revange to love - 21 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 21

બદલાથી પ્રેમ સુધી ભાગ એકવીસ

આપણે આગળ જોયું કે સોનાક્ષી રોહિત ને તેના ભૂતકાળ વિશે વાત કરે છે પરંતુ તે કઈ બોલે તે પહેલાં જ રોહિત ને બધી ખબર હોય તેમ તે તેનું ભૂતકાળ નું નામ કહે છે જેને જાણી ને સોનાક્ષી ને આશ્ચર્ય થાય છે હવે આગળ....

સોનાક્ષી:તને કેવી રીતે ખબર પડી આના વિશે....

રોહિત :મને તો એ પણ ખબર છે કે તું કાલે મારી હોટેલ માં આવનાર પેલા નાઘવેન્દ્ર ને મારવાની છે એન્ડ યસ તું એને મારવા જ તો અહીં આ શહેરમાં આવી છે તે મને પણ ફસાવ્યો મારી નજીક આવી જેથી એ માણસ સુધી પહોંચી શકે રાઈટ....

સોનાક્ષી તેની વાતો સાંભળી ને ચૂપ રહે છે...અને તેની સામે એકધારું જોઈ રહે છે તે આ વાત જાણી ને ખૂબ જ આશ્ચર્ય માં છે થોડી હિંમત કરીને તે રોહિત ને પૂછે છે....?

સોનાક્ષી: તને આ બધી વાત ની કેવી રીતે ખબર પડી ર.......ર...રોહિત......

રોહિત:સોના તું મને જેટલો સમજે છે તેટલો મૂર્ખ હું મારા કામ ને લઈને નહિ....

સોનાક્ષી:માંડી ને વાત કરીશ તું શું કહેવા માંગે છે....

રોહિત:તો સાંભળ.....

આ તે દિવસ ની વાત છે જ્યારે તે મને તારા ડોક્યુમેન્ટસ આપેલા મેં એ ડોક્યુમેન્ટસ ને પર્સનલી ચેક કર્યા હતા બે દિવસ ની મહેનત પછી મને ખબર પડી કે એ ડોક્યુમેન્ટ્સ નકલી હતા અને પછી મેં તારી સાચી ઓળખની તપાસ ચાલુ કરી.

તપાસ કરવા માટે મારી પાસે કોઈ ખાસ પુરાવા ન હતા તારો ફોટો મેં મારા ફ્રેન્ડ ને મુક્યો તેને ઘણી વેબસાઈટ્સ અને લોકો ની જાણકારી હોય છે અને તેની મદદ થી મને જાણવા મળ્યું કે તારું અસલી નામ જાનકી છે તો મને થયું કે તે તારી ઓળખ કેમ છુપાવી....ધોરણ 10 જેને અધવચ્ચે છુટેલું છે તે જાનકી અચાનક જ સોનાક્ષી બને છે અને તેના સર્ટિફિકેટ મુજબ તો તેને હોટેલ મેનેજમેન્ટ માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

આટલી માહિતી પરથી હું એતો જાણી ગયો કે તું મારી સાથે ફ્રોડ કરી રહી છે પણ જેટલી હું તને ઓળખું છું એ પરથી મને લાગ્યું કે જરૂર કોઈ ચોક્કસ કારણ હશે નહિ તો તું કોઈ સાથે આ રીતે ફ્રોડ ન કરી શકે તે દિવસે જો તે ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ન આવ્યા હોત તો હું તને ત્યાં જ પૂછવાનો હતો પરંતુ તેઓ આવી ગયા એટલે હું કંઈ ન બોલ્યો એમને પણ મેં તારા ડોક્યુમેન્ટ્સ નતા આપ્યા મને થયું એ જાય પછી હું તને પૂછી લઈશ પણ જ્યારે મેં તને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તું કામ છે કહી નીકળી ગઈ.

તારા ગયા પછી મેં તારો પીછો કર્યો તું જે અંધારી ગલી માં ગઈ ત્યાં એ અંધારી ઓરડી ની નાનકડી બારી માં મેં તારું અલગ રૂપ જોયુ. ખરેખર તારું એ રૂપ જોઈને હું ખૂબ જ ડરી ગયેલો....મેં તારી રાડો સાંભળી તને ત્યાં મેં તને અંદર થી તૂટતા જોઈ અને તારી બધી જ વાતો જે તું એકલી એકલી જ બોલી રહી હતી તે મેં સાંભળી ત્યારે મને થયું હું ત્યાં આવી જાવ દોડીને તને વળગી પડું અને તને કહું કે ....'ભૂલી જા ને સોના આ બદલો ને બધું.....'....(બોલતા બોલતા રોહિત ની આંખો ભીની થઇ જાય છે.

મને થયું હું તને હોટેલ માં જ બોલાવી ને કહીશ કે બદલો ભૂલી ન જવું હોય તો મને વાંધો નથી પણ સજા આપવાના બીજા પણ રસ્તાઓ છે જ ને તું પોલીસ માં કંમ્પ્લેઇન કરી શકે તે માણસ ની વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં હું તારી મદદ કરત પરંતુ તું તો કાયદાની વિરુદ્ધ જવા નીકળી છતાંય હું હિંમત ન હતો હર્યો બીજી સવારે હોટેલ માં તને કાઈ ન કહી શક્યો એ વાત નો અફસોસ રહ્યો પછી હું તને કહેવાનો હતો પરંતુ ત્યાં જ પ્રીત બેન આવી ગયા અને મારું બધું ધ્યાન તેમનામાં પરોવાઈ ગયું.

તને યાદ છે સોના અસ્મિત અંકલ ઘાયલ થયા ત્યારે તું એમના માટે દવા લેવા ગઈ હતી અને ત્યાં જ મેં તારો વહાટ્સેપ સિક્યોરિટી કોડ લઈને તેને હેક કરેલું મને એમ હતું કે હું તારા પર નજર રાખીશ તારા ફોન માં આવેલો મજમુદાર ના પરિવાર નો વિડિઓ જોયો ત્યારે મને સમજાયું કે નાઘવેન્દ્ર કેટલો ખતરનાક માણસ છે અને આવા માણસ ની સજા પોલીસ નક્કી ન કરી શકે અને પછી તું જે પરિસ્થિતિ માં છે તેમાં જ તને સાથ આપવાનું નક્કી કર્યું.

મેં નક્કી કરી લીધું કે મને તારા ભૂતકાળ ની બધી જ ખબર છે એ વાત હું તને ક્યારેય નહીં કહું પણ સાથે એમ પણ વિચાર્યું કે તને સાચો પ્રેમ મેં જ કર્યો તે તો મને પ્રેમ જ નહીં કર્યો કારણ કે જો તું મને પ્રેમ કરતી હોત તો તે મને બધી જ વાત સાચે સાચી કહી દીધી હોત પણ મેં હિંમત નતી હારી મને વિશ્વાસ હતો તારા પર મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર અને એટલે જ તું કાંઈ બોલે તે પહેલાં જ હું કહું છું...

"હું તારી સાથે છું સોના તું જેમ કહે તેમ હું તારો સાથ આપીશ....કોઈ પણ પરિસ્થિતિમાં હું હમેશા તારી સાથે જ છું......."

તને ખબર છે સોના સૌથી વધુ અઘરું મારા માટે એ હતું કે મને બધી ખબર હતી છતાંય મેં તારી આગળ એવી એક્ટીંગ કરી કે મને કંઈ ખબર જ નથી હું સારો એકટર છું....


"હા તું બહુ જ સારો એકટર છે તને તો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવો જોઈએ" સોનાક્ષી એ રડતાં રડતાં કહ્યું અને તેને જોરથી ભેટી પડી...

" સોના આ એવોર્ડ તો સૌથી છેલ્લે મળે ને....?"રોહિતે પૂછ્યું

"હા આ તારી છેલ્લી એક્ટીંગ હવે પછી તું આવી એક્ટીંગ ના કરી શકે ને એટલે"સોનાક્ષી એ કહ્યું

"ઓકે ઓકે સોરી મારે તને પહેલા જ બધુ કહેવાની જરૂર હતી પણ મને થયું વાત ની શરૂઆત તું કરે"રોહિતે કહ્યું..

"અને જો મેં વાત જ ન કરી હોત તો "સોનાક્ષી એ કહ્યું

"વિશ્વાસ નામ નું પણ કઈંક હોય મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર"રોહિતે કહ્યું..

"હું સોનાક્ષી છું તારે મારા પર વિશ્વાસ કરાય આ પ્રેમ કોણ છે....?"સોનાક્ષી એ કહ્યું..

"આટલી ઇમોશનલ સિચ્યુએશન પણ તને વાહિયાત જોક્સ કેવા છે તારે "રોહિતે કહ્યું....

"સોરી પણ તને હસવુંય ક્યાં આવ્યું "સોનાક્ષી એ કહ્યું

બંને જણ વાતો જ કરી રહ્યા હોય છે સોનાક્ષી ઘડિયાળ માં સમય જોવે છે તો સવારના પાંચ વાગ્યા હોય છે તે રોહિત ને કહે છે ....

"હવે હું ઘરે જાવ આજે મારે ઘણી તૈયારીઓ કરવાની છે "

"ઓકે હું તને મૂકી જાવ આખી રાત સૂતી નથી ક્યાંક રસ્તા માં પડી જતી કરતી"રોહિતે કહ્યું

સોનાક્ષી તેની સામે આંખો કાઢી ને જોઈ રહે છે....અને કહે છે....

"ઓકે ઓકે સોરી સોરી તું જા રસ્તામાં સુઈ ના જતી...."

સોનાક્ષી તેના ઘરે જવા નીકળતી જ હોય છે ત્યાં જ તેના ફોનમાં મેસેજ આવે છે તે મેસેજ આ પ્રમાણે છે......


"kill him".....

આટલું વાંચીને તે સમજી જાય છે કે મેસેજ મોકલનાર શું કહેવા માંગે છે અને તે આવું કરવા નથી ઇચ્છતી માટે જવાબ લખે છે...."No i can't do it"..

મેસેજ માં એકજ ટિક આવે છે મતલબ સાફ હતો તેનો ચહેરો એકદમ ઢીલો પડી જાય છે અને આંખો ભરાઈ આવે છે રોહિત સોનાક્ષી ની આંખો માં આવેલ ઝળઝળિયાં જોઈ ને પૂછે છે

"રડે છે કેમ...?શું થયું છે....."

i am સોરી રોહિત બની શકે તો મને માફ કરી દે જે"સોનાક્ષી એટલું કહીને તેના ફોન માં આવેલો મેસેજ બતાવે છે મેસેજ વાંચીને રોહિત કહે છે....

"અરે પાગલ એક ગોળી જ તો ખાવાની છે હું એમનેમ મજાક માં જ ન હતો કહેતો કે તારા માટે જીવ પણ આપી શકું ચલાવ ગોળી ડરે છે શુકામ "

સોનાક્ષી રૂમની બારી કુદી ને બહાર જાય છે અને ત્યાં આવેલા માણસ પાસેથી ગન લે છે તે ગન માં રહેલી ગોળીઓ સાથે કઈંક કરતી કરતી રૂમમાં આવે છે અને આવતાની સાથે જ ગનમાં રહેલી ગોળી રોહિત ના દિલ ની આરપાર કરી દે છે.

પહેલી ગોળી વાગતા જ રોહિત ના મોમાંથી આહ ની ચીસ નીકળે છે એ જમીન પર ઢળી પડે છે એને સોનાક્ષી ત્યાં થી રડતાં મોં એ નીકળી જાય છે.......


જોઇએ કયો નવો વળાંક આવે છે રોહિત ના મૃત્યુ પછી........

બવું જલ્દી મળીએ નવા ભાગ માં....

નાઘવેન્દ્ર સિંહ અને સોનાક્ષી ના ફેસ ટુ ફેસ ની મીટીંગ માં........................


ત્યાં સુધી જોડાયેલા રહો બદલાથી પ્રેમ સુધી માં......







✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍