Lakha Fulaninu Itihas - 7 in Gujarati Spiritual Stories by Jigna Pandya books and stories PDF | લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 7

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 7

ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઉડે છે. અને એની કરમીપુરા ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હ્રદય, ચાલ , ચાલ આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જાઈએ.


"મૂળરાજ, માટી થાજે !"રાખાઈશ હાકલ દીધી.

" ભાઈ ! ભાઈ ! "એ મધરાતનો સૂર પારખીને મૂળરાજે ભાઈને સાદ કર્યો.

" આજ નહિ ભાઈ , દુશ્મન ! "કહીને રાખાઈશ ભાલો ઝીંક્યો. ઘામા વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂકયું. મૂળરાજે આંખો મીંચીને ભાઈ ને માથે સાંગ નાખી. રાખાઈશ પડયો, પછી લાખો પડયો.

જાડેજાઓને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો રસ્તો લીધો.

આકાશની આંખોમાંથી લોહીની ધારો થાતી હોય તેવા સાંજના રંગ ઊઘડયા હતાં. ભાદરને કાંઠે હજારો શૂરવીરો ડંકતા હતા. થોડે અંતરે મામો ભાણેજ પડયા હતા. હજુ પ્રાણ નહોતા છૂટયા. એક હમણા આવી . રાખાઈશ આઘે પડયાં પડયાં જોયું કે સમયે મામાની આંખો ઠોલવા જાય છે. મામાનો જીવ હવે ઘડી બે ઘડી હતો. એને થયું ;જીવતા મામાની આંખોનાં રતન જો સમયે કાઢી જશે તો મામાને અપસરા નહી વરે ; મારા મામાની અસદ્વતિ થશે!

ઉપાય તેટલું જોર તો નહોતું. શરીરનાં ટુકડા થઇ ગયા હતા. પોતાની આજુબાજુ ભોંય પર હાથ પ્રસાર્યો. પણ હાથમાં પથ્થર નથી આવતો. અને ત્યાં તો સમયે મામાના માથા ઉપર બેઠી. રાખાઈશ ભાન ભૂલી ગયો. કમરમાંથી કટાર કાઠવા હાથ લંબાવ્ય. પણ ત્યાં કટારી કેવી ! માંસના લોચા લબડતા હતાં.

કર ગો'કટારી , કર ગો' કાંચોળા લગી,
વર કોઈના વણશી , રણ ભડતે રાખાશની.

કટારની જગ્યાજગ્યા ઉપર હાથ ગયો. કટાર હાથમાં ના આવી. કાંચોળા (આંતરડાં) બહાર લબડતા હતાં તે ઉપર હાથ ગયો. આંતરડાંનો લોચો તાણ્યો. પેટમાં બાઝેલ હોવાથી તે તૂટયો નહીં. ઝોટ મારીને તાણીને તોડયો સમળી સામે ઘા કર્યો. અધ્ધર લઘચો ઝડપીને સમળી ઊડી ગઈ. લાખે શ્વાસ છોડયા. _રાખાઈશે "રામ"કહી આંખો મીચી . એ લડતાં લડતાં રાખાઈશે બંને કુળ નું મોસાળ કુળનું અને પિતૃકુળ -ઉજજવળ બનાવ્યા.

કાપડ, માઢુ , લોહ ,ધણ, નીવડીયે વખાણ,
રાખાઈશ ઘાએ છંડયો , તોય ન મેલ્યો માણ,

લૂગડું, મરદ, તલવાર ને સ્ત્રી-એ ચારેના નીવડયે જ વખાણ થાય. આખર અવસ્થામાં કેવો ભાગ ભજવે છે. કેવી લાજ સાચવે છે તખ જોયા પછી જ એનાં વખાણ થાય. જેવી રીતે જુઓ આ રાખાઈશ જખમોમાં છેટ કપાઈ ગયો હતો તોય પોતાની ટેક એણે ન છોડી. સાચો સ્વામીભકત નીવડયો.

રણ રિયા મ રોય , રાને રણ છાંડે ગિયા,
મુવે જ મંગળ હોય, રમ મંચિયા રાખાશના.

હે ભરનારા સ્નેહીજન, તારા જે વહાલા રણમાં રહયા (મર્યા) તેને માટે કલ્પાંત મા કર, કલ્પાંત તો રણ છોડી નાશનારો માટે હોય. રણમાં મરનારા તો અપસરા ઓ સાથે મંગળ લગ્ન થાય છે. એમાં રોવાનું હોય ? રાખાઈશે પણ એવા જ રણસંગ્રામ મચાવ્યા .
કોઈ સ્વજન , રાખાઈશની કોઈ પ્રિયતમા, સ્મશાનમાં આવે છે. રાખાઈશને દહન દિધું છે ત્યાં આવીને રાખ તપાશે છે :

રાખાઈશ ની રાખ , દાજી તોય ડાકર કરે ,
ઉપર મેલું હાથ, ત્યારે ભણે મુહી ભેળી થઈ,

આ સળગી ગયેલા શરીરની રાખ પણ અવાજ કરે છે. ને હું હાથ મૂકું છું, ત્યાં તરત ભેળી થઈ ને મને ભેટે છે.

આટકોટ આગળ "લાખા ગરમ"નામની પ્રસિદ્ધ જગ્યા છે. ને ત્યાં એક હજાર ખામીઓ દટાયેલી હોવાનું કહેવાય છે.

ચારણો આમાં નવીન જ દંતકથા મૂકે છે એક વખત આટકોટના કેટલાંક વેપારીઓ જાવા દેશમાં જતા હતાં. તેઓએ લાખા પાસે આવી ને અરજ કરી કે બાપુ આપના તરફથી કોઈ રક્ષકને અમારી સાથે મોકલો.

Rate & Review

Mewada Hasmukh

Mewada Hasmukh Matrubharti Verified 6 months ago

Hims

Hims 6 months ago

Feriyal Khoja

Feriyal Khoja 7 months ago

Jigna Pandya

Jigna Pandya Matrubharti Verified 8 months ago

Balkrishna patel

Balkrishna patel 7 months ago