Svamani no doso books and stories free download online pdf in Gujarati

સ્વમાની ડોસો

નમસ્કાર મિત્રો.
આ વખતે આપની સમક્ષ એક ટુુંકી વાર્તા લઇને આવ્યો છું. આજે તમને એક એવા માણસ ની વાત કરવાની છે જે ગરીબ હોવા છતાં પણ સ્વમાની છે. જીવન ની કપરી પરિસ્થિતિમાં પણ તે પોતાને કેવી રીતે ટકાવી રાખે એની વાત છે.

સ્વમાની ડોસો
##########

મુકેશ રાઠોડ.
સૂર્ય ના કિરણો ધીરે ધીરે કૂણાં પડી રહ્યા હતા. તાપ થોડો ઓછો થઈ રહ્યો હતો.સાંજ ના પાંચ વાગવા આવ્યા હશે.હુ શાક માર્કેટ માં શાક- ભાજી લેવા આવ્યો હતો. શહરે ની શાક માર્કેટમાં બહુ શોર બકોર હતો.એક બાજુ શાક ભાજી વારા રાડો પાડીને બોલતા હતા .વીસ ના કિલો ટામેટા,રીંગણા, બટેકા, આજુ આજુ એમ મોટેથી બૂમ પાડતા હતા.તો કોઈ લૈલો ધાણા ભાજી પાંચ ની એક ને દસ ની ત્રણ,તો કોઈ કાકડી, ને ગાજર વેચતા હતા.કોઈ વરી સાહેબ આવો લઈજાવ શાક ભાજી સાવ સસ્તું છે.તો કોઈ કોઈ ફળ પણ વેંચતા હતા.આવો સાહેબ આ સફરજન લઈજાવ બહુ સારા છે.ચીકુ ને દાડમ પણ તાજા છે કિલો કિલો કરિદવ??
મારે જે લેવાનુ હતું એ શાક ભાજી ને ફ્રૂટ લઇને હુ ઘર તરફ વળતો હતો . શાક માર્કેટ બહાર જ બેઠેલા એક ડોસા ઉપર નજર પડી.માથે મેલું ફાળિયું બાંધેલું હતું.પેરણ પણ એટલું મેલું હતું કે એનો સફેદ રંગ ક્યાંક જ સફેદ દેખાતો હતો.પાયજામો પણ એવોજ. મોટી મોટી ગોળ તેજ આંખો.મોઢા ઉપર પડેલી થોડી કરચલિયું એની ઉંમર ની ચાડી ખાતી હતી.હાથ લાંબા જે મજબૂત દેખાતા હતા.પગના પંજા અને આંગળિયું મેલી દેખાતી હતી. શ્યામ વર્ણ નો શરીર પણ સ્વસ્થ ને લગ ભગ સાઈઠ પાંસઠ વરસનો ડોસો ઉભડક બેઠેલો હતો. આગળ સોઈ બાવળ ક્યો કે રામ બાવળ એના દાતણ વેચતો હતો.
સાહેબ દાંતણ લઈજાવ. ડોસા અને મારી નજર એક થતાંજ ડોસો બોલ્યો.મે પૂછ્યું કેમ આપ્યા દાતણ તો કહે સાહેબ લાઇજાવ ને પાંચ નું એક વેચું છું પણ દસ જા ત્રણ આપીશ લાઈજાવ. આમ તો હું કોલગેટ સિવાય બ્રશ કરતો નહિ,પણ એની પરિસ્થિતિ જોય ને મન થયું લાવ લેતોજવ. કહ્યુ પણ મારે તો એક જ દાતણ ની જરૂર છે તો કહે લઇજાવ સાહેબ ઘર માં બીજા માણસો પણ વાપરશે .એ બહાને ડોસા ને થોડી મદદ થઈ જશે એમ વિચારી ને કીધું લાવો આપિદો .
મે ત્રણ દાતણ લઇને પચાસ ની નોટ આપી.ડોસો દાતણ ની નીચે વળેલા કપડાં ને ઉંચુ કરી ને જોયું, જ્યાં તે પૈસા રાખતો હતો.પછી ખીસામાં હાથ નાંથી ને જોયું,ને બોલ્યો સાહેબ છૂટા આપો ને.તમારીજ બોણી થઈ છે ને છુટા પૈસા નથી. બાપા રાખો છૂટા ના હોય તો ભલે રહ્યા.મને થોડીક દયા ઉપજી તો મે કહ્યુ.
ના સાહેબ મને હક સિવાય નો એક રૂપિયો પણ ના ખપે.ડોસો બોલ્યો. સાહેબ જ્યાં સુધી મારા આ હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો હું અણહક નું તો નહિ જ લવ.મારો ભગવાન મને મારું ખાવા દેય તોય બહું છે.એનો આવો જવાબ સાંભળીને ઘડી ભર તો હું પણ વિચારતો થઈ ગયો.
મન માં થયું વાહ કેવો મજાનો માણસ છે.બધા માણસો આવું જ વિચારતા હોય તો કેવું સારું.એક માણસ એની ઢળતી ઉંમરે પણ જાતે કમાઈ ને ખાવાનો આગ્રહ રાખે છે,કેવી સ્વમાની માણસ.એક એવો માણસ કે હાથ પગ સહી સલામત ને જુવાન હોય તો પણ ભીખ માંગી ને ખાતો હોય છે. હજી સાંજ ઢળી નોતી ને કોઈ ગ્રાહક પણ નોતું તો બે ઘડી વાત કરવાનુ મન થયું.
કોણ કોણ છે તમારા ઘર માં ? મે પૂછ્યું. સાહેબ હું એકલો જ છું, ડોસા એ જવાબ આપ્યો.બીજા કોઈ નથી? મે પૂછ્યું.ના સાહેબ ઘરવાળીનું બે વરસ પહેલાં જ બીમારી થી મોત થયું, ને એક નો એક દીકરો એ પણ પાંચ વરહ પેલા અકસ્માત માં મોત ને ભેટ્યો.હવે તો હું એક વધ્યો સાહેબ,
ડોસા એ જવાબ આપ્યો.રામ રાખે ત્યાં લગી રેશું.
બાજુ ના ગામડાંમાંથી સવાર મા દાંતણ લાવી ને સાંજે એ માર્કેટ પાસે બેસી ને વેચતો.અને એમ કરી એનું ગુજરાન ચલાવતો.ઢળતી ઉંમરે ઘણા માણસો નિસહાય ને લાચાર થઇ જે ભીખ માંગી ને ખાતા હોય છે એ ઉમર માં આ ડોસો પોતાની જાતે જ કામ કરીને કમાઈને ખાતો હતો.હક સિવાય નું એને જરા પણ ખપતું ન હતું. આ ઉંમરે પણ એ પોતાના સ્વમાન ને જળવાતો. જ્યાંસુધી હાથ પગ ચાલે ત્યાંસુધી જાતે જ કમાઈ ને ખાવાનો એનો દ્રઢ સંકલ્પ હતો.
કેવો સ્વમાની ડોસો.

સમાપ્ત.
################################
તો મિત્રો કેવી લાગી તમને મારી આ વાર્તા??. આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.કોઈ સૂચન કે સલાહ હોય તો અવશ્ય જણાવશો.આ સિવાય તમે મારી બીજી વાર્તાઓ પણ માતૃ ભારતી એપ પર ફ્રી મા વાંચી શકો છો.
૧=પિતૃ પ્રેમ.
૨=રોંગ નંબર.
૩=દુખીયારી માં.
૪=કવિતા સંગ્રહ.
૫=પરેંક સ્ટોરી.
આપનો કિમતી સમય ફાળવવા બદલ આભાર.
મુકેશ.૧૧/૦૬૨૦૨૦.