Form of daughter Lakshmi books and stories free download online pdf in Gujarati

દીકરી લક્ષમી નું રૂપ

દરેક ના ઘરમાં એક દીકરી તો હોવી જોઈએ અથવા તો
દરેક ના ધરમાં એક લક્ષમી તો હોવી જ જોઈએ આવું તમે સાંભળ્યું હશે.
શુ તમારા ઘરમાં એક પણ લક્ષમી નથી ??

શુ તમારી મા બહેન લક્ષમી ના કેવાય ??

અમુક લોકો તેની પુત્રી જન્મે એને જ લક્ષમી કહે છે...અને અમુક તો બીજા ની વાતો સાંભળીને કે ..ઘરમાં એક
દીકરી તો હોવી જ જોઈએ...પણ શા માટે હોવી જોઈએ ?.

અને અમુક ધર્મ ના લોકો સાધુ સંત કહે કે ઘરમાં એક દીકરી તો હોવી જ જોઈએ..
કારણકે દીકરી લક્ષમી નું સ્વરૂપ કહેવાય ....બસ આટલુ જ કારણ...! કે દીકરી ઘરમાં એટલે હોવી જોઈએ કારણકે દીકરી લક્ષમી નું સ્વરૂપ કહેવાય ?!
એટલે બસ માણસ એની વાત સાંભળી ને ગમે તેમ કરીને એક દીકરી પેદા કરશે..ભલે પછી દીકરી થાય કે ના થાય તે માનતાઓ કરશે.કે મને એક દીકરી આપો ..પણ તોય દીકરા થતા હશે
અને દીકરી ની વાટ મા બચ્ચા પેદા કર્યા કરશે.જ્યાં સુધી દીકરી નઇ આવે ત્યાં સુધી કારણકે સાધુ એ કીધું છે કે એક દીકરી તો હોવી જોઈએ

અને હવે દીકરી તો આવી ગઈ પછી શું ?શુ તમે દીકરી ને લક્ષમી જેવા સંસ્કાર આપશો ?

એ દીકરી ને તો ખબર નથી કે એ લક્ષમી છે....તમે એવું માનો છો કે એ લક્ષમી નું સ્વરૂપ છે.અને તમે દીકરી ને કહેશો પણ કે તું લક્ષમી નું સ્વરૂપ કહેવાય
પણ શું આ વાત તમારા કહેવાથી દીકરી માની જશે..જ્યાં સુધી એને પોતાની ઓળખ નઇ થાય ત્યાં સુધી એ કઈ રીતે માનશે કે એ લક્ષમી છે .પણ દીકરી જન્મે છે અને મોટી થાય છે..ત્યાં સુધી એને ખબર નથી હોતી કે હું લક્ષમી છું.તો તમે એનામાં કઈ રીતે લક્ષણી જાગૃત કરી શકશો..
શુ તમે સાડી પહેરાવશો ?
શુ વાળ લાંબા રખાવશો ??
ઘરેણાં પહેરાવશો ??
શુ તમે લક્ષમી નું ભૌતિક સ્વરૂપ જોઈને દીકરી ને લક્ષમી બનાવશો?
શુ આ બધું કરાવવા માટે જ તમે દીકરી પેદા કરી હતી ?
દીકરી આ બધું નહીં કરે અને તમે એની ઈચ્છા વગર કરાવશો?
શુ તમે એની સાથે જબરદસ્તી કરશો ??
શુ તમે દીકરી ને ખીજવશો??
શુ દીકરી ને અપમાનિત કરશો ??
શુ લક્ષમી નું અપમાન કરશો ??
એની ઈચ્છા બહારનું ગમે એ વસ્તુ તમે એની પાસે કરાવશો ?
શુ તમારી ઈચ્છાઓ એની પાસે પુરી કરાવશો ??
તમે જેને લક્ષમી કહો છો એ તમારી ઈચ્છા મુજબ નું બધું કરશે ???
અને જો નઇ કરે તો એ લક્ષમી નું સ્વરૂપ નથી એમ કહેશો??જો તમારી વાત નઇ માને તો એમ સંભળાવી દેશો કે દીકરી તો લક્ષમી નું સ્વરૂપ કહેવાય.
એ તો જેમ કહીએ એમ કરે..વાહ!...
દીકરી ને એ ખબર નથી કે એ કોણ છે.
શુ તમે એની અંદર લક્ષમિ જાગૃત નહિ કરો ??
જો તમને જ ખબર નથી કે લક્ષમી શુ છે.લક્ષમી કઈ રીતે બન્યા.તો તમે એનામાં લક્ષમી કઈ રીતે જાગૃત કરી શકશો ?
દીકરી ને લક્ષમી નું રૂપ કહેવા કરતા લક્ષમી નું રૂપ શુ છે એ જાણો
દીકરી લક્ષમી નું રૂપ શા માટે છે એ જાણો
લક્ષમી એ લક્ષમી કઈ રીતે બન્યા એ જાણો
દીકરી ને ભૌતિક શરીરથી લક્ષમિ નથી બનાવવા ની આધ્યાત્મિક રૂપથી લક્ષમી બનાવવાની છે..
દીકરી ને આધ્યાત્મ શુ છે એનું જ્ઞાન આપો દીકરીને આધ્યાત્મિક બનાવો ત્યારે તમારી દીકરી લક્ષમિ નું રૂપ કહેવાશે.