Richa - the silent girl - 6 books and stories free download online pdf in Gujarati

રિયા - the silent girl... part - 6

પેલા આદમી ની પત્ની રસોડા માં જ્યુસ લેવા જાય છે અને રિયા પણ કોઈ દેખી ના લે તેવી રીતે તેની પાછળ જાય છે... અને બહાર ટેબલ પર પડેલ કુંજો નીચે પાડે છે અને પેલી સ્ત્રી તે જોવા માટે બહાર આવે છે એટલા માં રિયા રસોડા માં છુપાઈ ને અંદર ચાલી જાય છે.

પોતાના હાથ માં રહેલ એક નાની શીશી ખોલે છે અને પેલા જ્યુસ માં તે શીશી ઠાલવી દે છે. એટલા માં જ પેલી સ્ત્રી આવે છે અને જલ્દી માં રિયા છુપાઈ જાય છે પેલી સ્ત્રી જ્યુસ નો ગ્લાસ લઈ ને પોતાના પતિ ને આપી આવી છે.

રિયા મન માં કહે છે " હાશ... એક કામ તમામ... હવે થોડા જ સમય માં તેનો ખેલ ખતમ... ચાલ રિયા કોઈ જોવે એ પહેલા નીકળી જા અહીંયાથી... સમાચાર તો કાલે સવાર થતાં મળી જ જશે...."

અહીંયા પેલો આદમી આં જ્યુસ પી જાય છે એ રિયા છુપાઈ ને જોઈ લે છે અને જલ્દી થી કોઈ દેખે નહિ તે રીતે ત્યાંથી નીકળી જાય છે. અને ફરી પાછી સ્કૂલ આગળ જઈ ને ઉભી રહી જાય છે અને બધા બાળકો સ્કૂલ થી રજા પડે એટલે સાથે અનાથાશ્રમ ચાલ્યા જાય છે.

આશ્રમ આવી ને રિયા ફરી પાછી પોતાના બેડ ઉપર દરરોજ નો જાણે ક્રમ બની ગયો હોઈ એમ... બસ વિચારો કરવા અને પોતાની પેલી બુક કાઢી ને તેને જોયા કરવી.... રિયા તેની પાસે રહેલો ફોટો કાઢે છે અને તેને જોતી રહે છે... એટલે માં ઋતું આવે છે... "દીદી તું દરરોજ અા ફોટો જોવે છે પણ મને કહેતી નથી... કોણ છે આ.... જરૂર તારા મમ્મી પપ્પા હશે..."

પણ રિયા એ કઈ જવાબ ના આપ્યો અને ફોટો નિહાળતી રહી... એટલા માં બહાર થી કોઈ નો અવાજ સંભળાયો.... " નૈતિક ભાઈ આવ્યા.... નૈતિક ભાઈ આવ્યા..."

ઋતું દોડી ને નૈતિક આગળ ગઈ. ઋતું અને નૈતિક ની દોસ્તી જાણે પાક્કી દોસ્તી , નૈતિક 17 વર્ષ નો હતો અને ઋતું 8 વર્ષ ની પણ બન્ને ને એકબીજા સાથે ખૂબ જ ગમતું. અને પહેલા તો નૈતિક એકાદ મહિને આવતો આશ્રમ માં પણ હવે ઋતું સાથે ની તેની મૈત્રી અને રિયા ની સાથે વાત કરવાની જાણે નૈતિક ને આદત બની ગઈ હોઈ એમ એકાદ બે દિવસે આવી જ જતો.

નૈતિક થોડી વાર બધા બાળકો સાથે રમે છે અને બધા બાળકો ને ચોકલેટ આપી ને પછી રિયા આગળ જાય છે.

પણ રૂમ માં જતાં જ જોવે છે રિયા પોતાના હાથ માં એક ફોટો પકડી ને બેઠેલી હોઈ છે અને આંખો માં આંસુ.

" હેય રિયા કેમ રડે છે... શું થયું રિયા ને..." નૈતિક રિયા ને હસાવવાની કોશિશ કરતા બોલે છે.

રિયા ફટાફટ તેની આંખો લૂછી નાખે છે અને નૈતિક સામે એક સ્માઈલ આપે છે." કઈ નથી થયું હું ક્યાં રડું છું... તને કોણે કહ્યું હું રડું છું."

નૈતિક કહે છે " બસ લે હવે રેવા દે અા તારી ફેંક સ્માઈલ... અને કોઈએ કીધું નથી કે તું રડે છે મે મારી આંખો થી જોયું છે."

એટલા માં રિયા ગળગળી થઈ ને નૈતિક ને ગળે વળગી પડે છે અને ખૂબ જ રડવા લાગે છે. આંખોમાંથી વહેતા અનરાધાર આંસુ અને નૈતિક ના ખભા પર જાણે આંસુ વહાવી રિયા નો બોજ ઓછો થતો હોય એવું રિયા ને ફીલ થાય છે.

નૈતિક તો પલ વાર માટે અચંબિત થઈ ગયો. ક્યારેય કોઈ છોકરી આવી રીતે નૈતિક ની નજીક પણ નથી આવી અને રિયા... રિયા તો આજે ગળે વળગી પડી. નૈતિક ના દિલ ના ધબકારા વધી ગયા. પણ રિયા તો જાણે નાની ઉંમર માં ઉઠાવેલો મોટો બોજ નૈતિક ના ગળે વળગી ને ઓછો કરી રહી હતી.

નૈતિક રિયા ના માથા પર હાથ ફેરવે છે અને તેને આશ્વાસન આપતાં બોલે છે " બસ રિયા હવે... હવે તો ચૂપ થઈ જા... તું રડે છે તને જોઈ ને મને પણ રડવું આવે છે." એટલું બોલતાં નૈતિક ની આંખ માંથી બહાર આવેલ એક આંસુ રિયા ના ખભા પર પડે છે.

રિયા તરત જ નૈતિક ને કરેલી હગ છોડી ને નૈતિક ના આંસુ લૂછે છે અને કહે છે " તું શું કામ રડે છે નૈતિક?"

" કઈ નહિ રિયા તને રડતા જોઈ ને મને પણ આંસુ આવી ગયા." નૈતિક કહે છે અને વિચારે છે આં મને શું થાય છે કેમ હું રિયા નું દુઃખ નથી જોઈ શકતો. કેમ તેના માટે મને લાગણી ઉત્પન્ન થાય છે!

અને આ બાજુ રિયા પણ વિચારે છે કે" કેમ હું આવી રીતે સીધી જ નૈતિક ના ગળે વળગી પડી... અને મારા દુઃખ ને કારણે નૈતિક કેમ રડી પડ્યો... ના ના રિયા તું માત્ર તારું ધ્યાન તારા કામ પર જ આપીશ બીજે ક્યાંય મન ભટકવા ના દે રિયા..." આવું વિચારી રિયા પોતાની આંખો લૂછી નાખે છે.

અને નૈતિક રિયા ની આંખો આગળ ચપટી વગાડે છે " ઓ હેલ્લો... મિસ પાગલ... શું થયું... શું વિચારે છે?"

રિયા અચાનક પોતાના વિચારો માંથી બહાર આવે છે " કઈ નહિ... બોલ."

નૈતિક કહે છે " રિયા તું મને તારો દોસ્ત માને છે ને?"

" હા મારો બેસ્ટ ફ્રેન્ડ છે તું નૈતિક આવું કેમ પૂછે છે... હું માત્ર તારી સાથે જ વાતો કરું છું.. તું જાણે છે ને!"

" હા રિયા પણ તો તારે આજે મને જણાવવું જ પડશે કે તારા એટલા દુઃખ પાછળ નું કારણ શું છે... તું આજે મને બધી જ વાત કરીશ... નહિ તો માની લે આપણી બન્ને ની દોસ્તી આજથી ખતમ."

રિયા કહે છે " પણ નૈતિક...."

નૈતિક રિયા ને અધવચ્ચે જ અટકાવતા બોલે છે " ના મારે કઈ નથી સાંભળવું... તું નક્કી કરી લે તારે શું કરવું છે એ..."


be continued...

( રિયા શું નૈતિક ની દોસ્તી ને પસંદ કરશે કે તેના રહસ્ય ને...?
શું રિયા નૈતિક ને જણાવશે તેનું રહસ્ય... ? જાણવા માટે વાંચતા રહો મારી સ્ટોરી...)