Nilgagan's dream fairy ... step 09 books and stories free download online pdf in Gujarati

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 09

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 09.

મિત્રો, ગયા સોપાન માં આપણે નવરાત્રીનો બીજો દિવસ તો માણ્યો પણ બન્યું એવું કે ચાલુ રમઝટમાં પરિતાએ હરિતાના કાનમાં કંઈક કહ્યું. બંને રમઝટમાંથી બહાર નીકળી ખુરશીમાં જોઈને બેસી
ગયા. આ જોઈ હર્ષ પણ બહાર આવ્યો. પછી તો હર્ષ પાસેથી સ્કૂટીની ચાવી લઈ હરિતા પરિતાને તેને ઘેર છોડી પાંચ મિનિટમાં પાછી પણ આવી ગઈ. ત્રણ દિવસ પરિતા આવવાની ન હોવાથી તેઓએ કાલે અલંકાર થિયેટરમાં રાત્રે 9 થી 12 પિક્ચર જોવાનો
પ્રોગ્રામ પણ બનાવી દીધો. માતાજીનું ત્રીજું નોરતાની રમઝટ કેવી હશે એ તો માતાજી જાણે. પરંતું એટલું તો નક્કી જ છે કે પાર્વતીજી શિવજી પર ફીદા છે. આમેય આ ઉંમરની જિજ્ઞાસા સ્ત્રીને તેનામાં થતા શારીરિક ફેરફારને કારણે કદાચ પ્રેરિત કરતી હોય. એ જે હોય તે હવે તમારી ધીરજ ખૂટી રહી છે. જોઈએ તો ખરા કે અલંકારમાં શું થાય છે.
તો ચાલો હવે માણીએ સોપાન 09.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐







નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 09.

આજે નવરાત્રિ નો ત્રીજો દિવસ છે. હર્ષના પપ્પાએ જણાવ્યું કે "પાટીદાર રમઝટ" તરફથી ગરબા રમનાર માટે ટ્રેડિશનલ ડ્રેસ મરજિયાત કરી દેવામાં આવ્યો છે. કોઈપણ ડ્રેસ પર ગરબા રમી શકાય. આ વાત હર્ષને પસંદ આવી ગઈ. આજે તેની સ્કૂલ સવારે શરૂ થવાની હતી તેથી શાળાએ જવા વહેલો નીકળી ગયો. શાળામાં તેણે તેના અંગત મિત્રને અલંકાર સિનેમાની રાતના શોની વાત કરી. તેનો મિત્ર પણ આવી જ કોઈ ફિરાકમાં હતો. તેને પણ તેની GFને પિક્ચર જોવા લઈ જવાનું વચન આપ્યું હતું. તેની GFના કહેવા પ્રમાણે તે એકલી આવવા તૈયાર ન હતી. સાથે કોઈ કંપની હશે તો જ તે પિક્ચર જોવા આવશે. હર્ષે પણ પોતાની વેદના વ્યક્ત કરી. આમ વાત થતાં ચાર ટિકિટનું બુકિંગ કરાવવાનું ફાઈનલ કરવામાં આવ્યું. રાત્રે 8:30 વાગે "પાટીદાર રમઝટ"ના દરવાજા આગળ ભેગા થવાનો પ્લાન પણ ગોઠવાયો.
હર્ષ સ્કૂલેથી ઘેર આવ્યો. તે ઘેર એકલો જ હતો. તેનાં મમ્મી નડીઆદ ગયાં હતાં. હરિતાનાં મમ્મીએ તેને જમવા બોલાવ્યો પણ તે જમવા ન ગયો. એટલે હરિતા જમવાનું લઈને આવી અને હર્ષને તેની પાસે બેસી પ્રેમથી જમાડયો. આ પછી તરત હર્ષે હરિતાને પિક્ચર બાબતની વિગતે બધી જ વાત કરી. હર્ષની વાતો સાંભળી હરિતા ઘણી રાજી થઈ. તેનો આનંદ સમાતો ન હતો. તે થાળી અને બીજાં વાસણ લઈને ઘેર ગઇ. તેની મમ્મીને કામમાં મદદ કરી. તેનાં મમ્મી અને ભાઈ ઊંઘી ગયાં હતાં. તેને કંઈક યાદ આવતાં તે હર્ષના ઘરમાં આવી. બાથરૂમમાં કપડાં અને સવારની ચાનાં વાસણ પડેલાં હતાં. તેણે આગળની જારી અંદરથી બંઘ કરી અને તેણે મશીનમાં કપડાં ધોવા મૂકી દીધાં અને વાસણ સાફ કરી હર્ષના રૂમમાં ગઈ. તે સીધી હર્ષને અડીને બેસી ગઈ. તેના ખભે હાથ મૂકીને વાત કરવાનું વિચારતી હતી ત્યાં બહાર અવાજ જેવું લાગતાં દોડતી જારી ખોલી અને ખાલી વાસી તેના ઘરમાં ગઈ. તેના પદરવથી જોઈ તેનાં મમ્મી જાગી ગયાં.
હરિતાનાં મમ્મીએ હરિતાને જણાવ્યું કે "હર્ષના ધરે ધોવાનાં કપડાં અને સવારની ચાનાં વાસણ પડ્યાં છે તે જરા ધોઈ દેજે. હર્ષ કદાચ ઊંઘી ગયો હશે. તેથી અવાજ ન થાય તે જોજે. તેમની જારીના લોકની ચાવી ફ્રીઝ પર છે. લઈને જા." હરિતાની આ જ તો ચાહત હતી. તે ચાવી લઈને ગઈ, જારી અંદરથી બંધ કરી. હર્ષના રૂમમાં ગઈ. તે મોજથી નિન્દ્રાદેવીના સાનિધ્યે પોઢ્યો હતો. હરિતા પણ તેને બાજીને સૂઈ ગઈ. તે હર્ષના વાળ અને હોઠ સાથે રમતી રહી. એટલામાં હર્ષ જાગી ગયો એટલે તે એકદમ ઊભી થઈ દોડવા જતી હતી. હર્ષ એકાએક પલંગ પરથી ઊતર્યો અને તેને બાથમાં લઈ લીધી. કેટલા સમય સુધી બંને એકબીજાને આમ જ વળગી રહ્યાં. આ પછી હર્ષે તેને હોઠે હોઠ મિલાવ્યા અને કહ્યું, "હે રાધારાણી, આજની આ મીઠી યાદમાં તમારા સ્નહથી ભરેલી એક પ્યાલો ચાય!" હરિતા તો તરત જ ચાય બનાવવા લાગી. હર્ષ નીચે ગયો અને હરિતા માટે ડેરીમિલ્ક લઈ આવ્યો અને તે હરિતાને આપી. બંનેએ સાથે મળી ચા પીધી. હરિતા વાસણ સાફ કરી કપડાં સૂકવી ઘેર ગઈ. આજે હર્ષના પપ્પા પણ દુકાનેથી બારોબાર નડીઆદ જવાના છે અને બે દિવસ પછી હર્ષનાં મમ્મીને લઈને આવશે તેવો ફોન હરિતાની મમ્મી પર આવ્યો. હરિતાની મમ્મીએ આ વાત હર્ષને કરી. હર્ષ માટે આ સમાચાર થોડી ખુશી તો થોડા ગમ જેવા હતા. તેને આ રીતે એકલા રહવું પસંદ નહોતું. જો કે આજે તેની રાધાએ તેને તે એકલો છે એવું સ્હેજ પણ લાગવા દીધું નહોતું.
હરિતા આજે સાડી પહેરીને એક નવોઢાની માફક જ તૈયાર થઈ. હર્ષ પણ પેન્ટ-શર્ટ, શૂઝમાં સરસ રીતે તૈયાર થયો. બંને સ્કૂટી પર પાટીદાર રમઝટ પહોંચ્યા. હર્ષનો મિત્ર તેની GF સાથે ત્યાં ઊભો હતો. બાલ્કની અપરની ટિકિટ તો બુક થઈ ગઈ હતી. બંને કપલ થિયેટર પહોંચી છેલ્લી ઉપરની હારમાં ખૂણા પર જઈ પોતાના ટુ સીટેડ બાંકડે બેઠા. પિક્ચર શરૂ થવાની વાર હોવાથી છોકરીઓ અને છોકરાઓ અલગથી બેસી વાતો કરતાં હતાં. જો કે છોકરીઓ તો પરિચય કેળવતી હતી.
પિક્ચર શરૂ થવાની તૈયારી રૂપે લાઈટો બંધ થતાં સૌ પોતપોતાના સ્થાને આવી ગયા. પિક્ચર ચાલતી ગઈ તેમ એ યુવાન હૈયાં એકબીજાનું સાનિધ્ય ઝંખતાં ગયાં. બંને સ્ત્રીઓ પોતપોતાના પુરૂષ ના ખભે માથું ઢાળીને ચલચિત્ર માણતી રહી.

પિક્ચરની સ્ટોરી કંઈક આવી હતી.
નંદીની એક ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારનું સુખી સંતાન છે. તેણે ગામની જ શાળામાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કરી લીધું. આગળ ભણવાની ઈચ્છા મનમાં રાખી ઘેર બેઠેલી હતી. ઘરમાં તેની મા, ભાઈ અને ભાભી એમ ચાર જણ છે. ભાઈ ખેતીવાડી સંભાળે છે. નંદીની સાતમા ધોરણમાં હતી તે સમયે જ તેમની નજીકના ગામમાં રિવાજ મુજબ તેનો વિવાહ તેના જ સમાજના તેનાથી ચાર-પાંચ વર્ષ મોટા સુખી પરિવારના આઠ ધોરણ પાસ નિલય સાથે નક્કી થઈ થાય હતો.
નંદીની ગણિત-વિજ્ઞાનના વિષયો સાથે ધોરણ 12માં ઉચ્ચ ગુણથી પાસ થાય છે. તેને આગળ ભણવું છે. મા પરણાવવાની જીદ કરે છે. તેની ભાભી નિર્મલા તેની ખાસ બહેનપણી જેવી છે. તે તેને બધી જ રીતે સહકાર આપે છે. તેની ભાભી તેને કોલેજમાં મોકલવા ભાઈને બધી વાત કરી સમજાવે છે. ભાઈ અને ભાભી માને સમજાવે છે. મા દીકરીને કેટલીક શરતોને આધિન રહીને ભણવા મોકલવા માટે તૈયાર થાય છે.
નંદીનીને ગામથી દૂર શહેરની એક જાણીતી ઍન્જિનિયરિગ કોલેજમાં પ્રવેશ મેળવે છે. આ સાથે તેને કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા-જમવા માટેની વ્યવસ્થા પણ ગોઠવાઈ જાય છે. તેનો ભાઈ તેને સામાન સાથે તેની હૉસટેલમાં મૂકીને જાય છે. હોસ્ટેલ અને કોલેજ એકજ કૅમ્પસમાં હોવાથી તેના ભાઈને રાહત થાય છે. દરેક મહિને મળવા આવશે અને તેને જરુરી ખર્ચ પણ આપી જશે તેમ કહી નંદકુંવરને ₹. 2000 આપી વિદાય થાય છે. આમ જ તે નંદીનીને ₹2000 થી ₹ 3000 દર મહિને આપતા.
નંદીનીનું ડ્રૉઇંગ શાળામાં ભણતી હતી ત્યારથી જ સારું હતું. અહીં તેનું ઍન્જિનિયરિંગ ડ્રૉઇંગ પણ ધણું સંદર રહેવા લાગ્યું. તેને ન તો કોઈ બહેનપણી કે નહતો કોઈ મિત્ર. તે કોઈ મોજશોખને પણ સ્થાન નહોતી આપતી. તે પોતાના ભણવામાં જ મગ્ન રહેતી. તેના મોટાભાઈ પણ જ્યારે શહેરમાં આવે ત્યારે તે તેની બહેન વિશેની બધી જ ભાળ મેળવતા. તેને એક હોશિયાર અને સુશીલ છોકરી તરીકે આ કોલેજ તથા હોસ્ટેલમાં બધા ઓળખતા હતા.
એક વખત નંદીનના ભાઈ સાથે નિલય પણ હોસ્ટેલ આવ્યો હતો. આમ તો તે ખૂબ જ શંકાશીલ અને જુનવાણી સ્વભાવનો હતો. તે નંદીની બાબતે પટાવાળાથી માંડીને હોસ્ટેલના રસોડા સુધી તપાસ કરવા ગયો. આમ કરવા જતાં તેને કાંઈ મળ્યું નહીં પણ હોસ્ટેલ સુપ્રીટેન્ડન્ટ નિરાલીબહેનના હાથમાં સપડાઈ જતાં નંદીનીના ભાઈએ તેને છોડાવ્યો અને તેના બદલે નંદિનીના ભાઈએ માફી માગી. નંદીનીના મોટાભાઈએ તેને ધમકાવ્યો તો તે તેમના પર ગુસ્સે થયો. તેને નંદીની ભણે તે બિલકુલ પસંદ ન હતું તો નંદીનીને તેનો અણગડ સ્વભાવ પસંદ ન હતો. આમ આ એક કજોડું રચાતું નંદીનીને દેખાઈ રહ્યું હતું.
છ મહિનામાં નંદનીએ કોલેજ તથા હોસ્ટેલમાં એક આગવી ઓળખ ઊભી કરી હતી. તેના નામની ચર્ચા કોલેજના બીજે છેડે આવેલી બૉયઝ હોસ્ટેલમાં પણ થવા લાગી હતી. નંદીની કોઈ મેકઅપ ન કરે તો પણ સુંદર અને આકર્ષક લાગતી. તેના હોઠ પર સદા સ્મિત ફરકતું રહેતું.
એક વખત એવું બન્યું કે તે લાયબ્રેરીમાં તે પોતે એક પુસ્તક શોધી રહી હતી. એને જે પુસ્તકની જરૂર હતી તે ન મળ્યું એટલે તે લાયબ્રેરિયનને મળી. તેમણે રજિસ્ટરમાં જોયું તો કોઈ બીજા વર્ષનો છોકરો તે લઈ ગયો હતો. તે નિરાશ વદને ત્યાં બેઠી હતી. એજ સમયે એક છોકરો તેના ટેબલ પાસે આવીને બેસે છે. તેને નંદીનીના ચહેરા પરથી લાગ્યું કે તે ચિંતાગ્રસ્ત છે એટલે તેણે નમ્રતાપૂર્વક કહ્યું, "મેડમ, હું નંદન દેસાઈ આ કોલેજના બીજા વરસમાં અભ્યાસ કરું છું. આપ આ કોલેજમાં નવા છો. આપને કોઈ પ્રોબ્લેમ છે? હું મદદ કરી શકું." નંદીનીએ નંદનની આ વાતને ખાસ કોઈ પ્રતિભાવ ન આપ્યો.
નંદન પોતાની બેગમાંથી પુસ્તક - નોટ કાઢીને પુસ્તકમાંથી કેટલીક નોંધ નોટમાં કરતો હતો. આ સમયે નંદીનીએ જોયું કે તેને જે પુસ્તકની જરૂર છે તે તો નંદન પાસે છે. તે અવઢવમાં પડી ગઈ. તેણે વિચાર કર્યો હવે આ છોકરા સાથે તો બોલવું જ પડે ! અંતે તેણે ટેબલ પર આંગળીથી આવાજ કરી નંદનનુ ધ્યાન પોતાના તરફ દોર્યું અને કહ્યું, "નંદન, હું આ પુસ્તક લાયબ્રેરીમાં ક્યારની શોધતી હતી. જો તમને વાંધો
ન હોય તો મને આજનો દિવસ આપો. મારું પ્રોજેક્ટ પેપર તૈયાર કરી કાલે આપને પરત કરીશ. નંદને તે પુસ્તક નંદીનીને આપે છે. નંદીની તે લઈને હોસ્ટેલ ચાલી જાય છે.

બંને કપલે કપલ પિક્ચરનો આનંદ માણતાં હતાં.
એટલામાં મધ્યાંતર શરૂ થયો.

હર્ષ અને તેનો મિત્ર પોતાની GF માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા મધ્યાંતરમાં આઈસ્ક્રીમ ખાતાં ખાતાં હરિતા હર્ષને કહેવા લાગી કે, "આ પિક્ચરનો હીરો તો જો પોતાનું નામ બતાવ્યું પણ હિરોઈનની કોઈ જ ઓળખ કે નામ જાણ્યા વગર જ હિરોઈનને ચોપડી આપી. બે વચ્ચે બીજી કોઈ જ વાતચીત તો થઈ જ નહીં." ત્યારે હર્ષ કહે, "બધી પિક્ચરની સ્ટોરીની શરૂઆત આમ જ થાય. પ્રેમમાં બધાને આવું જ ભાળે!"
એટલામાં તો મધ્યાંતર પૂરો થયો અને પિક્ચરની સ્ટોરી આગળ ચાલી."

બીજા દિવસે લાયબ્રેરીમાં નંદન આવીને બેઠો હતો... એટલામાં નંદીની આવી અને નંદનને ચોપડી પરત કરી અને નંદનનો આભાર માન્યો. નંદન તેને કોઈ પણ કામ હોય તો તે નિઃસંકોચ કહેવા જણાવે છે. આ સમયે નંદીની પોતાની ઓળખ આપતાં જણાવે છે કે, "હું નંદીની દવે આ કોલેજની પ્રથમ વર્ષની સ્ટુડન્ટ. તમે મારા સિનિયર ગણાવ. હું જરૂર પડ્યે જરૂર આપની મદદ લઈશ."
નંદન આ કોલેજનો જ બીજા વર્ષમાં અભ્યાસ કરતો Topper વિદ્યાર્થી છે. તે ઘણી બધી શૈક્ષણિક તેમજ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ કોલેજમાં આગળ પડતો ભાગ લેતો હોય છે. નંદીની તેનાથી પ્રભાવિત થાય છે, પણ તેને ડંખે છે કે તે પોતે એક વિવાહિતા છે અને તે પણ એક આઠ ચોપડી સુધી ભણેલાની. નંદન નંદીતાને એક કૉફી માટે પ્રપોઝ કરે છે, તે પણ કોલેજની કૅન્ટિનમાં. તે પોતે નંદનનો વિરોધ નથી કરી શકતી. બંને કેન્ટિનમાં કૉફી પીને છુટા પડે છે. આમ નંદન સાથે જરૂરી મિલન મેળાપમાં નંદીનનું પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે. નંદિન અને નંદન પોતપોતાના ક્લાસમાં ટોપર છે. રજાઓમાં બંને પોતપોતાના ઘેર જાય જાય છે.
ઘેર આવ્યા બાદ નંદિનનું પરિણામ જોઈ ઘરના બધા ઘણા ખુશ થાય છે. ગામમાં પણ નંદીની પહેલી એવી છોકરી છે જે એન્જિનિયરિંગ કોલેજમી ભણે છે. જો કે નંદિનીના માનસપટ પર હવે નંદનની છબી અંકિત થતી જાય છે. તેના દિલમાં અંકિત માટે એક અનેરું આકર્ષણ ઉત્પન્ન થાય છે. તે આ બાબત કોઈ ભાવ વ્યક્ત થવા દેતી નથી.
કોલેજનું નવું સત્ર ચાલુ થતાં તે બીજા વર્ષમાં અને નંદન ત્રીજા વર્ષમાં. બંને મળે ખરા પણ ફરવા કરતાં ભણવામાં વધું ધ્યાન. તેમની મુલાકાતો માત્ર લાયબ્રેરી અને કૉફી પીવા પૂરતી મર્યાદિત રહેતી. નંદીની અને નંદને પોતાની બધી જ વાતોથી એકબીજાને વાકેફ કર્યા હતા. નંદને ત્રીજુ અને ચોથું વર્ષ પૂર્ણ કર્યા પછી પોતાનો પરદેશ જવાનો અને આગળ ભણવાનો પ્લાન નંદીનીને સમજાવ્યો. નંદીનીનું દિલ હવે બંડ પોકારતું હતું. તેને નંદનમાં જ પોતાને લાયક સાથીનાં દર્શન થતાં જણાવા લાગ્યાં. તેણે નંદને કરેલા દોસ્તીના પ્રપોઝલનો સ્વીકાર કર્યો.
આ અરસા દરમિયાન નંદીનીનો જેની સાથે વિવાહ નક્કી થયો હતો તે નિલયનું સર્પદંશથી મૃત્યું થયું. મૃત્યું ના સમાચાર જાણી તેના ભાઈ અને ભાભી નિલયના માતા-પિતાને મળ્યા અને આશ્વાસન આપ્યું, ખેદ વ્યક્ત કર્યો. નિલયના માતા-પિતાએ નિલયનો વિવાહ ફોક થયેલો જાહેર કર્યો અને કહ્યું કે , તમે નંદીનીને તમે ઈચ્છો ત્યાં પરણાવી શકો છો. જો કે તે ભણે છે તે જોતાં હવે તેને યોગ્ય મૂરતિયો હવે આપણા સમાજમાં મળે તેવી શક્યતા ઓછી છે."
આ વાત જાણી ત્યારે તેના દિલમાં એક બાજુ ખુશી હતી તો બીજી બાજુ ગમ. તેને હવે નંદન સાથે એક થવાનું સ્વપ્ન સાકાર થતું લાગી રહ્યું હતું. તે હવે કોઈ પણ ભોગે નંદનને પોતાનો બનાવવા ઈચ્છતી હતી. નંદનના દિલમાં પણ નંદીની તેના જીવનની આરાધ્યા તરીકેનું સ્થાન પામી ચૂકી હતી. એક દિવસ કેન્ટિનના એક ખૂણે કૉફી પીવા બેઠેલા નંદને તેની સમે બેઠેલી નંદીનીને જીવનસંગીની બનવા પ્રપોઝ કરે છે તો નંદીની પોતાની આંખો ઝૂકાવી દે છે. નંદીની સામેથી નંદનના કૉફીના મગમાંથી કૉફીનો ઘૂટ ભરીને પીવે છે અને નંદન સામે આછેરું સ્મિત કરી ફરીથી આંખો ઝૂકાવી સહમતી દર્શાવે છે. તો સામે નંદન પણ નંદીનીના મગમાંથી કૉફીનો ઘૂટ ભરી લે છે. આ વાતે બંને ખૂબ જ આનંદસહ રોમાંચ અનુભવે છે.
નંદીની રજાઓમાં ઘેર જાય છે ત્યારે પોતાની આ ગુપ્તવાત તેની ભાભીને કરે છે. એક વખત નંદીનીના મોટાભાઈ કોલેજમાં તેને મળવા આવે છે ત્યારે ભાભી પણ આવેલાં હતાં. તે નિર્મલાને નંદીની પાસે મૂકીને શહેરમાં કામ અર્થે જાય છે. આ દરમિયાન નંદીની તેની ભાભીની મુલાકાત નંદન સાથે કરાવે છે. તે નંદન સાથે ઘણી વાતો કરે છે અને નંદીનીની પસંદ પર વારી જાય છે. તો નંદને પણ તેની માતાને પોતે એક નંદીની નામની તેની કોલેજની છોકરીને પસંદ કરે છે તેમ જણાવી દીધું હોય છે.
નંદીની ત્રીજા વર્ષમાં આવે છે. તે શિક્ષણમાં પોતાનું Topperનું સ્થાન જાળવી રાખે છે. આ વર્ષેના કોલેજમાં એન્યુઅલ ફંક્શનમાં નંદન અને નંદીનીએ હીર -રાંઝા નામના નાટકમાં ભાગ લીધો છે. નંદીનીના મોટાભાઈ તથા ભાભી તેમજ નંદનના પપ્પા દર્શનભાઈ તથા મમ્મી દર્શનાબહેન પણ હાજર હતાં. નાટક પણ અવ્વલ રહ્યું. ઈનામ વિતરણ સમારંભમાં દરેક સ્થાન પર પણ નંદીની-નંદનની જોડી અવ્વલ રહી.
ભોજન સમારંભમાં નંદનને તેના પપ્પાને નંદિનીના મોટાભાઈની ઓળખ માટે તેમની પાસે લઈને ગયો. તે બંનેએ એકબીજાનો પરિચય મેળવ્યો. બંને પરિવાર બ્રાહ્મણ હોવાને નાતે એકબીજાને મળવા નક્કી થયું. નંદન કોલેજમાં 87 % સાથે પ્રથમ આવ્યો અને તેને કેનેડાના ટોરાન્ટો નગરમાં આવેલી Humber College ઈન્ફરમેશન ટેકનોલોજીમાં ઍડમિશન પણ મળી ગયું. નંદીની છેલ્લા વરસમાં હતી અને તે પણ નંદન પાસે જવા અને ભણવા ઈચ્છે છે તેવી તેની ભાભીને વાત કરી. નંદનનાં માતાજી દર્શનાબહેન પણ નંદનના પિતાજીને તે નંદીનીને પસંદ કરે છે તે વાત જણાવી દીધી.
નંદનના પિતાજી નંદીનીના ભાઈ-ભાભી અને માતાજીને સુરત આવવા નિમંત્રણ મોકલે છે. કેટલીક આનાકાની પછી પત્નીની કેટલી સમજાવટને કારણે નંદન-નંદીનીના વિવાહ નક્કી થાય છે. નંદીનની માતા પણ આ સંબંધથી ઘણા રાજી થાય છે. નંદનના કૅનેડા જતા પહેલાં તે બંનેનાં લગ્ન પણ થાય છે. નંદન કૅનેડા પહોંચીને પોતાના ભણવા સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. નંદનના પિતા નંદીનીને પાસપોર્ટ તથા અભ્યાસ માટે તેમજ સ્ટુડન્ટ વીઝા માટે ફાઈલ તૈયાર કરાવે છે. છેલ્લા વર્ષના પરિણામમાં નંદીની પણ Topperમાં જ હોય છે. તેની ફાઈલ મોકલતાં જ તેને Master diggri કોર્સમાં તે જ કોલેજમાં તેને એડમીશન મળી જાય છે. આમ તે પણ પોતાનું સ્વપ્ન સાકાર કરવા પરદેશના માર્ગે રવાના થાય. આનો સૌથી વધુ આનંદ નંદીનીની ભાભીને થાય છે .
મુંબઈ ના એરપોર્ટ પરથી ડાયરેકટ કેનેડા જતું વિમાન ઉડાન ભરવા આગળ વધી દોડીને ઉચકાચ છે ત્યાં જ હોલની લાઈટો ચાલુ થાય છે. આમ થતાં જ હરિતા હર્ષના ખોળામાંથી ઊભી થાય છે. હર્ષને ઊભો કરવા તે પોતાનો હાથ લંબાવે છે તો હર્ષ તેને હગ કરી લે છે. આ પછી બંને એકબીજાની કમર પર હાથ રાખી બહાર આવે છે.
બંને કપલ પાટીદાર રમઝટ આવે છે. હવે ગરબા જામતા જાય છે. પરંતુ હર્ષનો મિત્ર તેની સખીનીઘેર જવાની જીદ કરે છે આથી તે બંને ઘેર જાય છે. હર્ષ અને હરિતા પાર્લરમાં ગયાં. એ જ અંધારી જગ્યાએ સ્થાન લીધું. હરિતાનું દિલ ઉત્કટ આવેશમાં હતું પણ હર્ષ તેની વાત સ્વીકારે તેમ ન હતો. આથી હર્ષના ખોળે બેસી આઈસ્ક્રીમ માણ્યો. ઊભા થતાં તે હર્ષને વેલી જેમ વીંટળાઈ ગઈ. તેના હોઠ પર હોઠ મૂકી તે અધર રસ માણતી રહી. પછી રમઝટના દરવાજે આવ્યા તો ગરબા ચાલુ જ હતા.
બંને ઘર તરફ રવાના થયાં. ફલેટમાં પહોંચી, સ્કૂટી પાર્ક કરી ધીમે પગલે દાદર ચઢી ઉપર આવ્યાં. હર્ષ અવાજ ન થાય તે રીતે ઘર ખોલે છે. બંને ઘરની અંદર જાય છે. અંદર જતાં જ હરિતા ભાન ભૂલે છે. આવેગના અતિરેકની આગમાં હરિતાએ હર્ષને પણ ભેળવી દીધો. અને જે ન થવું જોઇએ તે થયું. જો કે આ બાબતે બંનેની સહમતી તો હતી જ. પાર્વતીજીએ શંકરના અમીરસને માણી લીધો. હરિતા ચા બનાવી લાવી અને બંનેએ સાથે મળી ચા પીધી. વાસણો સાફ કર્યા પછી હરિતા હર્ષને બાઝીને કેટલીય વાર સુધી ઊભી રહે છે. અંતે બંનેએ કાલે સ્કૂલે નહીં જવાનો નિર્ણય કર્યો અને છૂટા પડ્યા ત્યારે રાતના 01: 37 વાગ્યા હતા.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, જોયું વાત ક્યાંથી ક્યાં પહોંચી. કાલે શું થશે તે તો કાલે નવરાત્રી રમવા આવે ત્યારે ખબર પડે. બંને સ્કૂલે નથી જવાના એનો અર્થ કોઈ નક્કર પોગ્રામ હશે. હવે તો હરિતાનો કેવો સુખદ અનુભવ થયો હશે તે તો હરિતા જાણે. રહી વાત હર્ષની, પણ તે થોડો બોલે. હશે, ચાલો હવે રાહ જોઈએ સોપાન 10.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'
સુરત - 395006
માત્ર વૉટસ ઍપ (No Phone) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐