An assumption books and stories free download online pdf in Gujarati

એક ધારણા

"એક ધારણા"

'આ વાત સાચી હોય શકે છે'


આપણે બધાએ જ ગણિતમા "ધારો કે.." આ શબ્દનો ઘણોજ ઉપયોગ કરીને મોટા મોટા દાખલાઓનાં સાચાં જવાબ મેળવી લીધાં. પરંતુ તે વાસ્તવમાં શું આપણાં જીવનનાં સાચાં જવાબ આપી શકે છે ?


મારા મતે તો સાચાં જીવનમાં તે ખલેલ પહોચાડે છે. કારણ કે મનુષ્ય તેનો સાચી રીતે ઉપયોગ નથી કરતો. જીવનમાં આ શબ્દ "ધારણા" બહુજ મહત્વનો છે, કારણ કે જીવનમાં કોઈને કોઈ માણસ મોટા ભાગે બીજા પ્રત્યે ખોટી ધારણા લગાડતો જ હોય ​​છે. મનમાં ખોટી ધારણાઓને પકડી રાખતો હોય છે, તેને તે છોડવાનો પ્રયત્ન પણ નથી કરતો હોતો, બસ તે એનેજ સાચું માની લે છે. જ્યારે તે એક ફકત ધારણા એટલે કે અનુમાન જ હોય ​​છે, મતલબ એમ કે તે ૧૦૦ % સાચુ નથી હોતું. ખોટી ધારણાઓ બાધી રાખવાથી આપણા પરિવાર અને દોસ્તો વચ્ચેના સંબંધો બગડે છે.


આમ થવા માટે આપણા મનમાં બીજા પ્રત્યે રહેલી ઈર્ષા કે અહંભાવ જ હોય છે. જો ઈર્ષા કે અહંભાવ છોડી દેવામાં આવે તો પ્રેમ સાથે આ ધારણાઓ પણ સાચી પણ પડતી હોય છે, આમ જોવા જઈએ તો ગણિત વિષય સાથે સરખામણી યોગ્ય છે. પરંતુ અપવાદ એમ છે કે "ઈર્ષા અને અહંકાર ના રાખવો"


"ઇર્ષા મનુષ્યમા વેર ઉત્પન કરે છે"


આ વાત વર્ષ ૨૦૨૨ ની છે, ૧૪ મી જાન્યુઆરી એટલે ઉતરાયણનો તહેવાર હતો. એક સોસાયટીમાં બે ભાઈઓ સામ સામેજ રહેતાં હતાં. રોનકભાઈ અને તેની સામે પરેશભાઈ. બંન્નેને એક એક દિકરાઓ હતા. સવારના સમયે બધા જ લોકો પતંગ ચગાવવા ધાબાં પર ઉપર ચઢી જાઈ છે. સૌ પ્રથમ તો રોનકભાઈનો દિકરો પતંગ આકાશમા ઉંચે ચડાવી દે છે. થોડા સમય પછી તેની સામે રહેતાં પરેશભાઈનો દિકરો પતંગ ચગાવવાનુું ચાલુ કરે છે. હવે પવનની દિશા પરેશભાઈના ઘર તરફ જ હતી એટલે રોનકભાઈના દિકરાનો પતંગ સામેની બાજુએ જ ધાબા ઉપર ઉડતો રહેતો હતો.


હવે પરેશભાઈના દિકરાનો પતંગ જરાક ઉપર જ ચડ્યો હતો. સાથે સાથે રોનકભાઈના દિકરાનો પતંગ પણ તેનાં સામેના ધાબા પર જરાક જુક્યો, એટલામાં તરત જ પરેશભાઈ જોરથી બુમો પાડીને રોનકભાઈના દિકરાને જોરથી થપકો આપીને કહેવા લાગ્યાં કે પતંગ પેલી બીજી બાજુ છગાવ. "કારણ કે, પરેશભાઈ પહેલેથી મનમાં એક ધારણા બાંધી રાખેલી હતી કે રોનકભાઈનો દિકરો મારા દિકરાનો પંતગ પેશ લગાડીને હમણા જ કાપી જ લેશે".


આવી જોરથી બોલેલી વાત સાંભળતા જ રોનકભાઈ પોતે દીકરાના જ ઝુકેલા પંતગને સામેના ધાબા પરથી લઈને ઉપર ચડાવી દે છે. આ બાજુ રોનકભાઈના દિકરાઓ કહ્યું કાકા પતંગ પવનના જોરને લીધે ત્યાં ઝુકી ગયેલો, મારે કોઈ પેશ લગાવવાની ઈચ્છા ના હતી.


બસ આ એક ખોટી ધારણા પરેશભાઈએ મનમા જ પહેલેથીજ બાંધી રાખેલી, એટલે તે સમયે બહાર આવી ગઈ. આથી ઘણીવાર મનુષ્ય પોતાના મનમાં પહેલેથીજ ખોટી ધારણા બાંધી રાખે છે, જેના લીધે તેને પાછળથી દુઃખની લાગણી થાય છે. બસ આવી જ ખોટી ધારણાઓને લીધે મનુષ્યના સંબધોમાં તિરાડો પડે છે. આથી સમયે સમયે ધીરજ રાખીને કાર્ય કરવું જોઈએ.


બીજી એક વાત છે એક કર્મચારી રાઘવ એક કંપનીમા નૌકરી કરી રહ્યો હતો. તેની સાથે રહેતા સહકર્મચારી મેહુલને હંમેશાં એવુ મનમાં એક ધારણા કરી રાખી કે આને મારા કરતાં ઓછું જ આવડે છે. એટલે એ કામ દરમ્યાન રાઘવને વારે વારે ટોકયા કરતો. રાઘવ પણ સરળ સ્વભાવનો એટલે કઈ સામે જવાબ ના આપતો. પોતાનું કાર્ય કરવામાજ વ્યસ્ત રહેતો.


એકવાર કંપનીમાં કૌશલ્ય કસોટી લેવાની થઈ એટલે બંન્નેએ પરીક્ષા આપી, સાથે સાથે મેહુલને મનમાં એવી જ ધારણા બનાવી રાખેલી તે રાઘવ તો મારી પાછળ જ રહેશે. પંરતુ કૌશલ્ય કસોટીનું રીઝલ્ટ તો ઉંધુજ આવ્યું. રાઘવ મેહુલ કરતાં ૧ નંબરે પાસ થયો. હવે બોલો, મેહુલને કેવી મનમાં ખોટી ધારણા હતી કે હું જ હોશિયાર હતો. પાછળ જતાં પરીક્ષાના રીઝલ્ટે જાહેર કરી દીધુ કે કોણ સાચે હોશિયાર હતો.


આમ આ જીવનમાં દરેક મનુષ્યએ ખોટી ધારણાઓને મનમાં બેસી ના જાઈ એની ખાસ તકેદારી રાખવી જોઈએ.


"ઈર્ષાઓથી ખોટી ધારણા જન્મે છે, અને પછી દુઃખ મળે છે"



મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com