ek ajanabi mulakat bhag 3 books and stories free download online pdf in Gujarati

એક અજનબી મુલાકાત ભાગ ૩

વિકાસે ઘડિયાળ તરફ નજર કરી અને ફોન ઉપાડયો..
"હેલો, દિશા.."
" હેલ્લો, વિકાસ આ સમયે તમને ડિસ્ટર્બ તો નથી કર્યાને???"
"અરે નહિ કોઈ વાત નહીં"
"અરે તમને કંઈ અજીબ તો નથી લાગ્યુ ને, મે મારી બધી પ્રોબ્લમ તમારી સમક્ષ રજુ કરી તો, આઇ એમ સોરી."

"અરે નહીં નહિ હું આશા રાખું છું કે બધું સારું થઈ જશે, તો ક્યારે જવાનું છે એમ્બ્રિસી??

તો દિશાએ કહ્યું કે, તે આવતા શુક્રવારે જવાની છે.
વિકાસે ન જાણે કેમ કહી દીધું કે કેમ ન આપણે બંને સાથે જઈએ આમ પણ મારે દરરોજ ઓફિસે તો જવાનું જ હોય છે. તો તમને એક સાથી પણ મળી જશે. દિશા એ ન જાણે કેમ એમની હા માં હા મેળવી લીધી, અને આ બંને વચ્ચેની વાતચીતનો અંત આવ્યો. શુક્રવાર ની રાહ હવે બંને તરફથી જોવાઈ રહી હતી.

શુક્રવારે બંને પુણે જંકશન ઉપર મળ્યા. બંને એકજ ટ્રેનમાં ચડ્યા. બંને વચ્ચેની અજાણતા હવે ધીરે ધીરે ઓછી થઈ રહી હતી. મુંબઈ થી દાદર જવાવાળી ટ્રેન એ પોતાની ગતિ પકડી રહી હતી.એ ટ્રેનના પેસેજ માં ઉભા વિકાસ અને દિશા એકબીજા સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા.

"ઇફ યૂ ડોન્ટ માઈન્ડ મે અસ્કીંગ, કેન આઈ અસ્ક યુ સમથીંગ...?

" ઠીક છે, પૂછો..?"

" તમારા બંને વચ્ચે છુટાછેડા કેમ થઇ ગયા...?? દિશાએ હિચકિચાટ અનુભવતા પૂછ્યું.

આ સવાલ પછી વિકાસના ચહેરાનો રંગ ઊડી ગયો. આ એ જ તો સવાલ હતો, જેનો જવાબ આમ તો કોઈને નહોતો આપતો. જ્યારે પણ કોઈ તેમની જાતીય જીંદગી વિશે આવો કોઈ સવાલ પૂછતા ત્યારે વાતને ટૂંકાણમાં પતાવી દેતો. પણ આજે પહેલીવાર એમને કોઈ એવું મળ્યું હતું કે, જેમને એ જવાબ બાદ પણ ફરી એક સવાલ કર્યો હતો. જે આ ઘટનાનું કારણ પણ જાણવા ઈચ્છતી હતી.

વિકાસની લાંબી ખામોશી પછી દિશાએ કહ્યું કે "કંઈ વાંધો નહીં જો તમે આના વિશે કોઈ વાત કરવાની ઈચ્છા ન હોય તો..!"

" આઈ એમ સોરી પણ હું થોડું જલ્દી જલ્દી વાત કરવા લાગી.."તો વિકાસે કહ્યું.." એવી તો કોઈ વાત નથી."

એ બંનેને નહોતી ખબર કે એ બંને વચ્ચે એવું તો કંઈક છે, કે જે એકબીજાને જોડી રહ્યા છે. હર એક સવાલ પછી એ બંને એકબીજાની ખૂબ નજીક આવી રહ્યા હતા.
આ તો કેવી અજીબ વાત છે કે, પૂરી દુનિયામાં દરેકને એકબીજા સાથે કોઈ ને કોઈ સંબંધ જરૂર હોય છે. બે અજાણ્યા લોકો કે જેમની વચ્ચે બીજો કોઈ સંબંધ નથી હોતો, એમની વચ્ચે એકબીજાને ન જાણવાનો અજનબી નો સંબંધ તો જરૂર હોય છે.

ટ્રેન હવે આઉટર નજીક પહોંચતા એકદમ ધીમી પડી ગઈ હતી. બારી માંથી આવી રહેલો પવન દિશાના વાંકડિયા વાળને લહેરાવી રહ્યો હતો. સાથે સાથે એની આંખોમાં વિકાસ નો જવાબ સાંભળવાની પણ તમન્ના દેખાઈ રહી હતી.

"સ્વરાગિનિ અને મારું મેરેજ એક એરેન્જ મેરેજ હતું. એક વર્ષ સુધી તો બધું ઠીકઠાક ચાલ્યું. સ્વરાગિનિ કોઈ ટીવી સિરિયલની પ્રોડક્શનની સુપરવાઇઝર હતી. અમે બંને ખુબ જ ખુશ હતા. ક્યારેક લોનાવલા ક્યારેક રાજસ્થાન તો ક્યારેક બોમ્બે ચોપાટી ઉપર ફરતા હતા અને ખૂબ મજાક કરતા હતા. તમે રસોઈ બનાવતા તો નહોતી આવડતી, પરંતુ એમને મારા માટે ગાજરનો હલવો બનાવ્યો હતો કારણકે મને પસંદ હતો. બધું જ એકદમ પરફેક્ટ......



પણ એક દિવસ........

"ખબર નહીં, શેની કમી રહી ગઈ..?????"

"લગ્નના એક વર્ષ પછી એમણે મને કહ્યું કે તે છૂટાછેડા લેવા માંગે છે"

...... પણ કેમ...? દિશાએ કહ્યું તો વિકાસે ટ્રેનની બહાર નજર કરતા કહ્યું.." તેમને કોઈ બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો..."

"કદાચ હું એ બધું એમને નહોતો આપી શકતો કે, જે એમને જોઈતું હતું. પણ સ્વરાગીનીના જવાથી મારી જિંદગી એકદમ જ બદલાઈ ગઈ. હું હજુ પણ એમને..........." વાત કરતા કરતા વિકાસ રોકાઈ ગયો.

ટ્રેન નો સળીયો કચકચાવીને પકડી લીધો અને વિકાસ ભરેલા ગળે બોલ્યો..

" મારું મન બહુજ રડે છે, મને ક્યારેક એવું થાય છે કે, એમને ફોન કરું અને એમના ઉપર મોટેમોટેથી રાડો પાડી એમને ખીજાવ, એમને મારા હર એક સવાલનો જવાબ માંગુ...... અરે કોઈ પરણિત વ્યક્તિ બીજા કોઈને પ્રેમ કઈ રીતે કરી શકે...????............
...
....અરે પોતાના પતિને કેવી રીતે છોડી શકે..? હું પૂછીશ ક્યારેક એમને અને એમને ખૂબ કોસિશ.. ને હું કરીશ દિશા કોઈક દિવસ તો હું ચોક્કસ એમને ફોન કરીશ અને બધું જ પૂછીશ.."

ચાલતી ટ્રેનમાંથી વિકાસ અને દિશા બંને પેલા ટ્રેનના પાટા ને જોઈ રહ્યા હતા, કે બંને પાટા એક સમાન અંતરે અને એકી સાથે આગળ તો વધી રહ્યા હતા પણ અનંત સુધી ક્યાંય એકબીજાને મળી નહોતા રહ્યા. બંનેની જિંદગી ની પરિસ્થિતિ કંઈક આવી જ હતી પરંતુ એમાંથી એકની જિંદગીની થોડી ઉમ્મીદ હજુ પણ બાકી હતી. દિશાને એવી લાગતું હતું કે રિચર્ડ એક દિવસ જરૂર પાછો આવશે અને દિશાને ફોન કરશે. અને દિશાને જર્મની લઈ જશે. દિશાએ વિકાસને જણાવ્યું કે એમ્બ્રીસીમાં એમની આજે અપોઈન્ટમેન્ટ છે. તો વિકાસે દિશાને ઓલ ધ બેસ્ટ કર્યું અને બંને જણ દાદરથી એકબીજાની મંઝીલ તરફ આગળ વધી ગયા.

એમનું મળવાનું હવે દરરોજ ની ઘટના બની ગઈ હતી. શરૂ શરૂમાં વિકાસ દિશાને એટલા માટે મળતો હતો, કે વિકાસને લાગતું હતું કે એમને જે ગમ છે એવોજ ગમ દિશાને પણ છે. પરંતુ ધીરેધીરે વિકાસે એક વાત અનુભવી કે તે હવે દિશાને ચાહવા લાગ્યો છે. એમને હવે દિશાની વાતો, એમનો હાસ્ય ભર્યો ચહેરો, એમને પોતાના પરનો વિશ્વાસ, બધું જ હવે એમને કંઇક ખાસ લાગવા લાગ્યું હતું.

"આલો.... તમારા માટે જ લાવી છું.." એક ડબ્બો દિશાએ વિકાસ તરફ આગળ ધરતા કહ્યું.

"શું છે આમાં..?" વિકાસ એ પૂછ્યું તો એ બોલી..
" ગાજરનો હલવો છે, તમને બહુ ભાવે છે ને..??"

વિકાસના ચહેરા ઉપરની એ મુસ્કુરાહટ દિશાએ પહેલા ક્યારેય નહોતી જોય. તે ખુબ ખુશ હતો. એ જાણતો હતો કે રિચર્ડ હવે ક્યારેય પાછો નહીં આવે. એમને દગો આપીને ભાગી ગયો છે. અને આ દિશાની બધી કોશિશો નાકામ છે. પણ વિકાસ એ પણ જાણતો હતો કે એમનું દિશા સાથેનું મળવું ત્યાં સુધી જ શક્ય છે, કે જ્યાં સુધી તે રીચર્ડને શોધવાની કોશિશ કરી રહી છે. વિકાસ પણ દિશાને સાથ આપવા લાગ્યો. વિકાસે પણ કહી દીધું હતું કે, એ પણ રિચર્ડને શોધવામાં મદદ કરશે. એ દિશાની સાથે એ હોટલમાં પણ ગયો, જ્યાં દિશા રીચર્ડની સાથે લગ્ન કરી અને રોકાઈ હતી. પરંતુ ત્યાં પણ રીચર્ડનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહીં. દરેક વખત મળતી નિરાશાથી દિશા થાકી ચૂકી હતી. તેમ છતાં વિકાસ દિશાને જોઈ અચંબામાં મુકાય જતો હતો કે તેમ છતાં પણ દિશા એ માનવા તૈયાર નહોતી કે રિચર્ડ એમને દગો આપી રહ્યો હતો. એ પોતાના કરતાં પણ વધારે રિચર્ડ ઉપર ભરોસો કરીને બેઠી હતી. આટલો ભરોસો તો વિકાસ ખુદ પોતાના પર પણ નહોતો કરી શકતો. દિશા એ માનવા તૈયાર જ નથી કે રિચર્ડ એમને દગો આપીને જર્મની જતો રહ્યો છે. બીજાની સમક્ષ એટલી મજબૂત દેખાવવા વાળી દિશા ક્યારેક છાના ખૂણે ક્યારેક રોય લેતી. એમને વિતાવેલી રિચર્ડ સાથેની હરેક ક્ષણ યાદ આવતી. રિચર્ડને પાછો મેળવવાની આ બધી કોશિશો એ જ કદાચ દિશાને જીવતી રાખી હશે. એમને એ બધું યાદ આવતું કઈ રીતે એ બને એક આર્ટ એક્ઝિબિશનમાં મળ્યા હતા, અને એક જ પેઇન્ટિંગ ને બંને એકીટશે નીરખીને જોઈ રહ્યા હતા, ત્યારે એ બન્નેની નજર એકબીજા પર પડી હતી, અને આજ પ્રેમનુ પ્રથમ ચરણ હતું.

પેઇન્ટિંગ જોઈએ ને રિચર્ડ એક વાક્ય કહ્યું હતું કે "સંબંધોની ઉલ્જાનોથી બીજી કઈ વસ્તુ હોઈ શકે એ દુનિયામાં કે જેમાં મનુષ્યોને પોતાના ત્રિકોણીય ખૂણાથી જકડી શકે...!"

વાક્ય તો ન્હોતું સમજવામાં આવ્યું પરંતુ દીશાને પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો. બંનેએ એકબીજાની આત્માને પસંદ કરી હતી. અને પછી એકવીશ બાવીશ દિવસની મુલાકાતો પછી લગ્ન કરી લીધા.

" કાલે અમ્બ્રોસી બોલાવી છે, જર્મનીમાં ફોરેન મીનિસ્ટ્રી સાથે વાત કરશે" દિશાએ એક દિવસ ટ્રેનમાં મુસાફરી કરતા કરતા વિકાસને કહ્યું. એ સાંજે એ થાકેલી લાગતી હતી. કદાચ હારી ચૂકી હતી દીશા આ રીતે ભટકતા ભટકતા. એને એક બારી ના સળિયા ઉપર માથું ટેકવી દીધું અને આંખોમાંથી ધીરે ધીરે વહેતા આંસુ એમના ગાલોને ને ભીંજવી રહ્યા હતા. પહેલીવાર વિકાસ એમને રોતા જોઈ રહ્યો હતો. એ મન માં જ વિચારી રહ્યો હતો કે એમણે દિશા સાથે મળ્યાના હજુ તો પંદર-સત્તર દિવસ થયા હશે, તેમ છતાં પણ એ દિશાને તકલીફમાં જોઈએ ને પોતે પણ એક મૂંઝવણ અનુભવી રહ્યો હતો. કંઈક તો હતું કે જેમને આ રીતે વિકાસને આકર્ષિત કર્યો હતો. શું હૃદયના બંધનો એટલા ઝડપથી બંધાઈ જાય છે...???

કદાચ એ સાચું જ કહેતી હશે કે સંબંધો બનાવવા માટે હૃદય મુલાકાતો નથી ગણતું. એ દિશાને ચાહવા લાગ્યો હતો. બહુ જ ચાહવા લાગ્યો હતો અને એ એવું પણ ઇચ્છતો હતો કે દિશા રિચર્ડની શોધ કરવાનું છોડી દે અને એક વાત માની પણ લે કે હવે રિચર્ડ ક્યારેય નહીં આવે. ક્યાંય પહોંચવા માટે તે જગ્યાએથી નીકળવું આવશ્યક હોય છે. એ દિશાને રિચાર્ડની શોધખોળમાંથી નીકાળવા માંગતો હતો. જેથી કરીને વિકાસ દિશા સુધી પહોંચી શકે.

પછીના દિવસે દિશા જ્યારે german consulate ગઈ ત્યારે એમને કહેવામાં આવ્યું કે, હવે એમને ક્યારેય અહીં આવવાની જરૂર નથી જ્યારે પણ રીચર્ડની ભાળ મળશે ત્યારે એમને જણાવી દેવામાં આવશે. એ સાંજે દિશા બહુ જ ઉદાસ થઈ ચૂકી હતી. એક ઉમ્મિદનું કિરણ હતું જે હવે ધીરે ધીરે ઢળી રહ્યું હતું, અને અંધારું થવામાં હવે થોડી જ વાર હતી.આ સમયે હવે એમનો ભરોસો પણ ડગમગવા લાગ્યો હતો, યાદ આવી રહ્યો હતો એ સમય જ્યારે તે રિચર્ડને એરપોર્ટ પર છોડવા ગઈ હતી.

ત્યારે રિચર્ડ કહ્યું હતું કે "હું જલ્દી પાછો આવીશ દિશા" એમ કહીને એકબીજાને વળગી પડયો હતો.
અને દિશાએ આંખોમાં આંસુ લઇને કહ્યું હતું કે, " હું હંમેશા તારી રાહ જોઈશ".






દિશાનો હવે મુંબઈ જવા માટેનો દહોર હવે ધીરે ધીરે બંધ થઈ રહ્યો હતો. સાથે-સાથે વિકાસની પણ દિશા સાથેની મુલાકાત ઘટવા લાગી હતી.વિકાસ પણ આ દાવ રમીને થાકી ગયો હતો, એટલે એમને એક દિવસ ફેંસલો કરી દીધો. એમણે એક દિવસ દિશા ને કાફેમાં બોલાવી અને ત્યાં જ એમને પ્રપોઝ કરી દેશે.દિશાને સમજાવશે કે રિચર્ડ હવે ક્યારેય નહી આવે. એમના જૂના સંબંધો હવે તે ભૂલી જાય અને પોતાની જિંદગી ની શરૂઆત પોતાની રીતે વિકાસની સાથે કરે. પણ આ જિંદગીની ટ્રેન આપણી કલ્પનાના પાટા ઉપર ક્યાં ચાલે છે..??? એ તો એમનો રસ્તો ખુદ બનાવે છે.


એ સાંજે વિકાસ સવાર ની તૈયારી કરી રહ્યો હતો ત્યાં એમનો ફોન વાગ્યો.

"હાઈ, ધિસ ઇસ વિકાસ..??"
ફોન નો આવાજ વિકાસના હૃદયને ચીરતો ચાલ્યો ગયો.
ફોન જર્મનીથી હતો. કોઈ હતું જે દિશા વિષે પૂછી રહ્યો હતો.