The Power of Money books and stories free download online pdf in Gujarati

લક્ષ્મીની શક્તિ

લક્ષ્મીની શક્તિ

આપણે બધા એપવાનરમાંથી માનવ બન્યા પછી ધીરે ધીરે સમાજની રચના તેમજ સંસ્કૃતિનો વિકાસ થવાથી જ્ઞાનનું વિસ્તૃતિ કરણ થયું. તેમ થવાથી ગમે તે બાબત હોય કે વિષય હોય, માનવ મન મૂંઝાવા લાગ્યું. મોટા મોટા તત્વ ચિંતકોએ, સમાજશાસ્ત્રીઓએ, મનોવેજ્ઞાનિકોએ, ધર્મશાસ્ત્રીઓએ અને વૈજ્ઞાનિકોએ મહત્વના અદ્ભૂત કહી શકાય તેવા ગ્રંથોની રચના કરી. માનવ સમાજના પથ પ્રદર્શક બન્યા. તેમ છતાં વાંચનના અભાવે, નહીં સમજી શકવાના કારણે અથવાતો વિશ્વાસ ન હોવાના કારણે અમૂલ્ય ગ્રંથો ધૂળ ખાતા પડી રહ્યા છે.
લોકોની આ ઉદાસીનતાથી જ્ઞાનનું જીવનમાં અમલીકરણ થતું નથી. ડગલે ને પગલે માણસ ભૂલોની પરંપરાઓ સર્જી તેનો ભોગ બનતો રહેછે. રૂપિયા પૈસા કે ધન એ પણ ખૂબ પાવરફુલ શક્તિ છે. પૈસાથી કુટુંબનું પાલનપોષણ થાય છે. બાળકોને શિક્ષણ આપી શકાય છે. સત્તા પણ ખરીદી શકાય છે. પૈસા વિના જીવન જ નથી તેમ છતાં પૈસા એજ જીવન નથી. લોકો લક્ષ્મીજીની કૃપા માટે પૂજા કરતા હોય છે. પૈસાનું પણ એક અલગજ ગણિત છે. પૈસાને બનાવવા, કમાવવા, સાચવવા, વધારવા, અને પછી તેને વાપરવા. વાપરવામાં, ઉડાવવામાં , કે ખર્ચ કરવામાં, કે સમજીને સાચવીને ખર્ચ કરવામાં માણસને નિર્ણય લેવા પડતાં હોય છે. આ ગણિતમાં જો થાપ ખવાય જાય તો મુશ્કેલીઓનો ડુંગર ખડો થઈ જવાની સંભાવના ખરી. ઘણીવાર લોકો પોતાની જિંદગી પણ હોમી દેતા હોય છે.
આજ ના યુગમાં પૈસાનું મહત્વ સમજી શકાય છે. ત્યારે સામાન્ય અને ઉત્સાહી લોકો યોગ્ય જજમેંટ નહીં લઈ સકવાના કારણે ફક્ત કમાઈ લેવું છે તેવા ઇરાદાથી જંપલાવે છે. આગળ પાછળનું વિચાર્યા વિના. લોનોની હારમાળા, ગુનાઓની પરંપરા , છેતરપિંડી, ખૂન, અપહરણ, મારા-મારી વિગેરે કૃત્યો કરવામાં પાછીપાની કરતાં નથી. શોર્ટકટની આ થીયરી પોતાના માટે અને સમાજ માટે પણ હાનિકર્તા છે. ટૂંકું વૈભવી જીવન, પછી નસીબ યારી ન આપેતો જેલમાં, ફાંસી અથવા આજીવન કૈદ. હીંમત અને જવામર્દી કે જે સાચા રસ્તે નહોતી. તાકાત કે જે વેડફાઇ. આપણો સમાજ પણ જવાબદાર છે.
બીજો વર્ગ એવો છે જે સારા રસ્તે કમાયતો છે. પરંતુ બસ કમાય જ છે, વાપરતા નથી આવડતું, પ્રશ્ન એ થસે કે કમાતા આવડે અને વાપરતા ન આવડતું હોય તેવું બની સકે ખરું. હા , દાખલો આપું : અતિશય મોજશોખ અને વ્યશનો પાછળ પૈસા વેડફી નાખવા, સામાજિક ડરના કારણે સામાજિક પ્રસંગોમાં હદ બહારનો ખર્ચ કરી નાખવો, લાગણીને વશ થઈ પ્રેમિકા, પત્ની કે મિત્રો કે બાળકો પાછળ બિન જરૂરી ખર્ચા કરવા. પ્રાયોરિટી નક્કી કર્યા સિવાય ખર્ચ કરવા. પૂરતી તપાસ કર્યા વિના, ભાવતાલ કર્યા સિવાય ઊંચા ભાવે ખરીદી કરી નાખવી. રોકડેથી ખરીદ કરી શકતા હોય તેમ છતાં લોન લેવી. જરૂરિયાત કરતાં વધુ ખર્ચ કરવો જેમકે નાની કાર થી ચાલી શકે તેમ હોવા છતાં મોંઘીદાટ કાર લેવી. આ બધી બાબતો માં મધ્યમ વર્ગ ને વધારે ધ્યાન રાખવું જોઈએ. બાળકોની ફી પ્રથમ ભરવી જોઈએ, ત્યારબાદ ટીવી કે ફ્રિજ વસાવવું જોઈએ .

ત્રીજો વર્ગ છે, ત્રેવડ બહારનો ખર્ચ કરવાની આદત વાળા : કારની ખરેખર કોઈ એવી જરૂરિયાત નથી પણ વટ મારવા લોન લઈ, દેવું કરી કાર ખરીદ કરવી , પછી હપ્તા ભરી સકતા નહી હોવાથી કંપની કાર પરત લઈ જાય. મોંઘું ફર્નિચર વસાવવું વિ. આવા લોકો ફક્ત વાપરી જાણે છે.

અમુક લોકો ફક્ત પૈસા બચાવી જાણે છે. જે લોકોની જિંદગીમાં આનંદ પ્રમોદનું કોઈ સ્થાન નથી. ગમે તે ભોગે બસ પૈસા બચાવવા. સગવડ હોય, જરૂરિયાત પણ હોય તેમ છતાં ગરીબ જેવી જિંદગી જીવતા હોય છે.
હાલના મોંઘવારીના યુગમાં સારી રીતે પૈસા બનાવવાનું, યોગ્ય રીતે બચાવવાનું, સમજીને ખર્ચ કરવાનું અને યોગ્ય રોકાણ કરી વધારવાનું શીખવું જરૂરી છે. આવક અને ખર્ચ ઉપર હમેસા નજર રાખવી જોઈએ. જેમ ટાઈમ મેનેજમેંટ કરી વધુ સમયનો સદુપયોગ થાય તેમ મની મેનેજમેંટ કરી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. પૈસા એક શક્તિનું રૂપ છે તેને પુરતુ સન્માન આપવું જોઈએ. વેડફી નાખવાની વસ્તુ નથી. જો મહેનતની કમાણી નહીં હોય તો તેની દુરોગામી અસરો મારી સમજ મુજબ સારી નથી હોતી. તેમજ આવું ધન એક કહેવત મુજબ જલ્દી ખરાબ માર્ગે ચાલ્યું જાય છે.
અત્યારે જ્યારે આખું વિશ્વ કોવિડ 19ના હુમલાથી પસ્ત છે અને એની ઇકોનોમી ઝડપથી તળિયે સરકી રહી છે, લાખો લોકો જોબલેસ થઈ રહયા છે, ધંધા રોજગાર બંધ થઈ રહયા છે તો એક એક રૂપિયો સમજીને વાપરવો જોઈએ.