Preet kari Pachhtay - 36 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 36

પ્રિત કરી પછતાય*

36

અત્યાર સુધી માં શું કહી રહ્યા હતા? અને આ "તાર *શું કહી રહ્યો છે? ઘડી વાર માટે તો સાગરને કાંઈ સમજાયું નહીં.એ ઘડીક માં ના ચહેરાને.તો ઘડીક તારને જોઈ રહ્યો.એના હૃદયમાં એક વિચિત્ર પ્રકારની હલચલ મચી ગઈ. એકાએક ઉતરી ગયેલા સાગરના ચહેરાને જોઈને માં ને ફાળ પડી.

"શું વાત છે સાગર.તારું મોં આમ પડી કાં ગયું? ફૂલની જેમ ખિલેલી તારી સુરત આ ખુશીથી તરવરતા તારને જોઈને મુરઝાઈ કેમ ગઈ?"

માં ની આંખમાં પ્રશ્નાર્થ ચિન્હ હતુ.

પોતાના દર્દથી વ્યાકુળ થયેલા હૃદય પર કાબુ મેળવતા ઘણી વાર લાગી સાગરને. તે પાછો માં ની બાજુમાં બેઠો.પોતાના બંને હાથે પોતાના કપાળને પકડતા એ રડમસ અને કંપતા સ્વરે બોલ્યો.

"કોણે તમારી સાથે આવી ક્રૂર મશ્કરી કરી માં?"

એના શબ્દોમાં દર્દની લાગણી અને અવાજ મા ભીનાસ નીતરતી હતી.

"મશ્કરી?"

માંએ ચોંકી પડતા પૂછયુ.

"હા માં.મશ્કરી.ઝરણાને બાબો આવ્યો નથી.પણ આવ્યો તો."

કહેતા કહેતા સાગર નો સ્વર રુંધાઈ ગયો.અને અત્યાર સુધી રોકી રાખેલા આંસુ.આંખોમાંથી ટપકવા લાગ્યા.

સાગરની ભીની થઈ ગયેલી આંખોને જોઈને માં ને સમજતા વાર ન લાગી કે શું બની ગયું છે.

"એટલે..એટલે..ઝરણાને બાબો આવીને પાછો થયો.?"

જવાબમા સાગરે ગરદન ઝુકાવી દીધી. ખુશાલીનો સૂર્ય ઉગતા પહેલા જ આથમી ગયો.એક આઘાતની લાગણી ગંગામા ના હૃદયમાં ઘસી આવી.અને માં પોક મૂકીને રડી પડ્યા.ત્યારે સાગર વિમાસણમાં મુકાઈ ગયો.કે પોતે શું કરે? માં ની સાથે રડવામાં સુર પુરાવી પોતાનુ પણ ભરાઈ આવેલું હૈયું ખાલી કરી નાખે.યા માં ના વાસા પર હાથ ફેરવીને માં ને આશ્વાસન આપે.પણ સાગર બે માંથી કાંઈ ન કરી શક્યો.છાતી પર હાથ દબાવીને એ માં ને ફક્ત રડતા જોઈ રહ્યો.

ગંગામાં ની રોક્કળ સાંભળીને. આજુ બાજુ વાળાઓ પણ ભેગા થઈ ગયા.રડવાનું કારણ જાણી લીધા પછી બે-ત્રણ સ્ત્રીઓએ માં ને આશ્વાસન આપીને માંડ માંડ ચૂપ કરાવ્યા.માં ના છાના રહ્યા પછી.સાગરે માં ને પૂછ્યુ.

"માં.તમે તાર કોની પાસે વંચાવ્યો તો? કોણે તમને કહ્યું કે ઝરણાને બાબો આવ્યો છે?"

માં એ ત્યા ભેગા થયેલા ટોળા ઉપર નજર ફેરવી.ત્યા ઉભેલા સદાનંદ ને જોઈને માં એ કહ્યુ.

"આ સદયા પાસે મેં તાર વંચાવ્યો તો."

બિચારો સદો.એની હાલત તો કાપો તો લોહી પણ ના નીકળે એવી હતી.એણે શર્મિંદગી ભર્યા સ્વરે કહ્યું કે.

"મને ક્ષમા કર સાગર. મારા અંગ્રેજી ના અધુરા જ્ઞાન ને લીધે આ અનર્થ થઈ ગયો. *ચાઈલ્ડ મેલ " તો મને સમજાયુ. પણ *એકસપાયર* ના અર્થ ની મને ખબર નોતી.હા પણ ઝરણાની તબિયત નરમ છે એવુ મે કહ્યુ હતુ.મને શું ખબર કે આવું થયું હશે."

સદાએ અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું.ત્યારે માં એ પાછુ કપાળ કુટતા ડૂસકુ ભર્યું.

" જે તકદીરમાં હતું એ થઈ ગયું માં.હવે રોવા ધોવાથી શું ફાયદો?"

એક ઊંડો નિસાસો નાખતા સાગરે માં ને દીલાસો તો આપ્યો.પણ.એ પોતે પણ અંદર થી ટુટી ગયો હતો.એનુ પોતાનુ હૈયુ પણ આ કરુણ સમાચાર વાંચીને ભરાઈ આવ્યુ હતુ.એટલે એ ઊઠીને પોતાના રૂમમાં આવ્યો.પલંગ પર બેસીને એણે ફરીથી એ તાર વાંચ્યો.અને લગભગ બે ચાર વાર એણે તાર ઉપરના કાળા અક્ષરો પર પોતાની નજર ફેરવી. અને તારના એ ઝાલીમ અક્ષરો.

*ચાઈલ્ડ (મેલ) એક્સ પાયર.ઝરણા સીરીયસ *

એના હૃદયને પીંખવા લાગ્યા.એનુ હ્રદય આ કારમા પ્રહારથી ચિરાઈ ગયુ હતુ. વેદનાથી એની આંખો છલકાઈ ગઈ હતી.એ મનોમન જ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો હતો કે.

"હે પ્રભુ!તે અમારી સાથે આવો ભયાનક ખેલ શા માટે ખેલ્યો.અમારી કઈ ભુલ ની તે આવી સજા અમને આપી.હે ઈશ્વર. તુ મારી આટલી વિનંતી જરૂર સાંભળજે.તે અમારા પુત્રને જન્મ આપીને પાછો ભલે લઈ લીધો.પણ મારી ઝરણાને સલામત રાખજે.એને.. એને તું મારાથી છીનવી ન લેતો પ્રભુ.તે અનેક ઉપકારો મારા ઉપર કર્યા છે.આ એક ઉપકાર વધુ કરજે.મારી ઝરણાને સહી સલામત રાખજે.હુ.હુ.ઘણો જ એને પ્રેમ કરું છું.સાચે જ હું ઘણો જ એને ચાહું છું.એના વિના હું નહીં જીવી શકુ.ભગવન."

ઝરણા સાથે લગ્ન કર્યા પછી આજે પહેલી વાર સાગરને ઝરણા માટે સલામતી ની પ્રાથના કરવી પડી હતી. એ ઝરણા ને હૃદયના ઊંડાણથી પ્યાર કરે છે એવુ એણે અનુભવ્યુ.સરિતાના પ્રેમમા પડયા પછી.ઝરણાએ પોતે પણ ક્યારેય સપનામાં પણ નહીં હું કલ્પ્યું હોય.કે એ ઝરણાને કેટલુ ચાહે છે.

એના નજરની સામે ઝરણાની છબી ઉપસી આવી.પુત્રના વિયોગથી સાવ મુરઝાઈ ગયેલો ચહેરો.ઊંડી ઉતરી ગયેલી આંખો.દુબળી થઈ ગયેલી કાયા. અને જાણે જીવનમાં સાવ એકલી ને અટુલી થઈ ગઈ હોય એવી ચહેરા પરની ઉદાસી.સાગરને લાગ્યું કે ઝરણા ને અત્યારે પોતાના આશ્વાસન ની સખત જરૂર છે.મારા પ્યાર ભર્યા સહવાસની પણ અત્યારે જરૂર છે એને.અત્યારે મારા સાથની ઘણી જરૂર છે એને.એણે રડતી આંખે કાગળ અને પેન લીધા.અને ઝરણાને આશ્વાસન ના શબ્દો લખવા માંડ્યો.પણ ત્યારે સાગરને ક્યાં ખબર હતી.કે ઝરણા એટલી કમજોર થઈ ચૂકી છે કે બેસીને પોતાનો પત્ર પણ વાંચી શકે એમ નથી.પત્ર લખીને સાગરે પોતાના ખિસ્સામાં મૂકી દીધો.અને પથારીમાં પડ્યા પડ્યા એ સવાર પડવાની રાહ જોતો પડખા ઘસવા લાગ્યો.

એ વખતે સાગરના પપ્પા બહારગામ ગયા હતા.એ બીજા દિવસે આવ્યા ત્યારે એમને આ વાતની જાણ થઈ. એમને પણ ઘણું જ દુઃખ થયું.પરંતુ સરી ગયેલા સમય પાછળ આંસુઓ સારવા થી.કે માથા પછાડવા થી એ સમય કદાપી પાછો નથી આવતો.એ સાગરના પપ્પા સારી રીતે જાણતા હતા.અને જે સમય આપણા હાથમાં છે એને કોઈ પણ ભોગે સાચવી લેવો જોઈએ.એવું એ માનતા હતા.એટલે એમણે સાગરને અમદાવાદ જવાની તૈયારી કરવાનું કહ્યું. કારણ કે સાગરના પપ્પાને ખબર હતી કે ઝરણાની તબિયત ગમે એટલી ગંભીર કેમ ન હોય.સાગરને જોતાવેંત જ એની અડધી બીમારી સારી થઈ જશે.અને સાગર તાર આવવાના બીજા દિવસે અમદાવાદ જવા રવાના થયો.