Amrutwani - 1 books and stories free download online pdf in Gujarati

અમૃતવાણી-ભાગ-1

( પ્રિય વાચક મિત્રો, મારા અગાઉનાં પુસ્તકો ને આપે ખૂબ પ્રતિસાદ આપ્યો છે. આજે એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આશા રાખું છું કે તેવો જ રીસપોન્ડ મળશે. આધ્યાત્મિક વિચારધારાનાં ભાગો- પ્રકરણ રુપે રજૂ કરીશ. આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર... માતૃભારતી ટીમનો હૃદયપૂર્વક આભાર....)

અમૃતવાણી-ભાગ-1 ( ... અહિંસા.....)

“અહિંસા”....................

અહિંસા પરમો ધર્મ:......

પ્રસ્તાવના:-

જો આપણે શાંતિ જોઈએ છે,તો તેની પૂર્વશરત છે.અહિંસા નું સંપૂર્ણ પાલન.જ.શાતિં અને સુખનો શ્રેષ્ઠ માર્ગ છે,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અને માત્ર અહિંસા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,જ. એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન અહિંસા ના માર્ગે ન થાય. વ્યક્તિ, માતા-પિતા,શિક્ષકો,સમાજ,રાષ્ટ્ર અને વિશ્વ સમસ્તને અહિંસા ની જરૂરિયાત છે. હિંસા કેવલ વ્યક્તિનું જ નહીં, સમગ્ર દેશનું પણ અહિત કરે છે.આજે ભોજનની સરખામણીમાં પરમાણુંની જરૂરિયાત વધારે છે. પરંતું આજનો માનવ અહિંસાનું મૂલ્ય સમજવા તૈયાર નથી. આજે વિશ્વને યુધ્ધ ની નહીં, બુધ્ધની જરૂર છે.નહીં તો સમગ્ર માનવજાતનું અસ્તિત્વ ભૂંસાઈ જશે. આજનાં નૌ જવાનને અહિંસાનો માર્ગ બતાવવો ખૂબજ જરૂરી છે..

વિશ્વ અહિંસા દિવસ :-

જાન્યુઆરી,૨૦૦૪માંઈરાની નોબેલ પુરસ્કાર વિજેતા શિરીન ઈબાદીએ સ્ટુડંટ્ને અહિંસાનું મહત્વ બતાવવા માટે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની વાત બધાની સામે રાખી.૧૯૧ માંથી ૧૪૦ દેશોનું સમર્થન મળ્યું.સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૨,ઓક્ટોબર,૨૦૦૭ ના રોજ ગાંધીજયંતિ દિવસ ને “વિશ્વ અહિંસા દિવસ” તરીકે ઘોષિત કરવામાં આવ્યો.

અહિંસા નો અર્થ :-

1.અહિંસા :- હિંસા કરવા માટે કોઈ વિચાર –વિમર્શ કરવાની જ્રરૂર નથી.પરંતું અહિંસા આચરવા માટે શરીર, મન,વાણી, વિચાર, વર્તન અને કર્મથી મનુષ્યે શુધ્ધ રહેવું પડે.

2. અહિંસા માટે સત્ય, પ્રેમ અને દયા-કરૂણા આચરવા પડે.

3. અહિંસા એટલે સર્વ જીવો પ્રત્યે દયા – કરુણા દાખવવી.

4. ભગવદગીતા મુજબ બધાજ જીવોને સમાન ગણવા. સમદ્રશ્ટિ રાખવી.

5. અહિંસા એ છે કે જાણ્યે અજાણ્યે કોઈ જ જીવને કષ્ટ ન પહોંચે.

6. ઈર્ષા, રાગ, દ્વેષ, વૈમનસ્યભાવથી સર્વથા મુક્તિ.

અહિંસા શબ્દની વ્યુત્પત્તિ :-

સંસ્કૃત શબ્દ અહિંસ્ –is a term meaning to do no harm-(literally : the avoidance of violence or hinsa ) The word is derived from the Sanskrit root hims-to strike,hinsa is injury or harm-a –hinsa is the opposite of this , i. e. Non harming . This is also translated as non violence..

અહિંસા ની વ્યાખ્યા :- ગાંધીજી અનુસાર અહિંસાનું તાત્પર્ય શક્તિ અને દમનની સામે હાથ પર હાથ ધરીને બેસી રહેવું નહીં.અહિંસાનો અભિપ્રાય છે-સત્યાગ્રહ.જેનો અર્થ થાય છે-અન્યાયનો પૂર્ણ નૈત્તિકતા અને આધ્યાત્મિક શક્તિથી પ્રતિકાર કરવો.ગાંધીજી અ‍હિંસા નો પાઠ શ્રીમદ્દ રાજ્ચંદ્ર પાસેથી શીખ્યાં હતાં.

વિભિન્ન જ્યોતિર્ધરોની દ્રષ્ટિએ અહિંસા :-

રામાયણ :-રામાયણનો ઉદ્દ્ભવ જ અહિન્સાને આધારે થયો છે.વાલ્મીકિ રૂષિએ ક્રૌંચ પક્ષી યુગલને પારધીનાં બાણથી વિંધાતા જોયું અને તેમને ખૂબ પીડા થઈ તેમના મૂખમાંથી શબ્દો સરી પડ્યા હે પારધી ! તે નિર્દોષ ની હત્યા કરી છે તને શાશ્વત શાંતિ નહીં મળે.
કૃષ્ણ્ ની દ્રષ્ટિએ –મહાભારતનું યુધ્ધ અટકાવવા અને શાંતિ સ્થાપવા માટે તેમણે અથાક પ્રયાસો કર્યા હતા. તે વિશ્વપ્રસિધ્ધ છે.
ભગવદ્દ્ગીતાની દ્રષ્ટિએ –ભગવાને અધ્યાય-૨૬ માં દૈવીસમ્પતિનાં વર્ણનમાં અહિંસા, સત્ય,અક્રોધ,શાંતિ, પ્રાણીઓ પર દયા વગેરે ૨૬ ગુણો વર્ણવ્યા છે.શ્લોક- (1થી3 )
બુધ્ધની અહિંસા ‌:- જીવ માત્ર પ્રત્યે પ્રેમ, કરૂણા.ચિત્તની પરિશુધ્ધિ. મોહનો સમ્પૂર્ણ ત્યાગ .ઉદા.-અશોકની અહિંસા.
મહાવીરની દ્રષ્ટિએ:- પ્રાણી માત્ર પ્રત્યે દયા, કરૂણા, ક્ષમા.-જીવો અને જીવવા દો નો સિધ્ધાંત.સૂક્ષ્મ અહિંસા નું ચુસ્ત પાલન.
ઈસુ :- વધસ્તમ્ભ પર ચડાવનારને પણ ક્ષમા. અહિંસાનું ઉત્તમ ઉદા.
ગાંધીજી :- પ્રેમ અને ઉદારતાની પરાકષ્ઠા.માનવમાત્ર પ્રત્યે અસીમ પ્રેમ. હત્યારાને ક્ષમા.ઈસુ નું પુનરવર્તન.
કબીર-:- અપની સબસે દોસ્તી , નહીં કિસિ સે બેર.
તુલસી :- તુલસી દયા ન છાંડીએ , જબ તક ઘટમે પ્રાણ.
માર્ટીન લ્યુથર કીંગ અને નેલ્સન મંડેલા એ પણ અહિંસા દ્વારા જ પોતાના દેશને સ્વતંત્રતા અપાવી. ગાધીજીનાં જ રસ્તે ચાલ્યા.
ફલિતાર્થ :-

1. અહિંસા એક મહાવ્રત છે. વિશ્વનાં કલ્યાણ નો એક્માત્ર માર્ગ :-

( સત્ય અનેઅહિંસા.)

2 સત્ય – અહિંસા નું વિશ્લેષણ શક્ય નથી. પૂરક છે.

3 તમામ ધર્મોનો એક સાર અને માનવ જાતનો ઉધ્ધાર.

4.પ્રેમ, માનવતા, કરૂણા, દયા, ક્ષમા શાંતિ,થી જ અહિંસા ની પ્રાપ્તિ. સુખની મંઝીલ ની ચાવી...................અહિંસા....

ક્ષમુ હું સર્વ જીવોને,સર્વ જીવો ક્ષમે મને.

મિત્ર હું સર્વ જીવોનો ,વેર કો’થી ના મને................

[ -ગીતા- ડો. દમયંતી ભટ્ટ, રાજ્કોટ.............]