Solomon books and stories free download online pdf in Gujarati

સોલેમન

૩૯ વર્ષની ઉમરે એ આજે મરણ પથારીએ પડ્યો છે. અને પોતાના અંતિમ સમયની પળો માં એ વિતાવેલા વર્ષો ને યાદ કરે છે. તેને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો કદાચ સાત-આઠ વર્ષ નો ત્યારે ભીખ માંગતા એક પોલીસવાલા એ તેને ખુબ જ માર માર્યો હતો. આ પ્રથમ બનાવ હતો જે તેને એની નાની ઉમર નું કઈક યાદ અપાવે છે. આ સિવાય તે કોણ છે ? તેનું નામ શું છે? તેના માતા-પિતા કોણ અહિયાં સુધી કે એ આટલો મોટો કેવી રીતે થયો એ પણ એને યાદ ના આવ્યું. પોલીસવાલા ની પકડ માંથી છૂટીને એ એક ચર્ચ પાસે પહોચ્યો. ચર્ચ નાં ગેટ ઉપર પાણી ની પરબ હતી જ્યાંથી એને પાણી પીધું અને ત્યાજ સુઈ ગયો. સવારે જાગ્યો ત્યારે તે એક રૂમ માં હતો. એને જોયું કે એની આજુ બાજુ કેટલાક બાળકો છે જે એને જોઈ રહ્યા છે. એ એકદમ ઉભો થયો. એટલી વાર માં એક સ્ત્રી ત્યાં આવી. કેટલાક બાળકોએ એને મધર કહી ને બોલાવ્યા. એ સ્ત્રી એ એની પાસે આવીને નામ અને સરનામું પૂછ્યું પણ એ કહી જવાબ આપી શક્યો નહિ એટલે પેલી સ્ત્રીએ બાળકોને કહ્યું કે આજથી આપને એને સોલેમન કહીશું. એના જીવનમાં આવનાર પ્રથમ સ્ત્રી પ્રત્યે એને ખુબ જ માન થયું. પેલી સ્ત્રીએ એ પણ જણાવ્યું કે સોલેમન એ એક દૂત નું નામ છે જેને આખી દુનિયા ઉપર રાજ કર્યું હતું. ધીરે ધીરે એને ખબર પડી કે એ જ્યાં છે એ એક અનાથઆશ્રમ છે .અને જેટલા બાળકો ત્યાં છે એ પણ એની જેમ અનાથ છે. આજથી પહેલા એને ખબર ન હતી કે જેનું કોઈ ના હોય એને અનાથ કહેવામાં આવે છે.

બધા બાળકોની સાથે એ ત્યાં રહેવા લાગ્યો હજુ તો અઠવાડિયું જ થયું હશે અને ત્યાં એક છોકરી આવી. બધા બાળકો ખુશ થઇ ગયા કેમ કે એમને એક નવું દોસ્ત મળ્યું. પણ સોલેમન તો એને જોતો જ રહ્યો. એમ કહીએ કે સોલેમન એને પ્રેમથી જોતો રહ્યો. જેને પ્રથમ નજર નો પ્રેમ કહીએ એવી રીતે. જ્યારે પેલી છોકરી નું નામ પૂછવામાં આવ્યું તો એને કહ્યું કે આ પહેલા એ જે અનાથ આશ્રમમાં હતી ત્યાં બધા એને ડોલી કહીને બોલાવતા. એ ડોલી સાથે એની પ્રથમ મુલાકત હતી. ઢીંગલી જેવી લાગતી ડોલીથી સોલેમન ને પ્રેમ થઇ ગયો અને એ બંને હવે સાથે જ રમવા લાગ્યા અથવા જે પ્રવૃત્તિ કરવાની હોય એ સાથે જ કરવા લાગ્યા. પણ એક દિવસ એક દંપતી આવ્યો અને ડોલી ને દીકરી બનાવી સાથે લઇ ગયો. સોલેમન પાછો અનાથ થઇ ગયો હવે એને અનાથ આશ્રમ માં જરાય ફાવતું નહિ એટલે એક દિવસ મોકો જોઈ એ ત્યાંથી ભાગી ગયો. જ્યારે ડોલી ને લેવા દંપતી આવ્યા હતા એ લોકોના મોઢા માંથી જે શહેર નો નામ સાંભળ્યો હતો સોલેમને ત્યાં જવાનો વિચાર કર્યો. પણ એ તો ખુબ જ દુર હતું અને એની પાસે એટલા રૂપિયા હતા નહિ કે ત્યાં જવાય. તો એને ટીકીટ વગર ત્યાં પહોચવાનું નક્કી કર્યું. અને અંતે જે ટ્રેન જવાની હતી તેના માલસામાનનાં ડબ્બામાં વગર ટીકીટે બેસી ગયો. ભૂખ થકાન પ્યાસ અને ડર નો સામનો કરતો એ ડોલીનાં સહેર માં આવી ગયો. અને એક પાર્ક માં જઈ ને ઊંઘી ગયો.

આટલો મોટો શહેર એને પહેલા જોયું ન હતું અને આટલા મોટા શહેર માં ડોલી ને કેમ શોધવી એ પણ એને ખબર ન હતી. એને ભૂખ લાગી હતી. પરતું અનાથઆશ્રમ માં રહી ને એને સીખ્યું હતું કે મહેનત કરીને જીવન જીવવું જોઈએ. એટલે એ એક નાની સરખી હોટલ માં ગયો અને ત્યાં જઈ ને કામ માંગ્યું. સેઠ સારો વ્યક્તિ હોવાથી એને કામ આપ્યું અને જમવાનું પણ આપ્યું. એ ત્યાં હોટલમાં રહેવા લાગ્યો અને સમય મળતા ડોલીને શોધવા લાગ્યો પરતું ડોલીનો કોઈ પતો મળ્યો નહિ. કેટલીક વાર એ શહેરની પ્રસિદ્ધ સ્કૂલો પાસે જઈ ને બેસતો, કદાચ ડોલી અહિયાં મળે પણ એવું બન્યું નહિ. કંટાળી, થાકી ને એને એક વાર નિર્ણય લીધું કે પાછા અનાથઆશ્રમ માં જતો રહે પરતું પછી વિચાર્યું કે અહિયાં રહીશ તો કોઈ દિવસ તો ડોલી મળશે. બસ એમ જ વિચારી ને એને વર્ષો કાઢી નાખ્યા. આ વાત ને દસ વર્ષ વીતી ગયા. હવે એ સત્તર વર્ષનો હતો. એક દિવસ અચાનકજ એની હોટલ ઉપર એક દંપતીની સાથે એક છોકરી જમવા આવી. હા એ ડોલીજ હતી. ડોલીને કેમ કરીને ભૂલાય ? એને ડોલી સાથે વાત કરવાની કોશીસ કરી પરતું પોતાની દીકરી એક નોકર સાથે વાત કરે એ સુંદર છોકરીના પિતાને સારું નાં લાગ્યું એને સોલેમન ને ધક્કો આપ્યો અને એની ફરિયાદ હોટલ નાં માલિક ને કરી. પોતાના ગ્રાહકો સાથે આવું વર્તાવ થાય એ હોટલનાં માલિકને પસંદ ન હતું એને અન્ય બે વ્યક્તિઓ ને કહી ને સોલેમન ને ખુબ જ માર માર્યો અને એને જેલ માં પુરાવી દીધું. . આ ડોલી સાથે ની બીજી મુલાકાત હતી.

જેલ માંથી નીકળીને એ જ્યારે બહાર આવ્યો તો એને હવે જીવન પ્રત્યે કોઈ લગાવ ન હોય એવું લાગ્યું. અને ત્યાર પછી ખુબ જ કોશિશ કરવા છતાં કોઈ નોકરી ના મળતા એને કેટલાક ગુંડાઓ નો સાથ મળતા એ એમની સાથે થઇ ગયો. અને ત્યાર પછી ના કરવાના દરેક ગેર કાનૂની કામ એ કરવા લાગ્યો. નશો થાય એવી વસ્તુઓ વેચવાની સાથે સાથે એ નશો પણ કરવા લાગ્યો અને ખુબ જ ઓછા સમય માં એ એક (ના) પ્રસિદ્ધ ચોર બની ગયો જેનાથી પોલીસને પણ ડર લાગવા લાગ્યો. બીજા ૫ વર્ષ એમ જ નીકળી ગયા અને એ હવે ૨૩ વર્ષનો હતો. એક દિવસ ચોરી કરીને જયારે એ ભાગતો હતો ત્યારે પોલીસ ની ગોળીથી ઘાયલ થઇ ગયો. જ્યારે એ જાગ્યો ત્યારે એ પોલીસ કસ્ટડીનાં દવાખાનામાં હતો. ત્યાંથી સારવાર માં સારો થયો પછી એની ઉપર કેસ ચલાવવામાં આવ્યો. હવે તે જજ સામે ઉભો હતો ત્યારે સરકારી વકીલ ને જોઈ ને ચમક્યો. હા! કેમ કરીને ભૂલાય એ ડોલી જ હતી જે એના વિરુધમાં કેસ લડવાની હતી. આ ડોલી સાથેની ત્રીજી મુલાકાત હતી. સરકારી વકીલે એની વિરુધ માં જેટલું કહેવું હતું એ બધું કહ્યું અને છેલળે જજ ને વિનંતિ કરી કે આવા ચોર અને લુટારા પ્રકારના લોકો આ સમાજ માં હોવા જ ના જોઈએ, આવા લોકોથી સમાજનું રક્ષણ કરવા માટે આવા લોકો ને ફાંસી ની સજા કરાવી જોઈએ. જ્યારે જજે સોલેમન ને એના આરોપો વિષે પૂછ્યું તો એને કઈ ના કહ્યું, કોઈ ખુલાસો નાં આપ્યો

ન્યાયાધીસ દયાળુ હતા. એ ફાંસી ની સજાને માનતા ન હતા. તેથી એમને સોલેમન ને ઉમર કેદ ની સજા આપી બે વર્ષ પહેલા એ જેલ માંથી બહાર આવ્યો. અને પાછો ભીખ માંગી ને ખાવા લાગ્યો. પોતાનું કહેવા લાયક ઘર તો હતો જ નહિ એની પાસે. સરકારે જાહેર જનતા માટે બનાવેલા બાગ માં એક બેંચ ઉપર જ એ રહતો હતો છેલ્લા ૮-૧૦ દિવસથી ખુબ જ બીમાર હતો. કદાચ નીમોનીયા થયું હતું. સરકારી દવાખાના માં દવા કારાવાના બદલે એ પેલા બાગની બેંચ ઉપર પોતાની મુત્યુ ની રાહ જોઈ રહ્યો હતો.