Neelgaganni Swapnpari - 10 books and stories free download online pdf in Gujarati

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 10


મિત્રો, સોપાન 09માં આપણે જોયું કે હર્ષનાં મમ્મી ચેતનાબહેન નડીઆદ ગયેલાં છે. આજે તેના પિતા હરેશભાઈ પણ ચેતનાબહેનને લેવા નડીઆદ જશે. હર્ષ બે દિવસ ઘરમાં એકલો. આ એકલપણું તેની પ્રિય સખી હરિતા દૂર કરે છે. રાત્રે બંને રમઝટને બદલે અલંકાર સિનેમા ઘર જઈ 'પ્યારકા આશિયાના' પણ જોઈ લીધું. પિક્ચર જોઈને આવ્યા. હર્ષના ફ્લેટમાં જ હરિતાએ હર્ષના પ્યારનુ સુખી સાનિધ્ય પણ માણી લીધું. ત્યાર બાદ બંનેએ ચાની બંનેએ લિજ્જત પણ માણી. કોઈ અગમ્ય સંદર્ભ ધ્યાનમાં લઈ સવારે સ્કૂલે નહીં જવાનો સંયુક્ત નિર્ણય પણ લીધો. તો ચાલો હવે આજના નવા દિવસની તે બંને પંખીડાંની પીડાની સહજતાને માણીએ.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ... 10.

આજના સુવર્ણ દિવસની શરૂઆત થઈ ચૂકી છે.
પૂર્વાકાશનો સૂરજ પોતાના સુવર્ણ પ્રકાશને પોતાની ગણાતી સૂર્યનગરી (સૂરજપૂર) પર પથરાઈ રહ્યો છે.
મંદ શીતળ પવન પણ આ સાથે લહેરાય છે. સવાર પડી, જાગો એવો સંદેશો પાઠવતાં પક્ષીના અવાજથી હર્ષની ઊંધ ઊડી જતાં પથારીમાં બેઠો થાય છે. સામે દિવાલ પર નજર કરી ઘડીયાળમાં 07:20 થઈ હતી.
તે ઊઠીને દૈનિક ક્રિયાથી પરવારીને ચા બનાવવા જાય છે. ફ્રીઝમાં દૂધ નથી. નીચે જઈ સોના ડેરની દૂકાનેથી 500 ગ્રામ અમૂલ ગોલ્ડની બે થેલી દૂઘ લઈ આવે છે. તેણે ઘેર આવીને જોયું તો ઘરમાં હરિતા તેને ઘેરથી ચા અને નાસ્તો લઈને આવી હતી. તે કપડાં ધોવા માટે વૉશિંગ મશીન ખોલી રહી હતી. હર્ષ દૂધને પ્લેટફોર્મ પર મૂકી બાથરૂમ તરફ જાય છે. તે હરિતાને પાછળથી હગ કરી બેડ રૂમમાં લઈ ગયો અને તેને પલંગમાં સુવડાવી. તે હર્ષને પોતાની ઉપર ખેચી લે છે અને પોતાના પર સુવડાવી દે છે. કેટલીય વાર સુધી બંને એક બીજાની આંખોમાં આંખ પરોવી જોયા કરે છે. હર્ષ રાતવાળી પ્રણયક્રીડાને યાદ કરાવે છે ત્યારે તે માણેલા સુખને 'સ્વર્ગીય સુખ' કહી વિભોર બને છે.
ત્યારબાદ હર્ષ અને હરિતા બંને સાથે બેસીને ચા-નાસ્તો કરે છે. હર્ષના ઘરમાં હરિતા કચરા-પોતું પણ કરી દે છે. આ દરમિયાન હર્ષ મેડીકલ સ્ટોર ધરાવતા તેના એક મિત્રને ગોળીઓના પેકેટ અગે વાત કરી આપી જવા જણાવ્યું. થોડીવાર પછી તેનો મિત્ર આવ્યો અને ગોળીઓનું પેકેટ તથા સાથે બીજું પણ એક પેકેટ આપી જતો રહ્યો. તે હરિતાને એક ગોળી ગળવા આપતાં બધી વાત સમજાવે છે. હરિતા કોઈ વિરોધ વિના ગોળી ગળવાનો ડોળ કરે છે. ગોળી તો તે બારીમાંથી બહાર ફેંકી દે છે.
આજે હર્ષ કોઈક અનેરા મૂડમાં તો છે જ પરંતુ કોઈ એવી બાબત તેના મન પર સવાર છે જેથી તે ઘણો ગંભીર પણ છે. આજે તે હરિતા સાથે બેસીને કોઈ અનેરો નિર્ણય લેવા આતુર છે. આજે તેનો દૃષ્ટિકોણ તેને કોઈ મજબૂત ઈરાદા તરફ દોરી રહ્યો છે. તે પોતાનો આ નિર્ણય હરિતાને બતાવવા માગે છે તો સાથે એનો સાથ પણ ઈચ્છે છે.
એટલામાં હરિતા તેને સવાલ કરે છે કે, "હર્ષ, આજે બપોરે તું મને આંકડાશાસ્ત્રનો એક ટોપિક શીખવશે. મને સમજાતો નથી." હર્ષ તેની સામે જોયા કરે છે અને હકારમાં ડોકી હલાવે છે અને કહે છે કે, "બપોરે કેમ ! અત્યારે શા માટે નહીં. ચાલ, હું તારી સાથે જ તારી ઘેર આવું." હરિતા મશીમાંથી કપડાં કાઢી સૂકવી દે છે. હર્ષ હરિતા સાથે તેને ઘેર આવે છે. સરસ્વતીબહેન હર્ષને આવકારે છે. તેને શું જમવું છે તેમ પણ પૂછે છે તો તે કહે છે, "જે બધા જમે છે તે."
આ પછી હર્ષ હરિતાને આંકડાશાસ્ત્રનો ટોપિક સમજાવે છે અને સ્વાધ્યાય પણ લખાવે છે. ત્યારબાદ હર્ષ થોડો ગંભીર થઈ ને હરિતાને કહે છે, "હરિતા, તું મને અતિશય વહાલી છે, મારા પ્રાણથી પણ પ્યારી છે." આટલું સાંભળતાં હરિતાના મનના મોરે ટહૂકો દીધો. તેને તો જાણે અષાઢી મેઘ વરસ્યા. ઘણી જ ખુશ થઈ અને હર્ષના ગાલ પર એક કિશ કરી લીધી. આગળ વધતાં હર્ષ કહે, "પણ આ માટે બંનેને આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. આપણે આપણું ધ્યેય સિદ્ધ કરવું પડશે. નંદન અને નંદીની બંને એકબીજાના પ્રેમમાં તો હતા જ પણ તે બંનેએ ધ્યેય સિદ્ધિને જ મહત્વ આપ્યું હતું જે તને ખબર જ છે." મારો તને સવાલ છે કે, "શુ આપણે બંને સાથે મળી નંદન અને નંદીની જેવા ના બની શકીએ ? મારા પણ ખૂબ ઊંચા ખ્વાબ છે. એ ખ્વાબના નીલગગનમાં મારે તને સાથે લઈને ઊડવું છે. તું જ મારી "નીલગગનની સ્વપ્નપરી" છે અને મારી સ્વપ્નદ્રષ્ટા પણ તું છે. તું પણ સરસ ભણેને BCA કરે. હું પણ કમ્પ્યૂટર એન્જિનિયર થાઉં. ચાલ , આજે સાથે મળી જીવન ઘડતરનો પાયો તૈયાર કરીએ."
હરિતાએ હર્ષના હાથ પોતાના હાથમાં લીધા અને તેની સાથે પૂર્ણ સાથના વચનથી બંધાઈ. હરિતાને આજે તેના જીવનનો સોનેરી સૂરજ ઊગ્યાનો અનેરો અહેસાસ થયો. તે મનોમન વિચારતી રહી કે કાલે રાત્રે હું હર્ષના સાનિધ્યમાં નિજાનંદની મસ્તીમાં કેવી ઝૂમતી હતી. હર્ષે જ મને સ્વર્ગીય સુખનો અહેસાસ કરાવ્યો છે. પણ તેના દિલમાં એક ખટકો હતો. જે તે કોઈને બતાવી શકે તેમ ન હતી. પરંતુ હર્ષે કરાવેલા જીવનદર્શનથી તે ઘણી જ ખુશ હતી. આ સાથે તેને નિર્ણય કર્યો કે હવે તો કોઈ પણ ભોગે તે પોતે હર્ષની
'નીલગગનની સ્વપ્નપરી' બની તેના પ્રત્યેક સ્વપ્નને સાકાર કરવા તેની પડખે જ રહેશે.
આજે રસોઈમાં સરસ્વતીબહેને દાળ,ભાત, શાક, કંસાર, કઠોળમાં વાલ તથા ફરસાણમાં ખમણ બનાવ્યાં હતાં. આજે ઘણા દિવસે તે આ ઘરમાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે હર્ષ કોઈની સાથે ખાસ ભળતો ન હતો. તેને નાનપણથી જ હરિતા સાથે જ ફાવતું. પણ હવે તે આ ઘરમાં ખાસ આવતો નહીં. તેની મમ્મી ન હોય તો જમવા પણ ન આવે. હરિતા ડીશ લઈને જાય ને જમાડી આવે. આજે હર્ષ તેમના ઘરે જમવા આવ્યો તેનો તેમને અસીમ આનંદ હતો. હરિતાના ઘરના બધા સભ્યો સાથે બેસીને હર્ષ આજે વાતો કરતાં કરતાં જમ્યો. જેનો હર્ષને ઘણો જ આનંદ થયો. હરિતાના દિલમાં પણ આજે હર્ષના એક અનેરા રૂપનો અનન્ય ઉલ્લસ હતો.
જમીને હર્ષ તેને ઘેર ગયો. થોડો આરામ કરી તે પોતાના અભ્યાસમાં લાગ્યો. હવે તેને પોતાનું ધ્યેય નક્કી કરી લીધું હતું. તેને પણ કેનેડા જવું હતું. આથી જ તેને મન લગાવીને ભણવાની શરૂઆત કરી દીધી હતી. ધડિયાળમાં ચાર વાગી ગયા તને ખ્યાલ જ ન રહ્યો. હરિતા તેને માટે ચા લઈને આવી. બંનેએ સાથે બેસી ચા પીધી. બંને એકબીજાની કરીબ હતા છતાં બંને હવે સચેત થયા હતા. હવે તેમની વાતોમાં જીવન સાફલ્ય ઉમેરાયું હતું. આગળ વધીને એક થવાની એક ભાવના જીવંત બની હતી. આમ છતાં એકલું ના લાગે તે માટે માટે હસી મજાક પણ કરી લેતાં. હર્ષને ટ્યુશન જવા માટેનો સમય થયો. હરિતા હર્ષને કીશ કર્યા વગર ન રહી શકી. હર્ષે તેનો વિરોધ પણ ન કર્યો. કારણ હર્ષ મનથી તેનો થઈ ચૂક્યો હતો. હર્ષ ટ્યુશન ચાલ્યો ગયો. હરિતાએ વાસણ સાફ કર્યાં અને કપડાં ગડી વાળી બાથરૂમમાં મૂક્યાં. ઘર બંધ કરી ચાવી લઈ પોતાને ઘેર ગઈ.
આજે ચોથું નોરતું છે. હર્ષ ટયુશનથી આવી ગયો હતો. તે બેઠો બેઠો સ્કૂલનું ઘરકામ કરતો હતો. હરિતા જમવા બોલાવવા આવી. બંને જણા વાતો કરતાં કરતાં હરિતની રૂમમાં જ જમ્યાં. હરિતાને તે રમઝટમાં રમવા વિશે પૂછે છે. હરિતા કહે છે, "તારી ઈચ્છા, જેમ કરવું હોય તેમ, છતાં પણ જઈશું તો ખરા જ." તો હર્ષ લેશન પતાવી પછી જવાની વાત કરે છે. તે હર્ષની વાત માની લે છે.
લગભગ 10:30 થવા આવ્યા હતા. હરિતા આવી તો તેણે જોયું હર્ષ ઘર ખુલ્લુ રાખી ઘસઘસાટ ઊંઘે છે. તે જારી અંદરથી બંધ કરી હર્ષને બાજીને સૂઈ જાય છે. તે રડી રહી હતી. હર્ષ જાગી ગયો હતો. તેને રડતી જોઈ તેને બેઠી કરી, તે પણ બેઠો થયો અને હરિતાને પોતાની નજીક ખેંચી તેને પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. હરિતા હર્ષની દૂરી સહન કરી શકતી નથી. તેના રોમરોમાં હર્ષ જ વહેતો હતો. હર્ષે તેને બપોરે થયેલી વાત યાદ દેવડાવી તો તે બોલી, "હું તારી વાત સાથે સહમત છું, પણ ...
શરમથી તેની આંખો ઝૂકી જાય છે. હર્ષ તેને પોતાની બાહોમાં ખેંચી લે છે. હર્ષ માત્ર તેના હોઠ પર હોઠ મૂકી તેના અધરરસથી તૃપ્ત કરવા પ્રયત્ન કરે છે.
પરંતુ હરિતાના દિલમાં ગઈકાલની રંગભરી રાત જ છવાયેલી છે. હર્ષ તેને સમજાવે છે કે તારી લાગણીને ઠેસ ન પહોંચે એ કારણથી મેં તને રાજી કરવા માટે સહવાસ માણ્યો હતો પરંતુ આ માટે હજુ ઘણોય સમય છે. ત્યારે હરિતાના મુખેથી એકાએક 'કાલ કોણે દીઠી છે' એવું સરી પડે છે. હર્ષ વિચારમાં પડી જાય છે પણ મૌન રહે છે અને અંતે હરિતાને પોતાના બાહુપાશમાં લઈ લે છે. હરિતાને તે અનેરા આનંદની અહેસાસની અનુભૂતિ કરાવે છે. આથી હરિતા ઘણી જ મદહોશ બની હર્ષ સાથેની પોતાની પકડ મજબૂત બનાવી અનન્ય સુખની પરાકાષ્ઠા અનુભવે છે.
તેના દિલમાં હર્ષને માણ્યાની એક અદ્ભુત લહર દોડી રહી છે. તેને આ ધરતી અનેરી લાગે છે. તે ગોળ ફુદરડી ફરી રહી હતી તો હર્ષે માત્ર એટલું જ કહ્યું કે, "હરિતા, હુ માત્ર એટલું જ ઈચ્છુ છુ કે આપણે બંને આપણી જ નક્કી કરેલી મર્યાદામાં રહીને જીવન જીવીશું." હરિતા તેની સાથે વચનથી બંધાય છે. જે વિષયમાં ન આવડે તે તેને શીખવાડવાની જવાબદારી પણ હર્ષ લે છે. આ પછી હરિતાએ ચા બનાવી અને બંનેએ એક જ મગમાં પીધી.
બંને ફ્રેશ થવા "પાટીદાર રમઝટ"માં ગયા. એજ
આઈસ્ક્રીમ સેન્ટર અને નિશ્ચિત જગ્યાએ બંને બેસે છે તેમજ આઈસ્ક્રીમનો ઓર્ડર આપે છે. હર્ષે મનોમન નક્કી કરી લીધું છે કે હરિતાના મનમાં પ્રેમના નામે વાસનાના અર્થઘટનનું જે ભૂત સવાર થયેલું છે તે હવે સમજાવટથી દૂર કરવું જ પડશે અને પોતે જણાવેલા ધ્યેય પ્રતિ તેને દોરી જવી પડશે.
આઈસ્ક્રીમ ખાતાં ખાતાં તેણે હરિતા સાથે પ્રેમની પરિભાષા તથા જીવનનાં મૂલ્યો વિશેની ઘણી વાતો પણ કરી. આ સાથે તેને એકલું ન લાગે અને સાનિધ્ય જળવાઈ રહે તે માટે રોજ બેથી ત્રણ કલાક પોતાની સાથે રાખી ભણાવવાની જવાબદારી પણ પોતાના શિરે લીધી જેથી હરિતા ખોટે રસ્તે દોરવાઈ ન જાય. તેણે હરિતાને એમ જણાવ્યું કે હું સતત તારા જ સાનિધ્યમાં રહીશ, શરત એટલી કે તારે મનતરંગે નહીં પણ મારી દોરવણી પ્રમાણે પ્રેમને સાથે રાખી મારી સાથે રહી આગળ વધવાનું છે. પરિતાની ઈચ્છા હોય તો તે આપણી સાથે જોડાઈ શકે છે.
આ પ્રેમ એટલે રાધા અને કૃષ્ણનો પવિત્ર પ્રેમ. બોલ, તું આપણું ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી મારી રાધા બનવા તૈયાર છે ? તારી હા હોય તો હું તારો કૃષ્ણ બનું. મારામાં એક સ્વપ્ન વસ્યું છે જે એક સુંદર 'પ્યાર કા આશિયના' જેવું જ છે, આ આશિયાનાની પ્રેમની હરિયાળી પર માત્ર હું અને તું જ હોય. માત્ર મારા અને તારા જીવનનું દર્શન હોત. હરિતા વારી ગઈ હર્ષ પર. તેણે હર્ષનો હાથ પોતાના હાથમાં લીધો અને ચૂમી લઈ હકારમાં જવાબ આપ્યો
જેના પ્રતિભાવમાં હર્ષ હરિતાની સામે જોઈને કહે છે - "જો હરિતા, મારામાં તું અને તારામાં હું. મારી આસપાસ પણ તું, આથી વિશેષ તો બીજું શું હોય !" બંને ઘણા ખુશ થાય છે. હરિતા હર્ષના ખભે માથું ઢાળી હર્ષની પ્રેમ અને જીવનની પરિક્વતા જોઈ આનંદના આંસુ સારે છે અને હર્ષને જીવનસાથીના રૂપમાં સ્વીકારી ધન્યતા અનુભવે છે. પરંતું તેના મનમાં જે ખચકાટ છે તે દિલથી બહાર આવવા દેતી નથી.
હર્ષ અને હરિતા બંને ઘરે પહોંચી જાય છે. હરિતા હર્ષના ઘરે ચા બનાવે છે. એક મગમાંથી જ બંને ચા પીવે છે. ત્યારબાદ બંને ઊભા થઈ સહજ બની એકબીજાને આલિંગનમાં લઈ 'Thanks my lovely life' કહી બંને છુટા પડે છે.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, આપણને સમજાયું હશે કે હર્ષ કોઈ સામાન્ય વિદ્યાર્થી તો નથી જ. 'પ્યારકા આશિયાના' પિક્ચરની તેના માનસ પર જબરજસ્ત અસર વરતાય છે. તેણે તેની બાલસખીના અનન્ય પ્રેમના ઝરણાને પોતાની જીવનરૂપી સરિતાના વહેણને કેટલી સહજ રીતે સમજપૂર્વક ભેળવી દીધું. હવે હરિતા હર્ષના જીવન ઉપવનને હરિયાળો બનાવવા શું કરશે. રાહ જુઓ આગળના સમયની.
💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐