Premno Sath Kya Sudhi - 32 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 32

ભાગ-૩૨

(ડૉ.અગ્રવાલના ફોર્સથી વિલિયમ, સુજલ અને તે હોટલમાં મળે છે. વાતવાતમાં ખબર પડી હોય તેમ તેઓ પણ ફેમિલી સાથે ટ્રીપ પર જવાની રજુઆત કરે છે, જેને વિલિયમ ના નથી કહી શકતો અને તેેઓ રિસોર્ટ પહોંચે છે. રિસોર્ટની પ્રોપર્ટી સુંદર હોવાથી માનવને મિતા નહીં લાવ્યાનો અફસોસ થાય છે. હવે આગળ...)

રિસોર્ટની પ્રોપર્ટી જોયા બાદ મને તો મિતાને લઈને ના આવ્યો તેનો અફસોસ થયો. પણ એ અફસોસ મનથી ઝાટકી ફટાફટ ફ્રેશ થઈ બહાર નીકળ્યો તો વિલિયમ રિસર્ચ સેન્ટર જતો હતો એટલે તેની સાથે રિસર્ચ સેન્ટર ગયો. તે તેનું કામ કરતો રહ્યો અને હું આજુબાજુ ફરીને ટાઈમ પાસ કર્યો. મોડી રાતે અમે પાછા ફર્યા.

જ્યારે ડૉ.અગ્રવાલ બપોર સુધી બાળકો, તેમની પત્ની સાથે અને સાંજનો સમય તેમના મિત્ર સાથે પસાર કર્યો. એલિના અને અલિશા એ પણ સ્મિતાભાભી અને તેમના બાળકો સાથે સમય પસાર કરી રિસોર્ટ અને તેની એડવેન્ચર પાર્કમાં ફૂલ એન્જોય કરેલું. અમે જ્યારે પાછા આવે ત્યારે આ લોકો તો થાકથી નીદ્રાદેેવીની શરણમાં હતા.

મને રિસર્ચ સેન્ટર પર થોડીવાર ગમેલું, પછી અકળામણ થવા લાગેલી. એટલે બીજા દિવસે હું ડૉ.અગ્રવાલને સાથ આપવા રોકાઈ ગયો. અમે પણ બાળકોના ગેઈમ ઝોન જોયો અને અમારા માટે બનાવેલા એડવેન્ચર પાર્કમાં એડવેન્ચર કરવાની મજા ખૂબ જ આવી ગઈ. બપોર સુધી સમય ક્યાં પસાર થયો તે ખબર જ ના પડી. પછી લાઈટ લંચ લીધું અને આરામ કર્યો.

સાંજનો સમય મેં લાયબ્રેરીમાં ત્યાં અવનવી પુસ્તકો વાંચીને અને ડૉ.અગ્રવાલ તેમના મિત્ર સાથે ગપ્પા મારવામાં પસાર કર્યો.

જયારે બાળકો તો આખો દિવસ ગેઈમ ઝોનમાં થી બહાર જ ન નીકળ્યા. તેમને અવનવી ગેઈમ્સ રમવાનો ભરપૂર મજા લીધી. ઘડીકમાં તે કેરમ રમતાં કે ચેસ, ટેબલ ટેનિસ, બિલિયાર્ડ રમતાં. એમાં તો એલિના અને સ્મિતાભાભીને પણ મજા પડી ગયેલી. આમ દિવસ કયાં પસાર થઈ ગયો તે કોઈને ખબર ના પડી.

લેડીઝ અને બાળકો વહેલા સૂઈ ગયા અને હું, વિલિયમ અને ડૉ.અગ્રવાલ બારમાં જઈ બિયર લઈ બેઠા.

ડૉ.અગ્રવાલે વિલિયમને પૂછ્યું કે,

"વિલિયમ તારા રિસર્ચનું પત્યું કે પછી હજી બાકી?"

 

"હા લગભગ પતી જ ગયું છે અને જે બાકી છે તે મારા આસિસ્ટન્ટ પતાવી દેશે."

 

"ઓકે, તો પછી કાલે કયાંક બહાર જવાનો પ્રોગ્રામ બનાવીએ?"

 

તેનો જવાબ સાંભળીને હું બોલ્યો તો વિલિયમ કંઈ વિચારે તે પહેલાં જ ડૉ.અગ્રવાલ બોલ્યા કે,

"વાત સાચી બાળકો પણ ગેઈમ ઝોનને ભરપૂર એન્જોય કરી લીધો છે અને આપણે રિસોર્ટ અને એડવેન્ચર પણ એન્જોય કરી લીધું છે, તો કંઈક નવો પ્રોગ્રામ બનાવી શકાય. વિચારવા જેવી વાત છે."

 

"હા એટલે જ તો કહ્યું..."

 

હું બોલ્યો પણ વિલિયમ કશું બોલ્યો નહીં એટલે ડૉ.અગ્રવાલે તેને પૂછયું કે,

"વિલિયમ તને શું લાગે છે? શું વિચાર છે તારો?"

 

"બહાર જવાના પ્રોગ્રામની ના નથી, પણ બરોલી નથી જવું..."

 

હું શોક થઈ ગયો, પણ એટલો બધો નહી. મને હતું જ કે વિલિયમને મારી વાતનો આઈડિયા આવી જશે. છતાં મેં છેલ્લે ઉપાય અજમાવતાં કહ્યું કે,

"એમાં પ્રોબ્લેમ શું છે? એકવાર બરોલી જવામાં ત્યાં તો નવ મંદિરોના સમૂહ અને ફેમસ બાડોલીનું મંદિર ત્યાં છે... આખરે એ અલિશાના પૂર્વભવનું ગામ એ સાથે કન્ટેકટડ છે ને..."

 

"આઈ એગ્રી ડૉ.નાયક, પણ હું તૈયાર નથી અને તમને એ વાતની ખબર કયારની હતી જ ને. અને છતાં તમે ડૉ.અગ્રવાલ દ્રારા તમે તમારી વાત મારી પાસે મનાવી, ધેટ્સ નોટ ફેર..."

 

"મને ખબર છે, પણ શું કરું... તમે સમજવા તૈયાર નહોતા અને મને આ જ યોગ્ય લાગી રહ્યું હતું. અલિશા એકવાર તેના પૂર્વભવના ગામમાં આવે જયાંથી તેને તેની તકલીફો યાદ આવી જાય, અધૂરી વાતો યાદ આવી જાય તો તે આ બધું જ સ્ટ્રેસ અને જે થેરેપી કે ટ્રીટમેન્ટથી પસાર થવું પડે છે તેમાંથી છૂટકારો મળી જાય. તમે સાંભળવા તૈયાર જ નહીં એટલે ડૉ.અગ્રવાલની મદદ લેવી પડી."

 

બંનેમાં થી કોઈ આગળ બોલી ના શક્યું તો મેં જ પાછું બોલવાનું શરૂ કર્યું,

"શું તમે કામ ના પાડે છે, તેનું લોજિક તો મને નથી સમજાતું. અરે તેનો ડૉકટર હોવાને નાતે મને ખબર છે કે અલિશાની હેલ્થ ના બગડે તે જોવાની જવાબદારી મારી છે. પણ શારીરિક હેલ્થની સાથે સાથે માનસિક હેલ્થ પર વિચારવું તો પડશેને? હજી કહું છું કે તું તેનો ડેડ છે અને તારી પરમિશન વગર નહીં લઈ જાઉં. પણ અલિશાને સાજી કરવા માટે જે કરવું પડે તે તો કરવું જ પડશે કે નહીં? તે વિચારીને જવાબ આપ મને..."

 

"હું સમજું છું કે તમે અલિશા માટે જ કહી રહ્યા છો, પણ તમે મારી ફાધર તરીકેની મનની સ્થિતિ વિચારશો તો ખબર પડશે. મને ડર લાગે છે કે આમાં અલિશાની કયાંક હેલ્થ બગડી ના જાય. અને વધારે બગડી જશે તો તેને કેવી રીતે કયોર કરી શકીશું.અને હું કયાંક તેને ખોઈ બેસું તો... મને ડર લાગે છે કે ઊલમાં થી ચૂલમાં ફસાઈ જઈશું તો... બસ આ જ ડર મને આગળ વિચારવા નથી દેતું."

 

"સારું તને ડર લાગે છે ને તો હું અલિશા પર બરોલીમાં હિપ્નોટાઈઝ થેરેપીનો ઉપયોગ નહીં કરું. બસ આપણે અલિશાને લઈ ત્યાં ફરીશું અને અલિશાનો એટલે કે માનના પતિ કે ઘર વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. અને સાથે એ પણ ચકાસી લઈશું કે અલિશા જે કહે છે તે મુજબ તેને કંઈ તકલીફ હતી. જો એકવાર તકલીફ ખબર પડી જાય તો તેને હિપ્નોટાઈઝ કર્યા વગર તેની ટ્રીટમેન્ટ કરી તેને એ તકલીફમાં થી દૂર કરી શકીશું."

 

"ઓકે મને તમારા પર ટ્રસ્ટ છે કે તમે કહ્યું તેમ જ કરશો, પણ અલિશાને ક્યાંક યાદ આવે અને સ્ટ્રેસ વધી જાય કે કોઈ તકલીફ થઈ જશે તો?"

 

અત્યાર સુધી સાંભળી રહેલા ડૉ.અગ્રવાલે કહ્યું કે,

"એ માટે તો હું છું ને, તેની શારીરિક હેલ્થ હું સાંભળી લઈશ અને માનસિક હેલ્થ ડૉ.નાયક. હું એ માટે તૈયાર જ છું."

 

"હું પણ... ડૉ.અગ્રવાલ."

 

વિલિયમ બોલ્યો કે,

"ઓકે તો પછી કાલે અલિશાને લઈ આપણે બરોલી જઈએ છીએ."

 

"સારું તો બરોલી જવા માટેનો ચાર થી પાંચ કલાક જેવો રન છે, એટલે રિસોર્ટમાં કહીને સેન્ડવીચ, પેકેટસ અને કોઈ સ્નેકસ જે લઈ જઈ શકાય હોય તેવા પેક કરાવી લઈએ."

 

મેં કહ્યું તો ડૉ.અગ્રવાલ બોલ્યા કે,

"ઓકે તો હું રિસોર્ટના મેનેજરને કહી ગાડીની વ્યવસ્થા કરી દઉં."

 

આમ બધું નક્કી કરીને છૂટા પડ્યાં. બીજા દિવસે હું, વિલિયમ ફેમિલી બહાર લોન્જમાં ડૉ.અગ્રવાલ ફેમિલીની રાહ જોઈ રહ્યા હતા. થોડીવાર પછી ડૉ.અગ્રવાલ બહારથી એકલા આવ્યા અને એમને કહ્યું કે,

"સ્મિતાની માસી અને તેના દૂરના મામાનું ફેમિલી અહીં જ રહે છે, તો તે તેમને મળવા જવા માંગતી હતી એટલે તેને કેબ કરી ત્યાં મોકલી. હવે આપણે જઈએ."

 

"તો તમારે ત્યાં આવું પડશે એમ કહીને સાથે આવવા જીદ ના કરી."

 

"ના કહ્યું તો ખરું અને આગ્રહ પણ કર્યો, પણ મારા માટે અલિશા પાસે રહેવું જરૂરી હતું એટલે તેેને ગમેતેમ સમજાવીને હું ત્યાં ના ગયો."

 

એટલામાં તુફાન આવી ગઈ અને એમાં ડૉ.અગ્રવાલ આગળની સીટ પર, વિલિયમ ફેમિલી વચ્ચેની અને હું પાછળની સીટ પર ગોઠવાઈ ગયા અને બરોલી તરફ જવા પ્રયાણ કર્યું.

(શું અલિશાને પોતાનો પૂર્વભવ યાદ આવશે? શું વિલિયમ ડરીને ફરી તો નહીં જાય ને? અલિશા પોતાનો પૂર્વભવ યાદ કરતાં હિપ્નોટાઈઝ કરવી પડશે કે પછી એના વગર? સુજલ તેમને કરેલું પ્રોમિસ પાળી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૩૩)