paanch koyada - 12 books and stories free download online pdf in Gujarati

પાંચ કોયડા - 12

ત્રીજો કોયડો

તે દિવસે રાત્રે અમને ઉંધ ના આવી.મુંબઇ ટ્રેન ની તાત્કાલિક ટિકીટો મળવી શકય ન હતી.અમે બંને એ જનરલ ડબામાં જ મુસાફરી કરવાનુ નકકી કર્યુ.આમ પણ અમે જનરલ માણસો જ હતા.મારી કંપની તરફથી મુંબઇ ની મિંટીંગો અનાયાસે ઘણી વાર યોજાતી,તેથી સાધનાને સમજાવવાનું વધુ અઘરુ ના પડયું.પણ રઘલાનુ શુ ? મેં રઘલાને એક કિમીયો આપ્યો.રઘલાએ ઘરે જઇને કહેવાનુ હતુ કે “ મુંબઇ ના એક પ્રતિષ્ઠિત લેખક તેની પ્રકાશન સાથે કરાર કરવા રાજી થયા છે.આ સોનેરી અવસર હાથમાંથી ગુમાવવો પાલવે એવુ નથી.તેથી અરજન્ટ મુંબઇ જવાનુ નકકી કર્યુ છે.આ કિમિયો કામ કરશે કે નહી તે તો સવારે જ ખબર પડે એમ હતી.

બીજા દિવસે સવારે ચાર વાગે તો રઘલાનો ફોન આવ્યો.

’ હા, હું નીકળી જ રહ્યો છું.જરા શાંતિ રાખ’ મેં તેને કહ્યુ.

’ તુ પહેલા બારીમાં જો’

મેં તરત બારીમાંથી નજર કરી.રઘલો તેના બાઇક સાથે મને લેવા તૈયાર હતો.હું મનમાં જ મલકાયો.બાઇક પર બેઠા પછી મારો પહેલો સવાલ હતો.

’ ભાભીજી ! રાજી થઇ ગયા ?’

‘ હા ! રાજી તો થઇ ગયા,પણ બાપ ગોતરમાં કોઇએ પુછયા ના હોય તેટલા સવાલ પુછયા.તમારો એમની સાથે કોન્કેટ કઇ રીતે થયો ? આપણા પ્રકાશન માં એમને એવુ શુ દેખાયુ? પાછી કહે એ લેખકનુ નામ તો કહો?’

‘ તે શુ નામ આપ્યુ લેખકનુ ?’

‘ અરે યાર ! નામ તો કંઇ ખાખ યાદ આવે !મેં તો કહી દીધુ આતશ કાપડિયા’

’ પછી કંઇ પુછયુ નહી ?’

“ હા,થોડી વિચારમાં પડી ગઇ.પછી કહે ‘ હા, નામ તો જાણીતુ છે,એમની બે એક ચોપડી મેંય વાંચી છે.પણ આ લગ્ન પછી બધુ ભુલી ગઇ’ “

રઘલાની છેલ્લી વાત પર અમે બંને ખુબ હસ્યા.મુંબઇ પહોંચ્યા પછી પહેલા જરૂરી પેટપુજા કરી.એટલી વારમાં અતુલ મજુમદારે કિર્તી ચૌધરીના મિત્ર આતશ કાપડિયા સાથે અમારી મિટિંગ ગોઠવી દીધી.અમે બરાબર ત્રણ વાગે સન ફોટો લેબ પર પહોંચ્યા.લેબ ખુબ વિશાળ હતી.બિલ્ડીંગ નો સેકન્ડ ફલોર આખો તેણે રિર્ઝવ કર્યો હતો.મોંડેલીંગ ના હેતુ માટે તેનો બહોળો ઉપયોગ થતો હશે તે સાફ દેખાતુ હતુ.ઘણા જાણીતા ફિલ્મી કલાકારો ના વિશાળ પોઝ દિવાલ પર ટાંગેલા હતા.મને અને રઘલાને આતશ કાપડિયા ની પર્સનલ કેબિનમાં બેસાડવામાં આવ્યા.ઉંમરલાયક આતશ કાપડિયાનુ વ્યકિતત્વ અંજાઇ જવાય તેવુ હતુ.ગ્રીન કલરના સુટમાં સજજ તે ફિલ્મી સ્ટારથી કમ નહોતા.અમને આંખ વડે ઇશારો કરી તેમણે બે મિનિટ થોભવા જણાવ્યું.તે દરમિયાન તેમણે સેક્રેટરી ને સુચના આપી કે કોઇપણ કામ માટે તેમને ખલેલ ના પહોંચાડે.ફોનને સાઇડ પર મુકી તેમણે મને અને રઘલાને તેમની સામેની ખુરશીમાં બેસવા આમંત્રણ આપ્યુ.મેં મારી અને રઘલાની ઓળખાણ આપી અમે કઇ બાબતે તેમને મળવા આવ્યા છીએ તે જણાવ્યુ.અમારી વાત સાંભળી તે થોડા મલકાયા.ખુરશીની અંદર શરીરને લંબાવ્યુ અને બોલ્યા-‘ તો મિ.ભાગવત તમને એવુ લાગે છે કે મારા પરમ મિત્ર કિર્તી ચૌધરીએ મને કોઇ એવી વસ્તુ આપી છે કે જે તમને આગળના કોયડા સુધી લઇ જાય’

‘ યસ સર ‘ મેં મકકમ પણ ધીમા અવાજે જવાબ આપ્યો.

ખુરશીમાંથી ઉભા થઇ તે ખડખડાટ હસવા લાગ્યા.નજીકની દિવાલ તરફ ગયા જયાં તેમનો અને કિર્તી ચૌઘરીનો હસતો કલોઝ-અપ ફોટો ટાંગેલો હતો.થોડીવાર તે ફોટા સામે જોઇ બોલ્યા.

’ બહુ અજીબ હતો મારો મિત્ર.એની વાર્તાઓ જેવો જ રહસ્યમય.અમે ઘણી વાર ઝઘડતા શુ લખી રહ્યો છે નવામાં, અમને તો જણાવ? તો કહેતો શરાબની મજા દિલમાં થોડુક દર્દ હોય ત્યારે જ આવે છે અને રહસ્ય ની મજા પણ અંતિમ પાનુ વંચાય પછી જ આવે છે.છેલ્લે ખુબ નંખાઇ ગયેલો.બિમારી થી નહીં પણ કુંટુબીજનો થી.કારર્કિદી ની શરૂઆત જયાંથી કરી હતી ત્યાં જ ભાગી ગયો,અમદાવાદ!.મારા ફોનના જવાબમાં એવુ જ કહેતો ભાભી થી છુપાઇ ને જે અફેર કર્યા છે તેના પર લખી રહ્યો છું.તુ કાયમ માટે મને યાદ રાખીશ.’

રુંધાતા અવાજે તેઓ અમારી તરફ ફર્યા અને બોલ્યા-‘ મારી પાસે તેની એક વસ્તુ છે.જોઇએ તમને કેટલી હેલ્પ કરે છે.આજથી બરાબર ચાર મહિના પહેલા દસેક વાગે મારા પર ફોન આવ્યો.અમદાવાદ થી તને ખાસ મળવા આવું છું.લાંબાં સમયે અમે મળી રહ્યા હતા.હું ખુબ ખુશ હતો.ભાગવત તુ બેઠો છે તે જ ખુરશીમાં મારી સામે બેઠો.હું તેની તબિયત પ્રત્યે ચિંતાતુર હતો.અમેરિકા એક જાણીતા કેન્સર સ્પેશિયાલીસ્ટ સાથે મિટિંગ ગોઠવાય એમ હું ઇચ્છતો હતો.મને કહે-‘ ફરગેટ ઇટ ! મારા માટે એક ડ્રિન્ક બનાય’

ડ્રિન્ક પીતા બોલ્યો-‘ જો હવે એક અગત્યની વાત સાંભળ.મારે મારા મોતને પણ ઇમ્પૉટન્ટ બનાવવુ છે.યાર ! તેના ઉપરથી પણ એક વાર્તા હોવી જોઇએ.’

‘ મતલબ હું સમજયો નહીં’ હું બોલ્યો

’ સમજાઇ જશે આતશ,હાલ પુરતા હું તને અમુક ફોટોગ્રાફસ આપુ છું.જેના વિશે તારે કોઇને જણાવવાનુ નથી.મારા બાળકોને પણ નહીં.જે વખતે તારી પાસે કોઇ સામેથી આ ફોટોગ્રાફસ લેવા આવે ત્યારે જ તેમને આપવા.’

‘ એવું તો શુ છે આ ફોટોગ્રાફસ માં ‘ મેં પુછયું

‘ સસ્પેન્સ’ - બસ એમ બોલી મોટેથી હસવા લાગ્યો.

આતશ કાપડિયાએ પોતાની વાત પૂરી કરી, પણ કીર્તિ ચૌધરી નું હાસ્ય મારા કાનમાં ગુંજી રહ્યું. મારી જાતને વિચારોમાંથી ખંખેરીને મેં પૂછ્યું

‘ શું તે ફોટોગ્રાફ જોઈ શકું ?’

‘ વ્હાય નોટ ! મિસ્ટર ભાગવત. તે તમારા માટે જ તો છે.’ આટલું કહી આતશ કાપડિયાએ પોતાના પર્સનલ ડ્રોઅરમાંથી એક કવર કાઢયુ

કવર ની સાથે તેમણે બાજુમાં પડેલી એક ડાયરી પણ કાઢી. ડાયરીના એક પાને કીર્તિ ચૌધરી અને આતશ કાપડિયાના હસ્તાક્ષર હતા.નીચે લખ્યું હતું “ ફ્રેન્ડસ ફોરેવર “ લખાણ પણ તેમણે ધીમેથી હાથ ફેરવ્યો અને પાછલા પાને પોતાના અક્ષરમાં કરેલી નોંધ બતાવતા બોલ્યા -

‘ કીર્તિ એ કહ્યું હતું કે આ તમામ ફોટોગ્રાફ્સ કોઈ નો બર્થ ડે સૂચવે છે !એ કોનો બર્થ ડે છે તે મળી જાય તો એ જન્મતારીખના આંકડાઓને 982 ની પાછળ જોડી દેજો પછી જે મોબાઇલ નંબર મળશે તે તમને આગળ ની લીંક સુધી પહોંચાડશે.’

982 એ ત્રણ આંકડા ક્યારેય મારી મેમરીમાંથી ડીલીટ થાય તેમ ન હતા ,છતાં પણ મેં તેને કાગળમાં ટપકાવ્યા. કવર ના ફોટોગ્રાફસ તરત જોવાની રઘલા ની ઈચ્છા ને મેં આંખ વડે બિલકુલ સંમતિ ન આપી. અમે ત્યાંથી નીકળ્યા,પણ આતશ કાપડિયાના છેલ્લા શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા.

‘મિસ્ટર ભાગવત ,બેસ્ટ ઓફ લક ! આશા રાખું છું કે મારા મિત્ર ની છેલ્લી ઈચ્છા તમે પૂરી કરશો.’

અમે જેવા ટેક્સીમાં ગોઠવાયા કે તરત જ રઘલા એ કવર ખોલ્યું. કવરમાં જુદા જુદા સાત ફોટા હતા. દરેક ફોટાની પાછળ માર્કર વડે એક થી સાત નંબર આપેલા હતા. ફોટા જોઈને અમારું નૂર એકદમ ઊડી ગયું. અમે આખા રસ્તે વિચારતા રહ્યા આ ફોટા ઉપરથી કોઈ નો બર્થ ડે કેવી રીતે શોધી શકાશે?

અમે મુંબઈની એક સસ્તી હોટેલમાં જ રોકાવાનું નક્કી કર્યું .એમે પૈસા બાબતે બંને કડકા હતા

. હોટલ રૂમમાં પહોંચી અમે ફરીથી સાતે ફોટા ધ્યાનથી જોયા.

I પહેલા ફોટામાં એક વહાણ હતું, જે દરિયામાં મુસાફરી કરી રહ્યું હતું.

II બીજા ફોટા માં એક ત્રાજવું હતું. જેના એક પલ્લામાં આયાત(IMPORT)અને બીજા પલ્લામાં નિકાસ(EXPORT) લખેલું હતું.

III ત્રીજો ફોટો લગભગ કલકત્તાના હાવડા બ્રિજ સૂચવતો હતો આ હાવડા બ્રિજ પર સૂર્ય ઉદય થઈ રહ્યો હોય તેવો ફોટો હતો.

IV ચોથા ફોટામાં એક ફાંસીનો ફંદો દેખાતો હતો અને તેના મધ્યમાં કોઈ દિપક સળગી રહ્યો હોય તેવું ભાસતું હતું.

V પાંચમા ફોટામાં કોઈ વિદેશ ની ટ્રેન હતી, જેની આગળ એક ટ્રોલી ગોઠવેલી હતી. જેમાં અલગ-અલગ પેટીઓ,સામાન ગોઠવેલા હતા.

VI છઠ્ઠા ફોટામાં એક સફરજન હતું,જેનો એક નાનો ભાગ કપાયેલો હતો.

vII અને છેલ્લા સાતમાં ફોટામાં એક મોટા હાથની હથેળીમાં એક પક્ષી નુ પીંજરુ હતું. પક્ષીને પિંજરામાંથી મુક્ત કરાવ્યું હતું. હથેળી નું જે ખોબા જેવો આકાર થતો ત્યાં એક તલવાર નું ચિહ્નન હતું. તલવાર પર એક મોટી ચોકડી (કેન્સલ×) નું નિશાન હતું અને તેના હાથા પર T અને N કોતરાયેલા હતા.

“ અશક્ય , અશક્ય !” હું બોલી ઉઠ્યો. સાતે ફોટા વચ્ચે કોઈ પણ લીંક બેસાડી શકાય એમ નથી.

‘ રઘલા શું લાગે છે?’ પોતાના સ્વભાવથી વિપરીત એકદમ શાંત બેઠેલા રઘલા ને મેંપૂછ્યું

‘ સાચું કહું મને આમાં કોઈ ખ્યાલ નથી આવતો. પણ આપણે ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે.’ આટલું બોલી રઘલા એ તે ફોટા અનેક વખત ફેરવ્યા.

‘તુ સો ટકા કન્ફર્મ છે !આ ફોટામાં રહેલો બ્રિજ હાવડા બ્રિજ જ છે. ‘ રઘલા એ પૂછ્યું

‘ હા ભૂલ થવાની કોઈ શક્યતા નથી. સાધના ના સગા મામા કલકત્તા રહે છે હું અનેકવાર કલકત્તા ફરી આવ્યો છું તે હાવડા બ્રિજ જ છે’

‘ પણ બ્રિજ અને જન્મતારીખ ને શું સંબંધ?’ તેને અકળાઈને સવાલ પૂછ્યો

‘કોઈ જ નહીં .’ મારી પાસે ના સિવાય બીજો કોઈ રીપ્લાય નહોતો.

‘અને આ કપાયેલું સફરજન ફોટામાં શું કરે છે ?ભલા જન્મદિવસ હોય તો કેક હોવી જોઈએ. આ સફરજન નું શું કામ?’

‘એ જ સમજાતું નથી.’ કીર્તિ ચૌધરી ના કહેવા મુજબ આપણે વિચારવાની ઢબ બદલવી પડશે