Maand chhutyo Biladina panjamathi - 6 - last part books and stories free download online pdf in Gujarati

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 6 - છેલ્લો ભાગ

"હા મામા આ સાચુ છે."
રાકેશે રડમસ સ્વરે ખુલાસો કરતા કહ્યુ
"પણ તારા મામી નુ ખૂન કરતા મહારાજ રંગે હાથે પકડાયા છે એનુ શુ?"
જવાબમાં રાકેશે કહ્યુ.
"મેં ઇન્સ્પેક્ટર સાહેબને મારુ સ્ટેટમેન્ટ લખાવ્યુ છે.એ તમને સ્ટેટમેન્ટ વાંચીને સંભળાવશે."
સાળુંખેએ ઘનશ્યાદાસને કહ્યુ.
"રાકેશે જે સ્ટેટમેન્ટ આપ્યુ છે.એ હુ તમને વાંચીને સંભળાવુ છુ"
" મામીના એ બળાત્કારોથી હું ત્રાસી ગયો હતો.મામીને જ્યારે મેં કહ્યું કે હુ હવે કોઈ પણ ભોગે તમારો સાથ નહીં જ આપુ.ત્યારે એમણે મને ઘરેથી હાંકી કઢાવવાની ધમકી આપી હતી.અને હું મારા મામા ને મૂકીને ક્યાંય જવા માંગતો ન હતો.અને એ બિલાડીના પંજામાંથી છૂટવા પણ માંગતો હતો. સવારે સાડા નવ વાગે.મામા જ્યારે પોતાની રેડીમેડ ગારમેન્ટ ની દુકાને લિંકીગ રોડ ગયા. કે તરત હું મામીના બેડરૂમમાં ગયો.ત્યારે મામી ઘસઘસાટ ઊંઘતા હતા.મેં તકિયો લીધો.અને પૂરી તાકાતથી મામીના મોઢા ઉપર દબાવી દીધો.પાંચ સાત મિનિટ પછી મેં તકીયો મામીના ચહેરા પરથી ખસેડ્યો.અને પછી મામીના નાક ઉપર હાથ રાખીને જોયુ.તો મામીના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા.મામી ગુજરી ગયા હતા.મહારાજે સાડા દસ વાગે મામીના ગળા ઉપર છરી ચલાવી.ત્યારે મામી પહેલેથી જ મરી ગયેલા હતા."
સાળુંખેએ રાકેશ નુ સ્ટેટમેન્ટ પૂરું કર્યું.
સ્ટેટમેન્ટ સાંભળી લીધા પછી ઘનશ્યામદાસે સાળુંખેને કહ્યુ કે.
"ઇન્સ્પેક્ટર.મારે રાકેશ સાથે એકાંતમા થોડીક વાત કરવી છે પ્લીઝ."
ઈ.સાળુંખેએ બંનેને થોડીવાર માટે એકલા રહેવાની પરવાનગી આપી.ત્યારે મામાએ રાકેશને ઠપકો આપતા કહ્યુ.
"અરે.ગાંડા.તે આ શુ કર્યું? જટાશંકરે જ્યારે ખૂન એણે કર્યુ છે એમ કબુલી જ લીધુ હતુ.અને એ પાછો રંગે હાથ પકડાય પણ ચૂક્યો હતો.બધા જ પુરાવા એની વિરુદ્ધ હતા.ત્યારે અલ્યા મૂર્ખા તારે ચુપ રહેવું હતું ને."
"હું કેમ કરીને ચુપ રહુ?.એક કલાક સુધી હુ ચુપ જ રહ્યો હતો ને? પણ મામા મારો અંતરાત્મા મને ડંખી રહ્યો હતો.ગુનો મેં કર્યો હતો.ગુનેહગાર હુ હતો. મામીની હત્યા મેં કરી હતી.અને સજા એક નિર્દોષને થાય એ ક્યાંનો ન્યાય કહેવાય મામા?"
"પણ એ ક્યાં નિર્દોષ હતો?."
મામા ગુસ્સામાં તાડુક્તા બોલ્યા.
"એ નિમક હરામ હતો.મારી પીઠ પાછળ એ તારી મામી સાથે..."
મામા જાણી જોઈને અટક્યા.અને પછી આગળ બોલ્યા.
"અને તારી મામીને મારવાના ઇરાદે જ એણે તારી મામીના ગળા ઉપર છરી ચલાવી હશે ને?"
પછી એણે ઈ. સાળુંખે સામે હાથ જોડીને કરગરતા સ્વરે કહ્યુ.
"આ નાદાન છે.ઇન્સ્પેક્ટર.ભગવાનના માટે એને માફ કરી દો.જે સ્ટેટમેન્ટ એણે આપ્યું છે અને ફાડી નાખો.એ માટે તમે કહેશો એટલી રકમ હું આપવા તૈયાર છુ."
જવાબમા ઈ.સાળુંખે બરાડ્યો.
"ઘનશ્યામદાસ.તમે મને શુ સમજો છો?.મને રિશ્વત આપવાની વાત કરો છો?"
થોડીવાર શાંત રહીને સાળુંખેએ ઠંડા સ્વરે ઘનશ્યામને સમજાવતા કહ્યુ.
"રાકેશ તમારો ભાણેજ છે.અને એના પ્રત્યે તમારે જે લાગણી છે.એની હુ કદર કરું છુ.પણ માફ કરજો.એ કાતિલ છે એવી એણે પોતે કબુલાત કરી છે.એટલે એની ધરપકડ તો મારે કરવી જ પડશે."
"ઠીક છે ઇન્સ્પેક્ટર.તમારે ધરપકડ કરવી હોય તો રાકેશની નહી પણ મારી કરો."
એક ઉંડો શ્વાસ લેતા ઘનશ્યામે કહ્યુ.
"તમારી? તમારી શા માટે?"
નવાઈ પામતા સાળુંખેએ પુછ્યુ.
"તમે પહેલા મહારાજનુ સ્ટેટમેન્ટ નોંધ્યુ. પછી રાકેશનુ નોંધ્યુ.હવે એક સ્ટેટમેન્ટ મારું પણ લખી લ્યો."
"મતલબ?"
ઈ.સાળુંખે લગભગ ઉછળી પડ્યા.
"મતલબ કે ગૌતમી ની હત્યા ન તો મહારાજે કરી છે.ન તો રાકેશે.એની હત્યા કરનારો તી હુ છુ."
" તમે કેવી રીતેહોઈ શકો ઘનશ્યામ દાસ? પ્લીઝ. કાનૂનનો સમય બરબાદ ન કરો."
સાળુંખેએ ખીજાતા કહ્યુ.
"તમે શાંતિ પૂર્વક મારુ સ્ટેટમેન્ટ સાંભળી તો લ્યો."
"ઠીક છે.કહો શુ કહેવુ છે તમારું?"
સાળુંખે કંટાળેલા સ્વરે બોલ્યા.
અને ઘનશ્યામે પોતાનુ સ્ટેટમેન્ટ લખાવવા ની શરુઆત કરી
"ગઈકાલે બપોરે હું થોડો વહેલો ઘરે આવેલો.ત્યારે મારા બેડરૂમમાં જટાશંકર અને ગૌતમી વચ્ચે જે વાતચીત થઈ. તે મેં અક્ષરે અક્ષર સાંભળી હતી.જટાશંકર ગૌતમીને કહી રહ્યો હતો કે હું શેઠને તારી અને ભાણાભાઈ ની વચ્ચે ચાલી રહેલા સંબંધ વિશે જાણ કરી દઈશ.પણ ગૌતમીએ નફ્ફટાઈથી કહ્યુ હતુ કે. અગર તુ તારા અને મારા સંબંધ વિશે શેઠને વાત કરીશ ને તો કદાચ શેઠ માની પણ લેશે.પણ મારા અને ભાણાભાઈ વિશેની વાત કરીશને તો શેઠ લાત મારીને નોકરીમાંથી કાઢી મૂકશે.આ સાંભળતા જ મારું લોહી ઉકળી ઉઠ્યુ હતુ.અને એ જ વખતે મને મારા બનેવીની જેમ જ એ બંનેની ત્યા ને ત્યા જ હત્યા કરી નાખવાનુ મન થયુ હતુ. પણ મેં મારા ક્રોધને કાબુમાં કર્યો. જટાશંકર કરતા મને મારો રૂપિયો વધારે ખોટો લાગ્યો.એટલે મેં એને ટાઢે કલેજે ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો. ગૌતમીને કબજીયાત રહેતુ હતુ.અને એ રોજ રાતે સૂતી વખતે ફાકી ખાઈને જ સુતી.ગઈ રાતે મેં એની ફાકીમા ઝેર ભેળવી દીધુ હતુ. કાતિલ ઝેર..ફાકી ખાઈને ઝેરની અસરથી મારી સામે જ એણે તરફડી તરફડીને પ્રાણ છોડ્યા હતા.રાકેશે જ્યારે એના મો ઉપર તકીયો દબાવ્યો હશે.ત્યારે તો એ પહેલેથી જ મરી ચુકેલી હતી.માટે મારા રાકેશને છોડી દો.એ નિર્દોષ છે."
પોતાના ભાણેજને છોડાવવા માટે પોતાનો ગુનો કબુલ કરતા મામાને પ્રશનીય નજરે ઈ.સળુંખે જોઈ રહ્યા.

સમાપ્ત