teacher - 31 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 31

ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 31

શિક્ષકો માટે :-

આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે તેવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિસ્વાર્થ ભાવે વહેંચવાની નદીવૃત્તિ છે. નદી માનવજાતના મેલ (શંકાઓ) ધુએ (દૂર કરે) છે. સ્વમાની એટલી કે જયાંથી નિકળી ત્યાં પાછી જાય નહિ. ને કવિને કહેવું પડે કે ‘કેવા સંજોગોમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.નદીને ‘મેં કર્યુ’ નો કોઈ ભાવ નહીં ને અહંકારનો છાંટો નહિ,મહાસાગરમાં ભળી જવાનું ને પોતાનું અસ્તિત્વ મીટાવી સર્મિપત થઈ જવાનું. ‘માસ્તર’ ખળખળ વહેતી સરિતા જેવો છે. નદીની ઉપમા મળવાથી માસ્તર શબ્દ વધુ ગૌરવવંતો બને છે.

શિક્ષકે મેઘ નહિ, માળી બનવાનું છે.’ વાદળું તો વરસી જશે, વરસાદ પડી જશે. વરસાદનું વરસી જવું એ એક વાત છે ને છોડને પાણી સિંચવું ને માવજત કરવી બીજી વાત છે. માળીનું કામ એ છે કે કયા છોડને કેટલું પાણી જોઈએ ? પાણી નકામું જતું રહે તે પણ તેને નહીં ગમે. ખરેખર, માસ્તર એ માળીની જેમ બાળકોની કાળજી રાખનારો શિક્ષણ પ્રહરી છે.

જો આપ એક શિક્ષક છો તો આપના માટે સ્થિરતા અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓ આપનું નિરીક્ષણ કરતા હોય છે અને એટલે જ આપે એક શિક્ષક તરીકે ઉદાહરણરૂપ બનવાનું છે. બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરવામાં માતા-પિતા અને શિક્ષક નું સમાન યોગદાન જ હોય છે. એક શિક્ષક તરીકે આપ શું કહો છો, શું કરો છો તેનું વિદ્યાર્થીઓ સતત અવલોકન કરે છે. આપ ક્યારે શાંત અને વિશ્રાંત છો અને ક્યારે ગુસ્સામાં તથા વિચલિત છો, તે આપના વિદ્યાર્થીઓ બરાબર જાણે છે.

ફેરવેલ પાર્ટી સમાપ્ત થયા પછી બધા વિદ્યાર્થીઓ ખૂબ જ રડ્યા. બધા લોકોને સાથે વિતાવેલા દિવસો ખૂબ જ યાદ આવી રહ્યા હતા. કોઈને પણ આ શાળા છોડીને જવાનું મન નહોતું. બધાં વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રોમાં એડમિશન લીધું હતું. કોઈએ એન્જિનિયર બનવું હતું તો કોઈએ વૈજ્ઞાનિક, તો વળી કોઈ ડોકટર બનવા ઇચ્છતું હતું.

બધાં લોકો પોતપોતાના ક્ષેત્રમાં સફળતા મેળવી રહ્યા હતા અને ખૂબ જ આગળ વધી રહ્યા હતા. શાળાના આ સોનેરી દિવસો ક્યારેય ભૂલાવાના નથી. વર્ષો વિતી રહ્યા હતા. ધીમે ધીમે હવે આ વિદ્યાર્થીઓ પણ પ્રગતિ કરી રહ્યા હતા.

*********************************

8 વર્ષો પછી.

જીવનના દરેક તબક્કે ઉતાર ચઢાવ આવતા હોય છે, આ ઉતાર ચઢાવની સ્થિતિઓમાં થી માણસે પસાર થતું રહેવું પડે છે. બસ, આવી જ કેટલીક પરિસ્થિતિઓમાંથી આગળ આવેલ એ વ્યક્તિ અત્યારે રાજ્યની એક મોટી કંપનીનો CEO છે. આ વ્યક્તિ એટલે ધારા અને કિશનનો ખાસ મિત્ર તેમજ પ્રિયા રાઠોડનો પતિ. આપના મનમાં સહજ પ્રશ્ન થયો હશે કે પ્રિયા રાઠોડ કોણ... આ પ્રશ્નનો જવાબ આપની પાસે જ છે. શાળામાં સાથે ભણતા મિત્રો યાદ કરો તો એક વખત ધારાને પરિક્ષામાં ટક્કર આપી ચૂકેલી એ છોકરી. કદાચ હવે તમારા મગજ માં હલકું એવું લબુક ઝબુક થયું હશે. પોતાના જીવનના બધાજ દુઃખોને જળ મૂળ થી ઉખાડી લેનાર છોકરી એટલે વાઈફ ઓફ અક્ષર. હું અત્યારે વાત કરી રહ્યો છું અક્ષરની. હાથમાં રોલેક્સની કીમતી ઘડિયાળ, શૂટ, બુટ અને રેયબોન્ડના ગોગલ્સ પહેરીને બ્લેક ઓડી કાર પાસે ઉભેલો એ વ્યક્તિ અક્ષર હતો. અક્ષર કોઈની રાહ જોઈ રહ્યો હતો. ઘડીએ ઘડીએ સમયના એટલે કે ઘડિયાળના દર્શન કરતો હતો. અક્ષર પોતાની વાઈફ પ્રિયાની રાહ જોઈ રહ્યો હતો.

કોમ્પલેક્ષના ગેટ પાસે ઉભેલા અક્ષરને આજ તેની ખાસ દોસ્ત એટલે કે દેવાંશી દવે નજરે ચડી હતી. માફ કરશો મિત્રો, દેવાંશી દવે હવે દેવાંશી આહુજા બની ગઈ હતી. દેવાંશી પહેલા જેવી જ લાગી રહી હતી. આ આઠ વર્ષમાં હાઈટ સિવાય બીજો કોઈ જ બદલાવ નહોતો આવ્યો. આજે પણ સફેદ ટોપ પર બ્લુ જિન્સ, હાથોમાં મહેંદી, ટાઈટન કંપનીની બ્લેક વોચ તેની સુંદરતાને વધારી રહ્યા હતા. હવામાં ઉડતાં પવન સાથે લહેરાતા કાળા વાળ આજે પણ તેના ચહેરા પર આડા આવી રહ્યા હતા અને પોતે પોતાના કોમળ અને મુલાયમ હાથોથી પહેલી આંગળી વડે દૂર કરી રહી હતી.

હંમેશા કહેવામાં આવે છે કે લેડીઝ ફર્સ્ટ, પરંતુ મળવા બાબતે હંમેશા લેટ કરતી છોકરીઓ હજુ પણ આવી જ હશે એમ વિચારીને અક્ષર સામેથી તેને મળવા ગયો હતો.

"હાઈ, ઓળખાણ પડે છે?"

"સોરી.."

"અરે, આ આઠ વર્ષોમાં તું મને ભૂલી ગઈ?"

"એ ટોપા, તને લાગે છે કે હું તને ભૂલી જાવ? મસ્તી કરતી હતી તારી."

"કેમ છે? કેવી ચાલી રહી છે લાયફ, કોઈ છોકરો મળ્યો કે મારે બીજા લગ્ન કરવા પડશે?"

"ઓ હેલ્લો, લવ મેરેજ કર્યા છે મેં. પણ તું કહે કે તું ક્યાંય ગોઠવાયો કે હજુ ક્યાંય મેડ નથી પડ્યો?"

"અરે બકા, હું ગોઠવાઈ ગયો છું. અક્ષર દીપ ઇન્ડસ્ટ્રીઝ માં સીઈઓ છું. અને રહી વાત છોકરીની તો તારા જેવી તો કોઈ મને ના મળી, પણ જે મળી છે એ તારાથી પણ અઘરી નોટ છે. કદાચ તું એને ઓળખે પણ છે."

"ઓહ! એ ક્યાં છે? કોણ છે એ બદનસીબ?"

"આવતી જ હશે. બે મિનિટ રાહ જો."

"વેલ, એ કેવી છે? મતલબ કે જોબ કરે છે એ?"

"ના, એ હાઉસ વાઇફ છે. પણ મે કહ્યું ને કે તારાથી પણ અઘરી છે, જો આ છે."

"હેય, દેવાંશી.... કેમ છે?" પ્રિયા દેવાંશી ભેટી પડી અને બોલી.

"વેલ, હું ફાઈન છું. યાર મને જરા પણ વિશ્વાસ નથી આવતો કે તારા જેવી છોકરીને મારો આ દોસ્ત પટાવી લેશે."

"હા, અમે લવ મેરેજ કર્યા છે."

"હા, અક્ષરે કહ્યું."

"આવ ને ઘરે."

"ના ડિયર, આજ થોડું વધારે કામ છે સો નેકસ્ટ ટાઈમ પાક્કું મળશું. બાય ધ વે મારા ફોન નંબર લઇ લે. એ બહાને ટચમાં તો રહેશું."

"ઓકે ડન. રોજ હેરાન કરીશ હો."

જૂના મિત્રો આજ મળ્યા હતા. આજની મુલાકાત અક્ષર માટે લકી સાબિત થઈ. અક્ષરે 50 કરોડની ડીલ કરી.

આપણે ક્યાંક જતા હોઈએ અને અચાનક જૂના મિત્રો મળી જાય તો ખૂબ જ આનંદ થાય છે. મનમાં ત્યારે અમુક પ્રકારની મુંઝવણો હોય છે, એ વ્યક્તિ મને ઓળખશે કે નહીં, પહેલ મારે કરવી કે એ કરશે, વગેરે વગેરે...

આ તરફ ધી વોઇસ ઓફ ગુજરાત વિનર મિસ મનાલી પાઠક પણ પોતાની મસ્ત લાઈફ જીવી રહી હતી. મનાલી હવે ખૂબ સારી નામના મેળવી ચૂકી હતી. મોટા મોટા કાર્યક્રમોમાં તેણી ફેમસ સિંગર તરીકે જતી અને પોતાના ગળાથી બધાને મોહિત કારી દેતી. શહેરની મોટી ઇવેન્ટસમાં પણ પર્ફોર્મ કરવાનું મનાલીને આમંત્રણ મળતું રહેતું. આ વખતે પણ એક આમંત્રણ કાર્ડ આવ્યું હતું જેમાં આયોજકને ફોન કરવા માટે લખ્યું હતું. મનાલીએ ફોન લગાવ્યો.

"હેલ્લો, હું મનાલી વાત કરું છું. મને આ કાર્ડ આપે મોકલ્યું છે, જેમાં આપને કોલ કરવા માટે જણાવ્યું છે. હું જાણી શકું આપ કોણ છો?"

"ઓહ, હેલ્લો મનાલી, મને ઓળખો છો આપ?"

"જી સોરી, પણ મને ઓળખાણ ના પડી."

"આકાશમાં એક પરી હતી,
ઝીલ મિલ ઝીલ મિલ ગાતી હતી,
પાંખો પસારીને ઉડતી હતી..." ફોન પર આટલો અવાજ આવ્યો.

"સપનાઓ જોયા કરતી હતી,
સૌથી સુંદર એ પરી,
ક્યારેક ક્યારેક ઝૂમી ઉઠતી." મનાલીએ સામે વાળી વ્યક્તિને વચ્ચેથી રોકતાં કહ્યું."

"ઓહ, તો તને યાદ છે એમ ને."

"અરે યાદ જ હોયને કાજૂડી, કેમ છે તું?"

"હું મજામાં, તું કેમ છે? કેવી ચાલી રહી છે તારી સિંગરની સફર?" કાજલે પૂછ્યું.

"અરે, બહુ જ મસ્ત હો."

"તું કહે, તારે શું ચાલે? જોબ કરે છે ક્યાંય?"

"ના ના, હું હમણાં જ વડોદરા આવી છું. આ શહેરમાં મારી પહેલી ઇવેન્ટ છે. જેમાં સિંગર તરીકે તને બોલાવવા ઇચ્છું છું. તું આવીશ ઇવેન્ટમાં?"

"હા હા, ચોક્કસ. તું કહે અને હું ના આવું એવું ક્યારેય બન્યું છે? હું આવીશ."

"થેંક્યું દોસ્ત. હું ઇવેન્ટ મેનેજર છું."

બંનેએ મલક વાતો કરી. એક બીજાની લાઈફ વિશે થોડું ઘણું જાણ્યું. વાતોમાં જ જાણે ખૂબ નજીક હોય એવો એહસાસ બંનેને થયો.

દીપ અને ઓમ સામાન્ય જીવન જીવી રહ્યા હતા. એ બંને એક કંપનીમાં કર્મચારીઓ હતાં. બંને બાળપણથી સાથે જ હતાં. કોમર્સ પસંદ કરીને બંનેએ એક જ કંપનીમાં સરખી જોબ મેળવી હતી. આ બંનેની મિત્રતા ખૂબ જ સારી હતી. આ બંનેને કોઈ અલાગ ના કરી શકતું.

મિત્રો, બાળપણથી લઈને અત્યાર સુધી એ જ મિત્રો આપણી સાથે હોય એ ખૂબ જ ખુશીની વાત છે. જીવનમાં મિત્રોનું ખૂબ જ મહત્વ છે. ઓમ અને દીપ હવે પોતાના જૂના મિત્રોને એક ઇવેન્ટમાં મળવાના છે. આ ઇવેન્ટ નું મેનેજમેન્ટ કાજલ કરી રહી છે. આ ઇવેન્ટ ઓમ અને દીપ જે કંપનીમાં કામ કરતા હતા તે જ કંપની દ્વારા રાખવામાં આવશે. આ કંપની કર્મચારીઓને મનોરંજન મળે તેમજ તેઓ કામના ટેન્શનથી થોડા હળવા થાય અને થોડો ચેન્જ મળે એ માટે દર વર્ષે આવી ઇવેન્ટનું આયોજન કરતી હતી.

આ વખતે પણ ભવ્ય ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતની ઇવેન્ટને કલા સંગમ નામ આપવામાં આવ્યું હતું.

અક્ષર પોતાનું કામ કરી રહ્યો હતો. શહેરના નામચીન વ્યક્તિઓમાં અક્ષરનું નામ આવતું હતું. અક્ષરની ઓફિસમાં એક કાર્ડ આવ્યું હતું. જેમાં કલા સંગમ સીઝન 5માં હાજરી આપવા માટે આમંત્રણ હતું. આયોજક તરીકે શાહ આયુર્વેદિક કંપનીનું નામ હતું. આમંત્રકમાં નિલેશ શાહ.

ધારા સિવાય તમામ મિત્રો આ ઇવેન્ટમાં મળવાના હતા. ધારા અને કિશને પ્રેમ લગ્ન કર્યા હતાં. આ બંનેનું જીવન પણ સફળ હતું. ધારા ખૂબ જ હોંશિયાર છોકરી હતી. તેણી બેંકમાં નોકરી કરતી હતી. કિશન અને ધારાએ સારી પ્રગતિ કરી હતી.

એક આમંત્રણ કાર્ડ અમિતને પણ આવ્યું હતું. અમિત એ નામી વૈજ્ઞાનિક હતો. પોતાની ખૂબ j મહેનત અને ધગસ દ્વારા તે સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક બની ગયો હતો.

નયન સાવ સામાન્ય માણસ હતો. નયનનો ભાઈ રાજેશ શાહ આયુર્વેદિક કંપનીના માલિક નિલેશ શાહનો જૂનો મિત્ર હતો. માટે રાજેશના પરિવારને પણ કલા સંગમમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું.

એક દિવસ અક્ષર વહેલી સવારે કસરત કરી રહ્યો હતો અને તેનો ફોન રણક્યો. કિશને સ્કૂલના સમયમાં લખેલી એક કવિતા "મિત્રતા" તેને પોતાના બંને મિત્રો અક્ષર અને દેવાંશીને મોકલી. આ કવિતાના શબ્દો આવા હતા.

"જીવનની આ સફર માં, ત્રણ દોસ્તાર મળી ગયા.
હીરા થી પણ વિશેષ મને યાર મળી ગયા.
મારા લક્ષ્યને સાચા આકાર મળી ગયા,
મને હીરા થી પણ વિશેષ યાર મળી ગયા.

એમના મોઢે આનંદ જોઈ મારી ખુશીઓ ના ઠેકાણા ના રહ્યા,
મારું હસતું મોઢું જોઈ તેઓ ખૂબ હરખાઈ ગયા,
અમ ચારેય ના હૃદયમાં એક- બીજાના ખ્યાલ પ્રવેશી ગયા,
હા, મને હીરા થી પણ વિશેષ યાર મળી ગયા.

મિત્રો તો ઘણા છે મારી પાસે, (2)
પણ,
અમારા ચારની ટોળી ના ખેલ જગ વિખ્યાત થઈ ગયા,
મસ્તી પણ થઈ અને મોજ પણ કરી, (2)
મિત્રતાની રંગપૂર્તી અમે હૃદય થી ભરી.

આજે કેવા દિવસો આવ્યા ? , (2)
મિત્રતા માટે પણ દિવસો ઉજવાય રહ્યા,
એક દી ની મિત્રતા શી કામ ની યારો, (2)
શું એક જ દી માં આ સંબંધ થતો હસે પૂરો...

જે જીવનભર મિત્રતા નિભાવી ગયા,
ખરા અર્થમાં એ જ સફળ થયા,
હા, સાચ્ચે. મને હીરા થી પણ વિશેષ યાર મળી ગયા."
~ કિશન "અવકાશ"

કિશન અને તેના ત્રણ મિત્રો ધારા, અક્ષર અને દેવાંશી માટે જ તેને આ કવિતા સ્કૂલના સમય દરમિયાન લખી હતી. આ કવિતા વાંચીને તરત જ દેવાંશીએ કિશનને ફોન કર્યો.

"હેલ્લો, કિશન સાથે વાત કરી શકું?"

"જી હું કિશન જ બોલું છું, આપ કોણ?"

"ઓહ, તો શહેરના ખ્યાતનામ લેખક તેમજ સાહિત્યકાર અમને ભૂલી ગયા."

"જી, માફ કરશો. ઓળખાણ ના પડી."

"અરે ટૉપા, ના ઓળખ્યો? હું દેવાંશી."

"ઓહ, તું છે. આ તારો નવો નંબર લાગે છે."

"ના, નંબર તો જુનો છે, પણ તને પહેલી વખત ફોન કર્યો."

"સારું, એ બહાને તે મને યાદ તો કર્યો."

"હેય, આ ઓલી જ કવિતા છે ને, જે તે આપણી દોસ્તી માટે લખી હતી?"

"હા, આ તો આજ પુસ્તકોનો કબાટ સાફ કરતો હતો એટલે હાથમાં આવી એટલે તમને મોકલી આપી."

"સારું કર્યું. ધારા શું કરે છે?"

"આ રહી, લે વાત કર."

"એ કેમ છે દેવું?"

"હું મજામાં હો. તું કહે."

"બસ, હું મજામાં છું. આટલાં દિવસથી તું કેમ મળતી નથી? તારે તો બહુ જ કામ હોય છે."

"અરે ના ના, એવું નથી. હવે વડોદરા આવીશ ત્યારે પાક્કું મળશું."

બંનેએ ખૂબ વાતો કરી. પેલી કહેવત છેને કે બે બાયું ભેરી થાય એટલે પંચાત કરવામાં આખા ગામનો વારો કાઢી લે. એ અહીં સાબિત થઈ રહી હતી.

મનાલી આજ કલા સંગમમાં પોતાની કલાનું પ્રદર્શન કરવાની હતી. આજ મનાલીને પણ એક સરપ્રાઈઝ મળવાનું હતું. બધા જ મિત્રો અજાણ હતા કે ફરીથી પાછા આ કલા સંગમમાં તેમનો ભેંટો થવાનો છે.

મિત્રો, કલ્પના કરો કે તમારું પણ એક સ્કુલનું ગ્રુપ હોય જેમાં આટલાં લોકો હોય. શાળા છોડ્યા પછી બધા લોકો અલગ અલગ દિશા તરફ આગળ વધી રહ્યા હોય. સાત આઠ વર્ષો સુધી તમે તમારા મિત્રોને ના મળ્યા હોવ અને અચાનક બધા મિત્રો એક પ્રસંગમાં ભેગાં થઈ જાવ તો.....

તમને કેવો અનુભવ થાય? તમે કેવું ફીલ કરો? તમારા ચહેરા પરના હાવ ભાવ કેવા હશે? તમને જોયા પછી સામે વાળી વ્યક્તિ એટલે કે તમારા મિત્રના ચહેરા પરના હાવ ભાવ કેવા હશે?

આ બધા પ્રશ્નોના જવાબ તમે કૉમેન્ટ મા જરૂર જણાવો.

તમને અચાનક તમારું મન ગમતું ખોવાયેલ રમકડું મળી જાય ત્યારે જે આનંદ થાય તેવો જ આનંદ આ બધાં મિત્રોને થવાનો હતો.

કિશન પોતાના મનમાં એક મોટી સમસ્યા અને ચિંતા લઈને આ કાર્યક્રમમાં જઈ રહ્યો હતો. આજ ધારા થોડી બીમાર હતી, માટે તે કિશન સાથે કલા સંગમ સીઝન 5માં ના જવાનું વિચારી રહી હતી. આજ કિશન એક કવિ અને મોટીવેશનલ સ્પીકર બનીને કલા સંગમમાં જવાનો હતો. કિશને પોતાની કવિતાઓ અને સ્પીચ તૈયાર કરી. પોતાના મનમાં અનેક સવાલો હતાં. એક સમસ્યા અને તેનો ઉકેલ કઈ રીતે લાવવો એ ચિંતા સાથે કિશન કમાટી બાગ જવા નીકળ્યો.

આ કલા સંગમનું આયોજન કમાટી બાગમાં કરવામાં આવ્યું હતું.

કિશનની શું સમસ્યા હશે? કિશન શા માટે આટલો ચિંતિત હતો?

જાણવા માટે વાંચતા રહો...

Rate & Review

Be the first to write a Review!

Share