birthday wishes books and stories free download online pdf in Gujarati

બર્થડે વિશ

 

              હવે બહુ થયું. ક્યા સુધી સહન કરવાનું, આ તો કઈ લાઈફ કહેવાય. બસ બધા કહે એમ જીવવાનું , હું પણ મનુષ્ય જાતીમાં આવું છું. મારી પણ કેટલીક અપેક્ષાઓ સપનાઓ છે. મારે થોડી આવી રીતે જીવાય. મને પણ પુરતો હક્ક આપ્યો છે મારા દેશનાં બંધારણે અને એ હું ભોગવી લઈશ. હવે જેને જે કહેવું હોય એ કહે અને જે કરવું હોય એ કરે.

            પિસ્તાલીસ વર્ષીય સરોજનો આજે બર્થ ડે  હતો. જ્યારે એનો જન્મ થયો તે પહેલા એના માં-બાપ બે બાળકોના માતા પિતા બની ગયેલ હતા. પરતું આજથી ૪૫ વર્ષ પહેલા પણ થોડાક લોકો હતા જે કહેતા હતા કે સંતાન માં એક દીકરી તો હોવી જ જોઈએ. દીકર વગર બધું નકામું છે. અને એ વિચારોએ જ સરોજને જન્મ આપ્યું. માતા- પિતા બંને શિક્ષક હતા અને સુખી પરિવારથી આવતા હોવાથી સરોજ અને એના ભાઈઓને એમના સમાજનાં અન્ય બાળકો કરતા કૈક અલગ વાતાવરણ મળ્યું. અને ત્રણેય સારા અભ્યાસ સાથે ઉછેરવા લાગ્યા. સાત વર્ષની થતા થતા સરોજ ને લાગવા લાગ્યું કે એ એના સમાજની અન્ય છોકરીઓ કરતા અલગ છે. અને એટલેજ એને અન્ય છોકરીઓ કરતા અલગ વિચારવાનું શરુ કર્યું. પોતાની પરિકલ્પનાઓમાં તે ખોવાયેલી રહેતી. એને ડાન્સ સીખવાથી લઇને એકલા ફરવા જવું અને પુસ્તકો વચ્ચે બેઠયા રહેવું. દોસ્તો સાથે ફરવું એવું બધું કરવું હતું. પરતું ટીચર ટીચર હોય છે. એમના ઘરે હંમેશા તો નહિ પરતું ક્યારેક રૂપિયાની અછત વર્તાતી હોય છે અને ઉપર થી શિક્ષક એટલે થોડીક કંજુસી કરવાનું તો એમને અધિકાર હોય જ. એટલે કેટલીક વાતો જે સરોજ કરવા માંગતી હતી એ સંભવ ન બની. પણ એક વાત હતી કે એને ભણતર ખુબ જ સરસ મળવા લાગ્યું.  અને એ મોટી થવા લાગી. ધીરે ધીરે એને વિચારી લીધું કે સારું અભ્યાસ કરીશ પણ ટીચર તો નહિ જ બનું હું કઇક અલગ ફિલ્ડ માં જઈશ જેથી જે સપનાઓ અહિયાં પુરા ન થયા એ હું જાતે પુરા કરીશ.

            બારમાં ધોરણ પછી મેડીકલ માં જવાને બદલે એને એમ.ફાર્મ કરવાનું નક્કી કર્યું જેથી પોતાની મેડીકલ સ્ટોર ચાલુ કરી શકાય તથા સાથે જ જે સપનાઓ અધૂરા છે એ પુરા કરી શકાય. અને એને એવું જ કર્યું. પોતાની મેડીકલ સ્ટોર ઓપન કરી એને તરત જ ડાંસ ક્લાસ જોઈન્ટ કર્યું. એને સાચેજ જ લાગવા લાગ્યું કે એ જે ઇચ્છતી હતી એ બધું એને મળી રહ્યું છે.  બીજા બે વર્ષતો  હરવા ફરવામાં અને એન્જોય કરવામાં નીકળી ગયા. પરતું હવે ઉમર થતી હોવાથી એના માં-બાપે એના માટે સારો છોકરો જોવાનું ચાલુ કર્યું. પરતું સમાજમાં એના લાયક કોઈ મળે એ શક્ય ન હતું.

            સરોજને મેડીકલ સ્ટોર હોવાથી કેટલીક વાર એ ડોકટરોના સીધા સંપર્ક માં આવતી અને આમ જ એની ઓળખાણ નીતિન સાથે થઇ. જે એક ડોક્ટર હતો અને પોતાનો હોસ્પિટલ ચલાવતો હતો. બંને એ પોતાના પેરેન્ટ્સ ની અનુમતિ લઇ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા. અને હવે સરોજ એના પતિ સાથે રહેવા લાગી. શરૂઆતમાં તો એને હોસ્પિટલ અને મેડીકલ સ્ટોર બન્ને જગ્યાએ હાજરી આપતી પરતું ધીરે ધીરે એ પોતાના સામાજિક જીવનમાં બંધાવા લાગી અને એની ઈતર પ્રવૃત્તિ બંધ થઇ ગઈ. એ પછી તો એના બે બાળકો થયા એમના ઉછેરમાં અને અભ્યાસમાં ક્યા ૨૦ વર્ષ નીકળી ગયા સરોજને ખબરજ ન પડી.

            આવતી કાલે  એનો ૪૫મો બર્થ ડે છે. હજુ રાત નાં બે વાગે છે. એ જાગે છે. એના બંને બાળકો હજુ પણ વાંચવા માં મશગુલ છે. અને એના પતિ રોજ ની જેમ નસકોરા ફુલાવી ઉંધી ગયેલ છે. રાત્રે ડીનર લેતા બધાએ નક્કી કર્યું કે કાલે કેવી રીતે જન્મદિવસ ઉજવવું.  એના પતિ અને બાળકો પાસેથી કઈ કેટલાય ઉપાયો આવી ગયા. અને કાલ નું પોગ્રામ ફિક્સ કરી તેમજ કેક તો આજે રાત્રે જ કાપવું એવું નક્કી કરી બધા પોતાના કામમાં લાગી ગયા.કોઈએ એને પૂછ્યું નહિ કે તારી બર્થડે વિશ શું છે ? રાત્રે બાર વાગે કેક કાપી ગયો અને પાછા બધા પોત પોતાના રૂમ માં જતા રહ્યા.  એ છેલ્લા વીસ વર્ષનો હિસાબ કરવા લાગી. એને યાદ ન આવ્યું કે છેલ્લે એને ક્યારે ડાંસ કર્યો હતો કે પોતાના ફેવરેટ સોન્ગ્સ સાંભળ્યો હતો. એને તો એ પણ યાદ ન આવ્યું કે બાળપણથી પુસ્તકો પાછળ પાગલ એને છેલ્લે કયા લેખકની બુક વાંચી હતી. એને યાદ આવ્યું કે પોતાને વાંચવાનો એટલો શોખ હતો કે એને પોતાની એક અલગ લાઈબ્રેરી બનાવી હતી જેમાં એની પસંદનાં બધા પુસ્તકો હતા. કેટલાક વર્ષોથી તો એ , એ ખંડમાં જ નથી ગઈ જેને એ લાઈબ્રેરી કહેતી હતી. એને સંતોષ સાથે થોડુક દુખ થયું. હજુ એવું ઘણું બધું કરવાનું બાકી હતું જે એ કરવા માંગતી હતી. અને કઈક નક્કી કરી એ ડાયરીમાં નોટ કરવા લાગી.

            સવારે જ્યારે બંને બાળકો નાસ્તાના ટેબલ પાસે આવ્યા ત્યારે એમના ફાધર ને નાસ્તો બનાવતા જોઈ એમની મમ્મી વિષે પૂછ્યું. બંને બાળકોને ટેબલ ઉપર બેસવાનું કહી ડોકટરે એમના હાથ માં એક લેટર આપ્યું અને હસી ને કહ્યું આજથી એક મહિનો હું જ રસોઈ બનાવવાનું છું તમે લોકો ટેવ પાડી લો મારા હાથ ની રસોઈ માટે. લેટર માં લખ્યું હતું.

            મારા વ્હાલા પતિદેવ અને વ્હાલા બાળકો  વધારે દુખી થવાની જરૂર નથી. હું તમને બધાને બહુ પ્રેમ કરું છું. અને તમે લોકોએ આટલા વર્ષમાં મારા માટે જે કર્યું એ તો કેવી રીતે ગણાવી શકાય. એમ છતાં મારે થોડીક સ્પેસ જોઈએ છે. હું મારી રીતે જીવા માંગુ છું વધારે નહિ બસ વધુમાં વધુ એક મહિનો. એક મહિના પછી હું તમારી પાસે આવી જઈશ. હું મારો ફોન ઘરે જ રાખીને જવું છું. જેથી તમે કોઈ પણ મને ઈમોસ્નલ બ્લેકમેઈલન ન કરો. તમે લોકોએ આજ નો જે પ્રોગ્રામ કર્યો હતો એના માટે ખુબ ખુબ આભાર. હું મારા સમાચાર ઈ-મેઈલ થી આપતી રહીશ. મને વધારે યાદ ન કરતા. વિથ લવ. તમારા બધાની સરોજ 

Share

NEW REALESED