teacher - 30 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 30

ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 30

"વાહ! આજે પ્રોજેક્ટરમાં જોયેલું દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું. આ દ્રશ્યોએ ક્ષણભર માટે આપણને આપણી જૂની યાદો પાછી અપાવી છે. આ પ્રોજેક્ટરે માત્ર જૂની યાદો તાજા નથી કરી. પણ સાથે સાથે એ નાતો, એ જૂનો સંબંધ, એ આપણી જૂની મિત્રતા, આપણી કરેલી મસ્તીઓ, આપણને થોડીવાર માટે પાછી અપાવી. કદાચ હવે આપણે સૌ વધારે પરિપક્વ બની ગયા છીએ, પરંતુ શાળાના મોજ, મસ્તી, જલસા અને આપણી અઢળક યાદો, ટાંગ ખેંચાઈ તેમજ શિક્ષકોની મસ્તી, એમની પાસેથી પ્રોક્ષી લેક્ચરમાં લીધેલું જ્ઞાન, શિક્ષકો દ્વારા રમાડવામાં આવેલ રમતો.. આ બધું હવે પાછું નહિ મળે. કદાચ આજે આપણે સૌ છેલ્લી વખત સાથે હશું, પણ આ જીવનની અમૂલ્ય ક્ષણને ચાલો વધારે યાદગાર બનાવીએ. હવેના બે કલાક આપના સૌથી અગત્યના બે કલાક હશે. ચાલોને, ફરી નાના બાળક બની જઈએ. ચાલોને, નાના બાળકની જેમ એક બોલપેન માટે બાધીએ. ચાલોને ફરી એ જ રમતના મેદાનમાં પકડમ પટ્ટી તથા થાપો દા રમીએ.

ચાલોને એ જ ક્લાસમાં બેસીએ, ચાલોને કોમ્પ્યુટર લેબમાં એસીની હવા ખાઈએ ચાલો આજે મનમૂકીને રમીએ, રાસ લઈએ. આજે એકબીજાને ગળે મળીએ. આવતીકાલથી આપણે સૌ આપણા જીવનની એક નવી જ શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે ચાલો ને આ યાદો ફરી તાજા કરીએ. ચાલો ને ફરી વખત પેટમાં દુખવાનું બહાનું કાઢીએ. ચાલો ને ફરી વખત રીસેસમાં ટોળું વળીને સાથે નાસ્તો કરીએ."

"આ જગ્યા એ જ જગ્યા છે જ્યાં આપણે સૌ આપણા જીવનના ખૂબ જ મહત્ત્વના ત્રણ વર્ષો જીવ્યા છે. તફાવત માત્ર એટલો જ છે કે એ ત્રણેય વર્ષો સુધી આપણે સવારે મળતાં હતા, અને આજે આપણે સૌ અહીંયા સાંજે મળ્યા છીએ. સૌ આ ભરપૂર સંધ્યાના સમયે મળ્યા છીએ. યાદ તો ઘણું બધુ આવશે. પરંતુ ભુલાશે કશું પણ નહીં. ના તો શિક્ષકોના જન્મદિવસ ભુલાશે, કે ના તો શાળાના વાર્ષિક ઉત્સવ ભુલાશે. આપણી સૌની હવેની લાઈફ અલગ-અલગ રસ્તાઓ શોધવાની છે. કોઈ સાયન્સમાં જશે તો કોઈ કોમર્સ ભણશે. તો વળી કોઈ આર્ટસના માર્ગે જશે."

"હવે આ શાળા છોડીને જવાનું મન જ નથી થતું. ક્લાસમાં બેન્ચ પર બેસીને જોરથી વગાડેલા તબલાઓ અને પેલી બેન્ચ પણ હવે આપણને યાદ કરે છે. તો કોઈ પ્રાર્થના વખતે અડધી આંખ ખુલ્લી રાખીને પણ આપણને યાદ કરે છે. શાળાના આ જ મેદાનમાં રમેલી ક્રિકેટ ટુર્નામેન્ટ પણ આપણે પુકારે છે. વન ડે પિકનિક હોય કે પેલો પ્રવાસ, આ બંને આપણને અહીંથી જવાની ના પાડે છે. શાળાના આ 3 વર્ષોમાં આપણે સૌ એકબીજા માટે પરિવાર બની ગયા છીએ. એસવીપીનો પરિવાર કાલથી નહીં મળે. આ પરિવાર કાલથી અલગ-અલગ ક્ષેત્રોમાં વિભાજિત થવા જઈ રહ્યો છે ત્યારે બસ એકવાર મન ભરીને રડી લઈએ. આ ત્રણ વર્ષ કેમ વિતી ગયા તે ખબર જ ના પડી. રોજ સવારની પ્રાર્થના સભામાં તન્વી મેડમનું ભાષણ તો હશે, પણ આપણે નહીં મળીએ. ક્લાસમાં દર વખતે મોનિટરને હવે આપણે કાગળના ડૂચા નહીં મારી શકીએ. આવતા વર્ષે પણ વિકાસ સર લોબીમાં ચક્કર મારવા તો નીકળશે, પણ એમનાથી છુપી છુપી ને શાળાનું ચક્કરનહીં મારી શકીએ. આ શાળાનો ગેટ જે આપણા માટે હવે બંધ થઈ ગયો છે, કાલથી ગેટ તો અહીં જ હશે. પણ એ ગેટને કુદવા માટે આપણે નહીં હોઈએ. બસ હવે કશું વધારે નથી કહેવું મારે, આવું કહીને અડધી કલાક હવે ફરીથી નહીં ખેંચી શકીએ. મારા શબ્દોને હું એક કવિતા સાથે વિરામ આપીશ.
કવિતાનું શીર્ષક છે "એ વળી ક્યાં ભૂલાય છે."

"સવારે ઉઠતા જ સ્કૂલે ના જવાના બહાના હજુ યાદ આવી જાય છે,
રોજનું પેટમાં દુખવાનું નાટક વળી ક્યાં ભૂલાય છે!
પ્રાર્થના બોલતી વખતે ફફડાવેલ હોઠ હજુ યાદ આવી જાય છે,
શનિવારના સાંસ્કૃતિક કાર્યક્રમો વળી ક્યાં ભૂલાય છે!
ચાલુ ક્લાસે નાસ્તો કરતા એ દિવસો હજુ યાદ આવી જાય છે,
પાણી પીવાના બહાને સ્કૂલનો ચક્કર લગાવવું વળી ક્યાં ભૂલાય છે!
રિસેસ વખતેનો ગ્રુપ સાથે કરેલો એ નાસ્તો હજુ યાદ આવી જાય છે,
મેદાનમાં રમેલી રમતો વળી ક્યાં ભૂલાય છે! મોજ-મસ્તી અને જલસો હજુ યાદ આવી જાય છે,
આ સોનેરી દિવસો વળી ક્યાં ભૂલાય છે!
મને મારી શાળા વળી ક્યાં ભૂલાય છે!
મને મારી શાળા વળી ક્યાં ભૂલાય છે!"

"થેંક્યુ, થેંક્યુ વેરી મચ" કિશને પોતાનું વક્તવ્ય પૂર્ણ કરતાં કહ્યું.

"આજે તમારી બેચનો અંતિમ દિવસ છે ત્યારે, તમે લોકોએ અમને પણ તમારી સાથે વિતાવેલા દિવસો યાદ અપાવ્યા એ બદલ આપ સૌનો હું આચાર્ય વિકાસ ખુબ ખુબ આભાર માનું છું." અને હૃદયથી કહું છું કે તમારા જેવી બેચ અત્યાર સુધી અમને નથી મળી અને ભવિષ્યમાં કદાચ મળશે પણ નહીં."

"મિત્રો, યાદ રાખજો. તમે લોકો સ્કૂલ છોડીને જઇ રહ્યા છો, સ્કૂલ તમને છોડીને ક્યાંય નહીં જાય તમને લોકોને જ્યારે પણ ઈચ્છા થાય તમે આવી શકો છો. હવે આપણે થોડીવાર ગરબા રમીને ડીનર લઈને છુટા પડીશુ." વિકાસ સરે આભાર માન્યો અને મંચ પરથી ઉતરી ગયા.
મિત્રો, આપણા જીવનમાં પણ ફેરવેલ પાર્ટીનો લ્હાવો મળ્યો હશે. આ પાર્ટી કોઈ ઇવેન્ટ કરતાં ક્યાંય વિશેષ છે. આ ફેરવેલ પાર્ટીમાં આપણે બધાએ સાથે મળીને વિતાવેલા જૂના દિવસોને યાદ કરીએ છીએ.
તે દિવસોમાં બનાવેલી યાદોને ફરી તાજી કરીએ છીએ. ઘણી વખત આ જુની યાદોમાં એટલા ડૂબી જઈએ છીએ કે નાનકડા બાળકો બની જઈએ છીએ. આપણે સૌમાં કોઈને કોઈ બદલાવ તો અવશ્ય આવે જ છે. વ્યક્તિ ભણ્યો હોય કે ના હોય પણ ગણતર તો અવશ્ય શીખ્યો જ હશે.

મિત્રો સાથે સુખ દુઃખના દિવસો વિતાવ્યા હશે. આ બધી યાદો હવે યાદ બનીને જ રહી જવાની. આ નવલકથાના અંત તરફ જઈ રહ્યો છું ત્યારે આપ સૌને એક પ્રશ્ન પૂછવા ઇચ્છું છું કે, જો તમારી પાસે એક તરફ જિંદગીનો તમામ પ્રકારનું સુખ હોય અને બીજી તરફ આવી સ્કૂલ કે કોલેજ ની યાદો હોય જે તમને પાછી એ જ લાઈફ જીવવા મળવાની હોય તો તમે શું પસંદ કરો?
અને એ પણ વિચારજો કે શું હવે કોઈ પાત્રો ક્યારેય ભેગા થશે?

આગળ વાંચો...

Rate & Review

Nathabhai Fadadu

Nathabhai Fadadu 2 years ago

Urmi Chauhan

Urmi Chauhan Matrubharti Verified 2 years ago

Share