Premno Sath Kya Sudhi - 31 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 31

ભાગ- ૩૧

(માનવના વિચારોમાં આ વખતે કુપ્રથા વિશેનો કબજો જમાવી લે છે. વિલિયમ અલિશાને લઈ તેને જયપુર જવાની એક ડર હોવાથી ના પાડે છે. સુજલ અલિશાને બરોલી લઈ જવા આગ્રહ કરે છે, પણ તે માનતો નથી એટલે સુજલ ડૉ.અગ્રવાલની મદદ માંગે છે. હવે આગળ....)

“ચોક્કસ ડૉ.અગ્રવાલ, બસ તમારી પાસે એટલી જ આશા રાખું છું કે મારું કામ થઈ જાય.”

ડૉ.અગ્રવાલે મારું કામ કરવા માટે સમય માંગતા કહીને એમને મારો ફોન મૂક્યો પણ મારા મનમાં દુવિધા હતી કે જહોને તો મારી વાત નથી માન્યો પણ ડૉ.અગ્રવાલની વાત માનશે ખરો?...

પણ આશા રાખવા સિવાય મારા માટે કંઈ હાથમાં નહોતું. એક બે દિવસ જેવો પસાર થયો પણ ડૉ.અગ્રવાલ તરફથી કોઈ રિસ્પોન્સ નહોતો મળી રહ્યો એટલે મારું પણ મન અવઢવમાં ફસાઈ ગયું.

અચાનક જ વિલિયમનો ફોન મારા પર આવ્યો કે,

“ડૉ.નાયક આજે આપણે સન રાઈઝ હોટલમાં મળીએ.”

 

“અચાનક કેમ?”

 

“બસ ડૉ.અગ્રવાલનો ફોન હતો કે હમણાં થી આપણે નથી મળ્યા તો મળવું જોઈએ. તો તું કોઈ પ્રોગ્રામ એરેન્જ કર એટલે ડૉ.અગ્રવાલના કહેવાથી જ મેં પ્રોગ્રામ બનાવ્યો છે, તો ના ન કહેતાં.”

 

હવે મારે ના કહેવાનો કોઈ સ્કોપ નહોતો એટલે હા પાડી અને ડૉ.અગ્રવાલ પણ આવવાના છે, એ ખબર પડતાં જ મારા મનમાં એક આશાનું જાગ્યું. કદાચ મારી ધારેલી વાત બની જાય.

 

અમે સનરાઈઝ હોટલમાં મળ્યાં તો વાતની શરૂઆત કરતાં ડૉ.અગ્રવાલ બોલ્યા કે,

“છેવટે તે મારી વાત માની ખરી અને તે મળવવાનો પ્રોગ્રામ બનાવ્યો ખરો.”

 

“હા તમે ફોન પર એટલું ઈન્સીસ્ટ કર્યું કે હું ના જ ન કહી શક્યો.”

 

“હાસ્તો, કેટલો સમય થઈ ગયો એકબીજાને મળે. જ્યારથી તું ગ્રીસ ગયો છે, ત્યારથી હું અને ડૉ.નાયક પણ ક્યાંય પણ મળ્યા નથી. અને પછી આમ તો આપણી મિત્રતા લાંબી ટકે નહીં.”

 

મેં તેમની સામે આશ્ચર્યથી જોયું અને પૂછયું કે,

“એટલે?”

 

“અરે આ વિલિયમને મેં ગઈ કાલે તેેને ફોન કર્યો કે તું ગ્રીસથી આવી ગયો છે, તો પછી આપણો મળવાનો પ્રોગ્રામ ગોઠવીએ... તો તે આનાકાની કરવા લાગ્યો. એટલે મારે તેને કહેવું પડયું કે

‘પહેલાં આપણે મળતાં હતાં અને હવે નથી મળી શકતાં, આમ મજા ના આવે.’

 

એની પછી પણ તેની આનાકાની યથાવત એટલે ના છૂટકે કહેવું પડ્યું કે,

‘ડૉક્ટરી અમારી પ્રોફેશન છે, તો તું ડૉ.નાયકની ટ્રીટમેન્ટ અને એના લીધે આપણી મિત્રતા તોડી દે તેમ થોડી કંઈ ચાલે?”

 

આ સાંભળીને પોતાના બચાવમાં વિલિયમ બોલ્યો કે,

“મેં કયાં મિત્રતા તોડી છે, પણ હા હું થોડો ડિસ્ટર્બ થઈ જાવ છું એટલે...’

 

‘બસ બહાના બંધ કર અને કંઈક મળવાનું ગોઠવ. જો પ્રોબ્લેમ હોય તો તેને ડિસ્કસ કરાય. ડિસ્કસનથી વાત સોલ્વ થાય. અમને પ્રોફેશન અને મિત્રતા અલગ અલગ રાખતાં જ આવડે છે. પણ લાગે છે કે તને નથી આવડતું.”

 

“હા આઈ એગ્રી, ડૉ.અગ્રવાલ, પણ મારે બે દિવસ રહીને જયપુર જવાનું છે, એટલે થોડો બિઝી હતો.”

 

ડૉ.અગ્રવાલ,

“તું જયપુર જવાનો છે.”

 

“હા, કેમ?”

 

“તો પછી રહેવાનો કયાં?”

 

“વિચાર્યું નથી, પણ કોઈ હોટલમાં  જ રોકાઈશ.”

 

“તારો હોટલમાં કેમ રોકવું પડે, જ્યાં મારા એક મિત્રનું સુંદર રિસોર્ટ છે, ત્યાં જ રોકાઈ જા.”

 

“પણ રિસોર્ટ મારા એકલાને માટે, તો મને ગમે જ નહીં અને ફેમિલી વગર રિસોર્ટમાં મજા પણ નહીં આવે.”

 

“તો પછી એલિના અને અલિશાને લઈ જા.”

 

“હા, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું મારા કામમાં બિઝી હોઈશ, તો તેઓ બોર થઈ જશે.”

 

“વાત તારી સાચી તો એ માટે અમે ટ્રીપ પર આવીએ તો... કયારના ઘરમાં બધા એકાદી ટ્રીપ પર જવાની જીદ કરી રહ્યા છે, તો એકાદ ટ્રીપ થઈ જશે. આમ પણ જયપુર સારી પ્લેસ છે ટ્રીપ માટે, અને આમ પણ એકલા જવા કરતાં સાથે જવામાં મજા આવશે, હે ને ડૉ.નાયક?”

 

“હા, એ તો છે જ, પણ રિસોર્ટનું બુકિંગ અને તેનું રેન્ટ?”

 

“એ તો હું મારા મિત્રને વાત કરી અને ઓછું પણ કરાવી દઈશ.”

 

“ડન તો પછી આપણે ટ્રીપ પર જઈએ.”

 

“રાઈટ તો પછી જ્હોન ડન...”

 

“ઓકે તો ડૉ.અગ્રવાલ તમે રિસોર્ટ બુક કરી દો. અમે પણ ટ્રીપ પર જવા તૈયાર છીએ.”

 

મેં કહ્યું તો વિલિયમ પણ,

“ઓકે નાઈસ તો બે દિવસ બાદ ટ્રીપ પર આપણે જઈએ છીએ.”

 

આમ ડૉ.અગ્રવાલની વાતમાં હામી ભરી અને અમે બધાં રિસોર્ટ જવાની તૈયારીમાં લાગી ગયા. બે દિવસ બાદ અમે રિસોર્ટ જવા માટે નક્કી કરેલી ગાડીમાં બેસી ગયા. પાછળ ડૉ.અગ્રવાલની ફેમિલીના ચાર મેમ્બર, વચ્ચે વિલિયમ ફેમિલીના ત્રણ અને આગળ હું એકલો કેમકે મિતા એ વખતે તેની મમ્મી બિમાર હોવાથી તેના પિયર હતી એટલે હું એકલો જ ગયેલો. એટલે આમ, અમે 8 જણા રિસોર્ટ પહોંચ્યા.

 

રિસોર્ટ એકદમ સુંદર, ચારે બાજુ હરિયાળી, પર્વતની હારમાળાની વચ્ચોવચ્ચ એક ઝીલ અને એ બધાની વચ્ચે આવેલો રિસોર્ટ. આજુબાજુ જોઈને એવું લાગે કે કોઈ ટાપુ પર પહોંચી ગયેલા ના હોઈએ.

રિસોર્ટની પ્રોપર્ટી ખૂબ જ સુંદર હતી. એમાં સ્વીમીંગ પુલ અને અધર એડવેન્ચર ગેઈમ ઝોન પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યા હતા. આંખોને જોવી ગમે એવું વાતાવરણ, લીલી વનરાજી અને મનને ફ્રેશ કરે તેવા ફુવારા. દરેક રસ્તા પર જવા માટે બ્લોક નાખેલા અને એની વચ્ચે વચ્ચે નાના નાના ગાર્ડન. અને આ બધું જોતાં જોતાં ચાલવાની મજા અનેરી જ હોય.

ત્રણે બાળકો તો કોઈ ભૂલભૂલયામાં આવ્યા ના હોય તેમ એક રસ્તા પરથી બીજા રસ્તા પર જતા અને આમથી તેમ રમતાં જાણે કે રસ્તાની સંતાકૂકડી. ઘણીવાર તે દેખાતા અને ઘણીવાર ઝાડની ઓથમાં છુપાઈ જતા.

બાળકોની મસ્તી અને સુંદર, મનને ખુશ કરે તેવું વાતાવરણ માણતાં માણતાં અમે રિસેપ્શન પર પહોંચ્યા તો ત્યાં અમારું વેલકમ ડ્રિકંસમાં ઓરેન્જ જ્યુસ, પાઈનેપલ જ્યુસ સર્વ કર્યો. તે પીને અમે લોકોએ અમારો થાક ઉતાર્યો અને બાળકો તો રમવા માટે એનર્જી ડ્રીન્ક પીધું હોય તેમ રિફ્રેશ થઈ ગયા.

બાળકો તરત જ ધમાલ ચકડી કરવામાં જ પરોવાઈ ગયા. જ્યારે ડૉ.અગ્રવાલની પત્ની સ્મિતા અને એલિના સોફા પર બેસીને વાતે વળગ્યા. અમે લોકોએ ત્રણ રૂમ લઈ અને સ્ટાફને રૂમમાં સામાન શીફટ કરવાનું કહ્યું. અમે અમારા રૂમ તરફ પ્રયાણ કર્યું.

દરેક બે રૂમની વચ્ચે નાનો એવો સ્વીમીંગ પુલ અને આજુબાજુ સીટિંગ. બે રૂમની આગળ બાળકો આરામથી રમી શકે તેવી સ્પેસ. અમે રૂમમાં એન્ટર થયા તો એક રૂમની અંદર બે રૂમમાં એમાં બહારના ભાગમાં સોફા, ટીવી, સ્મોલ કીચન જેવું અને બાજુમાં નાનુ એવું રાઉન્ડ ડાઇનિંગ ટેબલ. બધું જ આકર્ષક અને પેઇન્ટિંગ લગાવેલા અને એમાં પણ જોવા જ ગમે એવા અને દરેક ફેમિલી મજા લઈ શકે તેવું એરેન્જમેન્ટ હતું.

અંદરની રૂમમા એક મોટો બેડ, સામે ટીવી, એક વોર્ડરોબ અને બાજુમાં જ વોશરૂમ. રૂમની અંદર નાની લાઈટ કહો કે ડ્રીમલાઈટ જેવું. આ બધું જોયા બાદ મને તો મિતાને લઈને ના આવ્યો તેનો અફસોસ થયો. પણ એ અફસોસ મનથી ઝાટકી ફટાફટ ફ્રેશ થઈ બહાર નીકળ્યો તો વિલિયમ રિસર્ચ સેન્ટર જતો હતો એટલે તેની સાથે રિસર્ચ સેન્ટર ગયો. તે તેનું કામ કરતો રહ્યો અને હું આજુબાજુ ફરીને ટાઈમ પાસ કર્યો. મોડી રાતે અમે પાછા ફર્યા.

(શું અલિશાને સુજલ બરોલી લઈ જઈ શકશે? વિલિયમ એ માટે સમય કાઢી શકશે? જયપૂર ટ્રીપ પર ફેમિલીને લઈ જવા માટે તૈયાર થયેલો વિલિયમ બરોલી લઈ જવા રાજી થશે? વિલિયમને કેવી રીતે મનાવશે? બાળકોની મજા કયાંક બગડી તો નહીં જાયને? ડૉ.નાયકનો પ્રયત્ન ફેઈલ નહીં થાય ને?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૩૨)