NAVU ARTHSHASHRRA books and stories free download online pdf in Gujarati

નવું અર્થશાસ્ત્ર

લેખ- નવું અર્થશાસ્ત્ર લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.96017 55643
મિત્રો,
જે લોકો ને અર્થશાસ્ત્ર વિશે બહુ ખ્યાલ નથી એમને જણાવવાનું કે( ધંધાના માલિકો કહી રહ્યા છે)

ભાડું અને પગાર નોર્મલી વધેલા નફામાંથી જ ચૂકવવામાં આવે છે.અને આ બંને ચૂકવ્યા પછી જે વધે તે નફો ધંધા ના માલિક ઘેર લઈ જાય છે.( નોંધ-જોકે નફો અધધધ હોયછે એ સહુ જાણેછે.પણ દરેક ધંધાનો માલિક કાયમ એવું જ કહેતો હોયછે કે ધંધામાં હવે કશો કસ નથી)

જ્યારે અત્યારે લોક ડાઉન નો સમય ચાલે છે ત્યારે ખરીદ કે વેચાણ કે પ્રોડક્શન થયેલ નથી.એટલે કોઈ પણ પ્રકારનો profit થયેલ નથી. તેથી ધંધા ના માલિકોએ તે એમની બચત માંથી આપવાના થાય છે.

આ દરેક ધંધામાં શક્ય નથી. એવા ધંધા માં જ શક્ય છે કે જે ધંધા માં ખુબ વધારે નફો થયેલ હોય.અને તેવા ધંધામાં પણ માલિક પોતાના હિસ્સા માંથી જ આપશે,કમાયેલી રકમ માંથી નહીં.લોક ડાઉન ખુલ્યા પછી પણ બિઝનેસ પાછો મળવાના ચાન્સ , રિકવરી ના ચાન્સ આ ઘણું જોખમી છે .( નોંધ-પગાર આપવો ના પડે અથવા વધારવો ના પડે એટલે ધંધાના માલિકો દ્વારા આવી વાતો વહેતી કરવામાં આવેછે.)

હવે આવી પરિસ્થિતિ માં અર્થશાસ્ત્ર ના નિયમ મુજબ તો ધંધા બંધ થઈ જવાના થાય .ચાલુ થયા પછી પણ નાના પાયે ધંધા કરતા વ્યક્તિઓ ના સમીકરણો બદલાઇ જવાના છે. અને તેના કારણે જે લોકો ને અત્યારે માલિકો થોડોક પગાર પણ ચૂકવી રહ્યા છે તેવા માલિકો પણ સમય જતાં અમુક સ્ટાફ ઓછો કરી ને ચૂકવાયેલા પગાર અને નફા માં થયેલા ઘટાડા ને સરભર કરવાનો પ્રયત્ન કરશે.( નોંધ-માણસોનું શોષણ કરીને વર્ષોથી તગડા નફા ઘરમાં ભર્યા છે અને હવે જ્યારે જેમની મહેનતથી આ નફા કર્યા છે તેમને બે ત્રણ મહિના પગાર આપવો પડેછે એ ભારે પડી જાયછે એટલે આવું ગણિત આપણને ભણાવી રહ્યાછે.)

મિત્રો,
એટલું યાદ રાખજો કે આ નાના નાના સાહસિકો ટાટા ,બિરલા , બજાજ કે અંબાણી ની જેમ કમાયેલા ના હોય. એ લોકો ક્યાંક ને ક્યાંક થી એડજેસ્ટ જ કરતા હોય છે.એટલે જે પગારદારો લોક ડાઉન ખુલ્યા પછી ટણી માં રહેશે અને જે તે ધંધા ના માલિક ને સપોર્ટ નહીં કરે તે ખુદ પોતાના પગ ઉપર કુહાડી મારશે અને બીજા ના માટે પણ જોખમ ઊભું કરશે.( નોંધ-જોકે ધંધાના માલિકો જ આવી વાત વહેતી કરીને નોકરિયાતો ને ગભરાવી રહ્યાછે.)

અર્થશાસ્ત્ર માટે આ નવો અધ્યાય નથી. પણ આપણી જિંદગી માં આ જવલ્લે જ આવતો પ્રસંગ છે.અર્થશાસ્ત્રની એક અનોખી પરિસ્થિતિ ના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ.
એક બીજું સમીકરણ પણ આકાર‌ લઇ રહ્યું છે.જો તમારામાં કોઇ એવી વિશેષ આવડત હશે તો ધંધાના માલિકોને તમારી જરૂરિયાત ઊભી થવાની જ છે.ધંધો ચલાવવો હશે તો માણસોની જરૂરિયાત તો રહેવાની જ છે.એટલે એવું જ્ઞાન મેળવવાનું ચાલુ રાખો જે બદલાતી પરિસ્થિતિ માં પણ આપણું રક્ષણ કરે.હવે ધંધાના માલિકો માટે મોટામાં મોટી સમસ્યા કુશળ કારીગરોની અને મજૂર વર્ગના અછતની ઊભી થવાની છે.મજૂરો પોતપોતાના વતનમાં જતા રહ્યા છે એ હવે પાછા વળશે કે નહીં અથવા તો ક્યારે પાછા આવશે કશું નક્કી નથી એટલે મોટામાં મોટી સમસ્યા માલિકો માટે મજૂરોની છે.એટલે હવે 'પૈસા ફેંકો તમાશા દેખો' વાળો સમય નથી.અત્યાર સુધી જે શોષણ કર્યું છે તે હવે નહીં થઇ શકે.કુશળ માણસોની જરૂર પડવાની જ છે.


તમે પણ જે પરિસ્થિતિ માં મુકાવ ત્યાં તમારી સૂઝબૂઝ થી કામ લેજો. યોગ્ય વર્તન કરશો.સમય સાચવી લેજો.નિરાશ થવાની જરૂર નથી.નિયતિ એક દ્વાર બંધ કરેછે તો બીજું દ્વાર ખોલે જ છે.તેથી બંધ થયેલા દ્વાર સામે જોઇને બેસી રહેવાને બદલે નવા ઉઘડી રહેલા દ્વાર સામે નજર રાખજો.આ વિશાળ બ્રહ્માંડમાં અગણિત શક્યતાઓ ભરેલી છે.સબ કા માલિક એક હૈ.શ્રદ્ધા રાખો આ વાવાઝોડું દૂર થઇ જ જશે.વિફરેલી પ્રકૃતિની આ વિનાશલીલા ચાલી રહીછે પણ પરમેશ્વર પ્રકૃતિના પણ ઉપરી છે એ સદાય મનમાં યાદ રાખજો.