A Little Life From Us - Unlimited Journey books and stories free download online pdf in Gujarati

એક નાની અમથી જિંદગી - Unlimited Journey

તમે છો તો જ અમે પૂરા ,બાકી અમે સાવ અધૂરા

આખી વાર્તા ના દરેક પાત્રો ની ઝાંખી કરાવીશ પરંતુ વાર્તા ના ૧ મુખ્ય પાત્ર કે જે ની અનલિમિટેડ જર્ની ની વાત છે તે પ્રેમ છે.
વાત જાણે એક ધસમસતા પુર ના પ્રવાહ જેવી છે જેમ પાણી આવે પુર નું અને એની સાથે ઝાડ પાન અને અનેક નાની મોટી વસ્તુ ને એની સાથે ખેચી જાય અને અધવચ્ચે મૂકી દે .બસ આમજ આ વાર્તા માં પણ એવું જ કંઇક રહસ્ય ઘૂંટાયેલું છે .અલગ અલગ ભાગ માં આખા આયખા ની વાર્તા નો સમન્વય જણાવીશ.

વાત આખી એમ છે કે બસ હજુ યુવાની ની રંગત જામતી જતી હતી અને લગભગ ૨૦૧૨ નું વર્ષ આવવાની તૈયારી હતી જોતજોતામાં આ વર્ષ આવ્યું અને શરૂઆત થઈ અનલિમિટેડ જર્ની ની .જાણે કુદરત પણ રાહ જોતો હસે આ મહેફિલ ની.
પ્રેમ નામ જ ઇશ્ક,મોહબ્બત,લવ નો સમન્વય છે .અને આમ જ વાર્તા ની શરૂઆત પ્રેમ થી થાય છે એક અંજાન વ્યક્તિ ની રિકવેસ્ટ ફેસબુક પર આવે છે અને હજુ ફેસબુક પણ બાળક અમે પ્રેમ પણ બાળક છે.અચાનક રીકવેસ્ટ આવે છે અને શરૂઆત થાય છે પ્રેમ ની પ્રેમ કહાની ની.ધીમે ધીમે આવતું 2જી ઈન્ટરનેટ અને એમાં એફ.બી ચાલુ કર્યું અને એમાં રીકવેસ્ટ આવે બંસરી ની. આમ તો પ્રેમ અને બંસરી નો સંબંધ જૂનો એટલે જ આ આધુનિક યુગ માં આપણે એમના થી જ શરૂઆત કરી છે . ધીમે ધીમે તૂટક તૂટક ઈન્ટરનેટ માં એફ.બી ના માધ્યમ થી વાત ચાલુ થાય છે . બંસરી એક અમદાવાદ ની ખ્યાતનામ વિશ્વવિદ્યાલય માં અભ્યાસ કરે જ્યારે પ્રેમ એક નાની એવી કાટમાળ ને પટ્ટી થી સાંધી ને રાખેલી સરકારી કોલેજ માં અભ્યાસ કરે. બંસરી એક એવા ગર્ભ શ્રીમંત પરિવાર માંથી કે જે ફોર વ્હીલર ગાડી સિવાય ક્યાંય જાય નઈ અને પરસેવો તો શું છે એને ખબર જ ની કારણ કે ઘર માં તેમજ બહાર જ્યાં જાય ત્યાં એસી જ્યારે પ્રેમ ની તો જિંદગી જ એસ.ટી. બસ ની મુસાફરી સવાર થી સાંજ સુધી બસ અપડાઉન માં જગ્યા રોકવી અને બસ માંથી ઉતરી ને ૩ રૂપિયા ની રિક્ષા ના નજીવા ભાડા માં ફૂલ ગિરદી માં કોલેજ પોહચવાનું આ જ પ્રેમ ની રોજ ની કહાની. મેસેજ આવે એટલે પ્રેમ તરત પ્રતિઉતર આપવા માટે તલપાપડ હોય પણ ઈન્ટરનેટ ના અભાવ થી જલદી શક્ય ના બને એટલે મેસેજ પોહચે ત્યારે રિપ્લે આવે. ટુંક માં વાત કરું તો મેસેજ માં એક બીજા સાથે ધીમે ધીમે વાર્તાલાપ થયો એકબીજાના નામ અભ્યાસ ગમતી વસ્તુ વ્યકિત વિશે નો પરામર્શ થયો અને ચાલુ થયો પ્રેમ - બંસરી નો પ્રેમ અધ્યાય . ફેસબુક ની મિત્રતા ધીમે ધીમે મોબાઈલ નંબર માં આવી ગઈ હતી અને રોજ એકમેક ની વાતો થતી હતી એ સમય માં ૨૦૦ રૂપિયા માં ૯૦૦ મિનિટ વાત થતી તો પ્રેમ એ હરખ માં ને હરખ માં રિચાર્જ કરી દીધું કારણ કે આતો બંસરી ને પામવાની વાત હતી એમાં જરાય પાછીપાની ના ચાલે. વાત વાત માં ખબર પડી કે બંસરી પણ એકલી છે અને પ્રેમ પણ .ધીમે ધીમે કૈક આકર્ષણ વધતું જ જતું હતું પણ આ ફોન ની મુલાકાત ક્યાં સુધી હવે રૂબરૂ મળવું છે . પ્રેમ એક દિવસ એસ.ટી બસ માં અમદાવાદ જાય છે ત્યાં પાલડી પહોંચી ને બંસરી ને ફોન કરે છે અને બંસરી પણ એટલી જ તૈયાર હતી પ્રેમ ના પ્રેમ ને મળવા એટલે સફેદ રંગ ની નવી નકોર ગાડી લઈ ને ત્યાં સમયસર લેવા આવી ગઈ હતી .બને સાથે ફરવા ગયા એકબીજા સાથે મસ્તી માં ને મસ્તી માં બતવવા લાગ્યા કે અને ઘણા ખુશ છીએ અને આમ જ એક હેવમોર આઈસ્ક્રીમ પાર્લર માં પ્રેમ નો ઈઝહાર બંસરી એ કર્યો કારણ કે પ્રેમ તો બસ વાતો કરતો હતો પણ પ્રેમ ના ઈઝહાર કરવા માં તો એ બઉ બીકણ હતો એટલે આમ પ્રેમ ની ગાંઠ બંધાય ગઈ બને વચ્ચે . મળી ને છુટા પડતી વખતે બંસરી એ કીધું યાદ કરજે સમય એ સમય એ અને હા પાણી લઈ લેજે.છુટા નોહ્તું પડવું પણ ઘરે તો જવું જ પડે એટલે પ્રેમ અને બંસરી અલગ પડ્યા .થોડીવાર પછી ફોન અને મેસેજ ચાલુ થઈ ગયા . ધીમે ધીમે આ પ્રેમ અને બંસરી નો પ્રેમ આગળ વધતો જાય છે અચાનક પ્રેમ ની પરીક્ષા નું ટાઇમ ટેબલ મુકાયું બોર્ડ પર અને ફોન ચાલુ જ હતો એટલે બંસરી ને કહ્યું કે મારી પરીક્ષા છે ૧૦ દિવસ સુધી એટલે હવે વાંચવું પડશે .બંસરી પણ ભણવા પ્રત્યે કૈક વધુ જ આકર્ષિત તો કહે કે સારું હમણાં આપડે વાત નઈ કરીએ તારી પરીક્ષા પછી વાત કરીશું . ટૂંકમાં માંડ માંડ પરીક્ષા પૂરી થતાં જ પેહલા ફોન કર્યો બંસરી ને ત્યાં સામે થી ધીમે સ્વરે અવાજ આવ્યો કે હેલો એટલે પ્રેમ ઝડપી સ્વરે બોલ્યો હેલો કેમ છે તે મને યાદ પણ ના કર્યો છો મારે પરીક્ષા હતી પણ તારે તો મેસેજ કે કોલ કરાય ને બંસરી કહે શાંતિ રાખ શ્વાસ લઈ લે હું પણ વ્યસ્ત હતી થોડી કામ માં પણ તારી પરીક્ષા કેવી ગઈ એ તો કે તરત પ્રેમ બોલ્યો મસ્ત ગઈ છે હવે બસ રીજલ્ટ આવે એટલે ખબર પડે .આમ ફરી એકબીજાની થોડી થોડી વાતો ચાલુ થઈ ગઈ. નવરાત્રી નો સમય આવ્યો પ્રેમ અને બંસરી બને નો પ્રિય તહેવાર .પ્રેમ ને કોલેજ માં રજા પડી એટલે એ પણ ઘરે નવરાત્રી કરવા ગયો અને બંસરી ને તો ધનાઢ્ય લોકો સાથે ની પાર્ટી પ્લોટ ની નવરાત્રી હોય પરંતુ દિવસે એકબીજા માટે સમય કાઢી લેતા હતા .

એવા માં આ આખી વાર્તા નો વળાંક આવે છે લગભગ નવરાત્રી નો ૬ દિવસ હતો અને પ્રેમ નું રિઝલ્ટ આવ્યું અને કોલેજ માં બીજા રેન્ક એ પાસ થયો એટલે પ્રેમ રિઝલ્ટ જોતા ની સાથે જ બંસરી ને ફોન કર્યો અને સારા સમાચાર આપ્યા કે હું પરીક્ષા માં ૨ જા રેન્ક એ પાસ થઈ ગયો છું એટલે તરત બંસરી એ જે વાત કરી એ વાત આજેય હજુ પચતી નથી કે પ્રેમ તારી એક પરીક્ષા માં જો મે ૧૦ દિવસ વાત ના કરી અને તું આટલા ઉંચા રેન્ક એ આવ્યો તો હું તારી સાથે જિંદગીભર સુધી વાત ના કરું તો તું કેટલો આગળ વધી શકે અને આમજ એની આ વાત સાંભળતા જ પ્રેમ ના હ્રદય માં ધ્રાસકો પડ્યો કે આ રિઝલ્ટ કંઈ ને ભૂલ કરી કે શું? અંતે બસ જાણે વિધિ ની વક્રતા સમજો કે સમજણ ની ઓછપ ધીમે ધીમે વાર્તાલાપ ઘટવા લાગ્યો અને અચાનક જ દિવાળી પછી નો સમય એટલે વેકેશન પૂરું થવાની તૈયારી અને પ્રેમ નું એક્સિડન્ટ થયેલું એટલે એક સ્પેશિયલ ડોકટર ને બતાવા શહેર માં પ્રેમ ગયેલો ત્યાં જૂના બટન વાળા ફોન માં એક રીંગ વાગી અને એમાં લખાય ને બંસરી આવ્યું પણ જાણે એવું વંચાતું હતું કે વિદાય બંસરી ની એમ ફોન ઉપાડ્યો અને દર વખત ની જેમ ધીમે સ્વરે બંસરી બોલી હેલો .... પ્રેમ શું કરે છે એટલે આ ઘટના જણાવી પ્રેમ એ પછી તરત બંસરી બોલી સારું શાંતિ થી ફોન કરજે એક કામ હતું અને એ પણ સીરીયસ બાબત માં છે એટલે પ્રેમ એ કહ્યું સારું ઘરે પહોંચી ને કરીશ પણ આખો દિવસ જાણે આમ વિચારો માં ચાલ્યો કે એવી તો શું સીરીયસ વાત હસે જે બંસરી એ આટલા સમય પછી ફોન કર્યો અને કહ્યું .ધીરજ ના પારખાં બઉ થાય એમ રેહવાયું નઈ એટલે સાંજે ગામડે પોહચી ને ચા પણ પીધી ના પીધી બહાર નીકળી ને સીધો બંસરી ને ફોન કર્યો એટલે બંસરી એ લગભગ અડધી રીંગ માં જ ઉપાડી લીધો અને કહ્યું તું શાંતિ થી પહોંચી ગયો ? એટલે પ્રેમ એ કહ્યું હા .પ્રેમ ની ઉતાવળ ને પણ ઉતાવળ આવી હતી એટલે તરત જ કીધું કે શું હતી એ સીરીયસ બાબત કે જે તે મને આજે સવારે ના કીધી ? એટલે બંસરી કે પેલા શાંતિ થી વાત તો કરી લે પછી કવ છું પણ ધીરજ ના રહી એટલે ફરી થોડી વાર માં પૂછ્યું શું હતી વાત ? એટલે અંત માં બંસરી એ એ વાત કહી જ દીધી .........

કેમ ચૂપ છું બંસરી બોલ ને ?
અરે પ્રેમ કંઈ રીતે વાત ની શરૂઆત કરું ?
અરે તું જેમ કરે એમ પણ કર હવે વાત ની શરૂઆત
એટલે બંસરી કે ચલ તું કે ને વાત છે કઈ પેલા કરું ?
એક ખુશી ની વાત છે અને એક દુઃખ ની કંઈ વાત પેલા કરું ?
એટલે પ્રેમ કહે પેલા દુઃખ ની વાત કંઈ દે એટલે ખુશી ની વાત તો પછી છે જ .
ત્યાં બંસરી બોલી દુઃખ ની વાત એ છે કે મારી સગાઈ નક્કી કરી દીધી છે એટલે પ્રેમ તરત જ હસતા હસતા રમુજી અંદાજ માં બોલ્યો અરે વાહ અભિનંદન પણ પ્રેમ ના પ્રેમ અધ્યાય માં જાણે અહીંયા જ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેમ પ્રેમ એ પૂછ્યું ખુશી ની વાત શું છે ? અને આ સાંભળતા જ પ્રેમ ના જીવન માં હોશકોશ ઉડી ગયા
ત્યારે બંસરી બોલી
એ ખુશી ની વાત એ છે કે હવે આપણે વાત નઈ થાય કોઈ દિવસ અને એ તારા માટે સારું છે ... એટલા માં ઘણા બધા પ્રશ્ન અને ઉત્તર પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું એટલે પ્રેમ એ કહ્યું કેમ પણ શું વાંધો છે ? અરે યાર આમ છોડી ને ના જવાય પણ બંસરી નું મૌન બઉ બધું કંઈ દેતું હતું. અને અંત માં એ દિવસ એટલો કાળમુખો હતો કે આજ દિન સુધી નતો બંસરી નો કોલ કે મેસેજ આવ્યો કે ના કોઈ દિવસ બંસરી મળી અને આમ જ પ્રેમ ના પ્રેમ અધ્યાય માં પૂર્ણવિરામ મુકાય ગયું .

આવનાર સમય માં સત્ય ઘટના આધારિત બીજી વાર્તા ઓ પણ આવતી રહેશે . શાંતિપૂર્વક વાંચવા બદલ આભાર

લેખક
હર્ષ લલિતભાઈ પાઠક