remya books and stories free download online pdf in Gujarati

રેમ્યા - એક કડી

પ્રકરણ 1

મયૂર હજી એનું લેપટોપ બંધ કરીને ઉભો થયો, આખી રાતનો કંટાળો એના મોઢા પર વર્તાતો હતો અને સાથે ઊંઘ પણ! આખીરાત લેપટોપ સામે બેસી રહ્યો હોવાથી એની આંખમાં લાલાશ ચડી ગઈ હતી.હમણાં પાછું કામ પણ વધારે હોય છે કોરોના ઇફેક્ટમાં, યુ એસ બેઝ કંપની છે તો અત્યારની માંગ પ્રમાણે એ નાઈટ શિફ્ટમાં ડ્યૂટી કરે છે.સોફ્ટવેર એન્જીનર એટલે ઘણી વાર એને રાતના ઉજાગરાની આદત હતી.

આળસ મરડી એ જરા ઉભો થયો.લોકડાઉન છે એટલે ઘરે પણ બધા શાંતિથી ઉઠે છે, બધાને ડિસ્ટર્બ ન કરવાના ઈરાદાથી એ કોફી બનાવવા કિચનમાં ગયો.ફ્રીઝ ખોલ્યું પણ દૂધ તો હતું નહિ સવારે ૬ વાગ્યે તો પાછું કોઈ દુકાન પણ ખુલ્લી નહિ હોય! એ નિસાસા નાખીને એની રૂમમાં આવી ગયો.થોડો કડભડાટ થયો જાણી મમ્મી જાગી ગઈ, નક્કી મયુરને કોફી પીવી હશે એમ વગર કહ્યે જાણી પણ લીધું રેખાબેને.

આ રેખાબેનનો રતન એટલે મયુર. સ્વભાવે ભોળો, ઓછાબોલો કહી શકાય એવો સ્વભાવ, પણ દરેકમાં ભળી જાય એવું વ્યક્તિત્વ.ભણવામાં પહેલાથી હોશિયાર એટલે એને એની રુચિમય વિષયો સાથ ભણીને સોફ્ટવેર એન્જીનીઅર બનવાનું સપનું સેવ્યું હતું એ પૂરું કર્યું હતું.આમ તો ઉંમર વિવાહયોગ્ય થઇ ગઈ હતી, પરંતુ હજી કૅરિયર બનાવવું છે આમ કહી એ વાતને ટાળી દેતો.સીધો એટલો કે કોઈ છોકરીઓ સામે ભૂલમાં પણ ના જોવે! બસ એ ભલો અને એનું કામ! બાકી રેખાબેનની દરેક વાતે તકેદારી રાખે એવો માયાળુ.એના ઘરના નાના મોટા કામ કરી આપવામાં એને ક્ષોભ જરાય ના હોય.પપ્પા નીરજભાઈનું એ ગૌરવ! બેચાર વ્યક્તિઓ સામે એ મયુરની વાત કરવામાં હંમેશા ગર્વ અનુભવતા.

દૂધ હતું નહીં એની ખબર હતી રેખાબેનને રાતથી જ, એટલે કામચલાઉ દૂધ માટે મિલ્ક પાઉડર થી એમને ગરમાગરમ કોફી બાનવીને મયુરને આપી.મયુર ખુશ થઇ ગયો એમ મમ્મીને મીઠી ઠપકો આપવા લાગ્યો," તારી જોડે બધા જુગાડ હોય છે હા!"

"એ તો રાખવા જ પડે ને આ લોકડાઉનમા! બાકી ના હોય તો ચલાવી પણ લેવું પડે."

"સાચી વાત મમ્મી, પણ કેમ જલ્દી ઉઠી ગઈ, હું તો અમસ્તો કિચનમાં આંટો મારવા ગયો હતો."

"હા ખબર છે મને, તારું અમસ્તું કઈ ના હોય, શું કરવા રાતના ઉજાગરા કરે છે? દિવસની ડ્યૂટી માટે અપ્લાય કેમ નથી કરતો?"

"ના, મને તો રાતે કામ કરવાની મજા પડે છે, બાકી તો દિવસે તો ઘરમાં ખલેલ રહ્યા કરે અત્યરે ઘરમાં જ હોઈએ એટલે!"

"ભલે, ચાલ હવે નાસ્તો બનવી આપું, ખાઈને પછી સુઈ જજે બેટા"

"અરે ના મમ્મી, હવે બે દિવસ તો વિકેન્ડ, એટલે આજે તો નથી સૂવુ અત્યરે, બપોરે સુઈ જઈશ."

"ઓકે, તને ફાવે એમ!"

મમ્મી કોફીનો મગ મૂકી થોડી ઘણી વાતો કરીને એના રૂમ માંથી જતી રહી. મયુર કોફીનો લુફ્ત ઉઠાવતો અને મોબાઈલમાં કોરોનાના અપડેટસ જોતા જોતા ગૅલરી તરફ ગયો. ત્યાં બાંધેલા હીંચકા પર બેઠો.

અચાનક પાર્કિંગ તરફથી નાની એકાદ વર્ષની બેબી ગર્લનો રડવાનો અવાજ આવ્યો, વાતાવરણ એકદમ શાંત હતું એટલે વધારે જોરથી સંભળાતું હતું.એને ચોથા માળેથી નીચે જોયું તો એક નાની બેબી રડતી હતી એની મમ્મી જોડે જવા માટે અને એની દાદી એને સાચવતી હતી.દયા આવ ગઈ જરા જોઈને કે શું કારણ હશે કે આ માસુમને એની મમ્મી થી અલગ કરતુ હશે?આવા લોકડાઉનમાં જો એની મમ્મી ક્યાંક જતી હશે તો પાક્કું કોઈ સચોટ કારણ હશે,બાકી આમ ન થાય.મયુર એવું કંઈક વિચારતો હતો ને ત્યાં રેખાબેન આવ્યા, મયુરને આમ ત્યાં જોતા એમને કહ્યું," એ બેબી રેમ્યા છે,ઘણી વાર રડે છે જાગતી હોયતો આ ટાઈમે, એની મમ્મી જોબ પર જાય એટલે."

"પણ મેં કદી આમને જોયા નથી...." નીચે જોતા જોતા જ મયુરે મમ્મીને અનાયાસે પૂછી લીધું.

"એ તો સામેની વિન્ગમાં લાસ્ટ યર રહેવા આવ્યા હતા, આલેખભાઈ પારેખનું ફેમિલી,મારે ઘણીવાર એમને મળવાનું થાય છે."

"ઓકે. પણ આમ બેબી ને રડતા મૂકીને હમણાં ક્યાં?"

"ઓહ્હ હા, એ તો મૈત્રી જતી હશે રૈમ્યાને મૂકીને એટલે....મૈત્રી કંઈક ફાર્મામાં સારી પોસ્ટ પર નોકરી કરે છે એટલે અત્યારે એને ડ્યૂટી ઓન છે લોકડાઉનમાં પણ."

"સારું, પણ આવી રીતે મૂકીને જાય તો બહુ દયા આવે રેમ્યા પર મને તો."

"સાચી વાત બેટા."

"આમ પણ એ દયાને પાત્ર જ છે જન્મી ત્યારથી....એને પપ્પાનું સુખ નથી જોયું, એના જન્મમાં એકાદ મહિનામાં જ એના પપ્પાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું, હજી એ લોકો આઘાતમાંથી બહાર નથી આવી શક્યાં."

"અરે બહુ દુઃખદ થયું." મયુર જરા માયુસ થઇ ગયો એમ જણાયો આ વાતથી.

આ બધી વાતથી વિહ્વળ એને એક લાગણી ઉપસી આવી એ નાનકડી રેમ્યા પર એના વિષે જાણવાની ઉત્સુકતા ઉમટી.એ જરા સ્વસ્થ થઇ ને રેખાબેનને- "તો રેમ્યા આખો દિવસ એના બા જોડે જ રહે?"

"હા....એ એના નાની નાના જોડે રહે."

"નાની - નાના? આ એનું મોસાળ છે?"

"હા...આ અકસ્માત પછી મૈત્રી એના પિયર જ રહે છે, ઉંમર નાની છે એટલે બન્ને પક્ષોએ સહમતીથી બધું ભુલાવીને નવું જીવન જીવવાની અનુમતિ આપી છે એને"

"ઓકે, બિચારી રેમ્યા ગોત્રનું બંધન જ નથી મળ્યું અને પિતાની છાયા ગુમાવી દીધી, અને માતાની મમતાથી પણ વંચિત જ કહેવાયને દિવસે તો."

"હા સાચી વાત દીકરા, પણ શું કરીએ, આ જ એનું નસીબ હશે કદાચ!"

આમ કહીને રેખાબેન ને વાતને ત્યાં પૂર્ણવિરામ આપી દીધું અને, "બેટા તે હોય પણ મને વાતોમાં પરોવી દીધી, ચાલ હું તો તને બોલાવવા આવી હતી, ગરમાગરમ નાસ્તો બનાવી રાખ્યો છે તારા માટે."

"આટલી જલ્દી? મમ્મી તું તો સુપરમેન નહીં....નહીં સુપરવુમન છે!"

"હા.. હા ચાલ મસ્કાના લગાવીશ, અત્યરે તો માસ્ક પહેરવાના દિવસો છે." કહીને રેખાબેન કિચન તરફ ગયા.

............................................................................................................................

પ્રકરણ 2

મયુર ફ્રેશ થઈને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યો, પપ્પા જોડે બેઠો.એમની જોડે કોરોનાના અપડેટસ શેર કરવા લાગ્યો,"પપ્પા, બહુ વધતા જાય છે કૅસ જુવોને હમણાંથી..."

"હા,વાત જ ના કર, એમાંય પરિસ્થિતિ હજી વકરશે તો નાના માણસોનું જીવવું હેરાન થઇ જશે."

"જ્યારથી લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આમ તો ઘણાં માણસોની રોજી બંધ થઇ ગઈ છે.આતો અમારે ઘરેથી કામ છે તો ખબર નથી પડતી."

"પણ બેટા, કાલે ન્યૂઝમાં હતું કે સરકારે કંઈક કોરોના બગેટ જાહેર કર્યું છે અને કંપનીઓને પગાર ના કાપવાની અપીલ પણ કરવાંમાં આવી હતી કંઈક."

"હા, એ તો મેં પણ વાંચ્યું હતું સાચી વાત છે."

"સારું તો તો બહુ બર્ડન નહિ થાય બધા પર, પણ હજી જે લોકો બહાર જાય છે નોકરીએ એમની પણ સેફ્ટી માટે કરવા જેવું છે નઈ?"

"હા, આ ડોક્ટર્સ, પોલીસ, મેડિકલ સ્ટાફ અને જોડાયેલા બધા અત્યરે પુરા દિલથી સેવા કરે છે, એમને કઈ થાય તો? એમની સેફ્ટી બહુ જરૂરી છે હા..." આટલું કહેતા મયુરને રૈમ્યાની મમ્મી મૈત્રી જોબ પર જાય છે એ યાદ આવી ગયું.

"હા એકદમ સાચી વાત! એ તો હવે એમનું પણ ધ્યાન રાખશે જ ને..."

પપ્પાની વાતમાં આગળ ના વધતા મયુર પેલા સવારની વાતના વિચારોમાં સારી પડ્યો.એને રૈમ્યાની વાત પર ચિત્ત ચોંટી ગયું.હજી એ નાની રેમ્યા પર સહાનુભૂતિ અનુભવ્યા કરતો હતો.એ એના વિચારોમાં ખોવાઈ ગયો જરા.

"રેખા....ચાલ થઇ ગયું? કેટલી વાર?" નીરજભાઈ એ બૂમ પાડી એમની ધર્મપત્નીને.

"હા આવી ગઈ, જરા ચા બનતી હતી." કિચનથી રેખાબેન આવ્યા મસ્ત ગરમાગરમ નાસ્તા ભરેલી ટ્રે લઇને.

ત્રણે ટેબલ પર ગોઠવાઈ ગયા, નાસ્તામાં બનવેલા દાળવડાંનો આસ્વાદ માણી રહ્યા હતા ચા સાથે.થોડી થોડી હળવી વાતો સંગ સુખી પરિવાર મોજતો હતો.એમના મીઠા સંબંધો જોઈને લાગતું કે પૃથ્વીનું સ્વર્ગ આ પ્રમાણે બધે સાચવતું રહે! મયૂરનો એના મમ્મી પપ્પા પ્રત્યેનો આદર અને પ્રેમ, રેખાબેનની મમતા અને ઉમળકો, નીરજભાઈની પ્રેરણા અને અતુલ્ય જવાબદારી સમજવાના વ્યવહારના અહીં દર્શન થતા હતા. પણ ખબર નહિ આજે કેમ મયુરના મનમાં કંઈક અજીબસી ઉથલપાથલ થઇ રહી હતી, એનું મન આમ શાંત હોય પણ આજે વિચારોમાં વમળમાં ગોથા ખાતું હતું.એની આ અજીબશી ઉલઝન પાછળ સવારે સાંભળેલા એ રોવાના અવાજ સાથે હતી. એના મનમાં હજી રૈમ્યાનો રડવાનો અવાજ જ ગુંજતો હતો. એમાં રહેલી એક પ્રકારની ઉદાસી અને લાચારી એના મનમાં એવી ઘર કરી ગઈ હતી કે એની બેચેનીના દ્વાર બંધ જ નહોતા હતા.

મયુરની રેમ્યા માટેની આ લાગણી રોકી શક્યો નહિ. એને રેખાબેનને પૂછ્યું," મમ્મી, સવારે રડતી હતી એ બેબીને કેવું થતું હશે નઈ?"

"હજી સુધી બેટા તું એના વિષે જ વિચારે છે?"

"હા મમ્મી, ખબર નહીં મને એને જોઈને શું થઇ ગયું? એને લઇ આવને ઘડીક આપણા ઘરે, મારે એને એકવાર રમાડવી છે."

"સારું, હું નીચે શાક લેવા જઈશ તો એને લેતી આવીશ. ઘણી વાર તું ઓફિસે જાય ત્યારે એની બા પ્રેમલતાબેન એને લઈને આવે છે."

"સાચે?" ઘડીક તો મયુર ખુશ થઇ ગયો."પણ તો કોઈ દિવસ કહ્યં તો નહિ એના વિષે!"

"તું તારા કામમાંથી નવરાશ મેળવે તો આ બધી વાત થાયને?"

"હા ખરેખર...." મનમાં થોડી હળવાશ સાથે એને ટાઢક વળી મનમાં, છતાં હજી રૈમ્યાને મળવાની તાલાવેલી હતી મનમાં!

સવારના દસ વાગી ચુક્યા હતા, એ નાહીધોઈને રેડી થઇ ગયો.સોફા પર બેઠા બેઠા રજાનો આરામ ફરમાવતો હોય એમ! રાતના ઉજાગરાનો થાક હતો તો આંખને જરા મીંચીને ઊંડા શ્વાસ લેતો હતો. ત્યાં રેખાબેન નીચે ગયા હતા તો આવતી વખતે રૈમ્યાને જોડે લઇ આવ્યા.એને જોતા જ મયુર હરખપદુડો થઇ ગયો.મમ્મી જોડેથી લેવા માટે હાથ લંબાવ્યો. પણ બાળકી એટલી ચપળ હતી કે જાણે એને નથી ઓળખતી તો ના જવાય એમ મોં ફેરવી ગઈ એકવાર તો! પણ મયુરે જરા ચપટી વગાડી અને તાળીઓ પાડી તો પાંચેક મિનિટમાં એને જરા પોતાપણું લાગ્યું હોય એમ જવા તૈયાર થઇ ગઈ.મયંકના હાથમાં આવતાની સાથે જ એ હસવા મંડી. મયુર પણ જાણે બહુ મહેનતે કોઈ ફળ મળ્યું હોય એમ ખુશ જાણતો હતો. એને ચૂમવા માંડ્યો એ, વહાલ કરવા માંડ્યો.

નાનીશી એ રેમ્યા દેખાવે એટલી નાજુક હતી કે જાણે કોમળ કડી જ ના હોય જાણે! એના નાના નાના હાથ અને એની અર્ધખુલ્લી મુઠ્ઠીઓ, જાણે ઘણું બધું ભરીને લઇને આવી હોય એમ મયુર માટે! એની નાની નાની પગલીઓ વારંવાર લાતો મારતી છતાંય પ્રેમ ઉપજતો.ચબરાક આંખો એની જાણે બધું આજે જ જોઈને મનમાં સમેટી ન લેવાની હોય! એનો ગોરો વાન જાણે કોઈ તેજ સમ જણાતું. એનું પહેરેલું લાલ અને સફેદ રંગનું ફ્રોક એટલું જાચતું હતું એના પર કે જાણે સ્વર્ગથી ઉતારતી કોઈ બાળ અપ્સરા જ ના હોય! એનાથીય મીઠી એની એ હસી અને ખીલખીલાટ મહેકાવી દેતી હતી વાતાવરણને. એની આડાઅવળા શબ્દો બોલવાના પ્રયાસો ઉપરથી એની જીજ્ઞાશા કળી શકતી હતી.એની નટખટ અદાઓ અને એમાંય બધી વસ્તુઓ હક જમાવાની એની બાળ ચેસ્ટા દિલને ગમી જાય એવી હતી.મયુર તો એની નાની નાની દરેક વાતને ધ્યાનમગ્ન બનીને માણવા લાગ્યો જાણે કોઈ ગમતું રમકડું મળી ગયું હોય એમ. એની જોડે કાલી કાલી ભાષામાં વાતો કરતી વખતે તો જાણે એ ખુદ નાનું બાળ ભાસતો હતો. કલાક જેવા સામ્યમાં તો એટલી બધી એ મયુર જોડે ભળી ગઈ હોય જાણે જન્મતા વેંત જ ના ઓળખતી હોય એને! એ બંને જોડે ખબર નહીં એક એવી આત્મીયતા બંધાઈ ગઈ ઘડીક વારમાં કે જાણે એ બન્ને બહુ ગહન સંબંધીના હોય.

એકાદ કલાક જેવું એ મયૂર જોડે રમી પછી એને ભૂખ લાગી હશે કે કેમ રડવા માંડી. એને રડતા જોઈ મયુર ફરી ઘભરાયો. એને ચાની રાખવા માટે એને એનાથી થતા બધા પ્રયાસો કર્યા, પણ એ રડતા રડતા બા...બા... કરીને પ્રલાપ કરવા માંડી. એના પરથી એને ખ્યાલ આવી ગયો કે એને ઘર યાદ આવ્યું હશે. એને ઘરની બાળકની માંથી એનું ઘર બતાવાનો પ્રયાસ કરવા મંડ્યો, પણ એને તો હઠ કરી લીધી હોય એમ સાંભળે તો ને! એનો અવાજ જરા મોટો થવા લાગ્યો, રેખાબેન કિચન માંથી આવી ગયા. "શું થયું રૈમ્યાને?"

"જો ને મમ્મી છાની જ નથી રહેતી, બાને યાદ કરે છે."

"હા એવું જ."

પ્રેમલતાબેનને બાલ્કનીમાંથી બૂમ પાડી રેખાબેન એ," પ્રેમલતાબેન....જુવો તો આ સાઈડ, તમારી રેમ્યા રડે છે."

રડતા જોઈને પ્રેમલતાબેન આવી પહોંચ્યા, "હા ઉભા રહો, હું લઇ જ છું.'

"ના ના રહેવા દો, એ તો મયુર મૂકી જશે, તમારે ક્યાં આવવું પાછું?"

"હા મમ્મી, લાવ હું મૂકી એવું એને." આમ કહીને રૈમ્યાને લઈને મયુર ઘરની બહાર નીકળવા લાગ્યો.રેખાબેન એ એન માસ્ક આપ્યું ને કીધું," અત્યારે આમ માસ્ક વગર ના જતો રહેતો ક્યાંય. અને રૈમ્યાને જરા સાચવીને લઇ જજે, પછી તને છોકરાઓ ઉંચકવાની આદત નથી.

"હા સારું, આદત થઇ ગઈ છે જો રેમ્યા કેવી રમતી હતી!"

"હા બસ હવે ના રડાવ એને બહુ, રેમ્યા...જવું છે બાબા?" કહીને રેમ્યાને બાય કહેવા લાગ્યા એ.

રેમ્યા પણ જાણે બધું સમજી ગઈ હોય એમ નાનકડા હાથ હલાવવા માંડી અને ખુશ થઇ ગઈ.અને બહારની બાજુ નજર કરવા માંડી.

મયુર પણ એને લિફ્ટમાં ના લઇ જતા દાદરની સેર કરવા લઇ જતો હોય એમ નીકળી પડ્યો. એ બંનેને આજે જાણે લોકડાઉનમાં આઝાદી મળી હોય એમ નીકળી પડ્યા.ફ્લેટની અંદરનું કેમ્પસ હતું એટલે વધારે વાંધો નહોતો.અને એમનો એરિયા ગ્રીન ઝોનમાં આવતો હોવાથી અંદરોઅંદર અવરજવર ચાલ્યા કરતી હતી. આમતો કૅમ્પસમાં કોઈ હતું નહિ એટલે જરા આંટો મરાવીને એ સામેની વિન્ગના ત્રીજા માળે પહોંચી ગયો. આમતો ઘરની બાલ્કની માંથી સીધું દેખાતું હતું રેમ્યાનું ઘર એટલે મળી ગયું, શોધવામાં કોઈ કષ્ટના થયો અને પાછું ઘર આવતા રૈમ્યાનો થનઘાટ વધી પણ ગયો હતો એ પરથી મયંકે ક્યાસ પણ કાઢી લીધો!

.......................................................................................................................................

પ્રકરણ -3

મયુર એ ડોરબેલ વગાડ્યો, પ્રેમલતાબેનને ખબર જ હોય એમ બારણું ખોલીને આવકાર આપ્યો. એમને જોતાવેંત રૈમ્યા તો જાણે એએ તો મની જોડે જઈને એવી ચોંટી ગઈ કે જાણે ક્યારની વિખુટી વાછરડી જ ન હોય એ! એને ભૂખ લાગી હતી તો મમ મમ કહીને એમને કિચન તરફ ઈશારો કરી રહી હતી એ. પણ પ્રેમલતાબેન ને એના ટાઈમની ખબર હતી એટલે દૂધની બોટલ રેડી જ રાખી હતી. એને ઘોડિયામાં સુવડાવીને બોટલ આપી દીધી. રેમ્યા પણ આમ સ્વભાવે શાંત જણાઈ, ડાહી બનીને દૂધ પીવા માંડી. રૈમ્યાને સાચવવામાં એને મુકવા આવેલા મયુર પર ધ્યાન આપવાનું ભૂલી ગયા એ. અચાનક એની બાજુ જોતા," અરે બેટા, સોરી હા, આ રેમ્યાના ચક્કરમાં તારા પર ધ્યાન જ ના ગયું. આવ બેસ અહીં, હું પાણી લઇ આવું."

"ના આંટી, રહેવા દો...તમે રેમ્યાને સાંભળો."

"એ તો સુઈ જશે દૂધ પિતા પિતા એનો સુવાનો ટાઈમ થઇ ગયો છે, હમણાં અડધો કલાક સુઈ જશે ને પાછી ઉઠીને રમવા લાગશે."

"અડધો કલાક? એટલું જ?"મયુરે કુતુહલવશ પૂછી લીધું.

"હા, હમણાંથી રમીને થાકી જાય એટલે સુઈ જાય ઘડીક, બહુ રમતિયાળ બની ગઈ છે, એની મમ્મીની જેમ,મારી મૈત્રી પણ આવી જ હતી નાની હતી ત્યારે."

"ઓહ્હ….ગજબ છે મોટા માણસોની જેમ થાક ઉતારે એમ નઈ!"

"હા.....અરે દીકરા બેસ તો ખરા પહેલી વાર આવ્યો છે તું. તારા અંકલને બોલાવું."

"ના આંટી, આવા લોકડાઉનમાં ના જવાય કોઈના ઘરે.આતો રેમ્યાના લીધે આવી ગયો." એક જાગરૂક નાગરિકની જેમ મયુરે ઘરે બેસવાનીના પાડી.

"સારું તો દૂર ઉભો રહે સારું લાગશે અમને પણ. તે અમારી રેમ્યાને કલાક રાખી એના માટે તારો આભાર."

"ના એ તો આજે સવારે એને રડતા જોઈ હતી એટલે મમ્મીને કીધું હતું કે લઇ આવજે માટે"

"હા એ કહેતા હતા રેખાબેન, બેટા તારું નામ શું છે?"

"મારુ નામ મયૂર મહેતા."

"શુ કરે છે આજ કાલ ઘરમાંને ઘરમાં? કંટાળી નથી જતો?"

"ના, મારે તો જોબ ચાલુ હોય એટલે ટાઈમ નીકળી જાય છે."

"ઓહ્હ એવું છે?"

ત્યાં જ તો રૈમ્યાના નાના આલેખભાઈ આવી ગયા.એમને મયૂરને પહેલી વાર જોયો હતો, આમ તો મયંકને ફ્લેટમાં બધા ઓળખાતા, પરંતુ હવે નોકરીના કારણે એ બહુ નીકળતો નહિ એટલે નવા આવેલા આમને નહોતો જોયો કોઈ વાર."આ તો આપણા સામે નીરજભાઈ અને રેખાબેન રહે છે ને એમનો છોકરો. રૈમ્યાને રમાડવા લઇ ગયા હતા તે મુકવા આવ્યો હતો." પ્રેમલતાબેન એ ઓળખાણ કરાવતા ઘણું બધું કહી દીધું એકી શ્વાસે.

"હા, તું આઈ ટી ફિલ્ડમાં છે ને? એક દિવસ વાત થઇ હતી નીરજભાઈ જોડે મારે એ કહેતા હતા."

"હા અંકલ."

"સરસ, અત્યરે તો બહુ બોલંબોલા છે હા આઈટી વર્કની."

"પણ અત્યરે તો ડોક્ટર્સ અને ફાર્મા જ સાચવે છે કોરોના સામે તો!"

"હા એ પણ છે.આ જુઓને અમારી મૈત્રી રોજ જાય જ છે ને. રજા પણ નથી મળતી એને તો, વિક માં ચાર દિવસ ફરજીયાત છે એને હમણાં તો."

"એ તો રહેશે હમણાં, પણ સાચવજો રૈમ્યાને અને તમે બધા, કેસ વધતા જાય એટલે ચિંતા થાય છે."

"શું કરીએ, ડ્યૂટી તો ડ્યૂટી હોય ને, એ પણ નિભાવાવી રહી!"

"હા ચાલો, હવે હું જાઉં, નહિ તો રેમ્યા ઉઠી જશે અવાજથી." મયુરને આ બધામાં પણ એની ઊંઘની પરવા હતી.

"હા ભલે, આવતો રહેજે રૈમ્યાને મળવા." પ્રેમલતાબેને એને કહ્યું.

"ચોક્કસ, એ તો મારી હવે ફ્રેન્ડ બની ગઈ છે." અનાયાસે જ મયુરે એમની મૈત્રીનું બંધન બાંધી લીધું.એણે રજા લીધી ત્યાંથી. ઘરે આવ્યો.આવતાની સાથે રેખાબેન,"મૂકી આવ્યોને બરાબર?"

"હા, સુઈ પણ ગઈ પાંચ મિનિટમાં તો એ, બહુ ડાહી છે હા...."

"ભલે."

"અંકલ આંટી જેન્ટલમેન છે....દિલના ભોળા લાગે છે."

"હા દીકરા, ભોળા જોડે જ ભગવાન કસોટી વધારે કરે!"

"અને ભોળાનો ભગવાન હોય! એવું પપ્પા રોજ જ કહે છે ને..."મયુરે તરત જ હકારાત્મક જવાબ કહી દીધો. એની આ હકારાત્મકતા હવે રૈમ્યાના જીવનમાં આશિષ લઈને આવે તો સારું!

……………………………………………………………………………………………………

પ્રકરણ - 4

મયુર રેમ્યા ને મળીને ખુશ જાણતો હતો આજે, દિલને એક અજીબશી શાંતિ મળી હતી.આમ પણ બાળકો ઈશ્વરનું સ્વરૂપ સમાન હોય છે, પણ રેમ્યા તો મયુર માટે ખુદ ઈશ્વર જ સાબિત થઇ જેઇ, વિકેન્ડનો આખો થાક એને એક કલાકના ગાળામાં ઉતારી દીધો. મયુરના સ્મૃતિમાંથી હાજી એ બાળકી હટતી નથી, એની એ નિર્દોષતા એને સ્પર્શી ગઈ હતી અને એને પાછળ એનું દૈત્ય જે એ નિભાવી રહી છે એ પણ! એના માટે શું કરે કે જેથી એ એની જિંદગીમાં આવા વમળોમાંથી નીકળી શકે, એ તો અત્યરે પ્રાર્થના જ કરી શકતો હતો એના માટે માત્ર! એનું નસીબ એને સત્માર્ગે લઇ જાય અને એની ઝોળીમાં ખુશીઓ પ્રસરાઈ જ એવા દિલથી બસ આશિષ જ આવ્યા કરતા હતા.

બે રજાના ગાળામાં તો રૈમ્યાને બહુ રમાડી મયુરે,એને પગલી માંડતા પ્રયાસો કરાવતો એ,બોલાવતો નાના નાના શબ્દો, રેમ્યાને પણ મજા આવતી એની સંગ,મયુરને હવે એના કપડાં ભીના થવાનો ડર પણ નહોતો લાગતો નાતો એની સૂગ, એ સહજ રીતે એ બાળા સાથે સમય કાઢતો,નવરાશ મળે કે સીધો એના ઘર બાજુ વાટ પકડી લે, રેમ્યાએ પણ જાણે એનું નવું ઠેકાણું મયૂરમાં શોધી લીધું હોય એની જોડે ભળવા માંડી, બન્ને રમતા હોય એ જોઈને લાગે જ નહી કે એ બે દિવસ પહેલા અજાણ હતા.આવામાં ઘણીવાર મયુરને પ્રેમલતાબેન અને આલેખભાઈ જોડે મળવાનું થયું. એ એમની જોડે વાતો કરતો, ધીરે ધીરે બે પરિવારો પરિચિત થવા મંડ્યા, મૈત્રી સિવાય! એને હમણાં બે દિવસથી બાર કલાકની ડ્યૂટી હતી તો એને મળવાનું નહોતું થયું.

બે દિવસ વીતી ગયા ખબર જ ના પડી લોકડાઉનમાં. હવે પાછો વર્ક કરવાનો દિવસ આવી ગયો, કામ રાતની શિફ્ટમાં કરવાનું હતું તો મયુરને સુવાનું હતું, એ સુઈ ગયો. સવારના આશરે દસેક વાગ્યાની સુમારે આલેખભાઈ રૈમ્યાને લઈને ઘરે આવ્યા, મયુરને ના જોતા રૈમ્યાની નજર આજુબાજુ જોવ માંડી, રેખાબેન એ જરા રૂમનો દરવાજો ખોલીને ઈશારો કર્યો થાય તો રેમ્યા ભાખડિયે પહોંચી ગઈ મયુર જોડે, બેડના સહારે ઉભી રહીને એને નાની હથેળીએથી ટપકારવા માંડી, બે ત્રણ વાર તો કોઈ રિસ્પોન્સ ના આવ્યો, છતાં એ જોરથી મારવા લાગી, એને મજા આવવા લાગી આમાં. મયુર જાગી ગયો, આમ તો બીજું કોઈ ઉઠાડતે તો એ ગુસ્સે થઇ જતે, પણ રેમ્યાન જોઈ એ સફાળો જાગી ગયો, ખુશ થઇ ગયો."તું રમવા આવી છે?" કહીને લઇ લીધી એના ખોળામાં.ઉંચકીને બહાર લઇ આવ્યો, ઘરમાં પડેલા ટેડીબેર, બોલ્સ અને ચાવીઓના ઝુમખા આપ્યા, ઘરમાં કોઈ નાના બાળકો ના હોવાથી આનાથી જ કામ ચલાવી લેવું પડ્યું રેમ્યા એ.એ એની જોડે બેસીને એને રમાડવા મંડ્યો. સાવ નિખાલસ બાળકની જેમ, ફર્શ પર એની જેમ બેસીને જ!

આલેખભાઈ અને નીરજભાઈ બન્ને સોફા પર બેઠા હતા, રેખાબેન એ ચા બનાવી એમના માટે. જોડે રસોઈ પણ ચાલતી હતી. રેમ્યાને મમળાવવા થોડા મમરા આપ્યા હતા જે એ બધા ઢોળીને થોડા ખાતી અને થોડા રમતી, મયંક એની આ હરકતો જોયા કરતો, અને બન્ને વડીલોની વાતો સાંભળતો અને ક્યાંક જરૂર પડ્યે ટતાપસીપાન પુરી લેતો, છતાં એનું ધ્યાન રેમ્યામય હતું.

"જુઓ તો કેવી રમેં છે રેમ્યા તમારા મયુર જોડે!" - આલેખભાઈ એ નિરજભાઈને કહ્યું.

"હા, હમણાંથી તો મજા પડી ગઈ છે બન્નેને."

"કાલે તો અહીં થી જવું જ નાતુ, પણ મૈત્રી આવી ગઈ હતી ઘરે એટલે મારે મુકી ગઈ હતી." રેખાબેનએ કહ્યું.

"હમણાં બે દિવસ એને રજા છે, તોય આજે એને અહીં આવવા માટે જીદ કરી એટલે લઇ આવ્યો.સવારની બાબા બાબા કહીને આ બાજુ ઈશારો કાર્ય કરતી હતી."

"સારું તો તો લઇ આવ્યા જોડે મૈત્રીને પણ લઇ આવવી હતીને, અમે પણ મળતે એને, ખાલી જોઈ જ છે આવતા જતા." રેખાબેન બોલ્યા.

"સારું લઇ આવીશ કોઈ વાર....આમ તો એ ક્યાંય જતી નથી હવે."

"એવું ના કરાય, બહાર જાય તો મન હળવું થાય." આલેખભાઈ એ કહ્યું.

"પણ એ હજી કશું ભૂલી નથી, એ હજી પણ ઉદાસ જ રહે છે, જીગરકુમારની તસ્વીર જોઈને રડ્યા કરે છે એકલી એકલી, એ બધું ભૂલવા માટે થઈને જ અમે એને નોકરી કરવાની હા પડી છે, બહાર જાય તો ભૂલે બધું."

રેખાબેન - "હા પણ એ ભૂલવું સહેલું ના હોય ને, આવડી નાની ઉંમરમાં દુઃખ આવી ગયું છોકરી પર!"

આલેખભાઈ - "અમે બહુ સમજાવીએ છીએ બીજે ઠેકાણે જવાની, પણ હમણાં ના જ પાડે છે. કહે હું કેવી રીતે કોઈ પર ભરોસો કરીને રૈમ્યાને લઇ જાવ? , એને રૈમ્યાની બહુ ચિંતા છે, બીજે ગયા પછી રૈમ્યાને ફરી દુઃખ આવે તો એ વાત એને બીજા મેરેજ કરવાથી રોકે છે."

રેખાબેન- "સાચી વાત, અત્યરે એવું થાય પણ છે એટલે ભરોસો ના કરાય જલ્દી. એના કરતા તો એ જાતે કમાતી હોય અને રૈમ્યાને જાતે ઉછેરે એ આગળ જાય."

નિરજભાઈ - તોય આવડી નાની ઉંમર છે અને એકલા કાઢવાની કાઠી પડે છોકરીને, જો કોઈ સારું પાત્ર મળતું હોય તો બેસી જવાય."

આલેખભાઈ - ''હા, અમે પણ ઇચ્છીએ છીએ કે એનો પણ સંસાર ફરી મંડાઈ જાય, છોકરી તો એના ઘરે જ શોભે, ભલે આપણે ગમે તેટલું સાચવીએ પણ પુરા માન સાથે એ એના જીવનસાથી સાથે જ સચવાય, અમે ક્યાં સુધી એને સાચવી શકીએ ઉંમર થતાં અમારે પણ..."

રેખાબેન - "સાચી વાત, એને લઇ આવજો અપડે બધા ભેગા થઈને સમજાવીશું એને, એનું સારું થતું હોય તો અમારી રૈમ્યાનું પણ જીવન સુધારી જાય, એને પપ્પા મળી જાય!"

આલેખભાઈ - "શું કહેવું છે તારે આ બાબતમાં મયુર?"

મયુર - " હું શું કહું અંકલ, એ તો પર્સોનલ નિર્ણય કે'વાય....પણ રૈમ્યાનું સારું થતું હોય તો સારું જ ને." આમ કહીને મયુરે એનું મંતવ્ય રેમ્યા તરફી જતાવી દીધું.

આલેખભાઈ - "ચાલો એ તો એના નસીબ હવે ત્યાં લઇ જશે.અમે તો હંમેશા એના દરેક નિર્ણયમાં જોડે જ છીએ.ભલે એ અહીં રહે કે...." એમને જરા ઢીલા અવાજે કહ્યું.

રેખાબેન -" 'ચિંતાના કરશો આલેખભાઈ, એ તો આ નાની બાળકી એના નસીબ લઈને જ આવી હોય, આપણે તો માત્ર નિમિત્ત બનવાનું હોય." આલેખભાઈને સાંત્વના આપતા કહ્યું.

"ભલે" - આલેખભાઈ ઉભા થયા હવે, "ચાલો દીકરા ઘરે તમારે સુવાનો ટાઈમ થઇ ગયો છે." કહીને રૈમ્યાને બોલાવી. રેમ્યા ને તો હજી રમવું હતું, નાના ને ઉભા થતા જોઈએ ને એ મયુરને લપાઈ ગઈ જાણે અહીંથી જવું જ ના હોય!

"જાવ રેમ્યા, સુઈ જવાનું ને હવે? તું પણ સુઈ જા અને હું પણ હા." કહીને ફોસલાવીને એને નાના જોડે મોકલી, એ ગઈ પણ આંખો તો એની સામે જ હતી, જાણે એની જોડે જ રોકાઈ જવું હોય એને!

"ચાલ દીકરા, કાલે આવીશું, જો અત્યરે મમ્મા બોલાવે છે." કહેતા આલેખભાઈ એને લઇ ગયા.

એ છેલ્લે સુધી મયુર ને જોઈ રહી હતી. હાથ હલાવતી હતી.જાણે એ નન્હી શી જાન એને કંઈક વંચાતી આખોમાં કંઈક કહીના રહી હોય!

………………………………………………………………………………………………………

પ્રકરણ - 5

રેમ્યા ગઈ, જાણે રોનક ગઈ, એક ઉદાસી મૂકતી ગઈ હોય એમ ઘરમાં આજે વાતાવરણ તંગ હતું. એનું નિષ્ઠુર નસીબ કેમ આમ રુઠાયું હશે એની વિડંબના ત્રણેયના મનમાં ચાલતી હતી. મયુરને ઈશ્વર પર ઘણી આસ્થા હતી, એ એવું માનતો હતો કે એને કોઈનું કઈ બગાડ્યું નથી તો એને પણ બધું સારું મળી જશે. એ આમ તો શાંત રહીને પણ એને માટે દિલથી અશાંત હતો. ખબર નહિ કેમ એને આટલી બધી લાગણી છે એના માટે? કોઈ અજાણ વ્યક્તિ, બે દિવસની પહેચાન અને આટલી બધી આત્મીયતા એ સમજી શકતો નહોતો.છતાં એનો સાથ એને ગમતો હતો.

રેખાબેન અને નીરજભાઈના મનએ બાળકી પ્રત્યેની સહાનુભૂતિ ઘણી હતી, એનું સારું થાય એની ભાવના જાગૃત હતી. આલેખભાઈ અને પ્રેમલતાબેનના સ્વભાવના લીધે એ એમના શુભચિંતક બની ગયા. હજીય માણસાઈના દિવા બધે પ્રગટે છે અહીં જે ઉજાગર થતા હતા.આલેખભાઈના ગયા પછી મયુર પાછો સુવા જતો રહ્યો.

ને અહીં આલેખભાઈ પણ ઘરે આવીને રૈમ્યાને સુવડાવવા આપી મૈત્રીને, મૈત્રીએ એને થોડું ખવડાવીને સુવડાવી દીધી, એ થાકી હતી એટલે ઘોડિયામાં ઝુલાવતાની સાથે મીઠી નીંદર સંગ વિહરવા લાગી એની માસુમિયત સાથે.

"આજે તો આવવું જ નહોતું રૈમ્યાને ઘરે રોજની જેમ"

"જબરું ફાવી ગયું છે નહિ ત્યાં?" - પ્રેમલતાબેન એ કહ્યું.

"ક્યાં?" - મૈત્રીએ કુતુહલવશ પૂછ્યું.

"હું લઇ ગયો હતો ને રૈમ્યાને રમવા સામેની વિન્ગમાં નિરાજભાઈના ઘરે ત્યાં..."

"રોજ જ જાય છે હમણાં ત્રણ ચાર દિવસથીએમના એમના ઘરે."

"ઓહ્હ એવું છે? કોણ નાનું છે કોઈ એમની ઘરે?"

"ના બેટા, એમનો છોકરો મયુર છે, એ રમાડે એને, બહુ માયા થઇ ગઈ છે એની જોડે." મૈત્રીને એમ કે કોઈ નાનો છોકરો હશે જેની જોડે રમતી હશે.

"જોબ કરે છે એ પણ હમણાં વિકેન્ડ હતું તો ફ્રી હતો તો લઇ જતો."

"સારું, રૈમ્યાને મજા આવતી હશે ને?"

"બહુ જ, એની જોડે હો તો આવતી જ નથી કોઈની જોડે, જાણે એને વર્ષોથી ઓળખતી ના હોય એને એવું કરે છે!"

"આટલું બધું?"

"હા, બે ત્રણ દિવસમાં જ આટલી બધી માયા થઇ ગઈ છે એને...."

"સંભાળ પ્રેમલતા, મૈત્રીને એમના ઘરે લઇ જવાનું કીધું છે, ચા પાણી માટે..."

"હા, એ હા પડે તો જઈશું રૈમ્યાને રામાડવાનાં બહાને."

"શું મમ્મી તું પણ હા.... અત્યરે લોકડાઉનમાં કોઈના ઘરે થોડી જવાય?" મૈત્રીએ વાત વચ્ચેથી કાપીને ના ભણાવી દીધી ટૂંકમાં....

"પણ બેટા, જો રેમ્યા તો રોજ જ જાય છે એને ક્યાં નડે છે લોકડાઉન? અને આમ કૅમ્પસમાં તો ફરી શકાય, એમાં કઈ કોરોના ના આવી જાય."

"પણ મમ્મી કોરોના કઈ પૂછીને નથી આવવાનો આપણા ઘરે!"

"સારું, તને જે યોગ્ય લાગે એ, તું ના આવતી અમે જઈશું રૈમ્યાને લઈને તો.એને તો ત્યાં ગમે છે."

"ભલે, લઇ જજો, પણ સાચવજો." આમ પોતે નહિ અવવાની વાત મનાવી લીધી.બહુ જિદ્દી હતી મૈત્રી એમ તો.એનું ધારેલું કરવાની આદત હતી એને, કેમ ન હોય પહેલેથી એ એકલી હોવાથી બધા કોડ પુરા કરાવ્યા છે તો આલેખભાઈ તો! લાડકી હતી એ ઘરમાં પહેલે થી.પરંતુ એ એમની ભાવના સારી રીતે સમજી જતી. ભલે એને અત્યરે ના પડી દીધી હતી પણ જવાના સમયે એ એમના દયામણા ચહેરામાં થાપ ખાઈને જશે એ પણ નક્કી હતું. એના મન એના માબાપ સર્વસ્વ હતા, એમની વાત ભલેના માને પણ એમને દુઃખ થાય એ પણ ના જોઈ શકે.

હમણાંથી જ્યારથી જીગરકુમારને એવું થયું ત્ત્યારથી એની દશા ખુબજ નાજુક હતી.એની સીધી અસર એના સ્વભાવ પર પડતી હતી, એ ગુમસુમ રહેવા લાગી હતી, એની મસ્તીભરી આંખોમાં ગમના આસુંઓ સુકાતા નહોતા. એના એક બોલથી ઘરમાં આનંદ વ્યાપી જતો એજ સ્વભાવ હવે ચીડચીડીઓ થઇ ગયો છે જરા...એની મુસ્કાનની કામ હવે રોજ વર્તવા લાગી હતી. એને અંતઃકરણ થી હજી એ દુઃસ્વપ્ન દૂર થયું નહોતું. એના મનમાં હજી જીગર જ જીગર છે. એક વર્ષ ઉપર થઇ ગયું છતાં એનો પ્રેમ ઓછો નહોતો થયો, એ એમની યાદોમાંથી ઉભરતી જ નતી, અમુકવાર તો એને રૈમ્યાનો પણ વિચાર નહોતો આવતો અને એ એકલી ગુમસુમ બેઠી હોય, એની આ દશા જોઈને જ આલેખભાઈ એને બીજે થામ મોકલવા માંગતા હતા,જેથી એ બધું ભૂલે ને એની જિંદગી ફરી પહેલાની જેમ જીવવા માંડે.

પહેલાની મૈત્રી એટલે એ જે એકદમ બિન્દાસ્ત, નદીને ઉછળતી હંમેશા, એના હાસ્યથી દરેકના મન પર કાબુ મેળવનારી, એની ચબરાક અંખોમાંની મસ્તી એ જ એની ઓળખાણ, એની સુંદરતા એકદમ કોઈને પણ આંજી નાખે એવી, એની દરેક છટા લયબદ્ધ અને મનમોહક! દિલો પર રાજ કરી દે એવું એની વાણી, એના રૂપ કર પણ એની વાકછટા વધારે કાતિલ હતી. એના જેટલા વખાણ ઓછા કરીએ એટલા ઓછા! એની જ કદાચ એને નજર લાગી ગઈ હશે કદાચ, એની ખુશીઓને જીરવાઈ નહિ હોય ખુદ ઈશ્વરને પણ....એના દુઃખનો સંહાર કરનાર જ અત્યરે તો એની કસોટી કરી રહ્યો છે. એ કસોટીમાં રેમ્યા પણ ક્યાંકને ક્યાંક ભાગીદાર છે...મૈત્રીના બધા ગુણો આબેહૂબ રેમ્યામાં કંડારેલ છે પ્રભુ એ, તો એની કસોટી પણ કંડારશે જ ને! હવે તો રૈમ્યાનું નાસી અને મૈત્રીની કસોટીની જીત થાય એ ઇચ્છનીય રહ્યું.

………………………………………………………………………………………………………………………………………………

પ્રકરણ - 6

રેમ્યા સાંજે રમતી હતી બધા જોડે, મૈત્રી એની જોડે બેઠી હતી, એની નટખટ અને નિર્દોષ રમત સંગ. જરા ઉદાસ હતી, ઉદાસીનું કારણ હવે કોઈ નવું નહોતું એની પાસ. એ ભલે રેમ્યા જોડે બેઠી હતી પણ એનું ચિત્ત બીજી દુનિયામાં નિસાસા સાથે ભ્રમણ કરતુ હતું. પ્રેમલતાબેન ને એનો અણસાર હતો છતાં એ કઈ કહી સકતા નહોતા, એના મગજને બીજે ક્યાંક પરોવવા એમને પ્રયાસ કર્યો.," મૈત્રી, સંભાળને...."

"હા...." જરા હબકીને કોઈ સ્વપ્નમાંથી જાગી હોય એમ મૈત્રીના વિચારવંટોળમાં ભંગ પડ્યો.

"મારે તને કંઈક કહેવું છે."

"શું?"

"પણ દિકરા, તું ગુસ્સોના કરતી હા મારા પર..."

"બોલ ને, મને ક્યાં ગુસ્સો આવે છે હવે તો."

"તારા માટે નહિ પણ રેમ્યા માટે થઈને આગળ કંઈક વિચારને બેટા...."

"શું વિચારું?" જરા ગરમ થઈને મૈત્રીએ જવાબ આપ્યો.

"જો પછી મને કહે છે કે હું ગુસ્સો નથી કરતી." પ્રેમલતાબેન એ જરા કટાક્ષમાં એને કહી દીધું.

"સોરી, મને આ વાતને લઈને તું ઘડી ઘડી કહે છે એટલે...."

"પણ દીકરા, હું તારા માટે જ કહું છુ ને! તારી આ દશા મારાથી નથી જોવાતી."

"પણ મમ્મી મને સામે વાળું પાત્ર સારું જ મળશે એની શું ગેરંટી? અને હું જીગરને નથી ભૂલી સકતી, મારા માટે એ હજીય જીવે છે."

"તારી વાત સાચી, જીગરકુમાર જ છે તારા દિલમાં,પણ પ્રભુને જે યોગ્ય લાગ્યું એ સ્વાકાર્યએ છૂટકો છે તું જ કહે?"

"તો હું ભૂલી પણ જાવ રૈમ્યાને માટે થઈને, પણ એવું કોઈ પાત્ર છે તારી નજરમાં જે મને અને રૈમ્યાને અમારો ભૂતકાળ ભૂલીને સ્વીકારી શકે?"

"એ તો તું હા પડે તો અમે શોધીએ ને! અને અમે એવું પણ નથી કહેતા કે અમે કહીએ એ જ સાચું, તારી નજરમાં કોઈ હોય જેના પર તને વિશ્વાસ હોય તો અમને સ્વીકાર્ય છે."

"મારા મન તો જીગર થી વધારે વિશ્વસનીય કોઈ નહોતું મારા માટે, મેં કોઈ દિવસ એવું વિચાર્યું પણ નહોતું."

"બેટા, પણ કુદરતના કાળને કોણ રોકી શકે? જ થયું એ દુઃસ્વપ્ન સમજીને ભૂલી જા."

"ને એની યાદોનું શું? અમારા પ્રેમનું શું?'

"બેટા એ તારે આગળ વધવું હોય તો સમેટી લેવું પડે એક મુઠ્ઠીમાં, રૈમ્યાનું ભવિષ્ય જો હવે, ભૂતકાળ ભૂલવામાં જ તારું ભલું છે."

"તમને યોગ્ય લાગે એમ." એકદમ વિવશતા સાથે અને રૈમ્યાને લઈને એને જવાબ આપ્યો. હજીય મનમાં અચકાટ જ હતો.

"તારું ભલું થાય અને તું ખુશ રહે એ જ અમારે જોવું છે, તારા આંસુઓ લુછવાવાળું કોઈ મળી જાય અને તને અને રૈમ્યાને ખુશીઓથી સજાવી દે એના માટે હું રોજ જ પ્રાર્થના કરું છું ઈશ્વરને!"

મૈત્રી મૌન રહી, એ હજી આ બધું સહજતાથી સ્વીકારી શકે એમ નથી. રેમ્યાનું જીવન હવે એના હાથમાં છે એ વિચારીને અત્યરે એ ચૂપ થઇ ગઈ, એને હા તો પડી પણ એ દિલ થી કોઈને સ્વીકારી શકશે કે નહીં એને ખબર નહોતી. એને બસ રૈમ્યાની જ ચિંતા હવે સતાવ્યે રાખતી હતી, એ જેમ જેમ મોટી થતી હતી એમ એમ એના પણ સવાલો ઉઠશે, એના વિચારો હવે મૈત્રીના દિલને ઠંઠોરતા હતા. અત્યરે તો એ ફૂલ અણસમજ છે, સમજાણી થશે બીજા બાળકો સાથે એના પપ્પાને જોડે એટલે એની પણ ખેવના એ જંખસે. એને પણ પેરન્ટ્સ મિટિંગમાં લઇ જવા સથવારો જોઈશે, એની જોડે રમવા માટે એક એવો સાથ જોશે જે એને કશું કહ્યા વગર સમજી લેશે, એને દર લાગે એ વખતે પાછળ છુપાવા માટે એ સાથ જોશે જેમાં એ પોતાની જાતને એકદમ સલામત જાણી શકે, આ બહુ મૈત્રી પોતે પણ આપી શકતે, પણ એક પાપાની ગરજ એક પાપા જ કરે એ ઉત્તમ હોય! આવા બધા વિચારોમાં ખોવાયેલી એ જરા રૈમ્યાને વશીભૂત થવા માંડી.

આલેખભાઈ આવ્યા, એ અંદર રૂમમાં એમની ડાયરી લખતા હતા, માં દીકરીની વાતો સાંભળતાતી હતી એમને શી પાતળી, એમને અણસાર આવી ગયો હતો કે પ્રેમલતાબેન એને સમજાવે છે, એમને મોકાનો લાભ લઈને એની સમજાવટના સુર રેલયા, એ કઈ બોલ્યા નહીં પણ સવારની મહેતા ફેમિલીની સમજાવટવાળી વાતને લઈને તાપસી પુરી,"પ્રેમલતા શું કરો છો?"

"કઈ નહિ, જોવો બેઠા હતા રૈમ્યાને લઈને." પણ પ્રેમલતાબેનની આંખ વાંચી લીધી હોય એમ બધું સમજી ગયા એ.

"તો ચાલો ફ્રી હોઈએ તો જઈએ રૈમ્યાને લઈને આંટો મારતા આવીએ ક્યાંક."

"ક્યાં જવાનું આવા વાતાવરણમાં? પોલીસ ડંડા મારશે હા." એમને પતિદેવની ફીરકી લેતા હોય એમ મજાકમાં કહ્યું, અને જોડે સમજી પણ ગયા એ રેખાબેનના ઘર તરફ જવાના ઇશારાને પણ!

"ના હવે, અહીં નીચે ગાર્ડનમાં ફેરવી લાવીએ બચ્ચાને." કહીને રૈમ્યાને બાબા જવાનો ઈશારો કર્યો. એ પરી તો બહાર જવાના ઇશારાથી જ ઉછાળવા માંડી, મૈત્રીના ખોળામાં હતી તે સીધી ભાખોડીએ દોડતી આલેખભાઈના પગ પાસે, ઉભી થઈને એમને ઉંચકવાનો ઈશારો કરવા માંડી.

"આ જોતો ફરવાવાલી, કેવી જતી રહી મારી જોડેથી, તમે આને ફરકણી કરી નાખશો." -મીઠો ઠપકો આપતા મૈત્રીએ કહ્યું.

એ દંપતી રૈમ્યાને લઈને જવા તૈયાર થઇ ગયું, એમના પહેલા રેમ્યા! આલેખભાઈ એ મૈત્રીને આવવા આમન્ત્ર્ણ આપ્યું, પહેલા તો એનેના પડી દીધી, પણ વધારે કહેવા પર એ ગઈ નીચે એમની સાથે.

..........................................................................................................................................................

પ્રકરણ - 7

રૈમ્યાને લઈને નીચે આવતા જોઈને પાર્કિંગની બાજુના બાંકડા પર બેઠેલા નીરજભાઈની નજર એમની પર પડી, એ ઉભા થયા અને રેમ્યાને મળવા આવ્યા, રેમ્યા પણ એમને જોઈને ખુશ થઇ ગઈ, એને તો એમ જ કે હવે એમના ઘરે જવાનું હશે. આલેખભાઈએ નિરાજભાઈને મૈત્રીની ઓળખ કરાવી, મૈત્રી એમને મળી, પહેલી વાર મળી એટલે બહુ વાતચિત્ત ના કરી એમને, બસ થોડી ઘણી ઓફિસની અને કોરોનનાં કહેરની. મૈત્રી રૈમ્યાને લઈને ગાર્ડન બાજુ લઇ ગઈ, વડીલો હજી ત્યાં જ ઉભા હતા, જાણે એમને બધાએ માં દીકરીને લઇ જવા હોય રેખાબેનની મુલાકાતે! રેમ્યા એ પણ જાણે એમાં સાથ પુરાવાની તસ્દી લીધી હોય એમ મૈત્રી જોડે ગાર્ડનમાં જઈને રડવા લાગી, બધા ઉભા હતા એ બાજુએ મીટ માંડીને રડવા લાગી, એના એ રુદનમાં દર્દ નહોતો અત્યરે, માત્ર ઢોંગ હતો એની જીદ પુરી કરવા માટેનો.

મૈત્રી એને લઇ ગઈ ત્યાં,'' જોને મમ્મી રેમ્યાને અહીં જ આવવું હતું"

"હા, અમને ખબર, એને શું કરવું છે?"

"શું?" મૈત્રી માં થઈને પણ ના સમજી શકી, એમ નાની ને સમજાવી દીધું.

"એને મયુરને મળવા જવાની જીદ છે એને એમ જ છે કે આપણે એને ત્યાં લઇ જઈશું."

"સારું લઇ જાઓ." મૈત્રીએ રૈમ્યાને પ્રેમલતાબેનના હાથમાં આપી. પેલી પણ ચૂપ એકદમ. પણ મૈત્રીના મનમાં એક સવાલ ઉઠ્યો, કે આ મયુર કોણ છે? શું જાદુ કરી દીધો છે મારી દીકરી પર?

"કેમ દીકરી? તું નહીં આવે અમારા ઘરે? સુ કરીશ ઘરે પણ એકલી રહીને? - નીરજભાઈ એ મૈત્રીને આમંત્રણ આપ્યું.

"ના અંકલ, આ બધા આવે જ છે ને!"

"તો તું આ બધાથી જુદી છે? ચાલ આવને પછી નોકરી ચાલુ હોય ત્યારે મેળ ના પડે."

"સારું." નિરજભાઈની વાતને એ ટાળી ન શકી ખબર નહીં કેમ....બધા ચોથા માળે પહોંચ્યા. રૈમ્યાના મીઠા લવારા અને એની મયુરને મળવાની તલપથી અવાજ મોટો જણાતો હતો.રેખાબેન સોફા પર બેઠા બેઠા કંઈક ચોપડી વાંચતા હતા. રૈમ્યાના અવાજથી દરવાજો ખોલી દીધો. ને રેમ્યાnનેટો આવતાવેંત મેડમ મોકળું મળી ગયું.

વડીલો માટે તો આ બધું સહજ હતું, પણ મૈત્રી માટે નવું, એ તો રૈમ્યાને જોઈ જ રહી ઘડીક. એ નાનીના હાથમાંથી ઉતારીને ભાખડીએ દોડતી મયુરના રૂમ તરફ દોટ મૂકી, દરવાજો આડો હતો એ ધકેલી કાઢ્યો, ને એની પાસે જઈને સવારની જેમ મારવા લાગી, થોડી વાર થઈને એ મયુરને જગાડીને લઇ આવી. મયુર એને ઉંચકીને એના રમકડાઓ સાથે લઇ આવ્યો બહાર, અને બધું ઢગલો કરીને બેસાડી, એ ફ્રેશ થવા ગયો ત્યાં સુધી. એ આવ્યો ત્યાં સુધી તો રેમ્યા એ જાણે એ બધી વસ્તુ પર એની એકલીનો હક હોય એમ રમવા માંડી.

મયુર ફ્રેશ થઈને આવ્યો, રેમ્યા માં મશગુલ એને ખબર જ નહોતી કે આજે જોડે મૈત્રી પણ આવી છે, હવે ધ્યાન ગયું એનું. એક ઘડી એ સ્તબ્ધ થઇ ગયો. પેલા દિવસે તો માત્ર ઓફીસ જતા જોઈ હતી પણ દુપટ્ટો બાંધેલો હતો તો ખબર નતી. આ તો એ જ મૈત્રી છે જે એના ક્લાસમાં હતી સ્કૂલ સમયે. એ જ જે બધા ટીચર્સની માનીતી. એકદમ બિન્દાસ્ત, હોશિયાર, અલ્લડ એની મસ્તીમાં...એ જ જેને એ પસંદ કરતો હતો અંદરખાને, પણ કદી કહી નહોતો શક્યો. આજે એ સામે જ છે છતાં કશું કહી નથી શકતો, છતાં હિમ્મત કરી,"મૈત્રી તું?"

"તું ઓળખે છે આને?" રેખાબેન એ પૂછી લીધું. બધા વડીલો એકબીજાને જોવા લાગ્યા.

"હા, અમે એક ક્લાસમાં હતા સ્કૂલમાં" મૈત્રી એ બધાને જવાબ આપ્યો.

"સ્કૂલિંગ પછી દેખાઈ જ નહિ કોઈ વાર..."

"હા પછી હું બંગ્લોર જતી રહી હતી સ્ટડી માટે."

"ઓકે, કેવું ચાલે છે?"

'બસ ફાઈન, રેમ્યા અને હું ચાલ્યે રાખીએ." અજીબશા ભાવ સાથે એને જવાબ આપ્યો.

"લે આ લોક તો એકબીજાને ઓળખાતા નીકળ્યા, આપણને એમ કે નહિ જાણતા હોય." નિરાજભાઈએ કહ્યું.

"ચાલો તો એ વાત પર ચા થઇ જાય." રેખાબેન એ ઉભા થતા કહ્યું.

"ના હવે, રહેવા દો, આખો દિવસના હોય ચા, સવારે તો પીધી હતી" - આલેખભાઈએ ના પાડી.

"ના મમ્મી બનાવ, મૈત્રી પહેલી વાર આવી છે ને, મૈત્રી ફાવશે ને તને?"

"ના, એન્ટી રહેવું દો, ધમાલ નથી કરવી."

"એમાં શું ધમાલ, ઘરે આવેલા મહેમાન તો બહુ ઓછાનાં ઘરે આવે, અને એમાંય તું તો રૈમ્યાની મમ્મી છું.અમારી ઢીંગલીની લાડકી!'

મૈત્રીતો રેમ્યા માટેના એટલા બધા ભાવ જોઈને અચંબામાં પડી ગઈ. એ જે રીતે મયુર જોડે રમતી હતી એ જોઈ રહી હતી, મયુર એની એક એક પલ જે દરકાર કરતો એ જોતી હતી, એની જોડે કાલીઘેલી ભાષામાં કરવાની છટા એ મંત્રમુગ્ધ થઇ ગઈ, આ એ જ મયુર છે ને પાછળની બેન્ચ પર બેસીને સુઈ જતો હતો, જેને બધા ડફોળ ગણતા છતાં એક્ષામ માં સારું રિઝલ્ટ લાવતો, તોફાન કરવા ચડે તો બધાને સાઈડ પાર મૂકી દેતો એ જ ને....એક વાર એની નોટ ફાડી નાખી હતી એ યાદ આવી ગયું એને, અને ટીચરનો માર પણ ખવડાવેલો પોતે. એટલો બધો સીધો ક્યારે થી બની ગયો? વિશ્વાસ નતો આવતો એને, આજે એ જ એની દીકરીને રમાડે છે, એ પણ પુરા દિલથી.

આજે એના પર એને માન ઉપજતું હતું. એટલે નહિ કે એ એના સ્કૂલનો સહપાઠી હતો એટલે કે એને રૈમ્યાને થોડા વખત માં એની કરીબ લાવી એને પ્રેમ આપ્યો, લાડ લડાવ્યા, એની દરકાર કરી, એટલો વિશ્વાસ કરાવ્યો કે રેમ્યા એની પાછળ દોડતી જાય છે.

બંને પરિવારો બેઠા હતા, રૈમ્યાની વાતો કરતા તો ક્યાંક કોરોનાની, મયુર અને મૈત્રી આમ તો ચૂપ શા હતા, બોલવું તો ઘણું હતું, પણ એક દીવાલ હતી, એક દુરી હતી, આજે એમની વચ્ચે જે સંબંધ હતો રૈમ્યાના કારણે હતો. રેમ્યા ના હોત તો આજે એ કદાચ મળતે પણ નહિ.

પ્રકરણ - 8

મયુર અને મૈત્રી આમ તો અજાણ એકબીજાથી, બાળપણમાં ખાલી એક કલાસમાં હોવાથી પરિચય, એ પણ વર્ષો થઇ ગયા એને મળ્યે, સ્કૂલ પુરી થયે મયુરની જે લાગણીઓ હતી એ પણ એ ચોપડાઓમાં સમાઈ ગઈ, એ એની વધતી જિંદગી સંગ જુના પત્તાંઓ પલટાવવાનો સમય ચુકી ગયો, એ એની મૈત્રી પ્રત્યેની જે આછીપાતળી ભાવના હતી, જે વણકહ્યે રૂંધાઇ ગઈ હતી એને સાવ ભૂલી જ ગયેલો. મૈત્રી આ બાબતથી સાવ અજાણ હતી, બસ એક વણકહી વાત અધૂરી જ હતી.

આજે એટલા વર્ષો બાદ માંડ્યા તો બધી ભાવનાઓ ભૂલીને માત્ર એક મિત્ર સમાન હતા, પરિવારની લાગણીઓ સાથે હતી, રૈમ્યાની નિર્દોષતા સાથે હતી, આમ તો બન્નેને જોબ ચાલુ હતી તો રૂબરૂ મળવાનો મોકો નતો મળતો. રેમ્યા એકબીજાને વાતની કડીરૂપ બનતી હવે કોઈ કોઈ વાર, એમના મળ્યાના બે ત્રણ દિવસ બાદ મયુરે ફેસબુક પર મૈત્રીને રિકવેસ્ટ મોકલી, જાણતા હતા હવે એટલે વિશ્વાસ કરી સ્વીકારી પણ લીધી એને. દિવસે તો ચેટિંગ ના થાય, પણ રાતે થોડી વાર રૈમ્યાની વાતો કરવાના બહાને થઇ જાય.

આમ ને આમ એકાદ વીક ગયું, કોરોનના કેસ વધવા મંડ્યા બીજા વિસ્તારોમાં, મૈત્રીની ઓફીસ જે એરિયામાં હતી એ અનાયાસે રેડ ઝોન જાહેર થયો, એનું વર્ક પણ ફ્રોમ હોમ બની ગયું, લોકડાઉનમાં હવે ઘરે ને ઘરે રહેતા બન્નેને એકબીજા માટે ટાઈમ મળી જતો. રેમ્યાને રમાડવાના બહાને એમને મળવાનું પણ થતું, એકબીજા પ્રત્યે નિકટતા વધવા માંડી હોય એમ લાગવા માંડ્યું, પણ મૈત્રી એની મર્યાદા જાળવીને બોલવાનું ઓછું રાખતી, એ એની મનની વાત દિલ ખોલીને કહી નતી શક્તિ.

મયુર પણ એની ખુબ જ રિસ્પેક્ટ કરતો, એ દુઃખી છે એને માત્ર એક મિત્રની જરૂર છે એમ સમજીને એનું મન હળવું કરવાનો પ્રયત્ન કરતો, ઘણી વાર સ્કૂલની વાતો પણ બન્ને ફેમિલીને હસાવતા, એકબીજાના ઘરે બેસતા, રેમ્યા જોડે મસ્તી કરતા, એ બાળકીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા....બન્ને વચ્ચે એક અજીબ શો સંબંધ બંધાઈ ગયો હતો....અનામી....અજાણ્યો મિત્રતા....મર્યાદિત મિત્રતા....ઘણું કહેવું છે, ઘણું જાણવું છે છતાં સંબંધોની મર્યાદા એડીઇ આવી જાય છે.

પરંતુ આ બધાની પાછળ વડીલો જે બહુ સમજુ છે એ કંઈક જુદું જ વિચારી રહ્યા હતા, ઘણી વાર એ બે રૈમ્યાને લઈને ગાર્ડન બાજુ ચાલવા લઇ જતા તો ચારેય વડીલોની નજર એમની સામે મંડાઈ રહેતી, એ કઈ બોલતા નહિ છતાં ચારેયની બોલતી આંખો બધું કહી દેતી, એમના સંબંધને નામ આપવા આંખોમાં ને આંખોમાં મંજૂરી અપાઈ જતી.

વાત તો એમને પણ આગળ વધારવી હતી, પણ ક્યાંક સચવાયેલા સમ્બન્ધોમાં કોઈ ખોટના આવી જાય એનો ડર હતો! જો બન્ને છોકરાઓને જણાવે એને એ અસહમંત થાય તો રૈમ્યાને કારણે સ્થાપાયેલા નિર્દોષ સંબંધને તાળું વાગી જાય. એમને બધાને જોડતી કદી જ તૂટી જાય.

એકદિવસ સવારે ચારેય જણ રૈમ્યાને લઈને નીચ બાંકડે બેઠા હતા, એમની જોડે રેમ્યા એવી રીતે રમતી હતી કે જાણે ચારેય એના પોતાના જ ના હોય! રેખાબેન થી રહેવાયું નહિ, એમને વાત કરી." આપણને એવું નથી લાગતું રેમ્યા અમારી જોડે વધારે સેટ થઇ ગઈ છે પ્રેમલતા બેન?"

"હા, સાચી વાત છે, તમારા પરિવારને એ એનો જ સમજવા માંડી છે."

"નીરજભાઈ તમને ખોટું ના લાગે તો એક વાત કહું?"

"હા, બોલોને આલેખભાઈ, એમાં શું ખોટું?"

"રૈમ્યાને અમે તમારા ઘરે કાયમી મોકાલાવા માંગીએ તો? એક દીકરી તરીકે?" અસ્પષ્ટ રૂપે પણ આલેખભાઈએ મયુર અને મૈત્રીની વાત છેડી દીધી.

"શું વાત કરો છે? તમે ત મારા દિલની વાત કહી દીધી.." એકદમ હરખપદુડા થઈને નીરજભાઈ એ ખુશી વ્યક્ત કરી દીધી, ચારેય માં એક સ્મિતનું મોજું રેલાઈ ગયું.

"બધું બરાબર છે, બન્નેને એકબીજા જોડે ફાવે છે, અને એકદમ મહત્વની વાત બન્ને જોડે રેમ્યા હોય છે ત્યારે એવું લાગે કે ભગવાને એ ત્રણે ને એકબીજા માટે જ અહીં ભેગા કાર્ય છે, બાકી આવા લોકડાઉન આ કોરોનામાં માણસો એકબીજા થી દૂર જ ભાગે છે, અને અહીં ત્રણે નજીક આવતા જણાય છે." પ્રેમલતાબેન એ એમની જોયેલી નજરથી અનુમાન કહ્યું.

"પરંતુ, એ બંનેને આ વાતની ખબર છે? આપણને તો જોઈને ખબર પડી ગઈ, પણ એ બંને બુદ્ધુ છે આ બધી બાબતમાં." - રેખાબેન એ એમના અનુભવથી મંતવ્ય જાતાવ્યુ.

"આપણે એ બન્ને ને વાત કરાય?" નિરાજભાઈએ સલાહ માંગી.

"ના, આપણે કહીશું તો પાછું મૈત્રીને એ લાગશે કે એની પાર દયા ખાઈને બધાએ ઠેકાણું પડી દીધું"

"તો પછી? કેવી રીતે એમને ખબર પાડવાની?"

"જુઓ રેખાબેન, ઈશ્વર એટલા ખુદ એટલા કરીબ લાવ્યો છે તો એમની લાગણીઓ પણ એ જ સમજવાની ક્ષમતા પણ આપશે."

"હા સાચે, ઈશ્વર જ એમને લઇ આવશે જોડે." પ્રેમલતાબેન એવું કૈક બોલતા હતા ત્યાં તો રેમ્યાએ પાપા પાપા ની લાવરી ચાલુ કરી દીધી.બધા હસવા માંડ્યા. એમને બધાને ઈશારો મળી ગયો. આસ્થા જાગી ઉઠી કે આ બાળરૂપી ઈશ્વર જ જોડી બનાવી આપશે.

સવારે તો હજી વડીલોમાં ચર્ચા થતી હતી, સાંજે એ ઈશ્વર એનો સાક્ષાત્કાર કરવા આવી ગયો.સાંજે બધા જોડે બેઠા હતા,રેમ્યા રમતી હતી મયુર જોડે, એના ખભો પકડીને મસ્તી કરતી હતી, અચાનક જ એની સવારવાળી લાવરી ચાલુ કરી દીધી, "પાપા...પાપા..."

ખબર નહીં પણ મયુર એ સાંભળીને એટલો ખુશ થઇ ગયો કે વાત જ ના પૂછો.એને મન જાણે એની સગી દીકરીએ એને પહેલી વાર પાપા કીધું હોય એમ....મૈત્રી સામે જ બેઠી હતી, એ મયુરના હાવભાવ પારખી શક્તિ હતી, એની આ ફીલિંગ જે બધા સામે હતી એ અકલ્પનિય હતી. મૈત્રી ખુશ થઇ એક પળ પણ જીગરને યાદ કરીને એને ઓછું વૈ ગયું, આજે એ હોત તો કેટલો ખુશ થાત! એના આશું જોઈને મયુર જરા વ્યાકુળ બની ગયો.ખબર નહીં, વર્ષ પહેલા સૂતેલો પ્રેમ અચાનક પ્રગટી ગયો હોય એમ! બધા બેઠા હતા છતાં એ મૈત્રી પાસે ગયો.

"રડીશ નહિ, જીગર નથી તો શું થઇ ગયું તારા જીવનમાં, રેમ્યા તો છેને તારી જોડે, અને એ જેને પાપા કહે છે એ હું તો છું." મયુરે એને સંતાવના આપતા કહ્યું. એ એક્ટિસે એને જોવા લાગી.

" મૈત્રી, જો તને વાંધો ના હોય તો હું રૈમ્યાને આખી જિંદગી મારી સાથે રાખી શકું? જોડે તને પણ?" મયુરે આમ રૈમ્યાને આડે લાવીને મૈત્રીને પ્રપોઝ કરી દીધું.

"પણ તું કુંવારો અને હું વિધવા ....શું વિચારશે દુનિયા?...અને આપણા પેરેન્ટ્સ ?" બધાની સામે રડતી નજર કરીને મન્જુરી માંગતી હોય એમ મૈત્રી જોઈ રહી.

"મને કે વાંધો નથી તો દુનિયાનું શું વિચારવાનું? મારે મન હું તમને પામીને ખુશ જ રહીશ.રેમ્યા પામીશ, જોડે તારો સાથ પામીશ.પપ્પા તમને બધાને મંજુર છે?" મયુરે નીરજભાઈ સામે મીટ માંડી.

"મયુર તે તો અમારા બધાની મન ની વાત કહી નાખી." નિરજભાઈએ બધા વતી હા ભણી ને મંજૂરી આપી દીધી.

મયુર હજી મૈત્રી સામે જોઈ રહ્યો હતો, એના જવાબની આશાએ, એની આખો સામે જોઈ રહ્યો હતો. મૈત્રીએ એની સામે જોયું આંખથી આંખ મળી,ને મૈત્રીએ આંખ ઝુકાવીને માથું હલાવીને એચ સ્મિત સાથે હા ભરી દીધી. બધામાં ખુશીનો વ્યાપ પ્રસરી ગયો, સૌથી વધારે માત્ર રેમ્યા પાર! એનું પાપા પાપા બોલવાનું બંધ જ નતું થતું ઘડીક તો. ભલે એને ઈઝહારની ખબર નતી છતાંય!

બન્નેને જોડતી કદી રેમ્યા આજે ખરેખર ખુબસુરત સાબિત થઇ. આજ બધાએ રેમ્યાને એક નવું સરનામું આપ્યું, રેમ્યા મહેતાનું! જોડે મૈત્રી મહેતાનું પણ!