Whalam's Satware - Lajja Gandhi - 8 books and stories free download online pdf in Gujarati

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 8

પ્રકરણ ૮

પ્રણવ આમતો લાગણી ભુખ્યો માણસ,,એટલે લજ્જા સાથે લગ્ન જીવન ઠીક ઠીક ચાલ્યુ..પણ જ્યાર થી લજ્જા અપેક્ષા ગ્રસ્ત થઈ ત્યાર થી લજ્જાની અપેક્ષાઓ વધતી ગઈ અને તે અપેક્ષા ઓ પુરી ન થાય એટલે પ્રણવ તરફનો અણગમો છણકા સ્વરુપે બહાર આવે. લજ્જાને એ છણ્કાની માઠી અસર સમજાય તે પહેલા તો તેનો પ્રણવ અન્ય રાજ રોગ ડિમેંચાનો શિકાર બની ગયો..

સામાન્ય લાગતા પ્રણવને આ રોગ લાગી ચુક્યો છે તેની નોંધ ચોવીસ કલાક સાથે રહેતી દિકરી એ શોધી કાઢ્યુ.કે પપ્પા નોર્મલ નથી. લજ્જા કહે પ્રણવ્ નાં નાટક્ને ઓળખવા માટે મને ૪૦ વર્ષનો અનુભવ છે.,તેને કશું નથી. કહેતા તો કહી દીધુ પણ લજ્જા આદત મુજબ પ્રણવની ચીંતા તો કરવા લાગી. હાય મારા પ્રણવને ડિમેંચા લાગી ગયો હશે

તેને શીલાભાભી યાદ હતા,.તેમને પણ આવા દોર પડતા હતા. એકવખત ટ્રેનમાં બેઠા હતા અને સ્ટેશન ચુકી ગયા હતા. બોરીવલી ઉતરવાનું હતુ અને વિરાર પહોંચી ત્યારે સમજાયું કે એકલા એમને જવા દેવાનો અર્થ ઉપાધી.. એક બીક પણ મનમાં બેસી ગઈ હતી. પ્રણવને ડીમેંચા લાગી માંતો માંડ માંડ આવેલુ સુખ પાછુ હાથ તાળી દઇ છટકી તેનાથી નાસી જશે.

સાવચેતી તરીકે ડ્રાઈવીંગ લજ્જા એ હાથમાં લઈ લીધુ. એના ધુની સ્વભાવને જોતી અને ગુસ્સે થતી હતી તે ગુસ્સો દબાવતા શીખી ગઈ પણ ક્યારેક રડી દેવાતું હતું.

તેના પિયરમાં પ્રણવકુમાર ઠરેલા અને ડાહ્યા જમાઇ તરીકે ની છાપ હતી હવે તે જમાઇ માં અક્કલનોં છાંટો ઓછો છે તે વાત બહાર આવશેતો?

શીલાભાભી ની સરવાર કરતા ગીરીશભાઇ કહેતા તેનો ડાયાબીટીસ કાબુમાં રહે ત્યાંસુધી ડીમેંચા પણ કાબુમાં રહેશે.. સાકર મામાનાં રોગની સમયે તેમના ડાયાબીટીસ ની કાળજી રખાતી નહોંતી અને પૈસાપાત્ર માબાપ દીકરો ખાવા માંગે એટલે કોઇ નિયમો ના જુએ. ડોક્ટર કાકાની મનાઈ છતા મગસ ની લાડુડી એમને માટે બને અને એમને અપાય. ત્યારે ડોક્ટર કાકા કહેતા એક કામ સાથે સાથે કરોન્રે ભાભી..સાકરને ઉંદર મારવાની દવા પણ આપી દો ને એટલે મારે દેખવું નહી અને દાઝવૂં નહીં…

એક દિવસ સાકરને ડાયાબીટીસ ભારે પડ્યો. જયારે ડીમેંચા વકર્યો’. તાવ મગજ ઉપર ચઢી ગયો ત્યારે નાના ગામમાં સારવારનાં અભાવે અને પદ્માબાની બેદરકારીને લીધે સાકર મામાનું મોત થયુ.

*****

બરોબર ૪૫મી લગ્નગાંઠ ના દિવસે પ્રણવ ઈન્સ્યુલીનનું થરમોસ ગાડીમાં મુકીને ભુલી ગયો. બીજે દિવસે ઇંસ્યુલીનની શોધખોળ ચાલી.  વાત એમ બની હતી કે આગલે દિવસે  ઘરે પાછા જવાની વાત હતી ,,,લજ્જાએ વિચાર માંડી વાળ્યો અને બીજે દિવસે ઇંસ્યુલીન ની શોધ ખોળ ચાલી. બહુ વિચારતા પ્રણવ ને યાદ આવ્યું કે કાલે દીકરીને તે આપ્યું હતું.

ફોન ઉપર આ વાત દીકરીને જણવતા તે વિસ્મય્માં  પડી.

“ના પપ્પા મનેતો તમે કંઇ જ નથી આપ્યુ”

લજ્જાનો  ગુસ્સો  સાતમે માળે ચઢતો  હતો..” પ્રણવ યાદ કર તું ગઈ કાલે ગાડીમાં થર્મોસ મુકતો હતો.”

ગાડી ખોલી ને જોયુંતો થરમોસ ત્યાં હતુ.પ્રણવ માનતો  થઇ ગયો હતો. લજ્જા કહે છે તે વાત પણ માનવી રહી તેનું મગજ ઘસાવા માંડ્યુ હતુ. ડીમેંચા ની અસરો દેખાવા માંડી હતી.

સુગર ચેક કરી જોઇ પણ તે તો નોર્મલ હતી.

પાછા વળતા લજ્જા ચિંતીત નજરે જોઇ રહી હતી. તેની ચીંતા હતી કે આ નવી ઉપાધી! તેનો શાંતિનો દિવસ ક્યારેય નહીં આવે? બહુ મોહાઈને લીધો હતો આ વહાલમ નો સથવારો…પણ કાયમની ઉપાધી જ આ વહાલમનો સથવારો..પહેલા ડાયાબીટીસ અને હવે ડીમેંચાનો  ડર.

મારા  જીવનમાં શાંતિં ક્યારેય નહીં.

ગીરીશભાઇનાં શબ્દો લજ્જાને યાદ આવતા હતા.. ડાયાબીટીસને વકરવા દેશો નહીં… આ રોગ ડાયાબીટીસની વધતી સાકર સાથે વકરે છે.  તેથી જ તો તે  રાજ રોગ છે. લાગે તેને એટલા માટે લાગે છે કારણ કે તે ડાયાબીટીસ જેવા રોગને ગણકારતો નથી. શીલા કાયમી રસોડામાં રહે તેથી આચર કુચર બધૂં જ ખાય.. અને વારે અને તહેવારે મીઠાઇ બનાવે અને લિજ્જતથી બધું જ ખાય. આ વખતે ભારત ગયો હતોત્યારે ડૉ ભુમિર ચૌહાણનો લેખ હાથ લાગી ગયો હતો.ત્યારથી ગીરીશભાઈએ બે કામ કર્યા હતા. નાનીદીકરીને તે કાગળની નકલો આપી શીલાબેનને રસોડામાંથી મુક્તિ અપાવી અને ગળ્યુ ખાવાની મનાઇ કરી. અને કસરતો કરવાની અને ચાલવાની ફરજો પાડી. તેમણે સુગર ચેક કરવાની  ફર્જ  માથે લીધી કે શિલાબેન ની ચોરી પકડી શકે.

કહે છે ને કે ડાયાબીટીસ નાં રોગીને ગળ્યુ ખાવાની ચળ ઉપડે તે ચળને સમજાવટ્થી દુર કરી શકાય..કે ખાંડ તેમને માટે સફેદ ઝેર છે અથવા નોન સુગર જેવીકે ઇક્વલ કે સેકેરીનનાંઉપયોગ થી ઘટાડી શકાય. આ રોગ ની પહેલી સારવાર એજ કે તેના સાથી રોગ ડાયાબીટીસને કાબુમાં રાખવો. સુગર વધે તેવુ કંઇ જ ન કરવું.