daughter books and stories free download online pdf in Gujarati

દિકરી

દિકરી વ્હાલનો દરિયો એવી દિકરીના ગૌરવભર્યાં સ્થાન અને માનની સંવેદના છે. જાણે સ્વર્ગની એક-એક દેવીની ઝલક દિકરીમા જોવા મળે છે. દિકરી સ્નેહનું ઝરણું છે.તે સુંગધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા-બાપ દિકરીને ઉછેરે છે.મોટી થયા પછી સમજણી દિકરી બાપને હાથ દે છે. સહાયભૂત થાય છે.

"એક તમન્ના છે મારી ચાંદ બનવાની
એક આરઝૂ છે મારી ગગનમાં વિહરવાની
એક સપનું છે સુરજનું કિરણ બનવાનું
એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનું."
દિકરી નાની હોય કે મોટી હોય કેજી માં ભણતી હોય કે કૉલેજમાં, કુંવારી હોય કે કન્યા.પરંતુ મિત્રો દિકરી તો સદાય દિકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય માતાનું માન્ય રાખતી હોય ભાઈને ભાળિયો ના મુક્તી.બેન સાથે ભદો બતાવતી હોય,શેરીમાં શિપલાં ઉડાવતી હોય પરંતુ જયારે દિકરી મોટી થાય છે ને ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે
દિકરી પારકું ધન નથી કે પારકી થાપણ પણ નથી.દિકરી તો તુલસીનો ક્યારો છે.તે તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પુરતું પાણી સિચીંએ તેમ દિકરીમાં સારા સંસ્કાર શિંચવા જોઈએ.જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી-મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે.તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ.
લાજ,મર્યાદા,શરમ,ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા બીકમાં ઉછેરતી રહી છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું. આશિષ આપ્યાં.એ દિકરી આજે કેવી સમજદાર થઈ ગઈ.આજે એ મને સહારો દે છે આવી વહાલી દિકરી ને કેમ ભુલાય?
જયારે દિકરીના લગ્ન વખતે પીઠી ચોળાવી આમ-તેમ મલકાતી હોય છે.ત્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવે છે.ત્યારે તેને વિચાર થાય છે મારો વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. *શુર,શરણાઈ,સગાંસંબધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે.અને એ ભીની પલકમાં મારી દિકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. પિયરના તમામ સંભારણના હૃદયના ખૂણે ધરવી દેય છે.જ્યારે સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે.વહુ કરિયાવરમાં શું-શુ લાવ્યાં.કરિયાવરની લાગણીનો કોઈ વિચાર કરતુ નથી.હકીકત તો સાસરિયામાં આવતી દિકરી બાપના ઘરેથી શું- શું લાવી એના કરતાં શુ મૂકીને આવી છે.મા-બાપ,ઘર,સમાજ આ બધુ જ મૂકીને આવી છે.આ સમાજ માં કોઈ વિચાર કરે ને દિકરીના સંસારમાં સુંગધ આવે છે.
હકીકત તો નવી વહુનો સાસરિયામાં આવું એ નવા બાળકનું જન્મ દેવા જેવું છે.અત્યાર સુધી બાપના ઘરે હતી.કંઇ ચિંતા નહતી.હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે.તો સાસુ-સસરા,ઘરના સભ્યો આ ખ્યાલ કરે તો! દિકરીના જન્મ થતા પિતાની ત્રીજી અશ્રુભીની આંખ મળે છે.તેના દિલ માં છુપાયેલી હોય છે.પુરૂષોને રડવા માટે કોઇને આંખ આપી છે.એ દિકરીની વિદાય વેળામાં આ આંખ રડે છે.બાપ રૂડો લાગે છે ઘરના પિતાનો જેવો ચહેરો આદર્શ વિશ્વાસ બની રહે છે.પપ્પા બોલ્યા તે સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે છે.એ હા પપ્પા એ આવી પપ્પા એનું નામ દિકરી.કોઇક વાર દિકરીથી નાનકડી ભુલ થઈ જાય તો તેના મમ્મીને કહે મમ્મી તું પપ્પાને ના કહેતી હો!
જયારે દિકરી સાસરિયામાંથી પિયરમાં કાંઈ રહેવા નથી આવતી પણ પિતાની ખબર લેવા આવે છે.આર્થિક સ્થિતિ જોવા આવે છે.કંઈ વાંધો તો નથીને પિતાની સ્થિતિ જોઈને ઘરના બધા સભ્યોને સૂચના દેતી જાય છે.મમ્મી તું પપ્પાને આદું વાળી ચા બનાવીને દેજે.ઓ ભાભી પપ્પાને પાણી દેજે.ઓ ભઈલા પપ્પાને પરેશાન ના કરતો.તેના આધારે જાવ છું હું.કોઈને ચિંતા ન થવા દેતો.આમ દિવસમાં હજારો કામ થઈ જાય છે.પરંતુ દિકરી પોતાના પિતાને નથી ભુલતી.કોઈવાર પતિ પૂછે છે.તારા પિતાને ફોન કરી ખબર અંતર લઇ લે.ત્યારે દિકરી રાજી-રાજી થઇ જાય છે.પતિને પરમેશ્વર સમજે છે.છેલ્લે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરે છે.તમારે એટલી બધી દૂર દિકરીને ના મોકલતા.શિયાળાની કડકડતી ઠંડી હોય,ચોમાસાની મેઘલી રાત હોય.અને પિતાના છેલ્લા શ્વાસ હોય.પરંતુ દિકરી પિતાને એક ચમચી પાણી પણ નથી પીવડાવી શકતી ત્યારે પિતા એમ કહે છે મારી દિકરીને તેડાવી લો.મારે તેનું મોઢું જોવું છે. પિતા દિકરીને તેડાવી લેય છે. આમ વહાલી અને મીઠડી દિકરીના સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના જ છે. આ સમજદાર કુટુંબ-વત્સલ દિકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો ઉછેર માં-બાપ જ કરી શકે છે. આ અનમોલ રતન છે દિકરી.આ પૃથ્વી પર દિકરીના માં-બાપ છે એને મારા કોટીકોટી વંદન........

‌- ભગવતી પટેલ