The one who risked his life to protect his brother: Kesarbai books and stories free download online pdf in Gujarati

ભાઈની રક્ષા માટે પોતાનું જીવન જોતરી દેનાર : કેસરબાઈ


જન્મ ભૂમિએ મને દેશનિકાલ કરી તો કર્મભૂમિએ આ જગતમાંથી.” તે ભાઈના હિત માટે પોતાને કુરબાન કરી દેનાર બહેનના ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર એક અનોખી મિશાલ ખડી કરતું રિપોર્ટ."


ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પ્રેમને આદત માનવામાં આવે છે. આપણા દેશની બધી જ ભાષાઓને લોકકથાઓમાં ભાઈ-બહેનના નિર્વ્યાજ પ્રેમના ગુણગાન ગાવામાં આવ્યા છે. બહેન હંમેશા પોતાના ભાઈને નિરપવાદ જોવા ઇચ્છતી હોય છે અને ભાઈ પણ રાખડીના કાચા સૂતરના તાંતણે બંધાયેલો બહેનને સેવામાં ઉઘાડે પગે દોડતો આવે છે.


સાટા પ્રથા અનુસાર ભાઈ બહેનના સામસામે વિવાહ કરાવતા હોય છે, તે પાછળ ઘણા કારણો હોય શકે પણ એમાં એક કારણ એવું પણ છે કે જો બહેનને સાસરિયામા દુખ પહોચાડવામાં આવેટો અહિયાં ભાઈ પત્ની પર દબાણ કરી શકે તો સંસાર શાંતિ થી ચાલતું રહે અને રાજાશાહી વખતમાં સાટા વ્યવહાર રાજકીય સત્તા મજબૂત કરવા માટે થતાં જેમ કે દુશ્મન દેશની ગુલામી ન ભોગવવી પડે અને સત્તામાં વધારો કરવા માટે પણ પોતાની રાજકુમારીને તાકતવર રાજાને ત્યાં વિવાહ કરવામાં આવે. જોધાના અકબર સાથે થયેલા વિવાહ જગમશહૂર છે પણ કચ્છની રાજકુમારી કેસરબાઈના જુનાગઢના નવાબ સાથે થયેલા વિવાહની બહુ ઓછા લોકોને ખબર હશે.


રક્ષાબંધન મહિમા ગાતા આપણે થાકતા નથી હોતા ત્યારે બીજીબાજુ બહેનને દેશનિકાલની સજા ફટકારી, પોતાની ઇચ્છા ન હોવા છતાં કેસરબાઈને લગ્ન કરવાની ફરજ પાડવામાં આવી. તે ભાઈના હિત માટે પોતાને કુરબાન કરી દેનાર બહેનના ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. ભાઈ જ તેના માટે સર્વસ્વ હતો. સુંદરતા, તેજસ્વિતા, સાહસવીર ચતુરાઈ અને નિર્વ્યાજ પ્રેમની સાકાર પ્રતિમા એટલે કેસરબાઈ. તેનાં જેવી નારીની જોડ મળવી અસંભવ હતી. જ્યાં સુધી કેસરબાઈ કચ્છમાં હતા ત્યાં સુધી તેની ચકોર નજરમાં દૂધ નાખી ભાયાત, અંગ્રેજ દરબારી કે કોઈની પણ નુકશાન કરવાની હિમત ન હતી.


કચ્છનાં રાવ રાને માનસિંહ નામનો પુત્ર અને કેસરબાઈ નામની પુત્રી હતી. આ બંને ભાઈ-બહેનના જન્મ વિશે ઈતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે પણ આપણે તેના પર નથી જતા. રાયણના મૃત્યુ વખતે કચ્છ રાજ્યના વારસ તરીકે માનસિંહને સ્પર્ધા સર્જાઈ રહી હતી. કેસરબાઈ બુદ્ધિશાળી વ્યવહારદક્ષ અને અતિ સુંદર સ્ત્રી હતી. તે પોતાના ભાઈને રાજગાદી પર બેસાડવા માંગતી હતી અને તેણે ગમે તેમ કરીને નાનાભાઈને કચ્છની રાજગાદી પર બેસાડી દીધો. માનસિંહ ભારમલ નામ ધારણ કરી અને રાજગાદી પર બેસ્યો. આ કાર્યમાં તેની બહેન કેસરબાઈનો જ હાથ હતો એટલું જ નહીં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પણ જ્યારે બહાર શાસનની સ્થિતિ ઘણી નાજુક તબક્કામાં હતી ત્યારે કેસરબાઈ રાજનીતિમાં ઘણો જ સક્રિય ભાગ ભજવી પોતાના ભાઈને બચાવી લીધો હતો. તે પોતાનાં ભાઈના હિતશત્રુઓ માટે પર્યાપ્ત હતી. આ બંને ભાઈ બહેનનું જીવન ખૂબ સંઘર્ષ ભર્યું હતું. રોજ નવા દાવપેચના શિકારી બનતા ભાઈ બહેન એકબીજાની રક્ષા કરીને રાજ્ય અને વારસાનુ જતન કરી રહ્યાં હતાં. બધા ઈચ્છતા હતા કે કેસરબાઈને કચ્છમાંથી હટાવી દેવામાં આવે એટલે કેસરબાઈને ગમે તેમ સમજાવી મનાવી એવું તેને ગળે વાત ઉતારી દેવામાં આવી કે જો તે જુનાગઢ નવાબની માનીતી બેગમ બનશે તો તે પોતાના ભાઈને સ્થિર કરવામાં વધારે ઉપયોગી થઈ પડશે. આમ કેસરબાઈના લગ્ન જૂનાગઢના તત્કાલીન નવાબ સાથે કરી દેવામાં આવ્યા. જોકે આ બાબતે પણ રાજકારણમાં મતભેદ છે, કેટલા એમ માને છે કે આ લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી કરવામાં આવ્યા હતા પરંતુ ઐતિહાસિક પ્રમાણોને જોતાં કહી શકાય કે આ લગ્ન માટે કચ્છ દરબારની ઈચ્છા હતી, આગ્રહ હતો અને કેસરબાઈએ પોતાના ભાઈની ઈચ્છાની અવગણના કરી નહીં અને લગ્ન કરી લીધા. આજે પણ કોણ જાણે કેટલી કેસરબાઈ આ રીતે વિવશ તી હશે?

આખરે શતરંજના મોહરાના રૂપમાં કેસરબાઈને જુનાગઢ પરણાવી દેવામાં આવી. લોકો કહે છે કે કેસરબાઈના મનમાં તો પોતાના ભાઈના કલ્યાણની વાત રમતી રહેતી એ જ તેમની મોટામાં મોટી આકાંક્ષા હતી કેસરબાઈને જૂનાગઢમાં આવતા જ કાંઈ અનુકૂળ ના આવ્યું. તેના જેવી કુશાગ્ર બુદ્ધિ ધરાવતી સ્ત્રીને સમજતા વાર ન લાગે કે તેને જે પ્રલોભન આપવામાં આવ્યા હતા તે તો ઝાંઝવાના જળસમાન હતા. નવાબની અન્ય રાણીઓને તેઓ કાંટાની જેમ ખટકવા લાગી હતી. કહેવામાં આવે છે કે તેની મોજડીમાં વી નાખી તેને મારી નાખવામાં આવી અને મુસ્લિમ રિવાજ પ્રમાણે દફનવિધિ પણ કરી દેવામાં આવી.


આ સમાચાર જ્યારે ભુજ પહોંચ્યા ત્યારે ભારમલ દિગ્મૂઢ બની ગયા તેમણે પોતાની બહેનની કબર પર રોજો બનાવવા માટે કચ્છી કારીગરો જુનાગઢ મોકલ્યા પરંતુ જુનાગઢના નવાબને મહારાવની આ અપમાનજનક લાગે. એમણે રોજાના ચણતર કાર્યોને બંધ કરાવી દીધું. આમ રોજો અધુરો ણાયો અને આજે પણ એ રોજો અધુરો જ છે. આ અધુરો કેટલાંક પ્રશ્નો ઉભા કરે છે. શું પોતાના ભાઈને પ્રેમ કરવો અને તે માટે પોતાની કુરબાની આપવી એ અવગુણ છે...?


કચ્છના દરબાર કારીગરો જૂનાગઢની બેગમનો મકબરો જુનાગઢ આવીને બનાવે તો રાજાશાહીનું મિથ્યા અભિમાન અને અહંકાર ભાંગીને ભૂકો થઇ જાય? પરંતુ કચ્છી કારીગરોને મના ફરમાવ્યા પછી નવાબ તો મકબરાને પૂરો ણાવી શક્યા હોત? પણ એ કેમ બને? જેને વિષ આપીને મારી નાખવામાં આવે તેનો વળી મકબરો કેવી રીતે હોઈ શકે?

સૌરાષ્ટ્રનું નવાબી નગર જુનાગઢ ત્યાંના ચિતખાના ચોકમાં શાહી કબ્રસ્તાન છે. જ્યાં જૂનાગઢના નવાબો અને તેમના પરિવારના સભ્યોની કબરો છે. બરો પર શાનદાર રોજા બનાવેલા જોવા મળે છે. આ શાનદાર સ્મારકોની વચ્ચે એક કબર અને તેના પર બનેલો પોતાના ખોળામાં એક કબર અને આશ્રય આપતો સર્વથા ઉપેક્ષિત ચારેબાજુના માહોલથી અલિપ્ત અલગ એકલોઅટૂલો આ અધૂરો રોજો છે કચ્છના મહારાવ પુત્રી, રાવ ભારમલની લાડકીબેન અને જૂનાગઢના નવાબની બેગમ કેસરબાઈનો. નારીના ભાગ્યની વિડંબના તો જુઓ કે તેની ખબરને છત્રછાયા દેનારા રોજો સમર્થ પિયર અને સમર્થ સાસરુ હોવા છતાં અધૂરો છે. આજે પણ એ પ્રકૃતિના પ્રકોપ વાવંટોળ વરસાદ કે બળબળતા બપોરના પ્રખર અને અવિરત સહન કરી રહ્યો છે. આજુબાજુના સ્મારકની સરખામણીમાં સૌથી ભિન્ન સ્થાપત્ય અને શિલ્પકલાનો નમુનો આ અધુરો મકબરો જોતા જ કચ્છના મૂળ સ્થાપત્યની પ્રતિકૃતિ જેવો જણાય છે .

આ અધૂરા રોજાના ઢળી પડતા પથ્થર જાણે કેસરબાઈ તરફથી આજે પણ અનેક સવાલો પૂછી રહ્યા છે કે મારો શું વાંક હતો? શું ભાઈને પ્રેમ કરવો, ભાઈના હિતની ચિંતા કરવી એ પાપ છે ગુનો છે? તો પછી આવી સજા શા માટે? રાજનેતાઓની મહત્વકાંક્ષા, ચાહકોના અહમ અધિકારો અને સ્વાર્થલિપ્સા, પતિ અને પત્નીના કાવતરા, અસહાય ભાઈની વ્યવસ્થા અને આ સર્વનો ભોગ મારે જ બનવાનું? ઇચ્છાપૂર્વક પણ લગ્ન નામનો ઝેરનો પ્યાલો મેં પીધો પણ કાયરતાની હ આવી ગઈ. જ્યારે રાણીની મોજડીમાં વિશ નાખવામાં આવ્યું અને પ્રાણઅંત લાવવાની આવી હીનયુક્તિ કરી. આજે પણ આ રોજો પોકારી પોકારીને પૂછે છે, કે કચ્છના મારા વતનના લોકોએ મને દેશનિકાલ કરી તો જૂનાગઢના નવાબે આ જગતમાંથી!!!


અહીં આ રિપોર્ટ રજૂ કરવાનો અર્થ માત્ર ભાઈ બહેનના પર્વ અનુરૂપ પ્રસંગને રજૂ કરવાનો છે કોઈ પણ રાજકીય દાવપેચને બહાલી ન આપતા અમારો ઉદેશ્ય છે કે સમાજમાં એવી કેટલીય દીકરીઓ એવી હશે જેના વિવાહ આર્થિક, સામાજિક, રાજકીય લાલશાની તૃપ્તિ માટે કરવામાં આવતાં હશે. આ ઘણાં કિસ્સાઓ ભારતભરનાં ઇતિહાસમાં નોંધાયેલા છે, તો અમારો ઉદ્દેશ છે કે આવી દીકરીઓને તેમની મરજી મુજબ વિવાહ કરવા દઈને ફરી નવો ઇતિહાસ રચવામાં આવે.


-પૂર્વી ગોસ્વામી