Vandana - 7 books and stories free download online pdf in Gujarati

વંદના - 7

વંદના-૭
ગત અંકથી શરૂ...

વંદના અમનની સામે નજરના મિલાવી શકી આંખોના પોપચાં નીચા ઢાળી ધીમા અને અચકાતા અવાજે કહ્યું કે "હું મારા માતા પિતાની અડોપટેટ ચાઈલ્ડ છું"

અમન વંદનાની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ રહી ગયો. છતાં એણે પોતાના પર કાબૂ રાખી વંદનાને સંભાળવાની કોશિશ કરી. થોડીવાર અમન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો એને સમજાયું નહિ કે તે શું પ્રતિક્રિયા આપે છતાં એણે પોતાના પર કાબૂ રાખી વંદનાને સંભાળવાની કોશિશ કરતા કહ્યું કે" હા તો એમાં શું થયું વંદના? મને કોઈ વાંધો જ નથી. મારો પ્રેમ આ બધી સિમાઓથી પર છે એમાં કોઈ જાત પાત નો પણ સમાવેશ નથી. હું વર્તમાનમાં જીવવા માંગતો માણસ છું મને તારા ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી એ વિશે કોઈ નિસ્બત નથી. માટે તું નિશ્ચિંત રહે જેણે તને પાળી પોષીને મોટી કરી છે એટલો પ્રેમ આપ્યો છે એને જ તારા સાચા માતા પિતા માનીને આગળની જિંદગી પણ સુખીથી વિતાવ.બીજું બધું ભૂલી જા વંદના"..

"અમન હું બધું ભૂલી જવા જ માંગુ છું પરંતુ મારો વરવો ભૂતકાળ મારા મનોમસ્તિશ્કમાથી હટતો જ નથી. કદાચ મને એવો પણ ડર છે કે મારો ભૂતકાળ સાંભળ્યા પછી તું મને મિત્ર બનાવી રાખવા માટે પણ સંકોચ અનુભવીશ." આટલું બોલતાં જ વંદનાના ચહેરા પર ગંભીર ભાવો ઉપસાવવા લાગ્યા.

હંમેશા ખિલખિલાટ કરતી વંદનાનો ચહેરો આજે આવી ગંભીર મુદ્રામાં જોતા અમન વ્યગ્ર થઈ ઊઠ્યો. વંદનાના ઉગ્ર ભાવો જોતા જ અમન એટલું તો સમજી જ ગયો હતો કે પોતે સમજતો હતો એનાથી પણ વધારે કોઈ ગંભીર વાત છે.થોડી વાર બંને વચ્ચે મૌન છવાયા બાદ અમને વંદનાની બાજુમાં ટેબલ સરકાવી વંદનાના હૂંફાળા હાથને પોતાના હાથમાં લીધા સાથે ખૂબ જ આત્મીયતા અને સહજતાથી વંદનાને સાંત્વના આપતા કહ્યું કે " વંદના આજે તું તારા દિલમાં દબાવીને રાખેલા આ ભૂતકાળની યાદોને મારી પાસે ઠાલવી દે. તું તારી આ બંધ કિતાબના પાનાને મારી સમક્ષ રજુ કરી દે. આપણે આપણા મનમાં દબાવી રાખેલા દર્દને એક વાર તો કોઈ અંગત પાસે કહી જ દેવું જોઈએ. હા એના થી તારો ભૂતકાળ બદલી તો નહિ શકાય પણ તારું મન ચોક્કસ હળવું થઈ જશે. જે પીડામાં તું તારી જાતને આટલું દર્દ આપી રહી છે એ દર્દ એ પીડા ઓછી થઈ જશે. અને હા તારો ભૂતકાળ ગમે તેવો હોય હું તારો સાથ કોઈ પણ સંજોગો માં નહિ છોડુ આ એક બેસ્ટ ફ્રેન્ડ નું પ્રોમિસ છે. અને હા કદાચ મારા પ્રેમમાં પણ કોઈ ઓટ નહિ આવે"

અમન ના હૂંફાળા સ્પર્શથી વંદનામાં થોડી હિંમત વધી. તેણે અમનને કહ્યું કે "મારો જન્મ દિલ્હીમાં રહેતા એવા અભાગ્ય ગરીબ મજૂર પરિવારમાં થયો હતો જેમાં મારા જન્મતાની સાથે જ મને અપશુનિયાળ કહેવામાં આવી. સમય પણ એવો વિકરાળ હતો કે મારા જન્મતાની સાથે જ મારા પિતાએ આ દુનિયાથી વિદાય લય લીધી. કદાચ એટલે જ મારા દાદા દાદીએ મને અપશુનિયાળનું બિરુદ આપ્યું હતું. મારા દુર્ભાગ્યથી મારા પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. મારા દાદી ખૂબ જૂના વિચારો ધરાવતા સંકુચિત માનસ ધરાવતા હતા. મારી માતા ને કહેતા કે "કેવી કાળમુખી દીકરી ને તે જન્મ આપ્યો છે. દીકરીએ જન્મતાજ બાપનો ભોગ લઈ લીધો." કહેતા કે "આ છોકરી અપશુકનિયાળ છે મારી નાખો આ છોકરીને નહિ તો આપણા પરિવારમાં કોઈ જીવિત જ નહિ બચે." મારા દાદીમા અને દાદાજીએ મને મારી નાખવાનો આયોજન ઘડ્યું. મને ઉકળતા દૂધમાં નાખીને મારી નાખવાની કોશિશ કરી. મારી માએ મને બચાવવા માટે એ લોકો પાસે હાથ જોડીને વિનંતી કરી. તેમની આગળ મારી જિંદગીની ભીખ માંગી તેમને સમજાવતા કહ્યું કે "હું મારી દીકરીને લઇને તમારા પરિવારથી ક્યાંય દૂર જતી રહીશ એની પરછાઇ પણ તમારા પરિવાર પર પડવા નહિ દવ." પરંતુ મારી માતાના મને બચાવવાના બધા જ પ્રયત્નો નિરર્થક નીવડ્યા. અને જો મારી માતા પણ એ ઘર છોડીને જતી રહે તો એ લોકો નિરાધાર થઈ જાય. એ લોકોને ઘડપણમાં મફતમાં સેવા કરનારી બદલામાં ગાળો સાંભળનારું જોઈતું હતું એટલે મને મારીને મારી માતાને એ લોકો કાયમ માટે એક મજુર તરીકે રાખવા માંગતા હતા. પરંતુ ત્યારેજ પવનવેગે દિલ્હીમાં જ રહેતા મારા પિતાના ખાસ મિત્ર અશોકકાકા એ આવીને મને બચાવી લીધી."

આટલું કહેતા વંદના બોલતા બોલતા અટકી ગઈ થોડી વાર માટે એ બે ઘડી સ્તબ્ધ બની ને આકાશ તરફ મીટ માંડીને જોઈ રહી. તેની આંખમાંથી વહેતા આંસુ જાણે રોકાવાનું નામ જ નોહતા લેતા. તેના આંખોમાંથી વહી ગયેલા આંસુઓની ખારાશ તેના દિલને વલોવી રહ્યા હતા. તેના મન મસ્તિકમાં એક તુફાન મચ્યું હતું. અમન તેની ભૂતકાળની વેદનાને તેની પીડાને મહસૂસ કરી રહ્યો હતો. કહેવાય છે ને કે બીજાની પીડા જોઈને જો તમે એ પીડા અનુભવો તો સમજજો કે ભગવાને માણસ બનાવવામાં કોઈ ભૂલ નથી કરી. અમનએ વંદનાની આંખમાં વહેતા આસુને લૂછતાં કહ્યું કે" વંદના આગળ શું થયું? હું જાણું છું કે તને તારા ભૂતકાળને વાગોળીને ખુબ પીડા થઈ રહી છે હું તારી એ પીડા મહેસૂસ કરી શકું છે પરંતુ આજે મારે તારા ભૂતકાળના તમામ પાના ઉથલાવવા છે. એમાં રહેલા દર્દને બહાર કાઢી હમેશા માટે ભુલાવી દે. આમ ભૂતકાળને યાદ કરીને દુઃખી રહેવું એ પણ એક ગુનો છે"..


વંદના અમનની વાત સાંભળીને બે ઘડી અમન સામે જોઈ રહી અમનની આખો પણ ભીની થઇ ગઈ હતી. અમન જાણે તેની પિડાઓને સ્પર્શી રહ્યો હતો એનો હુંફાળો આત્મીયતા ભર્યો સ્પર્શથી વંદનાના ઘાવ જાણે રૂજાવા લાગ્યા હતા. થોડીવાર રહીને ઊંડો નિસાસો નાખતા બોલી" અમન મારા પિતાના મિત્ર અશોક્કાકા ખૂબ ભણેલા ગણેલા હતા એટલે એમણે મારા દાદા દાદીને ખૂબ સમજાવ્યા કહ્યું કે" દીકરી તો ભગવાન નશીબદાર લોકોને જ આપે તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા છે અને તમે જ એ લક્ષ્મીજીને ઠોકર મારી રહ્યા છો. એના પિતાનું અવસાન તો ફકત એક સંજોગ છે. એમાં આ કુમળી દીકરીનો શો વાંક! આજના યુગમાં દીકરો કે દીકરી વચ્ચે કોઈ જ ભેદભાવ નથી એવામાં તમે આવા જુનવાણી દીકરીને દૂધ પીતી કરવાના બેકાર રિવાજોને અનુસરો છો. આજ દીકરી આગળ જતાં તમારા ઘડપણની લાકડી બનીને રહશે. ખૂબ સમજાવીને મનાવ્યા મારા દાદા દાદીને. મારી મા માટે તો જાણે મારા એ અશોક કાકા એક સાક્ષાત્ ભગવાન બનીને ઉતર્યા હોય એમ મારી માતાના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ.

પરંતુ હવે મારી માતાની ખરી કસોટી આવી હતી. મારા પિતા પણ એક કંપનીમાં મજૂર તરીકે કામ કરતા હતા. પિતાની ટૂંકી આવકમાં ઘર ચલાવવાનું અઘરું પડી જતું. અને હવે તો મારા પિતાના મૃત્યુ પછી ઘર સાવ નિરાધાર બની ગયું હતું. મારી માતા પણ સાવ ગરીબ મજૂરી કરતા પરિવારની દીકરી હતી. ના તો તે ખાસ કંઈ ભણેલી હતી ના તો તેના માં કોઈ સામાજિક જ્ઞાન હતું. હવે મારી માતા સામે મારો ઉછેર કરવાનો મારા દાદા દાદીને સંભાળવાની બેવડી જવાબદારી એક માત્ર મારી માતા પર જ હતી. મારી માતા માટે તો એક બઉ મોટો પડકાર હતો. ત્યારે જ મારા અશોકકાકા એ મારી માતાને કોઈ સારી જગ્યાએ નોકરી આપવાની જવાબદારી લીધી. એ રોજ મારી માતાને અલગ અલગ જગ્યા એ કામ અપાવવા માટે લઈ જતા. મારી મા મને એક દુપટ્ટા માં બાંધીને સાથે લઈ જતા મજૂરી કરવા શરૂઆતમાં તો નાનું મોટું છૂટક મજૂરીકામ મળી રહેતુ. છેવટે મારા કાકા એ મારી માતાને એક શેઠની ફેકટરીમાં મજૂરીનું કામ આપાવ્યું. હવે ધીરે ધીરે જિંદગી પણ પાટે ચડી ગઈ હતી. મારી માતા સવારે ઘરનું બધું જ કામ કરીને મજૂરી પર નીકળી જતી. મારા દાદાજી પણ કયારેય છૂટક મજૂરી કામ કરી લેતા. મારા દાદા દાદીએ પણ મારો સ્વીકાર કરી લીધો હતો. મારી માતા મને કોઈ સારી સ્કૂલમાં દાખલ કરીને મને ખૂબ ભણવા ગણવાના સપના જોઈ રહી હતી પરંતુ ફરી એક વાર જિંદગીએ મારી માતા સામે પડકાર આપ્યો. થોડા સમય પછી મને એક ભયંકર બીમારીએ જકડી લીધી...

ક્રમશ...