા. તે ત્યાર થઈ નીચે ઉતરી રહ્યા હતા ત્યાં તેને એટેક આવતાં તે પડી ગયા. વિપુલ ત્યાં દોડતો દોડતો આવી તેને ઊભા કર્યા ને એમ્બ્યુલન્સ ને બોલાવી હોસ્પિટલ લઈ ગયા ત્યાં તેને મૃત જાહેર કર્યા. વિપુલ ઉપર દુખ આવી પડયું તે નોંધારો થઈ ગયો. એક તો ખાસ ફ્રેન્ડ દૂર થઈ ને પાપા જતાં રહેવાથી તે દુખી દુખી થઈ ગયો.

ત્રણ મહિના વીતી ગયા એટલે વિપુલ ના મમ્મી વિપુલ ને સાથે લઈ માધવી ની ઘરે માધવી નો હાથ માંગવા ગયા. વિપુલ અને તેના મમ્મીને સારો એવો આવકાર મળ્યો. વિપુલ ના મમ્મી માધવી નો હાથ માંગે છે. માધવી ના પપ્પા તેને કહ્યું કે માધવી નું નકકી કરી રાખ્યું છે ને હમણાં તેની સગાઈ છે. પણ મારી દીકરી ની ઇચ્છા તમારી ત્યાં છે એટલે અમે સામે વાળા ને ના કહી દઈએ છીએ. તે જ ઘડીએ સામે વાળાને ફોન કરી ના કહી દીધી. વિપુલ ના મમ્મીને ગોળ ધાણા ખવડાવી મોં મીઠું કરાવ્યું ને સગાઈ ની તારીખ લીધી. માધવી વિપુલ ને તેના રૂમમાં લઈ ગઈ. વિપુલ કહ્યું આઇસ ક્રીમ ખાઈશ તો શરદી થઈ જાસે. હા હા હું ખાઈશ તું ના પાડીશ તોય બોલ. બંને હસી પડ્યા ને માધવી વિપુલ ને ગળે વળગી રહી.

જીત ગજ્જર