Richa - the silent girl - 5 books and stories free download online pdf in Gujarati

રિયા - the silent girl... part - 5

જ્યારે નૈતિક રિયા ને તેવા આવા વર્તન પાછળ નું કારણ પૂછે છે ત્યારે રિયા કહે છે " સમય આવ્યે બધું સમજાઈ જશે તને નૈતિક. એ તો જેના ઉપર વિતે તે જ જાણે... તું અને ઋતું મારા દિલ પર લાગેલા ઘાવ માં રાહત તો આપી શકો પણ એ ઘાવ ભરી ના શકો."

નૈતિક ને રિયા ની વાતો માં દુઃખ, વ્યથા દેખાતી હતી. તેને પૂછ્યું " મને પણ નહિ કહે રિયા તું?"

" સોરી નૈતિક પણ કહીશ તને બધું પણ આજે નહિ." રિયા બોલતા બોલતાં રડવા જેવી થઈ ગઈ.

નૈતિક કહે છે "ઠીક છે રિયા... પણ તું પ્લીઝ આમ રડ નહિ... તું રડે એ મને ના ગમે." એટલું કહી નૈતિક રીયાની આંખમાંથી બહાર આવેલું એક આંસુ લૂછે છે.

એટલા માં અા બધી વાત નૈતિક ના મમ્મી એટલે કે અંજના માસી સાંભળી જાય છે... પણ તે રિયા ને કોઈ સાથે બોલતા જોઈ ને અને પોતાની વાતો શેર કરતા જોઈ ને ખુશ થાય છે. પણ તેને હજી સુધી એ વાત ના સમજાણી કે રિયા માત્ર ઋતું અને નૈતિક સાથે જ બોલતી હતી... બીજા કોઈ સાથે કઈ પણ બોલતી નહિ. પણ જે હોઈ એ રિયા માં પહેલા કરતા થોડો સુધારો આવ્યો હોઈ એવું લાગે છે એમ વિચારી તે વાત જતી કરે છે અને નૈતિક આગળ આવી કહે છે " ચાલ નૈતિક બહુ વાતો કરી હવે ઘરે નથી જવું... ?"

" હા મમ્મી ચાલો... " એટલું કહી નૈતિક રિયા ને ઈશારા વડે બાય કહી ચાલ્યો જાય છે.

રિયા એ પણ નૈતિક ને બાય કહ્યું અને રાત ના 9 વાગી ચુક્યા હતા જેથી જમી ને પાછી પોતાના બેડ પર પહેલાની જેમ જ એકદમ ચૂપ ચાપ અને એકલી વિચારો કરતી બેસી ગઈ. વિચારો વિચારો માં સુઈ ગઈ... અને આ બાજુ નૈતિક જાણે રિયા ની વાતો ના વિચારો કરતો હતો... ખરેખર શું એવું બન્યું હશે રિયા સાથે... કોણ છે આ છોકરી... આવા વિચારો કરતા કરતા નૈતિક ને પણ નીંદર આવી ગઈ.

એટલા માં જ અહીંયા આશ્રમ માં બેલ વાગ્યો... રિયા જાગી... આજે તેને કઈક નવો જ અહેસાસ થતો હતો... તે જાગી ને થોડી વાર પોતાના બેડ પર બેસી રહી અને બારી ની બહાર એકીટશે જોઈ રહી... જાણે કુદરત આજે સો કળા કરી રહ્યું હોઈ તેમ ખીલતા ફૂલો, પક્ષીઓ, અને સવાર સવાર માં જાગી જાગી ને આંટા મારતા નાના નાના બાળકો... આ બધું જોયું પણ રિયા ને કઈક કમી મહેસૂસ થતી હતી...

એટલા માં ઋતું આવી " ચલ ને દીદી સ્કૂલ જવાનું છે તૈયાર થઈ જા... નાસ્તો કરવા ચાલ... "

રિયા તૈયાર થઈ નાસ્તો કરી ફરી દરરોજ ની જેમ સ્કૂલ જવા નીકળી અને આજે પણ દરરોજ ની જેમ સ્કૂલ ના દરવાજેથી જ કોઈ જોઈ ના જાય તેમ ત્યાંથી નીકળી ગઈ અને પેલો આદમી જેને રિયા એ પેટી માં પૂર્યો હતો તેણે આપેલા એડ્રેસ પર પહોંચી.

ત્યારે છુપાઈ ને એ ઘર ની અંદર ગઈ... ત્યાં પણ પેલા હટ્ટાકટ્ટા આદમી જેવો જ આદમી... હોઈ જ ને તેનો સાથીદાર જો હતો... તે આદમી અને તેની પત્ની બંને નાસ્તો કરી રહ્યા હતા અને અહીંયા રિયા ના મન માં કઈક ચાલી રહ્યું હતું...." શું કરું હું... શું કરું..."

એટલા માં જ પેલા આદમી ની પત્ની કહે તમે નાસ્તો કરો હું જ્યૂસ લઈ ને આવી... અને રિયા ને પણ જાણે રસ્તો મળી ગયો હોઈ તેમ તે ખુશ થઈ ગઈ અને મન માં બોલી " બેટા સાચો મોકો છે મારી દે છક્કો..."


be continued...

( ખરેખર રિયા શું કરવાની હશે... તે શેનો મોકો ગોતી રહી હતી... આ જાણવા મટે વાંચો આગળ ની સ્ટોરી.... )