irado one crime story books and stories free download online pdf in Gujarati

ઈરાદો એક ક્રાઇમ સ્ટોરી

બસ સ્ટોપ પર અંકિતા બસ ની રાહ જોઈ રહી હતી. તેને એક કંપનીમાં એકાઉન્ટ ની જોબ લાગી હતી. આજે પહેલો દિવસ હતો. ને ઇન્ટરવ્યૂ પણ આપવા જવાનું હતું. એટલે ઘરે થી થોડી વહેલી નીકળી હતી. પણ અચાનક ત્યાં પહોંચતા વરસાદ શરૂ થયો. જોત જોતામાં તો બસ સ્ટોપ પર પાણી ભરાવા લાગ્યું. હવે શું કરવું તે અંકિતા વિચારવા લાગી. ઇન્ટરવ્યૂ માટે રાહ જોવી કે ઘરે જતું રહેવું.

બસ સ્ટોપ પર ઘણો સમય રાહ જોઈ પણ પાણી ભરાયેલું હતું એટલે બસ ત્યાંથી પસાર થતી ન હતી. અને રિક્ષા તો અહીંથી પસાર થવી પણ મુશ્કેલ હતી. સવારે દસ થયા હતા પણ વરસાદ ના કારણે જાણે સાંજ પડી ગઈ હોય. હવે અંકિતા એ વિચાર બનાવી લીધો કે ઘરે જ જતી રહું. બસ સ્ટોપ પર થી છત્રી ખોલીને રોડ પર આવી ત્યાં એક સફેદ કલર ની બ્રેઝા કાર તેની પાસે આવી ને ધીમે થી ત્યાંથી પસાર થઈ. અંકિતા રોડ પર ચાલતી થઈ ત્યાં તે કાર તેની પાસે આવી ને ઉભી રહી.

કાર ના દરવાજા નો કાચ ખુલ્યો ત્યાં એક હેન્ડસમ છોકરો ના અવાજ આવ્યો કે " મેડમ આપ કહો તો હું તમને ડ્રોપ કરી આપુ.?" અંકિતાએ તરત જ ના પાડી દીધી. એટલે કાર આગળ ચાલી. તે છોકરાએ કાર ના કેમેરા માંથી જોયું તો અંકિતા ગોઠણ ડૂબ પાણીમાં ચાલીમે આવી રહી હતી. ફરી કાર ઊભી રહી ત્યાં અંકિતા કાર પાસે આવી એટલે ફરી તે છોકરાએ કહ્યું મેડમ એક ભરશો મૂકો આપ મુસીબત માં છો આપ કહો ત્યાં હું મૂકી આપુ.

એક અજાણ્યો વ્યક્તિ પર વિશ્વાસ કરવો અંકિતા ને વિશ્વાસ બેસતો ન હતો. તેના મનમાં ઘણા વિચારો આવ્યા પણ આખરે બંને બાજુ મુસીબત દેખાઈ રહી હતી પણ કાર એક આશા નું કિરણ લાગ્યું એટલે અંકિતા તે કાર માં બેસી ગઈ. કાર માં બેસતા જ તેના મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. ત્યાં તે યંગ છોકરાએ કહ્યું આપ કહો ત્યાં હું તમને ઉતારું. ?

થોડીવાર અંકિતા ને વિચાર આવ્યો કે ઘર નો રસ્તો બતાવું પણ ઘર અને ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું તે બંને એટલા જ દૂર હતા. પણ કાર જે રસ્તે જઈ રહી હતી તે રસ્તો કંપની તરફ જઈ રહી હતી. એટલે અંકિતા એ કંપની નું એડ્રેસ આપવું યોગ્ય લાગ્યું. કંપની થોડી દૂર હતી. પણ કારમાં ઝડપથી કંપની આવી ગઈ. કંપની આવતા અંકિતા એ હાશકારો અનુભવ્યો. જલ્દી જલ્દી કાર માંથી ઉતરી ને કંપની માં જતી રહી. અંકિતાએ મદદ બદલ આભાર પણ વ્યક્ત કર્યો નહિ.

બીજા દિવસે ફરી અંકિતા બસ સ્ટોપ પર બસ ની રાહ જોવા લાગી. કાલે આપેલું ઇન્ટરવ્યૂ માં પાસ થઈ હતી અને આજે પહેલો દિવસ હતો એટલે સમયસર ત્યાં પહોંચવાની ઉતાવળમાં આજે પણ વહેલી બસ સ્ટોપ પર આવી ગઈ હતી. આજે પણ વરસાદ શરૂ હતો. એટલે બસ કે રિક્ષા અહીંથી પસાર થવાની કોઈ શક્યતા હતી નહિ. થોડી વાર રાહ જોઈ ને વિચાર આવ્યો કે ઘરે જતી રહું ત્યાં કાલે ત્યાં થી નીકળેલી કાર ત્યાં આવીને ઊભી રહી ને કાચ ખોલી ને પેલા છોકરા એ કહ્યું ચાલો હું તમને ડ્રોપ કરી આપુ.?

અંકિતા ને આજે કોઈ બીજી વાર કોઈ લિફ્ટ આપવાનું કહી રહ્યો હતો. એટલે તેને કઈ સમજ પડી નહિ કે આખરે તે વ્યક્તિ મારી મદદ કેમ કરી રહ્યો છે. કાલે તે કાર માં શાંતિ થી કંપની માં પહોંચી ગઈ હતી એટલે આજે તે કાર માં જવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ પહેલા તો તે છોકરા ને ના પાડી. ત્યાં તે છોકરા એ કહ્યું લાગે છે તમારે વરસાદમાં હેરાન થવું હશે.!! બસ હું તો આગળ જઈ રહ્યો છું તો હું તમને ડ્રોપ કરતો જાવ. બાકી આવવું ન આવવું તમારી મરજી.

ના ના એવું નથી પણ છોકરી ની જાત એટલે થોડી ગભરાટ થાય ઉપરથી તમને હું પુરે પુરી ઓળખતી પણ નથી. આટલું કહી ત્યાં અંકિતા પગ કાર તરફ ચાલી ને કાર માં બેસી ગઈ. કાર આગળ વધી એટલે તે છોકરાએ કહ્યું.

હાય.. મારું નામ શાહીદ છે. તમારું નામ.?

સહજ થી અંકિતા બોલી મારું નામ અંકિતા.

હું રોજ મારી કંપની એ જાવ છું. બે દિવસ થી તમને બસ સ્ટોપ પર જોવ છું. આપ પેલી કંપનીમાં જોબ કરો છો ને.?

હા બસ બે દિવસ થી જોબ પર લાગી છું. પણ જુઓ ને વરસાદ વિલન બને છે.

વરસાદ ભલે ને વિલન બને બચાવવા વાળી કાર તો હાજર થઈ જ જાય છે ને..!

આ જવાબ અંકિતા ને વિચિત્ર લાગ્યો. જવાબ માં તેને સ્વાર્થપણું દેખાયું એટલે આગળ એક શબ્દ બોલી નહિ ને કંપની આવતા તે કાર માંથી નીચે ઉતરી. જેવી તે આગળ વધી ત્યાં શાહિદ બોલ્યો મદદ કરી તેનો આભાર પણ વ્યક્ત નહિ કરો. અંકિતા વિચારવા લાગી. ફરી સેફ પહોંચી તે ખુશી હતી એટલે શાહિદ નો આભાર માન્યો ને બાય કહ્યું.

ફરી સવાર થઈ પણ અંકિતા આજે એક કલાક વહેલી બસ સ્ટોપ પર પહોંચી ગઈ. પણ વરસાદ ની હૈલી થઈ હોય તેમ વરસાદ બંધ થવાનું નામ લઈ રહ્યો ન હતો. એકધારો વરસાદ શરૂ જ હતો. અને રોડ પર પાણી ભરાયેલા જ હતા. અંકિતાએ ત્રીસ મિનિટ સુધી બસની રાહ જોઈ પણ એકપણ બસ ત્યાંથી પસાર થઈ નહિ એટલે મનમાં તો પેલી કાર આવશે તેવો વિચાર હતો. ને હું તેમાં સેફ જતી રહીશ. નહિ ભીંજાવ કે નહિ કોઈ મુશ્કેલી આવે.. ત્યાં તે કાર આવીને ઊભી રહી. ને પાછળ એક બસ આવીને ઊભી રહી. શું કરવું તે વિચાર માં અંકિતા ખોવાઈ રહી.

હજુ તો અંકિતા વિચાર કરતી રહી ત્યાં તો કાર ની બાજુમાં આવેલી બસ નીકળી ગઈ. પછી તો વિચાર કર્યા વગર અંકિતા કાર માં બેસી ગઈ. કાર થોડે દૂર ચાલી ત્યાં આગળ રોડ પર ઊભી રહી એટલે અંકિતા એ કહ્યું શાહિદ અહી કઈ કામ છે.? કેમ કાર ઊભી રાખી. ? આજે મારે કંપની માં વહેલું પહોંચવાનું છે.

કામ તો કઈ નથી પણ આ ત્રણ દિવસ થી તને લિફ્ટ આપી રહ્યો છું એટલે તારી ચા પીવી છે. આટલું કહી શાહિદ કાર માંથી નીચે ઉતરી ગયો ને ન છૂટકે અંકિતા પણ કાર માંથી નીચે ઉતરી ને શાહિદ પાછળ પાછળ કોફી શોપ ગઈ. બંને ટેબલ લીધું ને શાહિદે ચા નો ઓર્ડર કર્યો ને અંકિતા ને પૂછ્યું તું શું લઈશ. હું કોફી લઈશ કહીને અંકિતા ચૂપ રહી મો બગાડ્યું. અચાનક શાહિદ ઉભો થયો ને કહ્યું નહિ જોઈએ તારી ચા..આતો થોડી હળવાશ ની પળો મળે એટલે તને કીધું ચાલ ચા પિયે. ગુસ્સે થઈ શાહિદ ચાલતો થયો.

અંકિતા તેને રોકે છે અરે શાહિદ એવું નથી બસ આજે મને ચા કે કોફી પીવાનું મૂડ નથી. ચાલ જવા દે તારું મૂડ થશે ત્યારે પાજે, અત્યારે તને કંપનીમાં મૂકી આવું. શાહિદ નું આજનું વર્તન અંકિતા ને અજોકતું લાગ્યું પણ ચોખા દિલની માણસ લાગ્યો એટલે તેનો સ્વભાવ ભાવિ ગયો. ને તે દિવસે તેના જ વિચાર કરવા લાગી.

આગલા દિવસે વરસાદ બંધ થઈ ગયો હતો. અંકિતાએ ન તો બસ ની રાહ જોઈ કે રિક્ષા ની તે રાહ જોઈ રહી હતી શાહિદ ની. એક પછી એક બસ અને રિક્ષા પણ જતી રહી. ત્યાં કાર આવી ને ઉભી રહી એટલે દરવાજો ખોલી ને અંકિતા અંદર બેસી ગઈ. તરત શાહિદે કહ્યું સાંજે ફ્રી હો તો ક્યાંક ફરવા જઇએ. બસ થોડો સમય પૂરતો જ હો. અંકિતા ના કહી શકી નહિ. ને સાંજે પાચ વાગ્યે કંપનીમાં આવી જવા કહ્યું.

હવે તો રોજ કારમાં જવાનું અને સાંજે શહેર ફરવાનું આ અંકિતા નું શાહિદ સાથેનું રૂટિન બની ગયું હતું. અંકિતા ને શાહિદ સાથે સમય પસાર કરવો ખૂબ પસંદ હતો. એટલે સમય મળે એટલે મેસેજ કે કોલ પર શાહિદ સાથે વાતો કરતી. ધીરે ધીરે બંને નજીક આવવા લાગ્યા.

એક દિવસ યોગ્ય સમય મળ્યો એટલે શાહિદે અંકિતા ને પ્રપોઝ કરી. અંકિતા પણ શાહિદ ને પ્રેમ કરતી હતી એટલે તે ના કહી શકી નહિ. ને શાહિદ નું પ્રેમનું પ્રપોઝલ સ્વીકારી લીધું. બંને એ પહેલી વખત ગળે વળગ્યા. અને તે દિવસે બંને એક ફાઇવ સ્ટાર હોટલ માં જમ્યા પણ. તે દિવસ બંને માટે ખુશી નો દિવસ રહ્યો.

રોજ કંપનીમાં કાર માં સાથે જવાનું અને સાથે આવવાનું તો કોઈ સ્થળ ની મુલાકાત લઈ બંને સાથે સમય પસાર કરતા. શહેર અને આજુબાજુ માં કોઈ જગ્યા બાકી ન રાખી જ્યાં આ બંને ગયા ન હોય. બહુ ઓછાં દિવસો માં બંને પ્રેમ ની દોરી માં બંધાઈ ગયા જાણે કે એવી પ્રેમની ગાંઠ બંધાઈ ગઈ કે ક્યારેય છુંટે નહિ.

કંપની માંથી અંકિતા વહેલી છૂટી થઈ એટલે શાહિદ ને ફોન કર્યો.
"હું કંપની બહાર ઊભી છું તું અહી આવ આપણે ક્યાંક ફરવા જઇએ."
પાંચ મિનિટ થઈ ત્યાતો શાહિદ આવી ગયો. કારમાં અંકિતા બેસી એટલે શાહિદ ને કહ્યું

ચાલ આપણે ક્યાંક નજીકમાં જઈએ.?
અંકિતા ની સામે નજર કરી.

ક્યાં જઈશું.? આજુ બાજુના બધા સ્થળે આપણે જઈ આવ્યા છીએ.

કઈ પણ જગ્યાએ લઈ જા, આજે મારે તારી સાથે સમય પસાર કરવો છે. શાહિદ સામે સ્માઇલ કરી અંકિતા બોલી.

આપણે બધી જગ્યાએ જઈ આવ્યા છીએ ચાલ આજે તને મારું ઘર બતાવું. કહી કાર સ્ટાર્ટ કરી.

અંકિતા ના મનમાં ખુશી જાગી. આજે ઘર સાથે શાહિદ ના માતા પિતા ને મળી શકાશે.

કાર એક આલીશાન બંગલામાં દાખલ થઈ. અંકિતા આજે પહેલી વાર કોઈ મોટા બંગલામાં જઈ રહી હતી. બંગલા ની અંદર પ્રવેશ કર્યો તો બંગલા માં કોઈ જ હતું નહિ. આખો બંગલો સૂનસાન હતો. એટલે અંકિતાએ શાહિદ ને કહ્યું તારા મમ્મી પપ્પા કેમ દેખાતા નથી.?

શાહિદે તરત કહ્યું તને તો કીધું ચાલ મારું ઘર બતાવું તે ક્યાં કહ્યું હતું મને મમ્મી પપ્પા ને મળવું છે.

તો પણ આવી શું તો મળી લવ ને.

તે ઘરે નથી બહાર ગયા છે એમ કહી શાહિદે અંકિતા નો હાથ પકડી તેના રૂમમાં લઈ ગયો.

શાહિદના રૂમમાં પ્રવેશતાં અંકિતા બોલી ચાલ હું ઘરે જાવ. મારે ઘરે જવું છે.

પણ કેમ અંકિતા.? તું જ કહી રહી આપણે એકાંત માં મળીએ.!! જ્યાં કોઈ ન હોય. જો અહી કોઈ નથી. બસ તું અને હું...

ગભરાટ સાથે અંકિતા બોલી પણ અહી કરતા ચાલ બહાર જઈએ.

હજુ તો અંકિતા આગળ કઈક બોલે તે પહેલાં શાહિદે અંકિતા ને પકડી તેનો હાથ કમર માં રાખ્યો ને ધીરે ધીરે તેના હોઠ અંકિતના હોઠ સુધી લાવવા લાગ્યો. જેઓ શાહિદ કિસ કરવા જાય છે ત્યાં અંકિતા શાહિદ થી દુર ભાગે છે.

કેમ અંકિતા.??? તું પણ ઈચ્છે છે. આપણે રોમાન્સ ની પળો માણીએ.

હા પણ હું તે માટે તૈયાર નથી. પ્લીઝ મને જવા દે મારે ઘરે જવું છે. મમ્મી મારી રાહ જોતી હશે.
કઈ પણ બોલ્યા વગર શાહિદ અંકિતા ને તેના ઘરે મૂકી આવ્યો. તે રાત્રે અંકિતા ને ઊંઘ ન આવી. ને શાહિદ ના વિચારોમાં ખોવાઇ રહી.

સવાર થયું એટલે બસ સ્ટોપ પર અંકિતા શાહિદ ની રાહ જોવા લાગી. પણ શાહિદ આવ્યો નહિ. ફોન કર્યો પણ તે રિવિવ કરી રહ્યો ન હતો. ઘણા મેસેજ કર્યા કોઈ જવાબ આવ્યો નહિ. માંડ માંડ અંકિતા થી સાંજ પડી.

રાત્રે ફરી અંકિતાએ મેસેજ કર્યો.
શું થયું છે શાહિદ..? કેમ કોઈ જવાબ નથી આપતો...પ્લીઝ મને જવાબ આપ.
ત્યારે શાહિદ નો મેસેજ આવ્યો.
"તું મને ભૂલી જજે." મારે હવે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. હવે કોઈ મેસેજ કે કોલ કરી મને પરેશાન કરતી નહિ.

શાહિદ નો મેસેજ વાંચીને અંકિતા આઘાત માં આવી ગઈ. તેણે મેસેજ કર્યો "શાહિદ મારે તને મળવું છે કાલે હું તારી કોફી શોપ માં રાહ હોવ છું."

માંડ માંડ સવાર થયું એટલે બસ સ્ટોપ પર જવાને બદલે અંકિતા કૉફી શોપ પહોંચી ને શાહિદ ની રાહ જોવા લાગી. આજે અંકિતા ને કંપની માં જવાની ઉતાવળ ન હતી પણ તેને ઉતાવળ હતી શાહિદ ને મળવાની. તેને ઘણા સવાલો કરવાની. અંકિતા ની નજર કોફી શોપ ના મુખ્ય દરવાજા પર ટકી રહી હતી ને શાહિદ ના આવવાની રાહ જોઈ રહી હતી. એક કલાક પછી શાહિદ ત્યાં આવ્યો.

"આ બધું શું છે શાહિદ.?" ગુસ્સા માં અંકિતા બોલી. શાહિદ ને જોઈ ફરી નર્વસ થઈ બોલી.
અચાનક તારું આવું વર્તન હું કઈ સમજી શકી નહિ. પ્લીઝ મારી કઈ ભૂલ હોય તો કે પણ આ તારું વર્તન મને અંધારા તરફ ધકેલી રહ્યું છે.

શાહિદે ધીરેથી કહ્યું. કઈ નહિ બસ મને એમ લાગ્યું તું પ્રેમ નથી કરતી.

તારા પ્રેમ માં પાગલ થઈ છું. ખબર છે તને, મે રાત કેમ વિતાવી.!!!!

હા ખબર છે મારી પણ એજ હાલત હતી. પણ ખોટું એ લાગ્યું કે તું પણ મને પ્રેમ કરે છે, હું પણ કરું છું. બંને એકબીજા પર વિશ્વાસ છે. તો કેમ મને નારાજ કર્યો. મે ક્યાં બીજું કંઈ માંગ્યું હતું બસ એક કિસ તો માંગી હતી તેમાં પણ તારી ના...! એમ કહી શાહિદ તો કળગળો થઈ ગયો.

અંકિતા ને પણ દુઃખ થયું કે એક કિસ ખાતર મારે શાહિદ ને નારાજ કરવો જોઈતો ન હતો. એટલે શાહિદ સામે માફી માંગી અને કહ્યું તું કહીશ ત્યારે આપીશ બસ...ખુશ ને..

કાલે અને તે પણ મારા ઘરે આવીશ ને અંકિતા....?

હા બાબા આવીશ તારા પ્રેમ પર વિશ્વાસ છે. ને આમ નાના છોકરા જેવી લાગણી ન બતાવ. અને હવે આવું કરીશ નહિ, નહિ તો તારા વિના હું જીવી નહિ શકુ.

બીજા દિવસ ની સવાર શાહિદ માટે સારી હતી. તેની ઈચ્છા અંકિતા ને કિસ કરવાની પૂરી થવા જઈ રહી હતી તો અંકિતા પણ શાહિદ સાથે વધુ સમય પસાર કરવા બેચેન હતી. કહેલા સમય પ્રમાણે શાહિદ અંકિતા ને લેવા આવ્યો ને બંને સીધા તેમના ઘરે ગયા. તે દિવસે પણ શાહિદ ના માતા પિતા ઘરે હતા નહિ. અસલમાં તે મકાન ખાલી રહેતું. ત્યાં ફક્ત એક નોકર જે સાફ સફાઈ કરી નીકળી હતો ને શાહિદ ત્યાં અવાર નવાર જતો.

બંગલામાં અંદર પ્રવેશ કરતા જ અંકિતા ને ઉંચકી ને તેના રૂમમાં લઈ ગયો. ને અંકિતા ને કિસ કરવા લાગ્યો. પ્રેમમાં આંધળી બનેલી અંકિતા એ ભૂલી ગઈ કે હું શું કરી રહી છે. શાહિદ ની વાતોમાં આવી ને બંને એ પોતાની મર્યાદા વટાવી. બંનેએ ફીઝીકલ રિલેશન બનાવ્યા. ફીઝીકલ રિલેશન બનાવતા પહેલા અંકિતા એ શાહિદ ને સવાલ કર્યો હતો કે તું મારી સાથે લગ્ન તો કરીશ ને.? ત્યારે હાથમાં હાથ દઈને શાહિદે પ્રોમિસ આપ્યું કે લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે બસ.

બીજે દિવસે ફરી શાહિદ ની ફીઝીકલ ની માંગણી રહી. અંકિતા ના કહી શકી નહિ. હવે તો બંને વચ્ચે રોજ ફીઝીકલ રિલેશન થવા લાગ્યા. પણ અંકિતા ને ખબર ન પડી કે શાહિદ મારો ઉપયોગ કરી રહ્યો છે. તેને પ્રેમ નહિ ફક્ત સેક્સ જોઈએ છે. આવું ત્રણ મહિના ચાલ્યું. દર વખતે શાહિદ તેને દિલાસો આપતો એક દિવસ તો આપણા લગ્ન થવાના જ છે. તો કેમ ચિંતા કરે છે એન્જોય કર ને. તને મઝા આવે છે મને આવે છે. બંને ખુશ છીએ.

ત્રણ મહિના પછી અંકિતા ને શાહિદ એક હોટલમાં લઈ જાય છે. જ્યાં પહેલે થી હોટલ ની રૂમમાં શાહિદ નો મિત્ર બેઠો હતો. તેને જોઈ અંકિતા એ શાહિદ ને કહ્યું તારો મિત્ર અહી શું કરે છે. ?

તે તને મળવા આવ્યો છે ને તારી સાથે સુવા માંગે છે. તો હું કેમ ના કહી શકું. એકદમ સહજ થી શાહિદે કહ્યું .

શાહિદ તને ભાન છે તું શું બોલે છે. હું તારી પ્રેમિકા છું નહિ કે રખેલ. ગુસ્સા માં અંકિતા બોલી.

વળતો જવાબ શાહિદ નો અંકિતા ની નીચે થી જમીન સરકી જાય તેઓ હતો.
"મારું મન તારા પ્રત્યે ભરાય ગયું છે એટલે હવે મારો મિત્ર તારી સાથે મઝા કરશે"

આટલું સાંભળતા જ અંકિતા તો આકુવ્યાકુળ થઈ ગઈ. એટલે તું મારી સાથે ટાઈમ પાસ અને સેક્સ માટે મને લવ કરતો હતો.? પ્રેમ જાળમાં ફસાવી ને આવું કરવું હતું.!!!

મે તને ફોર્સ કરી ન હતી તું તારી મરજી થી મારી સાથે ફીઝીકલ રિલેશન બનાવ્યા હતા. એક હાથે તાળી ન પડે. એતો ખબર છે ને.

આગળ અંકિતા કોઈ શબ્દ બોલી નહિ ને ઘરે આવતી રહી. વિચાર આવ્યો મમ્મી પપ્પા ને બધી વાત કરું. પણ તેની ઉપર કેવી વીતશે તે ખ્યાલ થી ડરી ને અંકિતા એ ઘરે કઈજ કહ્યું નહિ ને ચૂપચાપ રહી. તે રાત્રે તેની ભૂલ નો બહુ પસ્તાવો થયો. મારે આટલું આગળ વધુ ન હતું. એ પણ સગાઈ કે લગ્ન પહેલા. તેને પોતાની જાત પર ઘીન આવવા લાગી. તે રાત્રે ખુબ રડી વિચાર આવ્યો કે આ બધું ભૂલી ને નોર્મલ જીદગી જીવવા લાગુ. વિચાર કરી કરીને માંડ સવાર થઈ.

સવારે કંપની એ જવા નીકળી ત્યાં અજાણ્યા નંબર થી કોલ આવ્યો.
અંકિતા બોલે છે..? આપ સૂવાના કેટલા રૂપિયા લેશો..?
અંકિતાએ કોઈ જવાબ આપ્યો નહિ ને કોલ કટ કર્યો.
કંપની એ જવાને બદલે સીધી ઘરે પહોંચી.

મમ્મી પપ્પા બંને ઘરે હતા. અંકિતાએ તેમની વાત કહેવા હિમ્મત કરી.
પપ્પા મમ્મી હું એક શાહીદ નામના છોકરા ના પ્રેમ મા હતી. અમે ઘણા આગળ વધ્યા. અમારી વચ્ચે ફીઝીકલ રિલેશન પણ બન્યા. હવે તે મને છોડી ને જતો રહ્યો. કહ્યું કે મારા મમ્મી પપ્પા તને સ્વીકારવા તૈયાર નથી.

પેલા દીકરી અંકિતા ની બધી વાત સાંભળી પછી ગાલ પર એક પછી એક તેમના પપ્પા થપ્પડ મારવા લાગ્યા.

અંકિતા ને તેના પિતા એક પછી એક થપ્પડ મારવા લાગ્યા. ત્યારે અંકિતા ની મમ્મી તેમને રોકે છે.

દીકરી તે તો તારી ને મારી ઈજ્જત ને પાણી માં વહેવી દીધી. તને જરા પર વિચાર ન આવ્યો કે હું આ જે કરી રહી હતી તે ખોટું કરી રહી હતી. તને જરા પણ અમારો વિચાર ન આવ્યો કે અમારી પર કેવી વીતશે. અમારા અરમાનો નું શું થશે. આટલું કહી પપ્પા રડવા લાગ્યા.

અંકિતા તેમના પપ્પાને ભેટી પડી.
પપ્પા હું સમજુ શું મારી ભૂલ થઈ છે. પણ પપ્પા મને ફસાવવામાં આવી હતી. ખોટો લગ્નનો દિલાસો આપ્યો હતો. પ્રેમની જાળ બિછાવી ને મને ફસાવી હતી. પપ્પા મારો કોઈ વાક નથી. મારે શું કરવું તે ખબર પડતી નથી.

માથા પર હાથ મૂકીને પપ્પાએ કહ્યું બેટી જો તારામાં આ સમાજ સામે લડવાની શક્તિ હોય તો તારે જે કરવું હોય તે કર પણ બેટી હવે મારા કર ચાલતા નથી કે આ સમાજ સામે કે કાયદા સામે લડી શકું. બેટી તારે જે કરવું હોય તે કર પણ એટલું ધ્યાન રાખજે એમને તારી જરૂરત છે. તું જ અમારો આધાર છે.

બહુ વિચારી ને અંકિતાએ નક્કી કર્યું કે પોલીસ સ્ટેશનમાં જઈ શાહિદ સામે ફરિયાદ દાખલ કરું. તે એકલી પોલીસ સ્ટેશન પહોંચી ને ત્યાંના પોલીસ પીએસઆઇ ને મળી. તેમની સાથે બનેલી ઘટના કહી. ત્યારે પીએસઆઇ એ અંકિતા પાસે થી શાહિદ નો ફોટો અને એડ્રેસ માંગ્યું.

અંકિતાએ તેમના ફોનમાંથી શાહિદ સાથે પડેલા ફોટા બતાવ્યા ને તે બંગલા માં મળતા તે એડ્રેસ આપ્યું.

પીએસઆઇ એ અંકિતા ની ફરિયાદ લીધી અને કહ્યું. અમે પહેલા તપાસ કરીશું પછી કેસ દાખલ કરી આગળ વધીશું, તે પહેલાં તમે કઈ કરશો નહિ.

સાહેબ હું ક્યાં કરવાની હતી.!!! પણ મને ડર તેનો છે. તે કઈક કરે નહિ. મારો ફોન નંબર વાયરલ કરી દિધો છે તેણે. અલગ અલગ નંભર થી ભિભિક્ષ માંગણી ઓ કરે છે. હું શું કરું ખબર પડતી નથી આપ કેસ દાખલ કરી તેને સજા આપો.

સજા આપવાનું કામ કાયદા નું છે મારું નહિ. આપ અહી થી જાવ જરૂર પડે તમને બોલાવવામાં આવશે. પીએસઆઇ એ કોંટેબલ ને ઈશારો કર્યો કે આને અહી થી બહાર કાઢો.

પીએસઆઇ એ શાહિદ ને ફોન કર્યો. શાહિદે કહ્યું સર અમે બંને પ્રેમ કરતા હતા. પ્રેમમાં એક ની મરજી થી તો આટલું બધું આગળ વધી ન શકાય નહિ ને..!! તેની પણ એટલી જ ઈચ્છા હતી જેટલી મારી.

તેણે તારી પર રેપ નો કેસ દાખલ કર્યો છે. તારું પૂરું નામ અને સરનામું જણાવ. અને અહી તાત્કાલિક આવ નહિ તો કહે તો ગાડી મોકલું લેવા. ગુસ્સા માં પીએસઆઇ શાહિદ ને વોર્મિંગ આપી ધમકાવવા લાગ્યા.

સર સર....આટલા બધા ગુસ્સે ન થાવ. મારું નામ શાહિદ છે અને મારા પિતા આ શહેરના ધારાસભ્ય છે. કહો તો મારા પપ્પાને લઈને પોલીસ સ્ટેશન આવી જાવ.

આટલું સાંભળતા જ પીએસઆઇ સ્તબ્ધ થઈ ગયા. ના ના બેટા તારે કે સાહેબ ને અહી આવવાની જરૂર નથી હું કેસ નિપટાવી દઈશ. ફોન મૂકીને પીએસઆઇ એ અંકિતા ને ફોન કરી કહ્યું. બંને ની મરજી થી આ બધું થયેલ છે એટલે રેપ કેસ દાખલ નહિ થાય. બધું ભૂલી ને પોતાનું કામ કરવા લાગ.

જાણે કે ન્યાય નો રસ્તો બંધ થઈ ગયો હોય તેમ અંકિતા પીએસઆઇ ની વાત સાંભળી માયુસ થઈ ગઈ. પણ વિચાર આવ્યો ફરી પોલીસ સ્ટેશન જઈ આવું.

અંકિતા ફરી પોલીસ સ્ટેશન પહોંચી અને પીએસઆઇ ને કહ્યું સર આપ મારો કેસ દાખલ કરો. જે નિર્ણય કરશે તે કોર્ટ કરશે.
પીએસઆઇ એ કેસ દાખલ કરવાની ચોખી ના કહી પણ અંકિતાએ મીડિયા ને જાણ કરાવીશ તેવું કહ્યું એટલે પીએસઆઇ એ કહ્યું આપ બે મિનિટ બહાર બેસો ત્યાં હું તમારા કેસ માટે કાગળ તૈયાર કરું.

અંકિતા જેવી બહાર નીકળી એટલે તરત પીએસઆઇ એ ધારાસભ્ય સાહેબ ને ફોન કર્યો.

સાહેબ હું પીએસઆઇ.....
અંકિતા નામની છોકરી તમારા દીકરા પર રેપ કેસ દાખલ કરવા આવી છે. ઘણી સમજાવી પણ માની નહિ. અને મીડિયા માં જઇશ તેવી ધમકી આપે છે. આપ કહો હું છું કરું.

તમે આજે કેસ દાખલ ન કરો હું જોઈ લવ છું. તેને ગમે તેમ કરી ને ઘરે મોકલી દો. કહી ધારાસભ્ય એ ફોન મૂકી દીધી. ને તેમના ચાર માણસો ને તેમની પાસે બોલાવી કહ્યું. કોઈ અંકિતા નામની છોકરી છે તેની પાસે જઈ સમજાવી દો કે કેસ દાખલ ન કરે નહિ તો તેનું પરિણામ ખરાબ આવશે. જો ન માને તો.......
સમજી ગયા સાહેબ આપ ચિંતા ન કરો અમે બધું બરોબર કરી આપીશું, કહી ચારેય માણસો અંકિતા ના ઘરે પહોંચ્યા.

અંકિતા ના મમ્મી પપ્પા પહેલે થી પરેશાન હતા ત્યાં ઉપર થી દરવાજા પર ચાર ગુંડા ને જોઈ ડરી ગયા. ચારેય માણસો ઘરની અંદર ઘૂસ્યા ને દરવાજો બંધ કર્યો.
ક્યાં છે અંકિતા તમારી....? એકે જોરથી અવાજ કર્યો.

મોટો અવાજ સાંભળી ને અંકિતા બહાર આવી જોવે છે તો ચાર પહેલવાન હાથમાં લાકડી લઈ ઊભા હતા. થોડો ડર લાગ્યો પણ હિંમત કરી પૂછ્યું કોણ છો આપ..? અહી કેમ આવ્યા છો.?

તેમાંથી એક માણસ અંકિતા ની પાસે આવ્યો. શાહિદ બાબા ને પરેશાન કરવાનું બંધ કર અને કેસ કરવાનું વિચારીશ પણ નહિ...નહિ તો....

શું કરશો આપ..!!! હું તમારા થી ડરતી નથી. જો મને કે મારા પરિવાર ને કઈ થયું તો પરિણામ બહુ ખરાબ આવી શકે છે. હું મારી વાત સરકાર સુધી પહોંચાડીશ. અને ચૂપચાપ અહી થી ચાલ્યા જાવ નહિ તો...

ઉલટાની એમને ધમકી આપે છે. અમે કોણ છીએ ખબર છે તેને..

હા અહીંના ધારાસભ્ય ના પાલતુ કૂતરાઓ.

આટલું સાંભળતાં જ ચારેય માણસો અંકિતા અને તેમના પરિવાર પર તુટી પડયા ને લાકડી વડે માર મારવા લાગ્યા.

લાકડી ના અવાજ અને બચાવો બચાવો ના અવાજ સાંભળી પાડોશીઓ બધા ત્યાં દોડી આવ્યા. પાડોશી ઓ અંકિતા ના ઘરમાં દાખલ થાય ત્યાં તો પેલા ચારેય માણસો ત્યાં થી ભાગી ચૂંટ્યા હોય છે. અંકિતા અને તેમના માતા પિતા લોહી લુહાણ ની હાલતમાં પડ્યા હોય છે. કોઈ એક પાડોશી ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવે છે ને ઘાયલ થયેલા અંકિતા અને તેના માતા પિતા ને હોસ્પિટલ માં દાખલ કરે છે.

હોસ્પિટલમાં સારવાર શરૂ થાય છે. માર પડ્યા ના નિશાન જોઇને ડોક્ટર પોલીસ ને જાણ કરે છે. થોડી વારમાં પોલીસ ત્યાં આવી પહોંચે છે. તે કોઈ નહિ પણ પેલા પીએસઆઇ જ આવ્યા. તેને અગાઉ થી ખબર હતી કે કઈક આવું જ થશે. સારવાર પૂરી થયા પછી પીએસઆઇ ત્રણેય ને મળે છે. ને પૂછે છે તમને કોણે માર્યા.?
અંકિતા જવાબ આપે છે. પેલા શાહિદ ના બાપાએ મોકલેલા ગુડાઓએ. તેઓ અમારા ઘરે આવ્યા પહેલા ધમકીઓ આપી. હું ધમકી થી ડરી નહિ એટલે તેઓ લાકડી વડે મારવા લાગ્યા. સર મારે આ માર માર્યો નો પણ કેસ કરવો છે.

હજુ પીએસઆઇ અને અંકિતા સાથે વાતચીત ચાલી રહી હતી ત્યાં. શહેર ના એસપી આવી પહોંચ્યા. એસપી ને જોઈને પીએસઆઇ એ સલ્યુટ કર્યું. પણ જાણે તેઓ પણ આ કેસ વિશે જાણતાં હોય તેમ અંકિતા ને પણ સલાહ આપવા લાગ્યા.
બેટી લડવા થી ક્યારેય ભલું નથી થયું. થોડો વિચાર કરજે તું ક્યાં ને શાહિદ ના પિતા ક્યાં. !! એક વાત માનીશ તારી અને પરિવાર ની સુરક્ષા ચાહતી હોય તો બધું ભૂલી ને કઈ પણ કર્યા વગર ફરી તારી નોર્મલ લાઇફ જીવવા લાગ તેમાં જ બધાનું હિત છે.

જાણે કે બધા જ પેલા ધારાસભ્ય સાથે મળેલા હોય તેમ તેનો જ પક્ષ લઈ રહ્યા હતા. અંકિતા ને એક આશા હતી કે એસપી જો મારી વાત સાંભળે તો મને અવશ્ય ન્યાય મળે પણ તેઓ પણ કોઈ ના દબાણ નીચે જીવી રહ્યા છે.

અંકિતા બોલી સર તમે ગમે તે કરો પણ હું કેસ તો કરીશ અને ન્યાય ન મળે ત્યાં સુધી લડતી રહીશ ભલે મારે મારી જાત નું બલિદાન કેમ આપવું ન પડે. ફરી ક્યારેય શાહિદ જેવો થાય નહિ ને કોઈ છોકરી ને ફસાવી ને તેનો યુઝ ન કરે. બસ મારા જીવનનો હેતુ આ જ રહ્યો છે.

અંકિતા નો આટલો જુસ્સો જોઈ એસપી એ બધાને કહ્યું આપ બહાર જાવ મારે અંકિતા સાથે એકલતામાં વાત કરવી છે. એસપી ના કહેવાથી બધા રૂમમાંથી બહાર નીકળી ગયા. હવે અંકિતા ને એસપી બંને રૂમમાં એકલા રહ્યા.

એસપી એ અંકિતા પાસે આવ્યા ને માથા પર હાથ મૂકીને કહ્યું બેટી તું ડરીશ નહિ હું તારી સાથે છું. ધારાસભ્ય ના બધા ચમચા અહી હાજર હતા એટલે હું વધુ કઈ બોલી શક્યો નહિ. તેનું કારણ મારી પરિવાર ની સુરક્ષા માટે. તેઓ એ અમને પણ છોડ્યા નથી. પણ આજે તે બરોબર તેને ફસાવ્યા છે.

સાંભળ બેટી હું કહું તે કર. તને હું જરૂર થી ન્યાય આપીશ. આ મારું વચન છે પણ પેલા તું બહાર નીકળી ને બધાને કહી દે કે હું બધું ભૂલવા માંગુ છું ને કોઈ કેસ પણ કરવા માંગતી નથી. આનાથી ધારાસભ્ય ને એમ લાગશે કે તે અંકિતા ડરી ગઈ છે ને હવે કોઈ કેસ નહિ કરે.

થોડા દિવસ જવા દે અને બધા સબૂત એકઠા કરી મને કોઈ ને ખબર પડ્યા વગર જાણ કર હું તારી ઘરે બધી ન્યૂઝ અને ચેનલ વાળા ને તારી ઘરે મોકલીશ. ત્યારે તું બધા સબૂત બતાવી શાહિદ નો પર્દાફાસ કરજે. પછી ન છૂટકે પોલીસ ને કેસ હાથમાં લેવો પડશે ને તને જરૂર થી ન્યાય મળશે. પણ બેટી પછી તારા જાન ની જોખમ વધી જશે એટલે ખાસ તું ધ્યાન રાખજે. તે માટે હું અગાઉ તૈયારી કરું છું.

એસપી ની મદદ ની વાત સાંભળી ને ચહેરા પર ખુશી અને જોશ આવી ગયો. દ્રઢ વિશ્વાસ બેઠો કે હવે હું શાહિદ ને સજા જરૂર થી આપી શકીશ. પથારી માંથી અંકિતા ઉભી થઇ ને એસપી ને પગે લાગી. આશીર્વાદ આપી એસપી બહાર નીકળી ગયા.

થોડી વાર થઈ એટલે અંકિતા ને હોસ્પિટલ માંથી રજા આપી. તે બહાર નીકળી એટલે પેલા પીએસઆઇ સાથે ઘણા પોલીસ ઊભા હતા. તેમને કહ્યું હું કોઈ પોલીસ કેસ કરવા નથી માંગતી. મને મારી ભૂલ સમજાઈ છે. શાહિદ ને કહેજો અંકિતા માફી માંગે છે ને હવે કોઈ કેસ નહિ કરે ને બધું ભૂલી જવા માંગે છે. આટલું સાંભળતા જ બધા પોલીસ ના ચહેરા પર ખુશી આવી ગઈ જાણે કે તેમને મોટું ઈનામ મળવાનું હોય.

થોડા દિવસ અંકિતા નોર્મલ જિંદગી જીવવા લાગી બધા ને એમ લાગ્યું કે અંકિતા એ હાર સ્વીકારી બધું ભૂલી ગઈ. મમ્મી પપ્પા પણ હવે ટેનશન મુક્ત થઈ શહેરમાં ફરી શકતા હતા. જાણે કે કઈજ બન્યું ન હતું.. આ સમય માં અંકિતા ને એસપી નો પૂરો સપોર્ટ રહ્યો તે તેની પત્ની ના ફોન માંથી રોજ ફોન કરી આગળ શું કરવું તેની સલાહ સૂચન આપતા હતા. હિમ્મત મળતા અંકિતા એ બધા પુરાવાઓ એકઠા કરી લીધા ને એસપી ને કહ્યું હું હવે તૈયાર છું આપ મીડિયા ને મારી ઘરે મોકલી શકો છો.

સવારનો હજુ સૂરજ ઊગ્યો જ હતો ત્યાં મીડિયા અંકિતા ના ઘરે આવી પહોંચ્યા. કોઈને ખ્યાલ પણ હતો નહિ કે અંકિતા આખીર શું કરવા માંગે છે ને મીડિયા ને કેમ બોલાવી. મીડિયા પણ અંકિતા ના કેસ થી અજાણ હતા.

મીડિયા સામે અંકિતા એ બોલવાનું શરૂ કર્યું.
મારી સાથે મારી મરજી વગર મને ફસાવી ને શાહિદ નામના છોકરા એ મારી પર વારે વારે રેપ કર્યો છે. મને ધમકી આપવામાં આવી રહી હતી એટલે હું ડરી ને આ કેસ કરવા માંગતી ન હતી પણ હવે મારે ન્યાય જોઈએ.
આ રહ્યા પૂરવા. શાહિદ સાથે ની વાતચીતના, હોટેલનાં બિલ, તેમના પિતાજી ના ધમકી ભર્યા કોલ ના રેકોર્ડ અને તેમને એમને માર મારવાં મોકલેલા માણસો ની સીસીટીવી ફૂટેજ આ બધું હું તમને ચોપુ છું. આપ મને ન્યાય આપો.

ટીવી જોઈ રહેલા ધારાસભ્ય એ આ ન્યૂઝ જોઇને પોતાની ટીવી તોડી નાખી.

ન્યૂઝ જોઇને ધારાસભ્ય પેલા પીએસઆઇ ને ફોન કર્યો આ બધું શું ચાલી રહ્યું છે. અંકિતા ની ઘરે મીડિયા કેમ પહોંચી ગઈ..?

ખબર નહિ સર હું હમણાં જ તપાસ કરું છું. એમ કહી ફોન મૂક્યો.

એસપી ને ફોન કરી એજ કહ્યું. તેમણે પણ એજ જવાબ આપ્યો સર મને કઈજ ખબર નથી. પણ તેણે તો કેસ કરવાની ના પાડી હતી. ને બધું ભૂલી ગઈ હતી. તો કેમ આવું કર્યું તેણે.!! ઉલટાના એસપી સવાલો કરવા લાગ્યા.

તો આ ક્યાંથી આવ્યું. ગુસ્સા માં ધારાસભ્ય એ કહ્યું. પણ એસપી જવાબ આપ્યો સર હું ત્યાં પહોંચી ને બધું માહિતી થી તમને માહિતગાર કરાવું.

મારે માહિતી નહિ જોઈએ તે કેસ કરવી ન જોઈએ એ જવાબદારી તમારી છે. ગમે તેમ કરો પણ મારો દીકરો સલામત રહવો જોઈએ નહિ તો બધાની ખેર નથી.
મનમાં એસપી ખુશ થઈ રહ્યા હતા. આજે ધારાસભ્ય ખરો લાગમાં આવ્યો છે.

બંને પોલીસ અધિકારી ના સંતોષ કારક જવાબ ન મળતા તેમણે તેમના ગુંડા ને ફોન કર્યો. અત્યારે ને અત્યારે અંકિતા ની ફેમિલી ને ખતમ કરી નાખો. જે થશે તે હું જોઈ લઈશ. મારે મારા દીકરા ને બચાવવો છે.

આદેશ મળતા દસ પંદર ગુંડાઓ હથિયાર લઈ અંકિતા ની ઘરે પહોંચ્યા. ત્યાં પહોંચી જુએ છે તો બે ત્રણ સંસ્થા ના માણસો ત્યાં હાજર હતા. ગેટ પર બે હથિયારધારી મિલેટ્રી ના સૈનિકો પણ તેનાત હતા. આ જોઈ પેલા ગુંડાઓ એ ધારાસભ્ય ને ફોન કર્યો.
સર અહી વાતાવરણ સારું નથી સંસ્થા ના માણસો ની સાથે હથિયારધારી મિલેટ્રી ના સૈનિકો પણ તેનાત છે. અહી કઈ થઈ શકે તેમ નથી અને પાછા આવતા રહીએ છીએ. તમે કહો તો અંકિતા ની બહાર આવવાની રાહ જોઈએ..?

ધારાસભ્ય એટલા ગુસ્સે ભરાયા તમે ત્યાં ઊભા રહો નહિ, જલ્દી પાછા ફરો, તમને કોઈ જોઈ જશે તો મુશ્કેલી માં મુકાઈ જશો. મન વિચલિત થયા ધારાસભ્ય આજુ બાજુમાં પડેલ વસ્તુઓ તોડવા લાગ્યા. ને બૂમ પાડી શાહિદ ક્યાં છે તું અહી આવ..?
દોડતો દોડતો તેના રૂમ માંથી શાહિદ આવ્યો. તેમના પપ્પા સામે આવી ને ઉભો રહ્યો. બોલો પપ્પા આમ બૂમો કેમ પાડો છો.?

નાલાયક તને આ જ છોકરી મળી હતી. આ છોકરી એ તો તારી અને મારી જીદગી બરબાદ કરવા તુલી છે. મારી જીંદગીની કમાણી અને ઈજ્જત તારા કારણે બરબાદી ના આરે ઉભી છે. હવે તું તો જઈશ જેલમાં સાથે મને પણ લઈ જઇશ.

પપ્પાને ભેટી ને શાહિદે કહ્યું પપ્પા આપ તો ધારાસભ્ય છો આપની પહોંચ ઉપર સુધી છે. તો બચાવી લો ને મને. પ્લીઝ....મારે જેલ નથી જવું. મારે બિન્દાસ ફરવું છે. એમ કહી શાહિદ રડવા લાગ્યો.

બેટા હવે હું કઈક કરું છું. તું ચિંતા ન કર. અને સાંભળ હું કહું નહિ ત્યાં સુધી ઘર ની બહાર નીકળતો નહિ. આટલું કહી ધારાસભ્યે સીએમ ને ફોન લગાવ્યો.
પ્રણામ સર... મારા દીકરા માટે આપ કઈક કરો ને ....? હું અને તે આજે મુસીબતમાં ફસાયા છીએ.

સીએમ પણ જાણે ક્રોધ માં હોય તેમ ધારાસભ્ય ને ધમકાવવા લાગ્યા. જરા ટીવી ચાલુ કરી ને જો શું આવી રહ્યું છે.!!! તારા કારણે પાર્ટી આજે બદનામ થઈ છે હું અત્યારે જ તારી સીટ છીનવી લવ છું. હવે જીવ સામાન્ય નાગરિક ની જેમ અને ટીવી શરૂ કરીને જો તારા દીકરા વિશે શું આવી રહ્યું છે.

તેમની ટીવી પહેલે થી તોડી હતી એટલે તેઓ દોડતા દોડતા ધારાસભ્ય તેમની પત્ની ના રૂમમાં જઈ ટીવી શરૂ કર્યું તો દીકરા શાહિદ અને તેમની કરતૂત મીડિયા વાળા બતાવી રહ્યા હતા. અને પોલીસ નો કાફલો અહી તેમના ઘર તરફ આવી રહ્યો હોય તેવું બતાવી રહ્યા હતા.

થોડી સમય થયો ત્યાં પોલીસ સ્ટાફ તેમના ઘરે આવીને ધારાસભ્ય અને તેમના દીકરાને પકડી હાથમાં હાથકડી પહેરાવી ને બંને ને જેલમાં પૂરી દીધા. બીજા દિવસે કોર્ટ માં કેસ ધખાલ થયો ને બંને ને હાજર કરવામાં આવ્યા. કોર્ટ માં બધા જ હાજર હતાં. વકીલ દ્વારા અંકિતા ને સવાલો પૂછવામાં આવ્યા. ત્યારે અંકિતા એ નજર થી નજર મિલાવીને એક એક સવાલ નો જવાબ આપવા લાગી. તો શાહિદ સજા ના ડર થી કાપતો સરખા જવાબ પણ આપી રહ્યો ન હતો. આખરે અંકિતા ના વકીલે બધા પુરાવા રજૂ કરી સાબિત કરી આપ્યું કે અંકિતા નિર્દોષ છે. તેને ફસાવવામાં આવી હતી અને તેની સાથે તેની વારે વારે લગ્ન નું લાલચ આપી શારીરિક શોષણ થયું હતું.

બધી દલીલ અને પુરાવા ના આધારે જજ સાહેબ કેસ નો ફેંસલો સંભળાવે છે.
"શાહિદ ને આજીવન કારાવાસ ની સજા થાય છે ને તેમના પિતા ને એક વર્ષ સાથે તે ક્યારેય ચૂંટણી નહિ લેડી શકે તેઓ કોર્ટ નો હુકમ ફરમાવે છે."

ફેસલો સાંભળતા જ ત્યાં હાજર બધા તાળીઓ થી અંકિતા ની હિંમત ને વધાવી લીધી. તો અંકિતા ને શુકુન મળ્યું કે આખરે એક હરામી ને સજા મળી.

કોર્ટ બહાર નીકળતા મીડિયા વાળાએ અંકિતા ને એક સવાલ કર્યો.
શું પ્રેમ મેળવવા સ્ત્રી પોતાનું બધું જ અર્પણ કરી દે છે. આવું આપના કેસ માં જોયું આપ શું કહેવા માંગો છો...?

સ્ત્રી એક પ્રેમની દેવી કહેવામાં આવે છે તે આપ સારી રીતે જાણો છો. સ્ત્રી છે બહુ શક્તિશાળી છે પણ અંદર થી બહુ નાજુક અને ભોળી છે. જે ઝડપથી વાતો માં આવી જાય છે એટલે સાચા ખોટા દિલાસા ની તેને ખ્યાલ રહેતો નથી ને પછી પસ્તાય છે.

પણ મે હંમેશા જોયું છે નારી જ્યારે જ્યારે મુસીબતમાં આવી છે ત્યારે કોઈ ને કોઈ કૃષ્ણ બની તેની વહારે આવ્યો છે. છેલ્લે એટલુજ કહીશ ક્યારેય હિમ્મત હારવી નહિ તમારો જુસ્સો અને પોઝિટિવ વિચાર તમને અવસ્ય સફળતા આપશે. સહન કરવા કરતાં લડી લેવું સારું. જો કઈક કરશો નહિ તો તમારે જ ભોગવવાનું રહશે. હા કર્મ ક્યારેય કોઈને છોડતું નથી પણ નિમિત્ત આપણા માંથી કોઈને થવું તો પડશે ને...
આભાર આપનો....

સમાપ્ત.

દોસ્તો કેવી લાગી મારી આ પહેલી ક્રાઇમ સ્ટોરી.

જીત ગજ્જર