History of the Lakha Fulani - Part 8 in Gujarati Spiritual Stories by Jigna Pandya books and stories PDF | લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 8

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 8

લાખાને જોષીઓએ કહયું હતું કે અઠાર વષૅની ઉમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે રાખાઈશને ડૂબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજ ને સાથે મોકલ્યો દૂર દૂર દરીયામાં એક કાળો પહાડ આવ્યો. પહાડ ની પાસે ઘસડાઇ ગયું ત્યાં દરિયાઈ વેલા હતાં ત્યાં વહાણ અટવાઈ ગયું.
ખારવાઓએ કહ્યું, "પહાડ પર જઈને કોઈ ત્યાં પડેલા પડેલા એક પ્રચંડ નગારા ઉપર દાંડીનો ઘા તો એના અવાજથી ત્યાં બેઠેલા પ્રચંડ પંખીઓ ઊડે. એ પાંખોના તરફડાટથી પવન વાશે અને તેના જોરથી વહાણ વેલામાંથી છૂટું પડશે. " રક્ષણ બનીને આવેલા રાખાઈશે એ સાહસ ખેડયું. હોળીમા બેસી એ પહાડ પર ગયો. સૂચવ્યા પ્રમાણે કર્યુ. વહાણ છૂટયા. વાણિયાઓએ વિચાર્યુ કે રાખાઈશ ને આપણા હાથે મારવાની હત્ય વહોરવા કરતાં એને અંતરિયાળ જીવતો છોડવો એ જ ઠીક છે. એમ સમજીને વહાણો હાંકી મેલ્યા. રાખાઈશ એ પહાડોમાં ભમવા લાગ્યો.ત્યાં એણેે એક મહેલ જોયો.
મહેલમાંથી એને કોઈ એ બોલાવ્યો. ત્યાં જાતા જ એણે જોયું કે ચાર સુંદરીઓ સોગઠે રમે. એમાથી એક રમડી ઉઠીને લાજ કાઠી ને બીજા ખંડ માં ચાલી ગઈ. બીજી ત્રણ રાણીઓએ "આવો ભાણેજ " કહીને આદર આપ્યો. બધી વાતનો ફોડ પાડીને સમજાવ્યું. "તારા બાપ ને મારનાર અને તારા માટે કાવતરું રચનાર લાખો જ છે. લાખો મરયા પછી અમે ત્રણેય એને વરશું. અને જો તું પણ તારા સગાસંબધીઓને સાચાં કરજ ચૂકવી, વેર વાળી , અન્યાય કયૉ વગર મરીશ તો તને આ ચોથી અપસરા વરશે. પછી તેઓએ દૈવી બળ વડે રાખાઈશ ને તત્કાળ આટકોટ પહોંચાડયો હતો. એ વાત પરથી રાખાઈશે મૂળરાજ ને લડવા બોલાવ્યો હતો વગેરે...
લાખો ફુલાણી રોજ ૨૦ તોલા સોનું દાનમાં આપતો વિક્રમ સંવત ૮૯૯થી ૯૩૬ વચ્ચેની વાત છે.
ભૂમધ્યાહનના સમયે કચ્છના જંગલમાં વિકીયો સંઘાર અને કૂડઘર રબારી નામના બે મિત્રો આથો ચારી રહયા હતા. એ સમયે સઘળા શાંત વાતાવરણમાં થોડે દૂર આવેલાં મહાદેવનાં
શિવાલયમાંથી આક્રંદભયૉ રુદનનો અવાજ સાંભળ્યો. અવાજ ની દિશા તરફ જતાં બંને જણાએ રૂપરૂપની અંબાર સમી, સ્વગૅની અપ્સરા જેવી મૃત્યુલોકની સ્ત્રી જેવું અલૌકિક સ્વરૂપ ધારણકરેલી નવ યૌવના જોઈ. એ યુવતીનું નામ સોનલ હતું. એવી લોકવાયકા છે કે બંને મિત્રો એ યુવતીને પૂછયું તો જાણવા મળ્યું કે એ ઈન્દ્રના દરબારમાં શાપિત થવાથી મૃત્યુલોકમાં આવી છે અને એટલે જ અથાગ સ્વરૂપ, રૂપ જેટલું જ બળ ગુણોની ભંડાર હતી એ કન્યારત્ન. સોનાના કૂડઘર રબારી એ પાલક પુત્રી તરીકે રાખી.
જો આ લોક વાયકા ને સાચી ના માનીએ તો કચ્છના એક વખતના પોલીટીકલ એજન્ટ કનૅલ એબડનું કથન છે કે એ અંત્યત રૂપાળી યુવતી યુરોપિયન મૂળની હતી. હવે સોનલ પિતાની આથનું સઘળું કામકાજ કરવાં લાગી. એક જગ્યાએ સ્થિર ના રહેતી રબારી પ્રજાની આથ એક ગામથી બીજે ગામઘ ઘેટાં બકરાં ઊટ , ભેંસ દૂધના મટકા લઈ વિચયૉ કરે. આ રીતે આગળ ચાલતા એક દિવસ દૂધનાં મટકા અને ભેંસોને દોરતી 'બોલાડીગઢ'ના રાજમહેલ પાસેથી પસાર થઇ રહી હતી. એ સમયે રસ્તાની બંને બાજુએ લોકોની ભીડ જામેલી હતી. વચ્ચે બે મજબૂત બાંધાના પાડા ઘમસાણ મચાવી રહ્યા હતા. પાડાની વચ્ચે જવાની કોઈ ની હિંમત ન હતી. લોકો ડરના માયૉ રહી આવજા નો રસ્તો તદ્દન બંધ કરી નાખ્યો હતો.
સોનલે આ દ્રશ્ય જોયું. એ નિભૅયપણે આગળ આવી . દૂધના મટકા શિર પર જ રાખી ભેંસોના ધોરણે પોતાના પગ નીચે દબાવી બંને પાડાઓને એક એક થપાટ લગાવી. તે બંને નો સઘળો મંદ તે જ ક્ષણે ઉતરી ગયો. મદમસ્ત પાડા ગરીબ ગાય જેવા બની પોતપોતાને રસ્તે પડી ગયાં.

Rate & Review

Jadeja

Jadeja 5 months ago

wah

Hims

Hims 6 months ago

Alpa Rathod

Alpa Rathod 6 months ago

jayantilal patel

jayantilal patel 7 months ago

Jigna Pandya

Jigna Pandya Matrubharti Verified 7 months ago