Pattano Mahel - 9 books and stories free download online pdf in Gujarati

પત્તાનો મહેલ - 9

પ્રકરણ (9)

 

`તારા selection માં પણ આ ત્રણે પરિબળો કામ કરે છે નિલય’ – શ્યામલીએ ટહુકો કર્યો.

 

‘હં ! હવે તે કેટલો સાચો પડે તે જોવાનું?’

 

‘એટલે ?’ શ્યામલીએ પૂછ્યું.

 

‘એટલે એ વિશ્વાસ ૧૦૦% સાચો પડે છે કે ૧૦૦૦% એ જોવાનું ને.’

 

‘અચ્છા ! રાજીવ – હું અને ભૂપત મુંબઈ આવતા પહેલા તું મુંબઈ બ્રાંચનું અને તારા માટે એક સારા વિસ્તારમાં ફ્લૅટનું ફાઈનલ કરી નાંખજે અને હા શર્વરી વિશે તારી પાસે જ કેટલીક વાતો સાંભળવી છે. સાંજે ઘરે આવીશ ને?’

 

‘ભલે રાજીવ છોડશે તો.’

 

‘કેમ રાજીવ ! તું એને છોડતો નથી.’

 

‘અરે ઉલ્ટો ચોર કોટવાળને દંડે એ જ મને પૂછી પૂછીને માથું કાણું કરી નાખે છે. તું હવે મને છોડાવ ભાઈ !’ રાજીવે હાથ જોડીને તોબા કરતાં કહ્યું.

 

શ્યામલી હસી પડી નિલય તેને હસતા જોઇ રહ્યો…

 

એના આ હાસ્ય ઉપર તો તે મુગ્ધ હતો. ઘણ વર્ષો તેને હસતી જોઇ કોણ જાણે કેમ તેને તેના હાસ્યમાં શર્વરી હસતી દેખાઈ શર્વરી પણ હસે છે. ત્યારે ખૂબ જ સુંદર લાગે છે.   

 

*****

 

પોલિટિકલ લીડર એસ. કે. પટીલ તથા ભૂપત ઝવેરીને ઘરોબો આણો સારો હતો. પાટલાની ઓળખાણ ઠેઠ દિલ્હી સુધી હતી. હાઈકમાન્ડમાં ઇન્ફ્લુઅન્સ સારી હતી. કર્ણાટકમાં જનતા સરકાર હતી તેથી હમણાં ત સત્તા પર નહોતા, પરંતુ કાયમ છેલ્લા ચાર ઇલેક્શનમાં majority એમની રહેતી અને ચૂંટાતા જ. છેલ્લા ઇલેક્શનમાં તકલીફ પડે તેમ હતી ત્યારે ભૂપત અને તેમના દોસ્તોના પૈસાએ રંગ રાખી એમની આબરૂ જાળવી લીધી હતી તેથી તે ખુશ હતા પરંતુ શાસક પક્ષની નજરમાં આ મૈત્રી આવી ગઈ હતી તેથી એક Income Tax ની રેડ પડી ગઈ હતી કશું મળ્યું તો નહીં પણ ભૂપત માટે તે રેડ આશીર્વાદરૂપ બની ગઈ.

 

મારવાડી વેપારીઓ તેનો માલ હાથમાં પકડવા માંડ્યા હતા પાટીલ પણ તેની વગ વધારીને છેલ્લામાં છેલ્લા પોલિટિકલ ન્યૂઝ ભૂપતને આપતો અને તે સંઘરાખોરીમાં છેલ્લે એક જ ઝાટકે તેણે પાટીલ પાછળ વેરેલા પૈસા કાઢી નાખ્યા હતા.

 

ભૂપતને ઘરે સાંજે તે આવ્યો હતો. નિલય, શ્યામલી, પાટીલ, ભૂપત અને રાજીવ વિશાળ ડાઈનીંગ ટેબલ ઉપર જમવા બેઠા હતા. નિલયનો પરિચય આપતા ભૂપતે કહ્યું – પાટીલ – આ મારા નવા પાર્ટનર પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શનના વેસ્ટ ઝોનના ડિરેક્ટર અને રાજીવ શ્યામલીના ક્લાસમાં પહેલા મલ્ટીનેશનલ કંપનીમાં સેલ્સ મૅનેજર હતા. By the way  નિલય, કઈ કંપની ?

 

સારા ફાર્માસ્યુટીકલ્સ જર્મન કોલાબરેટેડ

 

‘અહીંયાં તેઓની ઑફિસ છે?’

 

‘હા.. ’

 

‘ક્યાં?’     

 

 ‘કુમાર પાર્કમાં’   

 

‘વિશેષ કરીને કોઈ છે?’   

 

‘હા, તમે કેવી રીતે ઓળખો?’

 

‘ખેર કંઈ કામ કાજ હોય તો કહેજો.’

 

‘કામ તો છે જ તેથી પૂછું છું.’    

 

‘ફરમાવો.’

 

નિલયે રાજીવ સામે જોયું. રાજીવે ભૂપત સામે અને ભૂપતની હકારાત્મક વર્તણુંક પછી નિલયે રજૂઆત કરી.

 

‘પાટીલભાઈ, બિનવહેવારુ અભિગમનો હું ભોગ બની ગયો. અતિ ઉત્સાહમાં મેં એમના વહેવારુ સૂચનો ઉકેલ્યા અને છેલ્લા બે વર્ષથી કોર્ટના ચક્કરોમાં સપડાયો છું.’

 

‘થોડીકવાર માથુ ખંજવાળ્યા પછી પાટીલ બોલ્યો ‘ઝવેરી સાહેબ વિયેરાના કંટ્રોલમાં હશે તો આ કામ થઈ જશે.’

 

‘કરવાનું છે. આપણું અને ઘરનું કામ છે. જરૂર હોય તો દિલ્હીથી પ્રેશર લાવીને પણ આ કેસ પતાવવાનો છે.’

 

“ભલે હું નીકળીશ મારે બીજું કામ પણ છે. નિલયભાઈ આપણે મુંબઈ મળીશું”.

 

ડાઈનીંગ ટેબલ ઉપર રાજીવ, શ્યામલી અને નિલય રહી ગયા.

 

શ્યામલીએ શર્વરીના વિશે પૂછ્યું

 

‘હં તો નિલય શર્વરીની માહિતી તો આપ.’

 

‘શર્વરી મિસિસ નિલય બુચ છે. વધુ તો શું કહું?’

 

‘કેમ , તમે કેવી રીતે પરિચયમાં આવ્યા ?’

 

‘એનો શોખ શું છે? એ ક્યાંની છે? શું પ્રવૃત્તિ છે ? ’

 

‘સાચું કહું? ’

 

‘હં..’

 

‘શ્યામલીનો શ અને શર્વરીનો શ એટલું સામ્ય હતું તેથી બહુ વિચાર ન કર્યો.’

 

‘અચ્છા ! પણ એ માપદંડ યોગ્ય ન કહેવાય.’

 

‘રાજીવે મને માહિતી આપી અધુરી આપી છે. હું ભૂલતી ન હોઉં તો વચ્ચે એક ટ્રિપ તે કોઈ વિશિષ્ટ કારણે મારી હતી ને?’

 

‘ઓહ! હા, પંદર વર્ષના લાંબા સહવાસ પછી અમને એનું ફળ મળવાનું છે I mean she is pregnant.’

 

‘અચ્છા હું કાકો બનીશ’ રાજીવ ટહુક્યો.

 

‘Congrats.’ શ્યામલી બોલી

 

‘શ્યામલી તું શું બનીશ?’ નિલયે પ્રશ્ન કર્યો. એક ક્ષણની ચુપકીદી બાદ શ્યામલ બોલી ‘આન્ટી’..

 

******

 

પ્લેનમાં પંદર દિવસે પાછા વળતા શ્યામલી અને નિલય સાથે હતા. બેંગ્લોરથી શ્યામલીએ શર્વરી માટે ત્રણ સિલ્કની સાડી લીધી હતી અને એક નટરાજનું સુંદર પોટ્રેઈટ.

 

નિલય શ્યામલીને કહેતો હતો ‘તું અને રાજીવ ખરેખર સંકટ સમયે કામ લાગે તે પ્રકારના મિત્રો બની રહ્યા છો.’

 

શ્યામલી એ નિલયને છંછેડતા કહ્યું – ‘નિલય, મિત્ર બનીને રહેજે. તો આ જિંદગી મજાથી જશે.’

 

‘એમાં કોઈ શંકા છે?’

 

‘ના શંકા નથી પણ દિવાનાનો ભરોસો નહીં.’

 

‘એટલે ?’

 

‘એટલે એમ જ કે ભૂપત અને શર્વરીનો વિશ્વાસ તારી દીવાનગીથી તૂટી ન જાય. You are not  sporty man.’

 

‘શું કહ્યું કહેવા માગે છે. શ્યામલી?  હવે એ childish attitude ન રહી હોય.અને તેં તો મને સમયસરની લાઇફ આપી છે. એટલે એ તો બને જ નહીં.’

 

‘શર્વરી કેવી છે?’

 

‘મારા માટે ખૂબ જ પઝેસિવ છે. એક ફર્મમાં Chief Cashier છે. For Speaking મારા કરતાં વધુ કમાય છે. દાદરમાં ફ્લૅટ છે. ’

 

‘ફાઇન – હું તો ભૂપતના કઝીનને ઘરે જતી રહીશ. કાલે સવારે મળીશું.’

 

સવારે ઘરે જ આવને શર્વુ પણ મળશે. તે ઉપમા બહુ જ સરસ બનાવે છે.

 

‘ભલે એમ કરીશું.’

 

‘મકાનનું ફાઈનલ કરતા કેટલો સમય લાગશે?’

 

‘બે દિવસ’   

 

 ‘અચ્છા તેં મને એમ કેમ કહ્યું કે ભૂપત અને શર્વરીનો વિશ્વાસ મારી દીવાનગીથી તૂટી ન જાય.’

 

‘તારા મનમાં હજી મારે માટે લાગણી કે દીવાનગી એવું જ કંઈક કહેવાય છે.’

 

‘એવો આક્ષેપ શા ઉપરથી લગાવે છે?’

 

‘કેમ તેં પૂછ્યું નહીં ? શ્યામલી તું શું બનીશ?’

 

‘હા.’

 

‘મારો શું જવાબ હોય?’

 

‘એ જાણવાની તો મને ઇંતેજારી હતી.’

 

‘આપણા વચ્ચે મૈત્રી સિવાય કશું સંભવિત નથી. તે તું સમજે છે છતાં તેં તે સંબંધને નામ આપવા પ્રયત્ન કર્યો.’

 

‘હું સ્પષ્ટપણે માનું છું કે સંબંધોના નામ સિવાય વિજાતીય મૈત્રી શક્ય હોતી નથી તેથી.’

 

‘એટલે શું મિત્ર ઉપરાંત કંઈક હોવું જરૂરી છે?’

 

‘હા અને તે છે.’

 

શ્યામલી ટેન્સ થતી જતી હતી. નિલયને તેનો ટેન્સ થતો ચહેરો જોવાની મજા આવતી હતી.

 

‘કયો?’

 

‘માલીક અને નોકરનો.’

 

‘You Shut up’

 

‘ભાગીદારીનો’

 

તંગ થતી નસો હળવી થઈ જતા શ્યામલી હસી પડી… એનું હાસ્ય જોતા નિલયને ફરી લાગ્યું કે શર્વરી હસતી હતી. પ્લેન સાન્ટાક્રુઝ ઊતરી રહ્યું હતું.

 

શર્વરી અને શ્યામલી – પરિચય આપ્યા પછી જાણે વર્ષોની મિત્રો હોય તેમ હળી મળી ગયા. સિલ્કની સાડી અને નટરાજનું પોટ્રેઈટ જેવું ઘણું બધું સામ્ય તેમની વાતોમાં હતું.

 

શર્વરી – શ્યામલીને કહેતી હતી. “નિલય – ખૂબ જ સુંદર, સ્વસ્થ અને સમજુ પતિ છે. ખૂબ જ સંવેદનશીલ છે. તેથી ક્યારેક આવેગોમાં આવીને સામાન્ય ઘટનાઓના ખૂબ જ તીવ્ર પ્રતિભાવો આપી દે તે ક્ષણો સાચવવી પડે. હમણાં બેંગ્લોર આવતા પહેલા કહે શર્વરી નોકરી છોડી દેવાની છે. મેં પૂછ્યું કેમ? તો કહે My junior need mom… હવે ભેંસ ભાગોળે – છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ. હજી તો ટાઈમ મિસ થયો નહોતો અને કહે No more jobs my junior needs Mom…. શ્યામલી ખડખડાટ હસી પડી… શર્વરીના લહેકા ઉપર.

 

શર્વરી શ્યામલીને હસતી જોઇ રહી નિલયે રસોડામાંથી બૂમ મારી શર્વુ… તારી ઉપમા દાઝી…

 

હાય મા… કહી શર્વરી રસોડામાં દોડી.

 

શ્યામલી અને નિલય રૂમમાં એકલા હતા. સવારના છાપા ઉપર નજર ફેંકતા શ્યામલી બોલી હવે સવારના દસ વાગે ચર્ચગેટ ઉપર કેવી રીતે પહોંચીશું?

 

શર્વરી પ્લેટમાં ઉપમા લઈને આવી ને બોલી ટૅક્સી કરીને જતા રહીએ અથવા ૮૩ નંબરની બસ છે.

 

શ્યામલી તરત બોલી ‘હા એ ઠીક રહેશે. ૮૩ નંબરની બસ… આખું મુંબઈ જોવા મળશે, ટ્રેનમાં તો ગિરદીથી ભાઈ તોબા… નિલયને ૮૩ નંબરની વાતથી એનો ભૂતકાળ જાગૃત થઈ ગયો… બસ એનાં જીવનમાં કોલેજકાળમાં ખૂબ જ મહત્વની બની હતી.

 

તે સમયે બસમાં જતા જતા કોઈકે રાધાને છંછેડી… રાધા ગર્જી પડી પણ પાછળથી તેને ખ્યાલ આવ્યો કે છંછેડનાર નિલય હતો. નિલયને તે દિલોદિમાગથી ચાહતી હતી. આ ચાહત પણ મૌન હતી. ગભરાયેલ નિલયે સોરી તો કહ્યું અને હસી પડ્યો. ‘મેં તો જરા અમસ્તું જ … કહેલું’ રાધા બોલી – ‘I have no lorry to carry your sorry.’ નિલયનો પ્રત્યુત્તર પણ એવો જ હતો – ‘My sorry is not that heavy that you need lorry to carry it.’

સ્મિત સાથે બંને છૂટા પડ્યા