Kashmirni Galioma - 8 books and stories free download online pdf in Gujarati

કાશ્મીરની ગલીઓમાં... 8

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ ઈનાયતને મળવા તેના ઘેર પહોંચી જાય છે અને જ્યાં ઇનાયત અનુજને પોતાના શહેરને છોડીને જવાની વાત કરે છે, હવે આગળ,

'ઠીક છે હું પણ દેશ માટે થઈને આ બલિદાન આપી દઈશ પણ તમારે જવાનું છે કયારે?? ' મેં મન મક્કમ કરતા કહ્યું,
'કાલે સવારે જ '......
'તો શું માત્ર આજ રાત જ હું તને અંતિમ વખત નીરખી શકીશ?? ' મેં ઢીલા સ્વરે કહ્યું,
'મને માફ કરી દો અનુજ ', ઈનાયતે તેનો ચહેરો મારા ખભે ઢાળતા કહ્યું,
'શું કહ્યું તે?? મારું નામ ફરી બોલ ને 'મેં ખુશ થતા કહ્યું,
'અનુજ '
'વાહ હવે તો મોત આવી જાય તોય ગમ નથી ' મેં હસતા ચહેરે કહ્યું,
''આવું શું કામ બોલો છો, જો ભવિષ્યમાં એવો સંજોગ આવશે તો આપણે જરૂર મળીશું ' ઈનાયતે મારી આંખોમાં આંખો પરોવતાં કહ્યું,
'સારુ ચલો જયારે મળીશું ત્યારે હું જરૂર કંઈક માંગીશ' મેં આંખોના ખૂણે આવેલ આંસુને લૂછતાં કહ્યું,
'શું માંગશો?? 'ઈનાયતે આશ્ચર્ય સાથે પૂછ્યું,
'તું વાયદો કર કે તું મને એ જરૂર આપીશ ' મેં ઇનાયતના હાથ પકડતા કહ્યું,
ઈનાયતે પોતાના હાથ મારા હાથોમાં પરોવ્યા અને કહ્યું, 'હા તમે જે પણ માંગશો એ જરૂર આપીશ '
'તારો સહવાસ, તારું શરીર, તારું મન, તારું હૃદય,તારું નામ, તારી ઓળખ, તારો શોહર એ દરેકે દરેક વસ્તુ જે અત્યારે તું મને નહીં આપી શકે પણ જો ભવિષ્યમાં આપણે મળીશું તો તારે મને આપવી પડશે, બોલ આપીશ?? ' મેં ઈનાયતનો ચહેરો મારી હથેળીમાં રાખતા કહ્યું,
'મારું સર્વસ્વ તમે જ છો અનુજ, સુલેમાનની પત્ની હોવા છતાં હું એટલી જ પવિત્ર છું જેટલી એક કુંવારી કન્યા, અને અત્યારે કદાચ હું તમને મારું સર્વસ્વ નહીં સોંપી શકવા સક્ષમ પણ હા જો ભગવાને આપણા બંનેનું ફરી એક થવું લખ્યું જ હશે નસીબમાં તો હું તમને બધુંજ અર્પી દઈશ',
એટલામાં બહારથી સુલેમાન ઈનાયતના રૂમનો દરવાજો
ખખડાવે છે,
'બેગમજાન તમને લોકોની ખિદમત માટે બેગમ બનાવી છે એતો કમસેકમ નિભાવો 'સુલેમાને વ્યંગ્ય સૂરમાં કહ્યું,
ઇનાયત ફટાફટ પોતાનો ચહેરો વ્યવસ્થિત કરે છે, હું પાછો કબાટમાં જઈને છુપાઈ જઉં છું
ઇનાયત દરવાજો ખોલે છે અને સુલેમાનની માફી માંગીને તેની સાથે નીચે જવા નીકળે છે,
આ બાજુ હું પણ તે લોકોના ગયા બાદ કબાટમાંથી બહાર નીકળીને નીચે આવીને સીધો સુલેમાનનાં બંગલાની બહાર જવા નીકળે છે, મેં જતા જતા ઈનાયતનો ચહેરો જોવાનું પણ ઉચિત નથી સમજ્યું, કદાચ એનો માસુમ ચહેરો જોઈને હું મારી લાગણીઓને કાબુમાં ના રાખી શકત,

કેમ્પ આવીને હું સીધો આડો પડ્યો, મેં નક્કી કર્યું કે હવે મારે ફક્ત ને ફક્ત મારી દેશ પ્રત્યેની ફરજો પર ધ્યાન આપવાનું છે, અચાનક મને નગ્માની યાદ આવી ગઈ, હું ઉભો થયો અને બહાર કર્નલ સાહેબ સાથે વાત કરવા તેમને શોધવા લાગ્યો, એટલામાં પાછળથી એક અવાજ આવ્યો, હું તે દિશામાં ફર્યો,
'કોને શોધે છે જુનિયર?? ' અર્જુન સરે મારી સામું જોઈને પૂછ્યું,
'કર્નલ સાહેબને ' મેં એકદમ નીડર થઈને કહ્યું,
' લાગે છે તને બહુ સ્માર્ટ બનવાનો શોખ છે તો તારી બધી હોંશિયારી હું કાઢી ના દઉં તો હું પણ અર્જુન કશ્યપ નહીં' અર્જુન મારી સામું ગુસ્સામાં કહ્યું,
મને ગુસ્સો આવી ગયો અને મેં ગુસ્સામાં અર્જુનને ધક્કો મારીને પાડી દીધો, તે પણ ઉભો થયો અને મને મારવા માટે આગળ વધ્યો, અમારી હાથાપાયી જોઈને આજુબાજુ બધા ટોળે વળી ગયા, એટલામાં કર્નલ સાહેબ આવી ગયા,
'અનુજ, અર્જુન બંધ કરો તમારી લડાઈ, ઓફિસમાં મળો મને તરત ', આટલું કહીને કર્નલ સાહેબ જતા રહ્યા,
મને અને અર્જુનને અમારા સહચારીઓએ રોકી લીધા, અમે બંને કર્નલ સાહેબની ઓફિસમાં ગયા,
'અનુજ તમે અહીંયા ટ્રેનિંગ માટે આવ્યા છો કે લડાઈ કરવા 'કર્નલ સાહેબે મારી સામું જોઈને ગુસ્સામાં પૂછ્યું,
'પણ સર ' હું બોલ્યો,
'હજુ હું બોલું છું ને તો વચમાં બોલશો નહીં ' કર્નલ સાહેબે ડોળા કાઢીને મારી સામું જોયું,
હું નીચું મોં રાખીને ઉભો રહી ગયો,
કર્નલ સાહેબ અર્જુનને પણ બોલ્યા અને પછી અર્જુને ખોટું બહાનું ચલાવ્યું, 'સર, ફિરોઝપુરમાં તમે કહ્યું એમ મેં તપાસ કરી હતી, ત્યાં એવું કંઈજ નથી, આ વાત મેં અનુજને કરી તો તે ભડકી ગયો અને મને મારવા લાગ્યો ',
મને ફરી ગુસ્સો આવ્યો પણ મેં મારી જાતને રોકી લીધી અને કર્નલ સાહેબ સામું જોતા કહ્યું, 'સર તમે મારી સાથે ચલો પ્લીઝ હું તમને તમારી સામેજ સાબિતી આપું '
કર્નલ સાહેબ કંઈક વિચારતા હોય થોડી વાર બાદ બોલ્યા, 'ઠીક છે ચલો તમે બંને મારી સાથે '
અર્જુન રોકવા ગયો પણ કર્નલ સાહેબે ના પાડી કાંઈ પણ સાંભળવાની અને હું ખુશ થતો તેમની પાછળ જવા લાગ્યો,

અમે જીપમાં બેસીને ફિરોઝાપુર આવ્યા, મને ખુશી હતી કે કર્નલ સાહેબ મારી વાત માનીને અહીં પોતે આવ્યા હતા તપાસવા, મેં ઉતરીને નગ્માને બુમ મારી પણ કોઈ બહાર ના આવ્યું, મને નવાઈ લાગી, આખરે કર્નલ સાહેબે એમના પહાડી અવાજે બધાને બહાર આવવા માટે જણાવ્યું, જેમાં નગ્મા સહીત દરેક લોકો હાજર થઇ ગયા, દરેકના ચહેરા ઉપર ડર સાફ દેખાતો હતો,
નગ્માને જોતા હું તેની પાસે ગયો અને તેને કહ્યું, 'નગ્મા આ કર્નલ સાહેબ છે તું જે પણ જાણે છે અને સહન કરે છે એ તું આમને કહી દે, તે જરૂર ન્યાય કરશે ' પણ જાણે નગ્માને મારી કોઈ વાતની અસર ના હોય એમ તે ચુપચાપ જ ઉભી રહી, મેં ફરી તેને કહ્યું પણ તે કંઈજ ના બોલી, મેં બીજી છોકરીઓ જેને મેં ગઈ વખતે જોઈ હતી તેમને કહ્યું પણ મારા આશ્ચર્ય વચ્ચે કોઈ કંઈજ ના બોલ્યું, મને ખૂબજ આઘાત લાગ્યો,
'જોઈ લીધું સર મેં તો પહેલા જ કહ્યું હતું, લાગે છે Mr. ભારદ્વાજે કોઈ પિક્ચર જોઈ લીધું લાગે અને એની કહાની તમને કહી રહ્યા લાગે 'અર્જુને મારી સામું આંખ મારીને કર્નલ સાહેબ આગળ વાત કરતા કહ્યું,
'જુનિયર મને તમારી સાથે આવી અપેક્ષા નહોતી, હવે આજ પછી મારે તમારી ઉપર ભરોસો કરતા પહેલા 10 વાર વિચારવું પડશે,'આટલું કહીને કર્નલ સાહેબ જીપમાં ગોઠવાઈ ગયા,
મેં છેલ્લી વાર નગ્મા સામું જોયું, તેની આંખોમાં આંસુ હતા પણ મને તેની ઉપર ખૂબજ ગુસ્સો આવી ગયો હતો, મારો માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો, મારું સ્વમાન ઘવાયું હતું, હું પણ ત્યાંથી નીકળીને જીપમાં ગોઠવાયો,


અમે પાછા કેમ્પમાં આવ્યા, કર્નલ સાહેબ મારી સામું મોં બગાડીને જતા રહ્યા, મેં પણ મારા પગ મારા ટેન્ટ બાજુ જવા ઉપાડ્યા, ત્યાં અર્જુને મને રોકતા કહ્યું,
'નિકાળી દીધી ને તારી હોંશિયારી, હવે મારું નામ ના લેતો સમજી ગયો, તને જોઈને લાગ્યું હતું કે તું પણ મારી જેમ હોંશિયાર છે પણ તારી મૂર્ખામી જોઈને લાગે છે કે તું મારા લેવલે અડધે પણ નથી',
'તારા જેવા માણસ સાથે હું મારી સરખામણી કરવા પણ નથી માંગતો, તારા જેવા હેવાનિયત વટાવે એવા ફૌજી હોવું એની કરતા ના હોવું સારુ છે, તારા જેવા લોકોના લીધે જ કાશ્મીરની પ્રજા કદાચ આર્મીના દરેક લોકોને પોતાના દુશ્મન માની રહી છે, એ દિવસ દૂર નહીં હોય જયારે આપણા ભારતના કાશ્મીર પર શાસન કરનાર કોઈ બીજું જ હશે ', મેં ગુસ્સામાં અર્જુનને કહ્યું,
'ઓહ બસ કર તારી ભાષણગિરી, તું તો ખોટો અહીંયા આવી ગયો, તારે તો રાજકારણમાં જવાની જરૂર હતી હાહાહા ', અર્જુને મારી મજાક ઉડાવતા કહ્યું,
'હવે તું જો હું ક્યાં ક્યાં જઈ શકું છું સમજ્યો ' આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો,


થોડા દિવસ બાદ પરીક્ષાનું પરિણામ આવ્યું, હું પ્રથમ ક્રમાંકે ઉર્તીણ થયો હતો, કર્નલ સાહેબે મને અભિનંદન પાઠવ્યા પણ હજુ એમની મારા માટેની નારાજગી દૂર નહોતી થઇ, હું સૈનિક તરીકે બારામુલામાં જ સિલેક્ટ થઇ ગયો, ઇનાયત વગર એક એક દિવસ કાઢવો અઘરો થતો હતો,6 મહિના થઇ ગયા હતા પણ ના તો ઈનાયતનો કોઈ ફોન હતો કે ના સંદેશ.....
એક દિવસ અચાનક કમલેશ મારી બાજુ દોડતો આવ્યો અને મારા માટે ચિઠ્ઠી આવી છે એવું કહ્યું, મને નવાઈ લાગી કે ઘરવાળાની ચીઠ્ઠી તો 2 દિવસ પહેલા જ આવી હતી, કમલેશ મારી પાસે આવ્યો અને બોલ્યો, 'ભાભીની ચીઠ્ઠી આવી છે, '



શું લખ્યું હશે ઈનાયતે?? ઇનાયત અને અનુજ ફરી મળી શકશે?? તેમની પ્રેમકથા આગળ વધશે?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં.....