daityaapdhipati - 9 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતી - ૯

જ્યારે દૈત્યં સ્વપ્ન આવશે, ત્યારે પ્રલય આવશે. આવું કોઈક કહતું હતું. કોણ? યાદ નહીં.

સુધાને કોઈ દિવસ દૈત્યનું સ્વપ્ન નથી આવ્યું. પણ એક સ્વપ્ન આવ્યું હતું. એમા તે અને સ્મિતા હતા. સ્મિતા તેની પાછળ હતી. તે બંનેઉ જોડાયલા હતા. સુર્યનો પ્રકાશ લાલ હતો. અને તે બંનેઉ નાચતા. સુધાના પગ માંથી લોહી નીકળતું અને સ્મિતાના પગ માંથી પાણી. કોઈક પહાડ ઉપર તે નાચતા અને જ્યારે સ્મિતા સુધાથી દૂર જવા માંગે ત્યારે વરસાદ પડતો. પણ સુર્ય ઉજાગર રેહતો.

સ્મિતા તે સુધાની તદ્દન વિપરીત હતી. તે એકદમ.. જુદા હતા. જાણે કાચ અને બારી. પણ એકનૈને બીજે રીતે સરખાજ. તે બંને સરખા દેખાતા. તે બંનેનું રૂપ એક જેવુ હતું, પણ સુધાના વાળ લાંબા હતા. દૈત્યને એક આદત હતી. તેણે પલક ઝબકવવાનું યાદ ના રહતું. તે અનહદ સમય સુધી તમારી આંખો માં ડૂબ્યો રહે પણ આંખો ના બંધ કરે. કદાચ સ્મિતાને આ ગમતું.

'કોણ સ્મિતા?' સુધા પૂછે છે.

'તું સ્મિતા - હસે છે - બીજું કોણ?'

'હું સ્મિતા નથી.'

'ઓફ કોર્સ યૂ આર.'

'હેં?'

'તને શું થયું છે? આટલી નારાજ કેમ થાય છે?'

'સુધા?' સુધાની બાં સુધાને બોલાવે છે.

'સુધા.. ઝટ આવ.'

'સુધા?' દૈત્ય બોલ્યો. જૂઠ્ઠો તેણે ખબર હતીજ.

'આવી બાં.'

પછી સુધા જતી રહે છે. પણ સુધા ડરે છે.

ખબર નહીં કેમ પણ ત્યાંથી પાછા જતાં સુધાએ ચાર-પાંચ વાર પાછળ વળી જોયું. તે ડરતી હતી. ખબર નહીં, કેમ, પણ સુધા ડરતી હતી. તે પાછળ જોતી રહતી, પણ દૈત્ય તેણે જોતો રહતો. તે હસ્તો. પછી તે પાછળ ફરતો અને, ખબર નહીં.. પછી સુધા ઘરે પોહંચી ગઈ.

દિવસ પત્યો, રાત આવી. સુધા સ્મિતા વિષે વિચારતી હતી. સુધાને સ્મિતાને જોવી હતી.

પછી અવિરાજ તેની પાસે આવી બેસ્યો, 'શું થયું? શું વીચારે છે?' સુધા વરંડામાં બેસી હતી, અને ચંદ્રને જોતી હતી.

'સરવોર પાસે બંધ પડેલા ઘર માં કોણ રહે છે?'

'ત્યાં! ત્યાંતો લગ્ન છે.'

'લગ્ન? કોના?'

'ખબર નહીં. ગામના કોઈક રેહવાસી હતા. તેમણે જમીન વેચી દીધી. કોને લીધી ખબર નહીં. પણ પછી હવે કોઈકના લગ્ન છે.'

'તને કેવી રીતે ખબર?'

'અરે, પપ્પાને ત્યાં બોલાવ્યા હતા સવારે. પૂજા પછી સામગ્રી જોવા ગયા'તા, તેમણે કહ્યું. હું તેમણે લેવા આવ્યો હતો. નીરજાના પ્રસંગે ગયા છે.'

'કોઈ સ્મિતા ના લગ્ન છે?'

'ખબર નહીં.'

'કોઇકનાતો હશે ને?'

'હશે તો ખરા, પણ મારા નથી. તારા છે?'

'અવિરાજ!'

'અરે માફ કર મારી માં, અને મને કે તારે એમના લગ્નમાં જવું છે? જમવા જવું છે? માં! તારી દીકરીને લગ્નમાં જમવા જવું છે.' પછી હસે છે.

'ચૂપ થા અને મને કે માનસી જવાની છે?'

અવિરાજ એ માનસીના બાપુને ત્યાં ગોળ ધાણા ખાધા છે.

'ના. માનસીતો જામનગર ગઈ છે.'

'તો ચાલ.'

'કયાં?'

'લગ્ને.'

'હેં?'

'શું હેં? ચાલ, ઊભો થા.'

'કેમ ઘરે દુકાળ પડ્યોસે?' સુધાની માં એ બૂમ પાડી.

'ના.. જમવા નહીં, લગ્ન જોવા?'

'તારા થાય ત્યારે જોઈ લેજે. આપણે વગર આમંત્રણએ ગામ માં રખડપટ્ટી કરવા નથી જવું.'

'પણ માં આમંત્રણ તો છે.' અવિરાજ કહે છે.

'સવારે બાપુ ગયા ત્યારે કંકોતરી આપી હતી.'

'અને મારે કયાં વધારે વાર જવું છે! મારે તો ખાલી લગ્ન જોડાને જોવા છે.'

'તારે હું કરવું સે એમને જોઈ?'

'દસમી મિનિટે અમે પાછા વળીશું. વાડા માં નૈ જઈએ, દુરથી જોઈશું. જવા દેને માં!'

'પાછા ના આવ્યા તો..'

અને સુધા તેના ભાઈ સાથે ભાગી. ચપ્પલ પહેર્યા વગર.

હાફતા-હાફતા. કેમ? ખબર નહીં?

પણ હવે સુધાને ખૂબ ખબર પડે છે, કેમ.

Share

NEW REALESED