Imagination world: Secret of the Megical biography - 27 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 27

અધ્યાય 27 " નવશીંગાની આઝાદી "


તેમને ખુશી નો પાર ન રહયો અને તે બોલ્યા "શું તુજ વાસ્તવિકતા માંથી મને બચાવવા આવેલો છોકરો છું?" પ્રોફેસરને જોઈ ને અર્થ અને કાયરા પણ ખુશ થયા તેમણે જોયું ત્યારે ખબર પડી કે પ્રોફેસર હજી પણ તંદુરસ્ત લાગતા હતા.તેમની ઊંચાઈ મધ્યમ હતી અને તેમની દાઢી તથા મૂછો વધી ગયેલી હતી તેમની આટલી ઉંમર હતી પણ છતાં તેમનાં હાવ ભાવ પર થી લાગ્તું ના હતું કે તે ઉંમરલાયક હશે.

અર્થે હા પાડી પણ તે વિચારમાં પડી ગયો પણ તેમને કેવી રીતે ખબર પડી કે તે વાસ્તવિકતા માંથી આવ્યો છે.

તેનાથી રહેવાયું નહીં અને તેણે સવાલ પૂછી લીધો આજ સવાલ કાયરા એ પણ પુછ્યો.

પ્રોફેસર અનંતે કહ્યું

"તે હું તમને બાદ માં બતાવીશ પહેલાં મને અહીંયાંથી જલ્દીથી બહાર કાઢો હું ખૂબ કંટાળી ગયો છું."

અર્થે કહ્યું " હા પણ અમે તમને જેલની બહાર કેવી રીતે કાઢશું.?"

આ જેલ ની ઉપર એક કાચની માટલી જેવું કંઈક મૂક્યું હશે તે ખૂબ ઊંડે હશે તું તેને તોડી નાખ પછી જાદુઈમોજા મને આપી દે હું જેલ ખોલી દઈશ.

અર્થે કહ્યું " ઠીક છે તેને તે જેલ ની ઉપરની નાનકડી બખોલ માં કાચની માટલી જોઈ અને તેને તોડવા નો પ્રયાસ કરી રહ્યો હતો.

પણ બે વખત નિષ્ફળ ગયો.

કાયરા એ અર્થ ને દિલાસો આપતા કહ્યું " તું થાકી ગયો છે અર્થ એટલે તું બરોબર ધ્યાન નહીં પરોવી શકે.હું પ્રયાસ કરું છું."

કાયરા એ બરોબર આંખો બંધ કરીને ધ્યાન ધર્યું અને તે મોજાની મદદ થી તે દૂર રહેલી કાચની માટલી તોડી નાખી.

પ્રો.અનંત એ કહ્યું "શાબાશ બેટા તું કોણ છે?"

કાયરા એ કહ્યું "હું અર્થ ની મિત્ર છું."

પ્રો અનંત એ કહ્યું "તું બહુ જ બહાદુર છો. તમે બંને બહુજ બહાદુર છો. મને આવા છોકરાઓ ઉપર ગર્વ છે. અર્થ તું મને જલ્દી થી તારા મોજા આપ."

અર્થે મોજા આપ્યાં એટલે પ્રોફેસર અર્થે તેમને નીકળવા માટે થોડી જગ્યા થાય એટલો દરવાજો જાદુઈ મોજાની મદદ થી તોડી નાખ્યો અને તે બહાર નીકળી ગયા, જતી વખતે તેમની જેલ માંથી એક નાનકડી થેલી લઈ લીધી અને જતી પહેલા જેલને છેલ્લીવાર નિહાળી લીધી. તે ત્રણે નીચે ઉત્તરતા હતા ત્યારે અર્થે સવાલ પૂછ્યો "આ બધા બીજા કેદી કોણ છે.?"

"તે સર્વે મહાન જાદુગર તથા તે બધાજ તે માણસો છે જે આ દુનિયા નું ભલું ઈચ્છે છે. આપણે તેમને પણ છોડાવવા ના છે પણ અત્યારે નહીં ચોક્કસ સમય પર."

"આપને તથા આ સર્વે જાદુગરો ને અહીંયા જેલ માં કોણે રાખ્યા છે.શુ તે કોઈ દુશ્મન છે?,શુ તે કોઈ સ્કુલ નો માણસ છે?"

"હા,તે દુશ્મન છે અને તે સ્કુલનો માણસ છે પણ અત્યારે આપણું અહીંયાંથી જલ્દી જવું ઠીક રહેશે નહીતો બહુ મોટી સમસ્યા ઉભી થઇ જશે.હું તારા દરેક સવાલો જાણું છું પણ હું અત્યારે તને અને મને તથા આ તારી મિત્ર ને સુરક્ષિત જોવા ઈચ્છું છું."

"તમારી વાત સાચી છે પ્રોફેસર,આપણે ત્રાટક અંકલ ને પણ બચાવવા ના છે તે આપણી રાહ જોતા હશે."

પ્રોફેસર અનંત,અર્થ અને કાયરા જલ્દીથી ત્રાટક પાસે પહોંચયા ત્રાટક ત્યાંજ હતો તેને અસહ્ય પીડા થતી હતી.

અર્થે કહયું “ત્રાટક અંકલ આ મોટા વીંછી સાથે લડતાં ઘવાયા હતા.તેમને પગમાં વીંછી એ ડંખ માર્યો હતો.”

પ્રોફેસર અનંત એ જલ્દી થી તેમની એક નાનકડી થેલી માંથી નાનકડી કાચની બોટલ કાઢી તેમાં ઔષધિ હતી તે ત્રાટક ને આપી

"આભાર તમારો પ્રોફેસર "

ઔષધિ લીધા બાદ ચારેય જણ બહાર નીકડવાના રસ્તા તરફ ગયા અને જ્યાંથી આવ્યા હતા ત્યાંથી બહાર નીકળી ગયા. ત્રાટક ને બહુ પીડા થતી હતી પણ એક વાર હિંમત કરીને બહાર નીકળવું બહુ જરૂરી હતું.

જયારે ચારેય જણને બહાર નીકળવા માટેની મોટી સમસ્યા હતી નવશીંગા નું પાંજરું. પ્રોફેસર અનંત એ તે જોયું ત્યારે તે જાગતો હતો.ત્રાટક નો એક પગ લંગડાતો હતો તેથી તેને બહાર કાઢવો થોડું મુશ્કેલ હતું.

અર્થે પ્રો.અનંત ને કહ્યું "શું આપણે તેની ઉપર જાદુથી બેહોશ કરીને આસાનીથી બહાર નીકળી જઈ શકીયે છીએ?"

પ્રો.અનંત એ કહ્યું" પણ તે ખોટું છે અબોલ જીવ ને આ રીતે પોતાના વશમાં કરવું તે આપણી કાલ્પનિકતા ની દુનિયાના નિયમ ની વિરૂદ્ધ છે અને આમ પણ નવશીંગા ની સાચી જગ્યા આ નથી."

કાયરા એ કહ્યું "તો શું આપણે તેને છોડાવી દઈએ તો તે અહીંયાંથી જતો રહેશે અને આપણે પણ આસાની થી જતા રહેશું."

પ્રો.અનંત "હા, અહીંયાંથી શહેર નો વિસ્તાર પણ દૂર છે તેથી જાન હાનિ ની પણ ચિંતા નહીં રહે તે અહીંયાથી પાછળ જંગલ તરફ જતો રહેશે.

પ્રો.અનંત તે ભૂગર્ભ ટાંકી માંથી બહાર નીકળ્યા તેમણે ત્રાટક ના મોજા પહેર્યા હતા. તેમણે તે જેલ ના સળિયા જાદુઈ મોજા ની મદદ થી તોડી નાખ્યા અને તેમણે નવશીંગા ને ઉશ્કેર્યો અને તેને બહાર તરફ દોર્યો. તેથી તે પ્રોફેસર અનંત ને પકડવા માટે બહાર આવી ગયો.તેણે જોરજોર ગર્જના કરવા માંડ્યો પ્રોફેસર અનંત એ વનવિહાર ના દરવાજા તરફ દોડ્યા અને ઝડપથી વૃદ્ધ દાદા ને અહીંયાંથી ભાગી જવા કહ્યું કારણકે તેમણે નવશીંગા ને છોડાવ્યો હતો.વૃદ્ધ દાદા પ્રો.અનંત ને જોઈને ખૂબખુશ થયા પણ આ સમય ખુશી વ્યકત કરવાનો ના હતો.જો ખુશી વ્યકત કરવાજાત તો બંને નો જીવ ખતરામાં મુકાઈ જાત.વૃદ્ધ દાદા પોતાની કોઈ સુરક્ષિત જગ્યા એ જતા રહ્યા.અર્થ અને ત્રાટક અને કાયરા પાછળ થી આવતા હતા તેમની માટે રસ્તો સાફ થઈ ગયો હતો બીજા કોઈને નવશીંગા ના છૂટવા ની ખબર પડે તે પહેલાં તે જાદુઈકાર માં ઉડીને જતા રહ્યા.ત્યારબાદ નવશીંગા એ તો પોતાનો રસ્તો કરી લીધો હતો તે અબોલ પ્રાણી પોતાની આઝાદીને વળગી ગયું તે પાછળ ના જંગલ માં જતો રહ્યો.


જો આપને આ વાર્તા પસંદ આવી હોય તો આપ આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂરથી મોકલી આપો.


આપ આપના પ્રતિભાવ મને ઇન્સ્ટાગ્રામ માં પણ આપી શકો છો મારી સાથે જોડાઈ શકો છો.@kuldeepsompura1.2

પર.

મારો વોટ્સએપ નંબર ૭૫૬૭૭૩૫૨૫૦ છે.આપ મને મેસેજ કે કોલ કરીને આપના પ્રતિભાવ જણાવી શકો છો.