kash mare pan ek boyfriend hot - 1 books and stories free download online pdf in Gujarati

કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 1

એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુશી નો શું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠીકે
એ જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…..❤💚💗

વરસાદને ક્યાં ખબર, અંદર પણ એક આગ છે,

ઠારવા જેને ફકત જાંજવાનાં જળ ની માંગ છે.🖤

હુ અને નુર તો જુના મિત્રો હતા પણ કાયરા અમને છેલ્લા બે વર્ષથી જ મળી હતો. હું અને નુર બંને એકલા હતા અને જ્યારે અમે કૉલેજ કરવા ગયા ત્યારે ગીત અમને મળી અને કહ્યું કે મારી પણ ફેમિલી આતંકવાદી હુમલામાં મરી ગઈ છે ત્યારથી અમે એને પણ અમારા સાથે જ રાખી હતી.

ગીત પુરા ધ્યાનથી કૉલેજ ચલાવતી હતી. નુર મારી બાજુમાં જ બેઠી હતી. એના ચહેરા ઉપર ક્યાંક ખોટું ન થઈ જાય તો સારું! એ ભય સ્પષ્ટ દેખાતો હતો. આમ તો નુર કયારેય મોતથી ડરે તેવી નહોતી પણ પૈસા એવી ચીજ છે જે મળી ગયા પછી મૃત્યુનો ભય આપોઆપ આવી જાય છે. એને પણ કદાચ એમ જ હશે કે રૂપિયા હાથમાં છે, કરકડતી નોટથી ભરેલી એક બેગ ખોળામાં પડી છે તો શું કામ મરવું???

એ બંને પોતાના કામના ધ્યાનમાં હતા. નુરના ખોળામાં પૈસાથી ભરેલ બેગ જોઈને મને મારા જીવનના ચોવીસ વર્ષ ફિલ્મની પટ્ટી જેમ ટેબલના કાચ ઉપર દેખાવા લાગ્યા.

ધોરણ બારથી સાંભળતી આવું છું ક્રિશ ની ગર્લફ્રેન્ડ રીમાં અને માનવ ની માધુરી. ઋત્વિ નિહારના પ્રેમમાં છે ને અંજલીને હાર્દિકથી અફેર છે!

આ બધું સાંભળીને મને પણ ઈર્ષા થતી. હા સાચું જ કહું છું કે મને એ લોકોની એ છોકરીઓની ખૂબ જ ઈર્ષા થતી. હું તો ઘણીવાર દક્ષત ને પૂછતીય ખરી, “દક્ષત યાર મારા ફેસમાં કાઈ પ્રોબ્લેમ છે?”

“ના ના યાર એવું નથી, તું તો અંદર બહાર સો ટચ સોનુ જ છે!" દક્ષત આવું કહેતો.

દક્ષતના એ શબ્દો મને જરાક શાંતિ આપતા પણ માણસ સ્વભાવ ખરો ને! બીજા દિવસે ફરી મને ઈર્ષા થતી. ઋત્વિ નિહાર પાસે ચોપડા માંગતી અને એ ચોપડા પરત કરતી વખતે એમાં પાછળના પેજ ઉપર સ્માઇલી દોરીને નીચે આઈ લવ યુ લખતી…..!!!!! એ જોઈને તો મારું અર્ધું લોહી બળી જતું.

ખેર આ તો એક્વાત જ હતી. આવી તો દરેક વાતે મને જીવનમાં દુઃખ અને ઈર્ષા સિવાય કંઈ નહોતું મળ્યું! નાનપણમાં જ્યારે શાળાએ જતી ત્યારે બધાને મમ્મી મુકવા આવતી ગાલ ઉપર ચુંબન કરીને “મારો ડાહ્યો દીકરી મસ્ત મસ્ત ભણજે હો!” કહી હાથ હલાવી ચાલી જતી. એ જોઈને હું વર્ગમાં જઇ પાછલી પાટલીએ બેસી ઘણીવાર રડતી. મને થતું મારે કેમ મા નથી?

રક્ષાબંધન તો મારા માટે સૌથી દુઃખદાયક તહેવાર હતો. નાનપણમાં બધા ડઝનેક રાખડી બાંધીને શાળાએ આવતા ને બતાવતા જો આ મારી સગ્ગી બહેને બાંધી, આ મારી ફૈની છોકરીએ, આ મારી કાકાની છોકરીએ…… ત્રાસી જતી હું. ઇર્ષાથી મારુ મન ભરાઈ આવતું….. લીલી પીળી રાખડીઓના ફુમડાં, અને ગોળ પારા જોઈને મારુ મન ગોળ ચકરી લેવા લાગતું. આ બધાંને ભાઈ ને મારે નહિ????


થોડી મોટી થઈ એટલે સમજાયું કે મા બાપ, ભાઈ બહેન તો નસીબદારને મળે પણ હા એ બધા ન હોય એને પણ એક પુરૂષનો પ્રેમ મળી શકે ખરા! હા બોયફ્રેન્ડ રૂપે! એક બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને એ બધો જ પ્રેમ આપી શકે! એ પછી તો છેક કોલેજ સુધી મેં બોયફ્રેન્ડની રાહ જોઈ પણ મને કોઈ છોકરાએ ક્યારેય એક ગુલાબનું ફૂલ આપીને કહ્યું જ નહીં, “આઈ લવ યુ….!”

મારા કાન એ શબ્દો સાંભળવા તરસતા જ રહ્યા! મારી આંખો એ છોકરાને ગુલાબનું ફૂલ લઈને મારા આગળ ઉભો હોય એ દ્રશ્ય જોવા તરસતી જ રહી! મારુ હ્ર્દય એકલતાની આગમાં સતત બળતું જ રહ્યું!

અને પછી બધાની સાથે જે થાય છે એ મારી સાથે પણ થયું! માણસની એક હદ હોય છે સારા દિવસ, કોઈના પ્રેમની રાહ જોવાની. જે હદ હું ક્યારનીયે વટાવી ચુકી હતી.


ક્રમશ......

( શુ મને મળશે મારા જેવુ કોઈ ? શું થશે મારૂુ જોવા માટે વાંચતા રહો કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! Part - 2 )