Prem ni jeet books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની જીત

પ્રેમ ની જીત (ભાગ ૧)

એમ્બેસેડર કાચા રસ્તા પર જઈ રહી. પાછળ ધૂળ ની ડમરી ઉડી રહી હતી. ઉતાવળ હોય તેમ વિશાલભાઈ કાર ને ફૂલ સ્પીડ માં ચલાવી રહ્યા હતા. અસલમાં તેને એક લગ્ન એટેન્ડન્ટ કરવાના હતા એમાં ઘરે થી મોડું થઈ ગયું હતું. છતાં પણ તે ત્યાં પહોંચી જાય છે.

ગાડી આવતા જ રસિકભાઈ દોડ્યા ને વિશાલભાઈ ને ગળે લગાડી લીધો.
"મારો ભાઈબંધ આવ્યો હો "
વિશાલભાઈએ હાથ પકડી રસિકભાઈ ને મંડપ સુધી લઈ ગયા ત્યાં તેને બેસાડ્યા. તે સમયે લગ્ન મંડપમાં કન્યા તો આવી ગઈ હતી પણ જાન ની રાહ જોવાઈ રહી હતી.

ત્યાં કોઈનો અવાજ સંભળાયો. એ જાન પાદરમાં ઊભી છે ને વેવાઈની રાહ જોઈ રહી છે. વેવાઈ ની રાહ જોતા સાંભળી વિશાલભાઈએ દોટ મુકી જાન ને લેવા. કાંઈક નવીનતા લાગી એટલે પાછળ રસિકભાઈ ગયા.

ચાલો વેવાઈ જાન લઈ ઘરે પધારો.

દીકરીના ભાઈએ મીઠા અવાજે કહ્યું.

વેવાઈ હવે તો જાન પછી વાળશે.

આવી વાત સુકાન કરો છો વેવાઈ મારી બહેન દુખી થઈ જાસે. તેની સાથે કોણ લગ્ન કરશે. 

મારે નથી સાંભાળવું આપણે વાત થઈ હતી દસ તોલુ સોનું આપવાની તો લાવો અત્યારે સોનું એટલે જાન માંડવે આવી જાસે. 

વિશાલભાઈ આર્થીક સંકડામણ અને ઉપરથી દિકરી ના લગ્ન નો ખર્ચ તે વેવાઈ માટે દસ તોલા સોનું લઈ ન શક્યા. 

પાઘડી ઉતારી વિશાલભાઈ આજીજી કરવા લાગ્યા વેવાઈ ને પગે પણ પડ્યા પણ વેવાઈ માનવા તૈયાર ન થયા. 

આ જોઈ રસિકભાઈ એ સોનાનો દોરો ગળામાંથી ઉતાર્યો ને હાથમાં પહેરેલી વીંટી બહાર ઉભેલા વેવાઈ ને બતાવી આ જુઓ અને હજુ ઘરે પણ ઘણું છે. પણ આ તમારા જેવા લાલચુ માટે નથી.

વિશાલભાઈ નો હાથ પકડી રસિકભાઈ મંડપ સુધી લઈ આવ્યા. વિશાલભાઈ એક ખૂણે બેસી રડવા લાગ્યા મારી બહેન નું શું થશે. હવે કોણ લગ્ન કરશે.

રસિકભાઈએ વિશાલભાઈ નો હાથમાં હાથ મૂકી કહ્યું મિત્ર હું તારી બહેન સાથે લગ્ન કરીશ.

આ સાંભળી મંડપમાં બેઠેલા બધા બોલ્યા તે ગામ સાથે આપણે દુશ્મની છે. ત્યાં આપણે દીકરી દેતા નથી ને લેતા પણ નથી.

આ સાંભળી રસિકભાઈ સ્તબ્ધ થઈ ગયા. હવે શું કરવું તે ખબર ન પડી ત્યાં મંડપમાં બેઠેલી કન્યાએ દોટ મુકી ને બીજા માળે ચડીને જેવી કુદવાની કોશીષ કરી ત્યાં રસિકભાઈ એ હાથ પકડી લીધો.
એમ તને હું મરવા તો નહીં દવ ભલે મારે ગામ સાથે દુશ્મની થાય. રસિકભાઈ તેનો હાથ પકડી નીચે લાવ્યા ને બાજુમાં પડેલ લાકડી લીધી.

હવે જોવ છું મને કોણ રોકે છે. જેનો જીવ વાલો ન હોય તે આવી જાય. ત્યાં ચાર પાંચ લાકડી લઈ ઊભા થયા ને રસિકભાઈ ને મારવાની કોશીષ કરી પણ હાથમાં રહેલી લાકડી વડે તે બધાને માર્યા ને તે કન્યા ને પોતાની કાર માં બેસાડી લઈ ગયા.

જેવા ગામની બહાર નીકળતા રસ્તામાં ગામના લોકો લાકડી લઈને ઊભા હતા. કાર ઊભી રખાવી ને રસિકભાઈ ચેતવણી આપી દીધી હવે પછી આ ગામમાં આવ્યા છો કે કોઈ છોકરી સાથે લગ્ન કરવાની કોશિશ કરી છો હવે આ લાકડી બોલશે. રસિકભાઈ જેવા કાર માંથી નીચે ઉતર્યા ત્યાં તેનો સાળો વિશાલભાઈ એ તેનો હાથ પકડી ને લડાઈ નહીં કરવાનું કહ્યું. ને સાથે રસિકભાઈ ને પણ કહી દીધું તમે આ ગામમાં નહીં આવતાં. મારી બહેન આવશે તો ચાલશે.

રસિકભાઈ કાર લઈને નીકળી ગયા. બાજુમાં બેઠેલી તેની પત્ની પુષ્પા ઘુંઘટ ઓઢીને બેઠી હતી. હસતાં ચહેરા થી રસિકભાઈ એ પૂછયું તારું મેં હરણ કર્યું છે તને કોઈ વાંધો તો નથી ને. પહેલા તો ડોક હલાવી ના પાડી. પણ રસિકભાઈ ફરી પૂછયું શું.
ત્યારે ઘુંઘટ ખોલી પુષ્પા બોલી ઇતિહાસ ગવાહ છે જ્યારે પણ આવી પરિસ્થિતિમાં સ્ત્રી મુસીબતમાં હોય છે ત્યારે કોઈ વીર પુરુષ બની બચાવવા આવ્યા હોય છે. 

ખુશી ખુશી પુષ્પા અને રસિકભાઈ ઘરે જઈ ધામ ધૂમથી લગ્ન કર્યા ને સાંસારિક જીવનની શરૂઆત કરી. એક વર્ષ થયું એટલે પુષ્પા એક દીકરાને જન્મ આપે છે. ભાણીયા ના દર્શન કરવા માટે પુષ્પા ને વિશાલભાઈ તેના ઘરે બોલાવે છે.

એક વર્ષ પછી તેના ભાઈનો ફોન આવ્યા પુષ્પા બહું ખુશ થઈ ને પતિ રસિકભાઈ પાસે પરમીશન માંગે છે. બહુ રકઝક પછી હા પાડે છે ને પુષ્પા તેના ભાઈને ઘરે આવે છે. 

ત્યાં ઘણો સમય રહે છે. પણ ત્યારે રિવાજ હતો કે પિયર માં ગયેલી પત્નીને પતિ જ લેવા આવે તો જ સાસરે જવાનું. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે પુષ્પા જઈ ન શકે ને રસિકભાઈ ને તે ગામમાં દુશ્મની એટલે તે ત્યાં જવા માંગતા ન હતા. એટલે સમાચાર મોકલ્યા કે પુષ્પા તું જાતે ઘરે આવી જજે હું તને લેવા નહીં આવું.

પાંચ વર્ષ વીતી ગયા પણ પુષ્પા સાસરે ન આવતા પુષ્પા એક નિર્ણય કરે છે. ગામની દુશ્મની ને કારણે હું મારું જીવન બરબાદ નહીં કરું એટલે રસિકભાઈ ને સમાચાર મોકલ્યા કે હું ગામની બહાર તમારી રાહ જોઈ રહી છું તમે આવી જાવ. રસિકભાઈ ને થયું આપણે ક્યાં ગામમાં જવું છે એટલે તે પુષ્પા ને તેડી આવે છે. અને તેને કહી દીધું હવે તારે પિયર જવું હોય તો જજે પણ હું તને લેવા માટે નહીં આવું. ત્યાં થી થોડીક રસિકભાઈ અને પુષ્પા વચ્ચે સંબંધ માં તિરાડ પડી.

બંને ના લાડ પ્યાર વચ્ચે દિકરો પ્રિન્સ હવે મોટો થઈ રહ્યો હતો. પુષ્પાબેન હવે વધુ તેના પિયર તરફ તેનું વલણ હતું એટલે તેના દીકરાને ત્યાં અભ્યાસ કરવા માંગતી હતી અને રસિકભાઈ અહીંયા. બંને વચ્ચે એક મિત્ર વચ્ચે આવી સમાધાન કરે છે કે પ્રિન્સ એક થી પાંચ અહીં ભણશે ને છ થી દસ ત્યાં તેના મામાને ત્યાં. બંને ને તે વાત મંજુર કરી એટલે પુષ્પા દિકરા પ્રિન્સ ને ત્યાં મૂકી આવી. તે થોડા થોડા દિવસે ત્યાં જઈ આવતી.

પાંચ ધોરણ ત્યાં પૂરું કરી પ્રિન્સ હવે અહીંયા અભ્યાસ કરવા લાગ્યો. પ્રિન્સ અહીં રહેતા પુષ્પા ને ગમતું નહી કારણે કે રસિકભાઈ પ્રિન્સ ને હમેશાં તેની સાથે રાખતા.

દસ પૂરું થયું એટલે ફરી દીકરાને લઈને પુષ્પાબેન અને રસિકભાઈ ઝગડો થયો. ત્યારે પ્રિન્સ પહેલી વાર બોલ્યો અત્યાર સુધી તમે અહીં અભ્યાસ કરવાનું કહ્યું એટલે અહીં કર્યો પછી ત્યાં અભ્યાસ કરવાનું કહ્યું એટલે મેં ત્યાં પણ કર્યો. આ તમારી બંને વચ્ચે નો ઝઘડો મારો અભ્યાસ બરબાદ કરી રહ્યો છે. હવે હું તમારું કહ્યું માનવાનો નથી. હું હવે શહેર જઈ ત્યાં કૉલેજ કરીશ પછી હું આવીશ. રસિકભાઈ અને પુષ્પાબેન ને પ્રિન્સ ની વાત યોગ્ય લાગી એટલે તેમને શહેર અભ્યાસ માટે હા પાડે છે ને પ્રિન્સ અભ્યાસ કરવા શહેર જવા નીકળે છે.

હવે આગળ જોઈશું પ્રિન્સ ના પ્રેમની કહાની...

જીત ગજ્જર

પ્રેમ ની જીત (ભાગ ૨)


પ્રિન્સ હવે કૉલેજ માં આવ્યો. કૉલેજ નો પહેલો દિવસ હતો તે પોતાની બાઇક લઇ જઇ રહ્યો હતો. કૉલેજ નાં ગેટ ના વળાંક પાસે એક સ્કુટી સાથે બાઇક ની ટક્કર થઈ. સ્કુટી ચલાવી રહેલી તે છોકરી નીચે પડી જાય છે. પ્રિન્સ તેની બાઇક છોડીને પેલી છોકરીની સ્કુટી ઊભી કરી તે છોકરી ને પણ ઊભી કરી.

કઈ વાગ્યું તો નથી ને...?
એકીટચે જોઈ રહેલી તે બોલી જોઈને ચલાવી હોત તો મને કઈ થયું ન હોત.
પ્રિન્સ ની નજર તેના હાથ પર પડી થોડુ લોહી વહી રહ્યું હતું. તેની પાસે જઈ હાથમાં તેનો રૂમાલ બાંધીને પોતાની બાઇક પર બેસાડી હોસ્પિટલ લઈ ગયો. સારવાર કરી ફરી તે કોલેજ તરફ આવી રહ્યા હતા ત્યાં તે બોલી.
મારું નામ વૈભવી. તમારું?
હું પ્રિન્સ. આ કૉલેજ માં નવો છું.
પણ સોરી... મારો ઇરાદો ન હતો તમારી સાથે આવું કરવાનો.

હસીને વૈભવી બોલી સારું કર્યું મારે આજનું બોરિંગ લેક્ચર એટેન્ડન્ટ કરવું ન હતું ને થોડો ઘરે આરામ પણ કરવો હતો. થેન્ક તો મારે તમને કહેવું હતું તમે મારું કામ કરી આપ્યું. વાતો કરતા રહ્યા ત્યાં કૉલેજ આવી ગઈ એટલે વૈભવી તેની સ્કુટી લઇ ઘરે જતી રહી.

પ્રિન્સ ને રાત્રે વૈભવી ચિંતા માં ઊંઘ પણ આવી પણ તેની વાત યાદ કરી ખુશ પણ થયો. એ વાત પર તો પ્રિન્સ ને મળવાની ઇચ્છા થઈ. તે કૉલેજ માં વૈભવી ની રાજ રાહ જોઈ રહે તો પણ તે આવતી ન હતી. તેના વિશે તે કોઈને પૂછી પણ શકતો ન હતો.

વૈભવી ની પાંચ દિવસ રાહ જોતો રહ્યો છઠ્ઠો દિવસ હતો. પ્રિન્સ કૉલેજ પાસે વૈભવી ની રાહ જોઈ રહ્યો હતો. દૂર થી એક બ્લૂ જિન્સ અને રેડ ટોપ પહેરી એક છોકરી આવી રહી હતી. તેને જોતા પ્રિન્સ સ્તબ્ધ રહી ગયો. પાસે આવી એટલે ખબર પડી આતો વૈભવી છે. તેની પાસે જઈ કહ્યું
હાય વૈભવી
હાય..
હવે કેમ છે તને. ?
સારુ છે એટલે તો આવી છું કહી તે ચાલવા લાગી.
પ્રિન્સ તેને રોકીને કહ્યું સરખી વાત તો કર મારી સાથે.
મારે ક્લાસ માં જવાનું મોડું થાય છે હું પછી મળુ તને. તેન કહી તે ક્લાસ માં પહોંચી ગઈ.

કૉલેજ નું લેક્ચર પૂરું થયું એટલે પ્રિન્સ કૉલેજ બહાર નીકળ્યો ત્યાં વૈભવી એ સાદ પડ્યો ઊભો રહે પ્રિન્સ.
પ્રિન્સ ઊભો રહ્યો વૈભવી પાસે આવી ને બોલી ચલ કોફી પીવા જઈએ.
પ્રિન્સ ના મનમાં ખુશી ના અંકુર ફૂટયા.
તે તરત વૈભવી સાથે કોફી પીવા ગયો.

સોરી હો પ્રિન્સ તારી સાથે સવારે સરખી વાત ન કરી શક્યો.
ઓકે વૈભવી. અને થેન્ક યુ તે મને તારી સાથે કોફી પીવાની સુવર્ણ પળ આપી.

હા હા બહું વખાણ ન કર મારા ને બોલ ફ્રેન્ડશીપ કરીશ તું.?

જે જોતું હતું તે ડાઇરેક્ટ મળી ગયું એટલે પ્રિન્સ તેની સામે એક સ્માઈલ કરી હાથ મિલાવ્યા.

પ્રિન્સ વૈભવી વિશે પૂરો માહિતગાર ન હતો તે જાણતો પણ ન હતો તે ક્યાં રહે છે બસ એટલી ખબર હતી કે મારી જેમ તે પણ હોસ્ટેલ માં રહે છે. તેના વિશે જાણવાની કોશિશ કરી પણ દોસ્તી તૂટી જવાના ડર થી હિંમત ન ચાલી.

બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા. એક સારો સમય મળતા પ્રિન્સ વૈભવી ને પ્રપોઝ કરે છે. વૈભવી તેનું પ્રપોઝ સ્વીકારે છે ને બને ગળે વળગે છે.

પ્રિન્સ રજાના દિવસે ઘરે જાય છે ત્યારે વૈભવી વિશે વાત કરે છે. પપ્પા તેને ઘરે જમવા બોલાવ જે તેવું કહે છે. મમ્મી પણ તેને જોવા માટે ઉતાવળી બની તેણે પણ કહ્યું બેટા જલ્દી લેતો આવજે તેને મારે જોવી છે તારી પસંદ કેવી છે. પણ છોકરી મારા ગામ બાજુની હોય તો જ હું હા પાડીશ નહીં તો મારી ના હસે.

ત્યાં રસિકભાઈ ઉભા થઈ ને પ્રિન્સ ને કહી દીધું બેટા મારી વહુ બનશે તો તે ગામ સિવાઈ ની. આ વાત કાન ખીલી ને સાંભળી લે. હું તે ગામની હસે તો તેને ક્યારેય સ્વીકાર નહીં કરું.

પ્રિન્સ તો ચિંતા માં પડી ગયો. અહીંની હસે તો મમ્મી નારાજ ને મામા ના ગામ બાજુની હસે તો પપ્પા નારાજ. વિચારો માં ખોવાઈ ગયો પણ આખરે તે નિર્ણય વૈભવી પર છોડી દીધો તે જેમ કહેશે તે કરીશ. પણ કોઈ તો નારાજ થવાનું જ છે તો હું મારી લાઇફ કેમ બરબાદ કરું.

કૉલેજ જઈ વૈભવી ને મળે છે ને ઘરે મમ્મી પપ્પાએ તને જમવા બોલાવે છે તું આવીશ ને.
વૈભવી પ્રિન્સ ને હા પાડે છે. તું કહીશ ત્યારે આપણે જઈશું બસ.

પ્રિન્સ વૈભવી ને બાઇક પર લઈ તેના ઘરે જમવા લઈ જાય છે. રસ્તામાં બંને બાઇક પર ખૂબ મસ્તી કરે છે. વૈભવી પ્રિન્સ ને બહુ હેરાન કરે છે. પ્રિન્સ પણ એકદમ સ્લો બાઇક ચલાવી તે તેની સાથે મસ્તી કરે છે. ને ત્યાં પ્રિન્સ નું ઘર આવી જાય છે.

વૈભવી તો આજે મસ્ત ત્યાર થઈ હતી. તે ઘરની અંદર પ્રવેશતા રસિકભાઈ અને પુષ્પાબેન ને પગે લાગી. વૈભવી માં સારા સંસ્કાર જોઈ બંને ખુશ થયા ને પાસે બેસાડી વાતો કરવા લાગ્યા. પ્રિન્સ તેની સામે બેસીને તેની વાતો સાંભળી રહ્યો હતો.

રસિકભાઈ એ પૂછયું તું કઈ ગામની.?
જવાબ મળ્યો તે તો રસિકભાઈ ના સસરા ના ગામની છે.

રસિકભાઈ ઉભા થઈ કહી દીધું અહીં થી જતી રહે તું મારી વહુ નહીં બની શકે.

આ સાંભળી વૈભવી ચોકી ગઈ ત્યાં પુષ્પાબેન વૈભવી નો હાથ પકડી કહ્યું વહુ તો તું મારી જ બનીશ. ભલે જે થવું હોય તે થાય. બહુ તો મારી તુ હસે. 

ફરી થી વૈભવી ચોકી ઉઠી આ શું એક કહે વહુ બનાવી છે ને એક ના કહે આમાં મારે શું સમજવું. પ્રિન્સ સામે જોયું પણ પ્રિન્સ કઈ બોલ્યો નહીં એટલે વૈભવી ત્યાં થી નીકળી જાય છે. 

કૉલેજ માં આવી વૈભવી પ્રિન્સ ને પ્રશ્ન કર્યો આ બધું શું છે. આમાં મારે શું સમજવું તને પ્રેમ કરવો કે ભૂલી જવું.

પ્રિન્સ થોડીવાર તો બોલ્યો નહીં પછી કહ્યું આ મારા મમ્મી પપ્પાએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યાર થી ચાલ્યું આવે છે. હું કંટાળી ગયો છું આ લોકોને મારે કેમ સમજાવવા.

પ્રિન્સ સમય બદલાયો છે હવે આપણે જાતે નિર્ણય કરવાનો હોય. જો જાતે નિર્ણય નહીં લઈએ તો દુખી થઈ જઈશું.

વૈભવી ની વાત સાંભળી ને પ્રિન્સ તેને ગળે લગાડી લે છે ને કહે હું તારા માટે કાંઈક તો કરીશ પણ તને ભૂલવું મારા માટે અશક્ય છે. હું કોઈ ને કોઈ રસ્તો કાઢુ છું.

પ્રિન્સ તેના મામા ના ગામમાં ત્યાં વૈભવી ને સાથે લઈ જાય છે. ત્યાં ગામની બહાર બંને બેસીને બધાને ફોન કરી બોલાવે છે. પોલીસ ને પણ જાણ કરે છે સાથે એક વકીલને પણ બોલાવે છે. થોડો સમય થયો એટલે બધા ત્યાં આવી પહોંચે છે

બધાં પ્રિન્સ અને વૈભવી સામે જોઈ રહ્યા હતા. ત્યારે પ્રિન્સ કહે છે હું વૈભવી ને પ્રેમ કરું છું પણ મમ્મી પપ્પા ના ઝગડા થી અમે પ્રેમને સાર્થક કરી શકીએ તેમ નથી એટલે મેં તમને બધાને બોલાવ્યા છે.

હાથ માં વારમાં લઈ એક બીજાને પહેરાવે છે. પોલીસ તેની રક્ષણ મા ઊભી રહે છે. ગામ લોકો તો બધું ભૂલી ગયા હોય છે પણ પ્રિન્સ ના પપ્પા ને આ મંજૂર ન હતું. બધાની સાક્ષી બંને લગ્ન કરે છે. પછી આશીર્વાદ લેવા પેલા પ્રિન્સ પપ્પા પાસે જાય છે ને એટલું કહે છે જો ગામ લોકો આ દુશ્મની ભૂલી જતાં હોય છે તો તમે કેમ નથી ભૂલી જતાં. આજ નહીં તો કાલે તમારો દીકરો લગ્ન તો કરવાનો જ હતો પણ તમારા આ ઝગડા થી મારે તમારી વિરૂધ્ધ લગ્ન કરવા પડ્યા પ્લીઝ મને માફ કરી દેજો.

રસિકભાઈએ બધાની સામે જોયું બધાની ઇચ્છા હતી કે દીકરાને માફ કરી. એટલે તેના સસરા ના ગામના લોકો તેની પાસે જઈ કહ્યું જે થયું ભૂલી જાવ હવે દુનિયા બદલાઈ ગઈ છે. તમે પણ બદલાઈ જાવ ને દીકરાને આશીર્વાદ આપી ગામની ચા પીતા જજો.

રસિકભાઈએ બંને ને આશીર્વાદ આપી ગળે લગાડી લીધા. ને રસિકભાઈ સસરાને ત્યાં ચા પીવા ગયા ને. પ્રિન્સ અને વૈભવી હાથ માં હાથ પકડી તેના ઘર તરફ રવાના થયા.

જીત ગજ્જર